સોરીયાસીસ નામનો ચામડી નો રોગ ધરાવતા દદીઁઓમાં આ પ્રકારનો સાંધાનો વા થાય છે.
સોરીયાટીક આર્થરાઇટીસ કોને થઇ શકે છે?
સોરીયાસીસ નામનો ચામડીનો રોગ ધરાવતા દદીઁઓમાં આ રોગ થાય છે. આ રોગ સ્ત્રી અને પુરુષોમાં સમાન રીતે કોઇ પણ ઉમરે થઇ શકે છે.
સોરીયાટીક આર્થરાઇટીસમાં કઇ તપાસ કરવામાં આવે છે?
નિદાન થયા બાદ દવા શરૂ કરતા પહેલા લોહીના કણો, લિવર, કિડની ની લોહી દ્વારા તપાસ જરૂર પ્રમાણે કરવામાં આવે છે.અસર પામેલા સાંધાના એક્સરે જરૂર પ્રમાણે કરી શકાય.
સોરીયાટીક આર્થરાઇટીસ થવાનુ કારણ શું છે?
શરીર ની રોગપ્રતીકારક શક્તિ [Immune System] ખામીયુક્ત હોવાના કારણે સોરીયાસીસ અને સોરીયાટીક આર્થરાઇટીસ થાય છે.
સોરીયાટીક આર્થરાઇટીસ નું નિદાન કઇ રીતે કરવામાં આવે છે?
સોરીયાટીક આર્થરાઇટીસનું નિદાન બીજા સાંધાના વા નથી તેની ખાત્રી કર્યા બાદ લાક્ષણીક ચિન્હો ધરાવતા દદીઁઓમાં નિષ્નાત ડૉક્તર દ્વારા કરવામાં આવે છે.
નિદાન કરવા માટે લોહીની કોઇ તપાસ જરુરી નથી.
સોરીયાટીક આર્થરાઇટીસ ની સારવારમાં કઇ દવાઓ વપરાય છે?
બીમારીને કાબુમાં લાવતી દવાઓ:
શું સોરીયાટીક આર્થરાઇટીસ મટી શકે છે?
શું ખોરાક સાથે આ બીમારી ને કોઇ સંબંધ છે?
ના. ખોરાક સાથે આ બીમારીને કોઇ સંબંધ નથી.
સ્ત્રોત : ગુજરાત રૂમૅટોલૉજી એસોસિયેશન (રાગ)
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/2/2020