অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

હીપ ક્લિનિક, એક નવો જ કન્સેપ્ટ

હીપ ક્લિનિક, એક નવો જ કન્સેપ્ટ

હીપ એટલે કે થાપામા દુખાવો મોટે ભાગે વયોવૃદ્ધ લોકોમા, ઉપરાંત જે લોકોએ અગાઉ હીપ રિપ્લેસ્મેન્ટ કરાવ્યા છતા અમુક સમય બાદ નિષ્ફળ ગયુ હોય તેવા લોકોમા થતો જોવા મળે છે. તેમ છતા, સક્રિય એવા યુવાન લોકોમા પણ ઈજા અથવા પ્રિમેચ્યોર વેર એન્ડ ટેર તકલીફો થતી હોય છે જે તેઓને પૂર્ણપણે પોતાની શારીરિક પ્રવૃત્તિઓ કરતા રોકે છે. બીજા કિસ્સાઓમા, બીમારી(કેટલીક વાર નાનપણથી જ હોય) પુખ્ત વ્યક્તિઓમા થાપાના દુખાવામા પરિણામે છે અને હલનચલનમા મુશ્કેલી પડે છે.
હીપ ફ્રેક્ચરમાથી સાજા થવામા કેટલો સમય લાગશે તે દર્દીના સ્વાસ્થ, ઈજાની ગંભીરતા સહિતના પરિબળો પર આધારિત છે. જો સર્જન હાડકુ સાજુ કરવા પીન્સ અને સ્ક્રૂઝનો ઉપયોગ કરે તો દર્દીએ શક્ય તેટલા જલદી વૉકરની સહાયથી ચાલવાનુ શરૂ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. દર્દી લાકડી સાથે ચાલી શકે તે માટે એક-બે અઠવાડિયા લાગી શકે છે

હીપ ક્લિનિક, એક નવો જ કન્સેપ્ટ

થાપાની તકલીફથી પીડાતા તમામ પ્રકારના લોકોને મદદગાર છે. જેઓ એ વિચાર્યુ હશે કે આવી રાહત ક્યારેય શક્ય નથી તેમને પણ દુ:ખાવાથી મુક્તિ મેળવવામા તથા શારીરિક ગતિવિધિઓને સામાન્ય સ્તરે ફરી શરૂ કરી શકાય છે.

થાપાની સામાન્ય તકલીફો

સોફ્ટ ટિસ્યૂની તકલીફો:

સંબંધિત ટિસ્યૂ અથવા પ્રોટેક્ટિવ મેમ્બર્સ(બુરસા) થાપાના સાંધાની આસપાસના સ્નાયુઓમા સોફ્ટ ટિસ્યૂ પ્રોબ્લેમ્સ થાય છે. આ તકલીફો ફિઝિયોથેરાપીનો ઉપયોગ કરીને નિવારી શકાય છે.

હીપ ઈમ્પિન્જમેન્ટ :

હીપ ઈમ્પિન્જમેન્ટ એ એવી તકલીફ છે જેમા વ્યાયામ કરતી વખતે થાપાના સાંધા(હીપ જોઈન્ટ) ના બોલ અથવા સોકેટ ના ભાગો એક બીજાના સંપર્કમા આવે છે અને નુકસાન થાય છે. જો એના ભાગો ની સારવાર ન થાય તો એનાથી આર્થ્રાઈટિસ ઘણો વહેલો થાય છે.

હીપ આર્થ્રાઈટિસ :

આર્થ્રાઈટિસ એ થાપાના સાંધામા થતી તકલીફ છે. જ્યારે હીપમા થતુ ડિજનરેશન સાંધાની સપાટીને નુકસાન કરે છે ત્યારે હીપ આર્થ્રાઈટિસ થયા છે. આમ તો સંખ્યાબંધ કારણો છે એના પણ સૌથી વધુ સામાન્ય કારણ છે ઓસ્ટિઓઆર્થ્રાઈટિસ . 'વેર એન્ડ ટીઅર' એટલે કે ઘસારો અને ચીરા સાથેનો ઓસ્ટિઓઆર્થ્રાઈટિસ વયોવૃદ્ધ લોકોમા વારંવાર થયા કરે છે, પણ યુવાનોમા પણ આ તકલીફ જોવા મળે છે. અત્યંત સક્રિય લોકોમા આ સમસ્યા  બહુ જ નાની ઉંમરે થઈ શકે , કે જેમને થાપા(હીપ) સુધી લોહી ઓછુ પહોચતુ હોય અથવા તો જેમને બાળપણથી થાપાનો કોઈ રોગ હોય, ફીમેરો-એસેટાબ્યુલર ઈમ્પિન્જમેન્ટ અથવા તો કોઈ અગાઉની ઈજાને કારણે પણ થઈ શકે છે. કેટકીકવાર આર્થ્રાઈટિસની સારવાર પેઈનકિલર્સ, સપ્લિમેન્ટ્સ અને જીવનશૈલીમા ફેરફાર કરીને થઈ શકે છે. જો ઉપરોક્ત વિકલ્પો નિષ્ફળ જાય તો, હીપ જોઈન્ટ સર્જરી(થાપાના સાંધાનુ ઓપરેશન) ની સલાહ આપવામા આવે છે.આ પ્રક્રિયા પછી દર્દીઓ લગભગ સામાન્ય કહી શકાય તેવા સ્તરે પ્રત્યાગમન સક્રિય બની શકે છે.

તમારા વિકલ્પો માટે તટસ્થ સલાહ:

તાજેતરમા સર્જિકલ ટેકનિક્સમાં થયેલી પ્રગતિનો અર્થ એ છે કે હવે નિતંબ(થાપા-હીપ)ની સ્થિતિ માટે સારવારના વિકલ્પોની વિશાળ શ્રેણી ઉપલબ્ધ છે. હીપ ક્લિનિક ખાતે નિદાન માટેના અત્યાધુનિક સાધનનો ઉપયોગ કરીને સંપૂર્ણ તપાસ કરી શકાય અને એક તટસ્થ સલાહ મેળવી શકાય જેથી તમે જ્યારે ઓપરેશનનો વિચાર કરો તો માહિતી અપેલ પૈકી વિકલ્પ પસંદગી કરવામા મદદ મળી રહે.

સારવારની પદ્ધતિઓ:

વૃદ્ધવસ્થામા થાપાનુ ફ્રેક્ચર:

હાઈએસ્ટ ક્વોલિટીના જીવન તરફ પાછા જવા તમને મદદ કરનાર છે:

હીપ ક્લિનિકની ટીમ શક્ય તેટલી ઝડપે હીપ ફ્રેક્ચર્સના દર્દીઓના જીવનમા હાઈએસ્ટ ક્વોલિટી પરત લાવવામા નિષ્ણાંત છે. હીપ ફ્રેક્ચર્સ વરિષ્ઠ નાગરિકોમા થવાનુ પ્રમાણ ઊંચુ છે. ૧૦ માથી ૯ બનાવો ૬૫ વર્ષથી ઉપરના દર્દીઓમા અને સ્ત્રીઓમા ત્રણ ક્વાર્ટર જેટલા બનતા હોય છે. મોટા ભાગના હીપ ફ્રેકચર્સમા ફ્રેક્ચર સરખુ કરવા ઓપરેશનની જરૂર પડતી હોય છે અને જીવનની ગુણવત્તા પર અસર કરે છે જે સૂચક બની રહે છે. અમારી ટીમ શક્ય તેટલા ઝડપથી અને સલામત રીતે તમ્ને તમારી સ્વતંત્રતા પાછી મળે તે માટે મદદ કરવા સમર્પિત છે.

ટીમ એક આયોજન સાથે:

કોમ્પિહેન્સિવ અભિગમ રાખીને હીપ ફ્રેક્ચર કેર સ્પેશ્યાલિસ્ટો જેરિયાટ્રિક પ્રોગામને અનુસાર સારવારના કોર્સની ઓફર કરે છે, જે વધુમા વધુ રિકવરીને પ્રોત્સાહન આપે છે:

  • વહેલી તકે સર્જિકલ ફિકસેશન
  • હોસ્પિટલમા રહેવાનો ગાળો ટૂંકો થવો
  • વહેલી તકે સામાન્ય દૈનિક કામકાજમા જોડાવુ
  • ઝડપથી હરતા ફરતા થઈ શકાય
  • પુરાવા-આધારિત પ્રોટોકોલ્સ
  • કોમ્પ્રિહેન્સિવ શિક્ષણ

વિગતવાર મૂલ્યાંકન:

ઓર્થોપેડિક નિષ્ણાંત દરેક દર્દીને ધ્યાનપૂર્વક તપાસે છે જેથી ઓપરેશન કરવુ યોગ્ય રહેશે કે કેમ અને જો એમ હોય તો કઈ પ્રક્રિયા સફળતા માટે જરૂરી છે તે નક્કી થઈ શકે.સર્જન અન્ય ફિઝિયન્સ ના સહયોગથી દુખાવો દૂર થાય અને ઓપરેશન માટે રાહ જોવામા સમય ઓછો લાગે તે માટે કામ કરે છે. આ અભિગમથી દર્દીને ઝડપી અને વધુ સંપૂર્ણ રિકવરી મેળવામા મદદ મળે છે.

તમામ બાજુએથી આધાર:

તમે અને તમારુ કુટુંબ રિકવરીની પ્રક્રિયામા મહત્વનો ભાગ ભજવે છે. અમારી ટીમ તમારી સંપૂર્ણ સારવાર યાત્રામા તમારી ટીમને સામેલ કરશે, એ માટે શ્રેષ્ઠ શક્ય સર્જિકલ પરિણામ મળે તે માટે જરૂરી વિસ્ત્રુત શિક્શણ (કોમ્પ્રિહેન્સિવ) અને સાધનો પૂરા પાડશે. દર્દીઓને તેમની દેખરેખમા કોણ શામેલ છે તે દર્શાવવાથી સ્મૂધ રિકવરી માટે બહેતર તક પૂરી પાડે છે તેવુ અભ્યાસોએ દર્શાવ્યુ છે.

સાજા થવામા લાગતો સમય:

હીપ ફ્રેક્ચરમાથી સાજા થવામા કેટલો સમય લાગશે તે દર્દીના એકંદરે સ્વાસ્થ, ઈજાની ગંભીરતા સહિત વિવિધ પરિબળો પર આધારિત છે. જો સર્જન હાડકુ સાજુ કરવા પીન્સ અને સ્ક્રૂઝનો ઉપયોગ કરે તો દર્દીએ શક્ય તેટલા જલદી વૉકરની સહાયથી ચાલવાનુ શરૂ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. દર્દી લાકડી સાથે ચાલી શકે તે અગાઉ એક કે બે અઠવાડિયા લાગી શકે.

મિનિમલી ઈન્વેઝિવ સર્જરી(ઓછામા ઓછા કાપાથી સર્જરી) :

હીપ રિકન્સ્ટ્રકશન અને રિપ્લેસમેન્ટ બંને માટે મિનિમલી ઈન્વેઝૈવ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવે છે. એનથી દર્દીઓને ઓછી રોગિષ્ઠતા, નાના કાપા , હોસ્પિટલમા ઓછુ રહેવાનુ અને વહેલી તકે હરતા ફરતા થઈને ઝડપી રિકવરી થવાનુ મળે છે. અત્યાધુનિક અને સૌથી સોફિસ્ટિકેટેદ ઈમ્પ્લાન્ટ્સ અને સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે.

હીપ રિપ્લેસમેન્ટ:

જ્યારે કોઈ દર્દીને છેલ્લા સ્ટેજનો આર્થ્રાઈટિસ હોય અને લક્ષણોને કાબૂમા રાખવા લીધેલ પેઈનકિલર્સની ઝાઝી અસકારકતા ન હોય, તો હીપ જોઈન્ટ રિપ્લેસ્મેન્ટની સલાહ આપવામા આવે છે. આનાથી પીડામાથી મુક્તિ મળવાનો લાભ છે અને દર્દી પોતાની પ્રવૃત્તિના લગભગ સામાન્ય લેવલ સુધી  પહોંચી જાય છે. સરળ શબ્દોમા, હીપનો બોલ દૂર કરવામા આવે છે અને સાથળનુ હાડકુ(થાઈ બોન), મેટલ સ્ટેમ દાખલ કરતા પહેલા તૈયાર કરાય છે. તે પછી પેલ્વિક કપ તૈયાર કરી કૃત્રિમ કૉટિંગનો ઉપયોગ કરીને પકડી રાખે તે રીતે આજુબાજુની હાડકાની સપાટી સાથે સીધા જ સાંધી લેવાય છે. હીપ રિપ્લેસમેન્ટના વિવિધ સ્વરૂપો હોય છે. અને દરેક્ની એક ભૂમિકા હોય છે જેનો આધાર દર્દીની ઉંમર અને પ્રવૃત્તિશીલતાના લેવલ પર રહેલો છે. યુવાન (૭૦ની ઉંમર કરતા નાના)અને વધુ સક્રિય દર્દીઓને કપ લાઈનર અને હીપનો બોલના સિરાનિક ઈમ્પ્લાન્ટસ થાય છે, જે અત્યંત સુંવાળા, ઘસારા માટે કઠણ અને પરંપરાગત ઈમ્પ્લાન્ટસ કરતા ઓછો કચરો પાડે તેવા હોય છે. વ્યોવૃદ્ધ દર્દીઓ માટે પ્લાસ્ટિક માથી નવતર સ્વરૂપે તથા ઘસારા માટે કઠણ તેવા સિમેન્ટ કપ્સ વધારે અનુરૂપ છે. ટૂંકમા એટલુજ કહેવાનુ કે, હીપ રિપ્લેસમેન્ટ એ સલામત અને વિશ્વસનીય ઓપરેશન છે. મોટા ભાગના દર્દીઓને ઓપરેશન પછી દુખાવાથી રાહત થઈ જાય છે અથવા તેના લક્ષોમા નોંધપાત્ર સુધારો થાય છે, તેમ જ થોડો સમય તો જે પ્રવૃત્તિ થઈ શકે એમ ન હોય તે તમામ પ્રવૃત્તિઓમા સક્રિય થવાના લેવલે પહોંચી જાય છે. દર્દીઓએ ૩ થી ૫ દિવસ હોસ્પિટલમા રહેવુ પડે છે. આ સમય દરમિયાન તેમના હલનચલનથી દેખભાળ રાખવામા આવે છે, જે તેમને ધરે મોકલ્યા પછી પણ ચાલુ રહે છે.

રિવિઝન હીપ સર્જરી:

રિવિઝન હીપ સર્જરી એ એવી પ્રક્રિયા છે જે  થોડા સમય અગાઉ હીપ રિપ્લેસમેન્ટ કરાયેલ હોય અને નિષ્ફળ થવા લાગેલ હોય તેને હટાવવા માટેની છે. નિદાન પછી શક્ય તેટલા વહેલા હીપ અને ગ્રોઈન ની તકલીફોની સારવાર કરાવવાથી તમારો રિકવરીનો સમય ઉપરાંત તમારા લાંબા ગાળાની તંદુરસ્તી અને સ્વસ્થાતામા સુધારો થઈ શકે છે.

સ્ત્રોત: ડૉ. મૌલિક પટવા(ઓર્થોપેડિક સર્જન)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/23/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate