অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

માયોસાઇટીસ

સાંધાના વા ના આ પ્રકારમાં મુખ્ય અસર સ્નાયુ ઉપર થાય છે અને સ્નાયુ નબળા પડે છે.

વારંવાર પૂછાતાં પ્રશ્નો

માયોસાઇટીસના કેટલા પ્રકાર છે?

માયોસાઇટીસના બે મુખ્ય પ્રકાર છે.

  • પોલીમાયોસાઇટીસ
  • ડર્મેટૉમાયોસાઇટીસ

માયોસાઇટીસ થવાનુ કારણ શું છે?

માયોસાઇટીસ થવાના ઘણા કારણો છે. આ કારણો ને ચાર ભાગમાં વહેંચી શકાય.

  • ચેપી રોગ [જંતુઓ દ્વારા]
  • દવાઓ
  • કેન્સર: વિવિધ પ્રકારના કેન્સર માયોસાઇટીસ સ્વરૂપે બહાર આવી શકે છે.
  • સાંધાના વા: પોલીમાયોસાઇટીસ / ડર્મેટૉમાયોસાઇટીસ સાંધાના વા સ્વરૂપે બહાર આવે છે.

પોલીમાયોસાઇટીસ/ડર્મેટૉમાયોસાઇટીસ થવાનું કારણ શું છે. ?

વ્યક્તિના શરીરનું જનીન બંધારણ આ રોગ થવામાં મહત્વનો ભાગ ભજવે છે. શરીરની રોગ પ્રતિકારક શક્તિ શ્વેતકણો થી બનેલી હોય છે, ખામીયુક્ત શરીર બંધારણ ધરાવતા દઁદીમાં આ શ્વેતકણો સ્નાયુને નુક્સાન પહોંચાડે છે.

આ નુક્સાન થવાથી સ્નાયુ ઉપર સોજો આવે છે અને સ્નાયુ નબળા પડે છે.

પોલીમાયોસાઇટીસ/ડર્મેટૉમાયોસાઇટીસ માં શું ફક્ત સ્નાયુ ઉપર અસર થાય છે?

ના. આ બીમારીઓમાં સ્નાયુ ઉપરાત સાંધા, ચામડી, હદય, ફેફસા, અન્નનળી ઉપર અસર થઇ શકે છે.

પોલીમાયોસાઇટીસ/ડર્મેટૉમાયોસાઇટીસ ના મુખ્ય લક્ષ્‍ણો શું છે. ?

મોટાભાગના દદીઁઓમા આ બિમારીના લક્ષ્‍ણો ધીમે ધીમે મહીનાઓ પછી બહાર આવે છે.

આ બિમારીના મુખ્ય લક્ષણૉ :

  • આખા શરીર નો દુઃખાવો.
  • થોડું કામ કર્યા પછી અતિશય થાક લાગવો.
  • સાંધામાં દુઃખાવો તથા સોજો.
  • શરીર માં નબળાઇ – જમીન પરથી ઉભા થવામાં તકલીફ.
  • પોપચા ઉપર સોજો.
  • ચહેરા, હાથના સાંધા ઉપર લાલ ડાઘ આવવા.
  • શ્વાસ ચડવો, સુકી ઉધરસ આવવી.
  • ખોરાક ગળવામાં તકલીફ થવી.

શું આ બિમારીનું નિદાન ફક્ત લોહીની તપાસ દ્વારા થઇ શકે છે?

ના. આ બીમારીઓનું નિદાન કરવા માટે લાક્ષણીક ચિન્હો તથા દાક્તરી તપાસમાં સ્નાયુની નબળાઇ હોવી જરૂરી છે. દદીઁને વિગતવાર પ્રશ્નો પુછી દવાઓ, ચેપીરોગો, કેન્સરની શક્યતા વિશે જાણવું જરુરી છે.

યોગ્ય લક્ષણો ધરાવતા દદીઁઓમાં નીચે મુજબ મુખ્ય તપાસ તબક્કાવાર જરૂર પ્રમાણે કરવામાં આવે છે.

  • સ્નાયુના ઘટક તત્વો – CPK, LDH, SGOT, ALODASE
  • EMG – સ્નાયુની ઇલેક્ટ્રીક સિસ્ટમની તપાસ.
  • IMAGING – સૉનોગ્રાફી, એમઆરઇ સ્નાયુ નો સોજો પુરવાર કરવા માટે. X-Ray chest, HRCT Thorax – ફેફસા ઉપર અસર જાણવા માટે. 2D ECHO – હદયની સોનોગ્રાફી માટે.
  • MUSCLE BIOPSY – સ્નાયુની નાની કટકી કાઢી તેની તપાસ નિદાન માટે જરૂરી પ્રમણે કરવામાં આવે છે.

આ ઉપરાંત દવા શરૂ કરતા પહેલા, દવાની આડઅસર ન થાય તે માટે જરૂર પ્રમાણે લોહીના કણો, લિવર, કીડની તથા હાડકાની ઘનતાની તપાસ કરવામાં આવે છે. શંકાસ્પદ ચિન્હો ધરાવતા દદીઁઓમા વિવિધ ચેપી રોગ, તથા કેન્સરની તપાસ કરવી જરૂરી બને છે. દરેક દદીઁ માં આ બધી તપાસ કરવી જરૂરી નથી.

આ રોગોમાં કઇ દવાઓ વાપરવા માં આવે છે?

સ્ટીરોઇડ : આ બિમારીઓને તુરંત કાબુમાં લાવવા માટે આ દવાઓ મુખ્ય છે. પ્રેડનીસોલોન આ પ્રકારની દવા છે. એક મહીના પછી આ દવાનો ડોઝ ધીમે-ધીમે ઘટાડી છ મહીનામાં મેન્ટેનન્સ ડોઝ ઉપર લાવવામાં આવે છે. ખુબ ગંભીર બિમારી ધરાવતા દદીઁ માં આ દવાના ઇન્જેક્શન આપવામાં આવે છે.

મિથોટ્રેકસેટ, એઝાથાયોપ્રીન, માયકોફીનોલેટ. લાંબો સમય બિમારીને કાબુમાં રાખવા માટે આ દવાઓ વપરાય છે. આ દવાઓ રોગપ્રતિકારક શક્તિની ખામીઓને કાબુમાં લાવે છે. આ દવાઓ ની અસર આવતા સમય લાગે છે. આ દવાઓથી બિમારી કાબુમાં આવતા સ્ટીરોઇડના ડોઝ ઘટાડી શકાય છે.

રીટુક્સીમેબ {Rituximab} : હઠીલી બિમારી ધરાવતા દદીઁ, જેમાં પ્રથમ તબક્કાની દવા કામ કરતી નથી તેમાં આ દવા વાપરી શકાય છે. આ દવા શરીરના B-Lymphocyte {શ્વેત કણ} ને ઘટાડે છે.

Iv Ig : ઇમ્યુનોગ્લોબ્યુલીન : હઠીલી બિમારી ધરાવતા દદીઁ, જેમાં પ્રથમ તબક્કાની દવા કામ કરતી નથી તેમાં આ દવા વાપરી શકાય છે.

આ બિમારીઓની દવા કેટલો સમય લેવી પડે છે?

આ બિમારીઓની દવા લાંબો સમય લેવી પડે છે.

આ બિમારીના દદીઁ ઓએ ખોરાકમાં શુ કાળજી લેવી પડે છે?

  • આ બિમારીના દદીઁઓએ ખોરાકમાં પચવામાં હળવો ખોરાક લેવો જોઇએ.
  • શરૂઆતની બિમારીમા તીખો,તળેલો,  ચટણીવાળો ખોરાક ટાળવો જોઇએ. ખટાશ અને આ બિમારીને કોઇ સંબંધ નથી.

આ બિમારીના દદીઁઓએ શું કસરત કરવી જોઇએ?

બિમારી કાબુમાં આવ્યા બાદ – ફીઝીયોથેરાપીસ્ટ {Physiotherapist} ના માર્ગદશઁન નીચે સ્નાયુની તાકાત ફરીથી નોર્મલ કરવાની કસરતો ધીમે ધીમે ઉમેરવામાં આવે છે.

શુ આ બિમારી વારસામાં આવી શકે છે?

ના. મોટાભાગના દદીઁ માં આ બિમારી વારસાગત હોતી નથી.

સ્ત્રોત : ગુજરાત રૂમૅટોલૉજી એસોસિયેશન (રાગ)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/2/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate