অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સિસ્ટેમીક લ્યુપસ ઇરીધમેટોસસ

સિસ્ટેમીક લ્યુપસ ઇરીધમેટોસસ

મુખ્યત્વે સ્ત્રીઓમાં થતા આ વા મા શરીર ના મહત્વના અંગો જેવાકે કિડની, મગજમાં નુક્સાન થઇ શકે છે.

વારંવાર પૂછાતાં પ્રશ્નો

સુર્યપ્રકાશને અને લ્યુપસને શું સબંધ છે?

સુર્યપ્રકાશમાં રહેલા પારજાંબલી  કીરણો આ બિમારી વધારી શકે છે.

લ્યુપસના દદીઁઓએ સુર્યપ્રકાશ ટાળવો જોઇએ તથા બહાર નીકળતી વખતે SPF-15 થી વધારે શક્તિવાળુ સનસ્ક્રીન લોશન લગાડવું જોઇએ.

લ્યુપસના મુખ્ય લક્ષણો ક્યા છે?

બિમારીના લક્ષણૉ શરીરના ક્યા અંગ ઉપર તેની અસર થઇ છે તે ઉપર આધાર રાખે છે

  • સાંધા: સાંધાનો દુઃખાવો તથા સોજા.
  • ચામડી: ચામડી ઉપર વિવિધ પ્રકારના ડાઘ પડવા, ફોલ્લા થવા, મોઢામાં ચાંદા પડવા, વાળ ઉતરવા.
  • લોહીના કણો: લોહીના વિવિધ કણો ઘટવાથી થાક લાગવો, શરીર ઉપર દાણા દેખાવા; નાક, ગળુ, પેશાબમાં લોહી પડવુ.
  • ફેફસા: છાતીમાં દુઃખાવો થવો, શ્વાસ ચડવો.
  • હદય: હદયના ધબકારા અનિયમિત થવા, શ્વાસ ચડવો.
  • કીડની: પગમા તથા ચહેરા ઉપર સોજો આવવો, નાની ઉમરે બ્લડ પ્રેશર વધવુ, શ્વાસ ચડવો.
  • સ્નાયુ: જમીન ઉપરથી ઉભા થવામાં તકલીફ થવી, સ્નાયુની નબળાઇ લાગવી.
  • મગજ: નાની ઉમરે લકવા થવો, વિવિધ માનસીક રોગ થવા, હાથ/પગની નસો ખોટી પડવી, ખાલી ચડવી.
  • લોહીની નસો: લોહીની નસોમાં સોજો આવવાથી (vasculitis) લોહી ફરતુ બંધ થવુ, ગેંગ્રીન થવું, હાથ/પગના આંગળા કાળા પડી જવા.
  • સ્ત્રીઓ મા ખુબજ માસીક આવવું, ગભાઁવસ્થા દરમ્યાન બ્લડપ્રેશર વધવું વગેરે.
  • આ ઉપરાંત વારંવાર તાવ આવવો, થાક લાગવો, ભુખ ઓછી લાગવી, નબળાઇ લાગવી, વજન ઘટવુ વગેરે સામાન્ય ચિન્હો છે.

લ્યુપસ કોને થાય છે?

આ બિમારીના ૯0% થી વધારે દદીઁ સ્ત્રીઓ હોય છે.

સામાન્ય રીતે આ બિમારી ૨0-૩0 વષૅઁ શરૂ થાય છે, આ બિમારીના બધા લક્ષણો એક સાથે આવે તે જરૂરી નથી.

લ્યુપસનું નિદાન કઇ રીતે થાય છે?

ચાર થી વધારે લક્ષણો ધરાવતા દદીઁમાંજ બિમારીનુ સચોટ નિદાન થાય છે.

યોગ્ય લક્ષણો ન ધરાવતા દદીઁ માં ફક્ત લોહીની તપાસ પોઝીટીવ આવવાથી આ બિમારી નુ નિદાન થતું નથી.

લ્યુપસના નિદાન સમયે કઇ તપાસ કરવામાં આવે છે?

આ બિમારી ની તપાસ બે પ્રકારની હોય છે.

  • વિવિધ અંગોમા થયેલી અસર જાણવા માટે.
  • શરીરની રોગપ્રતિકારક શક્તિની ખરાબી જાણવા માટે.

લ્યુપસની સારવાર માટે કઇ દવાઓ વપરાય છે?

આ બિમારી ની સારવાર માટે ઘણી દવાઓ છે, આ દવાઓ બિમારીની તીવ્રતા, શરીરના અંગો ઉપર બીમારી ની અસર પ્રમાણે વાપરવામાં આવે છે.

  • હાઇડ્રોક્સી ક્લોરોક્વીન/ ક્લોરોક્વીન:- લ્યુપસના દદીઁ માં આ દવા વાપરવામાં આવે છે. આ દવા બિમારીને કાબુમાં રાખવા માટે મહત્વની છે. આ દવાથી ચામડીનો રંગ શામળો પડી શકે છે.
  • સ્ટીરોઇડ:- શરીરના અંગો ઉપર બિમારીની અસર પ્રમાણે આ દવા વાપરવામાં આવે છે.
  • મિથોટ્રેકસેટ, લેફ્લુનોમાઇડ, એઝાથાયોપ્રીન, માયકોફીનોલેટ હળવી બિમારી, તથા અંગોમા સામાન્ય અસર ધરાવતા દદીઁ ની બિમારી કાબુમાં રાખવા માટે આ દવાઓ વપરાય છે. આ દવાઓ શરીરની રોગપ્રતિકારક શક્તિની ખામીઓને કાબૂમાં લાવવામાં મદદ કરે છે.
  • સાયક્લોફોસ્ફામાઇડ:- આ દવા ખુબ તીવ્રતા ધરાવતી તથા શરીરના મુખ્ય અંગો ઉપર નુક્સાન કરતી ગંભીર બિમારી માં મુખ્યત્વે ઇન્જેકશન સ્વરૂપે વાપરવામાં આવે છે.
  • Rituximab, Belimumab,IvIg પ્રકારની નવી દવાઓ હઠીલી બિમારીમાં જ્યારે પહેલા તબક્કાની દવાઓ કામ ન કરે ત્યારે વાપરવામાં આવે છે.
  • આ ઉપરાંત કેલ્શીયમ, વિટામીન ડી, હાડકાની ઘનતા જળવાઇ રહે તે માટેની દવાઓ, વિવિધ રોગપ્રતિકારક રસી દદીઁ ની જરૂર પ્રમાણે આપવામાં આવે છે.
  • જે દદીઁ માં વારંવાર ગભઁપાત થાય છે અથવા લોહીની નસો બ્લોક થાય છે તેમા લોહી પાતળુ કરવાની દવાઓ જેમકે એસ્પીરીન, વોરફેરીન વગેરે વાપરવામાં આવે છે.

શું દરેક દદીઁ ની સારવાર સરખી હોય છે?

  • ના. બિમારીની તીવ્રતા મુજબ, શરીરના મુખ્ય અંગો ઉપર અસર પ્રમાણે દરેક દદીઁ ની સારવાર જુદી હોય છે. આ બિમારીની તીવ્રતામાં વધઘટ થઇ શકે છે. તે મુજબ દવામાં ફેરફાર કરવામાં આવે છે.
  • દદીઁ ની બિમારી સંપુણઁ કાબુમાં હોવા છતા દવાની આડઅસર તથા બિમારીના વર્તન માટે અમુક લોહીની તપાસ સમયાંતરે કરવી જરૂરી છે.

લ્યુપસની દવા કેટલો સમય ચાલુ રાખવી પડે છે?

આ બિમારીની દવા આજીવન લેવી પડે છે.

શું લ્યુપસ જીવલેણ બની શકે છે?

હા. શરીરના મુખ્ય અંગો ઉપર અસર થતા આ બિમારી જીવલેણ બની શકે છે.

શું લ્યુપસ વારસાગત હોય છે?

ના. મોટાભાગના દદીઁઓમા આ બિમારી વારસાગત હોતી નથી.

લ્યુપસ ના દદીઁઓએ ખોરાકમા શું કાળજી લેવી જોઇએ?

  • આ બિમારીના દદીઁઓએ ખોરાકમાં પચવામાં હળવો ખોરાક લેવો જોઇએ.
  • શરૂઆતની બિમારીમાં તીખો,તળેલો,ચટણીવાળો ખોરાક ટાળવો જોઇએ. ખટાશ અને આ બિમારી ને કોઇ સંબંધ નથી.

શું લ્યુપસ સંપુણઁ કાબુમાં રહી શકે છે?

  • હા, યોગ્ય અને નિયમિત સારવાર વાના નિષ્ણાત ( Rheumatologist ) હેઠળ લેતા મોટા ભાગના દદીઁ ની બિમારી સંપુણઁ કાબુમાં રહી શકે છે. આ દદીઁ ઓ પોતાનું જીવન સામાન્ય માણસના જેમ જીવી શકે છે.
  • બીમારી કાબુમાં આવ્યા બાદ મોટા ભાગની સ્ત્રીઓ ગર્ભધારણ કરી માતા બની શકે છે.

સ્ત્રોત : ગુજરાત રૂમૅટોલૉજી એસોસિયેશન (રાગ)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/22/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate