অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સ્ત્રીઓના જીવન પર હોર્મોનની શું અસર થાય છે

સ્ત્રીઓ તેમના જીવનકાળ દરમિયાન ઉંમરના અલગ અલગ તબ્બકામાંથી પસાર થાય છે કે જે દરમિયાન તેઓને શરીરના હોર્મોનને લગતા બદલાવ આવે છે.સ્ત્રીઓ પ્યુબર્ટી (૧૦ થી ૧૪ વર્ષ) તબ્બકામાં, પ્રેગ્નનસી દરમિયાન અને મેનોપોઝ (આશરે ૪૫ વર્ષ પછી) દરમિયાન હોર્મોનમાં ફેરફાર જોવા મળે છે કે જેના લીધે તેમના મૂડમાં ઉતાર-ચઢાવ અને ડિપ્રેસન થઈ શકે છે. દરેક સ્ત્રી માટે આવનારા સમયમાં કુદરતી રીતે જે હોર્મોનલ ફેરફાર આવવાના છે એ જાણવું ખુબ જરૂરી છે, જેથી તેઓ આને સારી રીતે સમજી શકે.

પ્યુબર્ટી (Puberty)

ભારતમાં ૧૦ થી ૧૪ વર્ષે સ્ત્રીઓમાં પ્યુબર્ટીનો તબ્બકો જોવા મળે છે. આ સમય દરમિયાન, હોર્મોનને લગતા ફેરફાર થવાની શરૂઆત થઈ છે કે જેથી સ્ત્રીઓના શરીર પર ધીરે ધીરે પરંતુ પરમેનન્ટ અસર જોવા મળે છે. હોર્મોનને લગતા ફેરફારથી સ્ત્રીઓના શરીરમાં સ્તનનો વિકાસ થવો, પ્રાયવેટ પાર્ટસ પર વાળનો ગ્રોથ થવો, ઉંચાઈ વધવી જેવા ફેરફાર આવે છે. સ્ત્રીઓમાં મેન્સ્ટ્રુએશન સાયકલની શરૂઆત પણ આ જ સમયથી થાય છે. આ પ્રકારના ફેરફાર થવામાં ત્રણ થી ચાર વર્ષ લાગે છે અને છોકરીઓ આ સમય દરમિયાન અલગ અલગ લાગણીયો પણ અનુભવે છે. એક છોકરીને તેના શરીરમાં આવતા બદલાવ સાથે , જાતીય  ફેરફારો તથા પ્રજનનની શરૂઆત આ બધા સાથે અનુકૂળ થવું પડે છે.જેથી તેઓ ભાવનાત્મક રીતે મુંજવણ અનુભવે છે. આ વખતે પિટ્યુટરી ગ્રંથિ મહત્વનો ભાગ ભજવે છે કે જે શરીરના અને પ્રજનન તંત્રના વિકાસ માટે જરૂરી હોર્મોનનાં ફેરફાર માટે સીગ્નલ મોકલે છે.

પ્રેગ્નનસી (Pregnancy)

પ્રેગ્નનસી વખતે , માસિક સ્ત્રાવ દરમિયાન ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા હોર્મોનના પ્રમાણમા થતો ઘટાડો જોવા મળતો નથી,પરંતુ એક નવો જ હોર્મોન ઉત્પન્ન થઈ છે. Human Chorionic Gonadotropin (HCG)  એ પ્રેગ્નનસી દરમિયાન નાળ (placenta) ના ગ્રોથ સાથે ઉત્પન્ન થઈ છે, કે જે સ્ત્રીઓમાં ઓવરીને વધારે પ્રમાણમા ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન કરવાના સંકેત આપે છે. આ પ્રેગ્નનસીને સંપૂર્ણ સમય સુધી જાળવી રાખવામાં મદદ કરે છે. ઘરે વાપરી શકાય એવી પ્રેગ્નનસી ટેસ્ટ કીટ વિકસાવવામાં આવી છે કે જે સ્ત્રીઓના મૂત્ર માં  એચ.સી .જી ની હાજરી શોધી શકે.

પ્રેગ્નનસી પછી (After Pregnancy)

બાળકના જન્મ પછી પ્રેગ્નનસી દરમિયાન જે હોર્મોનનું પ્રમાણ વધેલું હતું તેમાં અચાનક જ  ઘટાડો આવી જાય છે, કે જેના લીધે સ્ત્રીઓમાં ઘણા શારીરિક અને સ્વાભાવિક ફેરફારો આવે છે. શરીર પહેલાની જેમ જ કાર્ય કરવાની શરૂઆત કરી દે છે પરંતુ હોર્મોનના પ્રમાણમા થતા ફેરફારના લીધે ,ઘણી સ્ત્રીઓમાં પોસ્ટપાર્ટમ ડિપ્રેશન (પ્રેગનેંસી બાદ જોવા મળતું ડિપ્રેશન ) આવી શકે છે. આ ઉપરાંત મેનસ્ટ્રુએશન સાયકલ વખતે પણ હોર્મોનમાં ફેરફાર જોવા મળે છે કે જેને Pre-menstrual Syndrome (PMS) કહે છે. PMS વખતે પણ શરીરમાં થોડા ફેરફાર આવે છે, જેવા કે સ્તનના ભાગે દુખાવો થવો , પેટ ફુલાય જવું, મૂડમાં ઉતાર ચઢાવ આવવા , અને ચામડીને લગતી તકલીફો પણ જોવા મળે છે. આવા પ્રકારના ચિન્હો પાછળનું સચોટ કારણ જાણવું મુશ્કેલ છે કારણકે આવા ચિન્હો માટે હોર્મોનલ ઉપરાંત માનસિક તથા આજુબાજુનું વાતાવરણ પણ જવાબદાર હોઈ શકે છે.

મેનોપોઝ અને પ્રિ-મેનોપોઝ (Menopauze & Pre-Menopauze)

મેનોપોઝ દરમિયાન કે મેનોપોઝ શરુ થતા પહેલા કે જયારે શરીરમાં મેનસ્ટ્રુએશન સાયકલ સંપૂર્ણ રીતે બંધ થવાના હોય ત્યારે હોર્મોનને લગતા ઘણા ફેરફારો જોવા મળે છે.સ્ત્રીઓના જીવનમાં આ સમય બેથી દસ  વર્ષ સુધી રહી શકે છે, કે જે દરમિયાન અનિયમિત મેન્સ્ટ્રુઅલ સાયકલ અને લોહીનો  અસામાન્ય પ્રવાહ (મેન્સ્ટ્રુઅલ વખતે) જોવા મળે છે. અંતમાં ઇસ્ટ્રોજન હોર્મોનનું પ્રમાણ એટલું  ઘટી જાય છે કે જેથી સ્ત્રીઓમાં ગર્ભાશય (કે જે પ્રેગ્નનસી માટે જરૂરી છે) સંકોચવા લાગે છે અને મેન્સ્ટ્રુએશન તદ્દન બંધ થઈ જાય છે.

મેનોપોઝના લક્ષણો:

સ્ત્રીઓમાં જોવા મળતો ઇસ્ટ્રોજન નામનો હોર્મોન તેમને અનેક રીતે ઉપયોગી છે જેમ કે તે હૃદયને સુરક્ષિત રાખે છે, હાડકાની તંદુરસ્તી જાળવે છે અને પ્રજનન અવયવોની તંદુરસ્તી પણ જાળવી રાખે છે.

મેનોપોઝ દરમિયાન લક્ષણો

  • પરસેવો વળવો
  • યોનિમાર્ગમાં શુષ્કતા
  • સંભોગ વખતે દુખાવો થવો
  • પેશાબમાં અસંતુલન
  • પેશાબમાં વારંવાર ચેપ લાગવો
  • ડિપ્રેશન (હતાશા)
  • મૂડ સ્વિન્ગ (લાગણીઓમાં ઉતારચઢાવ)
  • ગભરામણ થવી
  • અનિંદ્રા
  • એકાગ્રતામાં ઘટાડો
  • મેનોપોઝ દરમિયાન હૃદયને લગતી બીમારી તથા હાડકા પણ નબળા પડી શકે છે.

મેનોપોઝ વખતે શું કરવું?

મેનોપોઝ વખતે જોવા મળતા લક્ષણો માટે Hormone Replacement Therapy (HRT ) જેવી સારવાર આપી શકાય. આના માટે તમારા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. આ ઉપરાંત અન્ય દવાઓ આપીને પણ સારવાર કરી શકાય.

તમે પણ કેટલાક પગલાં લઇ શકો છો કે જે તમને મેનોપોઝના સમયમાં મદદ કરી શકે છે:

  • કારણ વગરનો તણાવ અને ચિંતા ના કરવી
  • યોગ્ય ખોરાક લેવો
  • નિયમિત કસરત કરવી (આનાથી તંદુરસ્તી તો સુધરશે જ પણ સાથે સાથે ઊંઘ પણ સારી આવશે).
  • પોઝિટિવ એટિટ્યૂડ રાખવો.
  • યોગા, પ્રાણાયામ, મેડિટેશન જેવી રિલેક્ષેશન ટેકનીક યુઝ કરવી.

આમ, હોર્મોનના લીધે સ્ત્રીઓના જીવનના અલગ અલગ તબક્કાઓમાં તેમના શરીરમાં ઘણા ફેરફાર આવે છે, કે જેના વિષે જો જાણકારી હોય તો તેમને યોગ્ય રીતે મેનેજ કરી શકાય છે, અને ઘણીબધી તકલીફોને ટાળી શકાય છે.

સ્ત્રોત: ડૉ.અલ્પા નમહા યાદવ (ફેમિલી ફિઝીશ્યન)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate