વાસ્ક્યુલાઇટીસ શું કામ થાય છે?
વાસ્ક્યુલાઇટીસ થવાના ઘણા કારણો છે. ચેપી રોગ જેવા કે ન્યુમોનિયા; અમુક દવાઓ; અમુક કેન્સર તથા વા ની બિમારીઓ વાસ્ક્યુલાઇટીસ કરી શકે છે.
વાસ્ક્યુલાઇટીસમાં શું થાય છે?
વાસ્ક્યુલાઇટીસમાં લોહીની નસોની અંદરની દીવાલ ઉપર સોજો આવે છે અને જે તે અંગને લોહી પહોંચતું બંઘ થાય છે અને તે અંગને નુકસાન થાય છે.
વાસ્ક્યુલાઇટીસ કોને થઇ શકે છે?
વાસ્ક્યુલાઇટીસ બે વષઁના બાળકથી નેવુ વષઁના વૄધ્ધ સુધી કોઇ પણ ઉમરે થઇ શકે છે.
શુંવાસ્ક્યુલાઇટીસ ગંભીર બિમારી છે?
હા. અમુક પ્રકારના વાસ્ક્યુલાઇટીસ માં દદીઁનાજીવ ઉપર જોખમ આવી શકે છે.
વાસ્ક્યુલાઇટીસ નું નિદાન કઇ રીતે કરવામાં આવે છે?
વાસ્ક્યુલાઇટીસ ની સારવાર કઇ રીતે કરવામાં આવે છે?
વાસ્ક્યુલાઇટીસમાં કેટલો સમય દવા લેવી પડે છે?
દવાનો સમય વાસ્ક્યુલાઇટીસના પ્રકાર ઉપર આધાર રાખે છે.અમુક પ્રકારમાં આજીવન દવા લેવી પડે છે.
વાસ્ક્યુલાઇટીસના દદીઁઓએ ખોરાકમાં શું કાળજી લેવી જોઇએ?
ખટાશ અને આ બિમારીને કોઇ સબંધ નથી. આ દદીઁઓએ ઘરે બનાવેલો પચવામાં હળવો ખોરાક લેવો જોઇએ.
સ્ત્રોત : ગુજરાત રૂમૅટોલૉજી એસોસિયેશન (રાગ)
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 2/12/2020