સાંધાના આ વા માં મુખ્ય અસર ચામડી ઉપર જોવા મળે છે.
વારંવાર પૂછાતાં પ્રશ્નો
સ્ક્લેરોડમાઁમાં શું તપાસ કરવામાં આવે છે?
બિમારીની શરૂઆતમાં લોહીના કણો, લીવર, કીડની, હદય, ફેફસાની તપાસ દદીઁના ચિન્હો પ્રમાણે જરુર મુજબ કરવામાં આવે છે.
સ્ક્લેરોડમાઁ ના પેટા પ્રકાર કેટલા હોય છે?
સ્ક્લેરોડમાઁના આ બે મુખ્ય પેટા પ્રકાર છે
- લીમીટેડ સ્ક્લેરોડમાઁ
- જનરલાઇઝડ સ્ક્લેરોડમાઁ
મોર્ફીઆ, લીનીયર સ્ક્લેરોડમાઁ વગેરે બીજા પ્રકાર છે જે ચામડીના નાના ભાગને જ અસર કરે છે.
સ્ક્લેરોડમાઁમાં ક્યા અંગો પર અસર થાય છે?
ચામડી, આંતરડા, ફેફસાં, લોહીની નસો, સાંધા ઉપર આ બિમારીની અસર થાય છે.
સ્ક્લેરોડમાઁના ચિન્હો શું હોય છે?
- સ્ક્લેરોડમાઁના મોટા ભાગના દદીઁમાં શરુઆતમાં આંગળીની ચામડીમાં સોજો આવે છે. જનરલાઇઝડ સ્ક્લેરોડમાઁમાં ધીમે ધીમે આખા શરીરની ચામડી પર સોજો આવે છે.
- શિયાળામાં આંગળીઓમાં લોહીના ભ્રમણમાં તકલીફ થાય છે. આંગળીનો રંગ ઠંડા તાપમાન સાથે સફેદ,ભૂરો, લાલ થાય છે. આંગળી ના ટેરવા ઉપર ચાંદી પડે છે.
- ફેફસા ઉપર અસર ધરાવતા દદીઁ ને સૂકી ખાંસી આવે છે, થોડા શ્રમ સાથે શ્ર્વાસ ચડે છે.
- આંતરડા ઉપર અસર થવા સાથે એસીડીટી/ ગેસ થાય છે. પિત્ત થાય છે. સાંધા તથા શરીર દુ:ખે છે
સ્ક્લેરોડમાઁનું નીદાન કઇ રીતે થાય છે?
સ્ક્લેરોડમાઁનું નિદાન બિમારીના લાક્ષણીક ચિન્હો ઉપરથી થાય છે. નિદાન માટે કૉઈ તપાસ જરુરી નથી. બિમારીની શરૂઆતમાં ફક્ત ચામડી ઉપર અસર હોય ત્યારે ચામડીની બાયોપ્સી, ANA (IF), ENA profile નિદાન કરવામાં મદદ કરે છે.
સ્ક્લેરોડમાઁ ની સારવાર કઇ રીતે કરવામાં આવે છે?
- ચામડી ઉપર અસર રોકવા માટે આધુનિક વિજ્ઞાન પાસે કોઇ દવા નથી.
- લોહીનું ભ્રમણ સુધારવા માટે વાઝોડાઇલેટર (vasodilator) પ્રકારની દવાઓ જેમકે નેફીડીપીન, એમ્લોડીપીન, સિલ્ડેનાફીલ, ટેડાલાફીલ વાપરવામાં આવે છે.
- અન્નનળી ઉપર અસર ધરાવતા દદીઁઓને ઓમીપ્રાઝૉલ, પેન્ટૉપ્રાઝૉલ, રાબેપ્રાઝૉલ વગેરે એસીડીટી ઓછી કરવા માટે આપવામાં આવે છે.
- આંતરડાને લયબધ્ધ કરવા ડોમપેરીડોન, મોસાપ્રાઇડ, ઇટોપ્રાઇડ, લેવીપ્રાઇડ વાપરી શકાય છે.
- ફેફસા ઉપર અસર ધરાવતા દદીઁ જેમની બિમારી ઝડપથી આગળ વધે છે – તેમા સ્ટીરોઇડ, સાયક્લોફોસ્ફોમાઇડ, એઝાથાયોપ્રીન વગેરે વાપરવામાં આવે છે.
- હદયમાથી ફેફસામા પહોચતી ધમનીનુ પ્રેશર વધારે હોય ત્યારે – સિલ્ડેનાફીલ, ટેડાલાફીલ,પ્રોસ્ટાસાયક્લીન,બોસેન્ટાન વગેરે દવાઓ જરૂર પ્રમાણે વાપરી શકાય છે.
સ્ક્લેરોડમાઁ ધરાવતા દદીઁઓએ જીવન જીવવાની પધ્ધતીમાં શું ફેરફાર કરવો જોઇએ?
- ખોરાકને અને આ બિમારીને સીધો સબંધ નથી. ખટાશ ખાઇ શકાય છે.
- આંતરડા ઉપર અસર ધરાવતા દદીઁઓએ તીખું, તળેલું ખાવાનું ટાળવું જોઇએ. સાંજે સૂવાના બે–ત્રણ કલાક પહેલા જમી લેવું જોઇએ. રાતે જમવામા પ્રવાહી ઓછું લેવું જોઇએ.
- લોહીના ભ્રમણમાં અસર ધરાવતા દદીઁઓએ ઠંડા પાણીમાં હાથ નાખવાનુ ટાળવું જોઇએ. શિયાળામાં ઉનના મોજાં પહેરવા જોઇએ.
- ફેફસા તથા હ્રદય ઉપર અસર ધરાવતા દદીઁઓએઅતિશય શારીરીક તથા માનસીક શ્રમ ન કરવો જોઇએ.
સ્ત્રોત : ગુજરાત રૂમૅટોલૉજી એસોસિયેશન (રાગ)