অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

હાર્ટ એટેકના સંકેતો, કારણો અને બચવાના ઉપાય

હાર્ટ એટેકના સંકેતો, કારણો અને બચવાના ઉપાય

  1. 30 વર્ષે યુવાનો આવે છે હાર્ટ એટેકની ઝપટમાં, એકવાર જાણો આ સંકેતો
  2. કેમ યુવાઓને થાય છે હાર્ટ અટેક
  3. હ્રદયમાં અવસ્થતાનો અનુભવ થવો
  4. શ્વાસ લેવામાં તકલીફ થવી
  5. વધારે પ્રમાણમાં પરસેવો આવવો
  6. જીવ મચલવો
  7. હાથનું સુન્ન પડી જવુ
  8. જો શરીરનું કોઇ અંગ કામ કરવાનું બંધ કરી દે
  9. બોલતી સમયે અસ્પષ્ટ ઉચ્ચારણ કરવુ
  10. WORLD HEART DAY: દિલની બિમારીના 12 કારણો, બચવાના 10 ઉપાય
  11. વધતી ઉંમરના કારણે
  12. પારિવારિક ઈતિહાસ
  13. લિંગ પરિબળ
  14. અનુવંશિક પરિબળ
  15. હાઈ બ્લડપ્રેશર
  16. ડાયાબિટીસ
  17. કોલેસ્ટ્રોલ વધવાના કારણથી
  18. ટ્રાઈગ્લિસરાઈડ (ગ્લિસરોલ અને ત્રણ ફેટી એસિડ)નું લેવલ વધવાથી
  19. સ્મોકિંગ
  20. દારૂનું સેવન
  21. તણાવ રહેવો
  22. સ્થૂળતામાં વધારો થવો
  23. કસરત કરવી
  24. રેડ વાઈન
  25. રોજ સફરજન ખાઓ
  26. બદામ
  27. સોયા
  28. બેરીઝ
  29. સોલ્મન
  30. ટામેટા
  31. લીલાં શાકભાજી
  32. આખું અનાજ
  33. ઓટ્સ
  34. બ્રાઉન બ્રેડ
  35. HEART DAY: આ ખાસ રીતે જાણો, તમને દિલની બીમારી છે કે નહી?
  36. દેશના વિખ્યાત ત્રણ સ્પેશયાલિસ્ટ ડોક્ટર:
  37. આઈફોનની નકલ કરવી, ડાઇટની નહી
  38. મહિલાઓ માટે શુ સાચું છે અને શું ખોટું?
  39. નંબર્સ જેને યાદ રાખવા પડશે જ
હાર્ટ એટેકના સંકેતો, હાર્ટ એટેકના 12 કારણો, બચવાના 10 ઉપાય તથા જાણો, તમને દિલની બીમારી છે કે નહી?

30 વર્ષે યુવાનો આવે છે હાર્ટ એટેકની ઝપટમાં, એકવાર જાણો આ સંકેતો

ભારતમાં દર વર્ષે 30 વર્ષથી લગભગ 900 લોકોની મૃત્યુ હ્રદય રોગને કારણે થાય છે. એવું માનવામાં આવે છે કે, 1990માં 24ટકા મૃત્યુની તુલનામાં ભારતમાં હ્રદય રોગને કારણે 2020 સુધી 40ટકા મૃત્યુ થઇ શકે છે. પહેલાં હ્રદયની બીમારીને વૃદ્ધોની બીમારીના સ્વરૂપમાં જોવામાં આવતી હતી, પરંતુ આજકાલ યુવાઓમાં પણ હ્રદય સંબંધિત બીમારીઓ ખૂબ જ ઝડપથી વધી રહી છે.

કેમ યુવાઓને થાય છે હાર્ટ અટેક

  • સિગારેટના ધુમડો ઉડાડવો એ આજકાલના યુવાનોની ફેશન ટ્રેન્ડમાં ખૂબ જ પોપ્યુલર બન્યું છે. લગભગ તેમને આ વાતની જાણ નથી કે સિગારેટ અને તંબાકુને કારણે તેમના શરીરની રક્તવાહિનીઓ અવરોધિત થાય છે અને લોહીનો પ્રવાહ પણ ધીમો થઇ જાય છે.
  • આ રીતે જંકફૂડ અને તળેલું ભોજન કરવાથી પણ હ્રદયની બીમારી શરૂ થાય છે. જે લોકો પોતાના ભોજનમાં વધારે ચરબી, ઇંડા અને માંસનું સેવન કરે છે, તેવા લોકોને બીજાની તુલનામાં હ્રદયની બીમારી થવાનો ખતરો 35 ટકા વધી જાય છે.
  • આ સિવાય અનહેલ્દી લાઇફસ્ટાઇલ, તણાવ અને કોઇ ફિઝિકલ એક્ટિવિટી સાથે જોડાયેલ ન હોવાને કારણે પણ હ્રદય સંબંધી બીમારીઓ વધી જાય છે.

એવા માં, હ્રદયનો ખ્યાલ રાખવો ખૂબ જ જરૂરી છે. મોટાભાગે એવું જોવા મળે થે કે ગંભીર અવસ્થા પર પહોચ્યા પછી જ લોકોને આ રોગ વિશે જાણ થાય છે. જેના કારણે તે સમયે તેનો ઇલાજ કરવો ખૂબ જ મુશ્કેલ થઇ જાય છે. જો પ્રારંભમાં જ હ્રદય સાથે સંબંધિત બીમારીઓનો ખ્યાલ આવી જાય, તો આ બીમારીનો ઇલાજ સંભવ છે. આ માટે આજે અમે તમને 7 એવા લક્ષ્ણ બતાવવા જઇ રહ્યા છીએ, જેની મદદથી તમે જાણી શકો છો કે, તમને હ્રદય રોગ છે કે નહીં.

હ્રદયમાં અવસ્થતાનો અનુભવ થવો

હ્રદયનો હુમલો થવાની સૌથી સામાન્ય ચેતવણીનો સંકેત છાતીમાં કે હ્રદયમાં અવસ્થતાનો અને ભારેપણાનો અનુભવ થવો. આ સામાન્ય સંકેતમાં ક્યારેક તમને બળતરા પણ અનુભવી શકો છો. આ રીતના લક્ષણોને હળવા ન લેવા જોઇએ. જો તમને આ સંકેતોનો અનુભવ એકથી વધારે વાર થાય છે તો તમારે તરત જ ડોક્ટરની પાસે જઇને તેમની સલાહ લેવાની જરૂર છે.

શ્વાસ લેવામાં તકલીફ થવી

જો તમને શ્વાસ લેવામાં બળ લગાવવો પડે છે અથવા થોડું વધારે ચાલવામાં પણ તમે હાંફી જાવ છો તો આ તમારી માટે ચિંતાનો વિષય બની શકે છે. આ સંકેતો પણ તમારી હ્રદયની બીમારીને આવકારવાના જ છે.

વધારે પ્રમાણમાં પરસેવો આવવો

મે અને જૂનની ભીષણ ગરમીમાં પસરેવો આવે તો આ વાતને સ્વાભાવિક માની શકાય છે, પરંતુ જો તમને ઠંડીની ઋતુમાં પણ થોડું કામ કરવામાં પણ પરસેવો આવી રહ્યો છે તો તમારે તરત જ મેડિકલ પરામર્શ લેવાની જરૂર છે.

જીવ મચલવો

નિયમિક રૂપથી જો તમારો જીવ મચલી રહ્યો હોય તો તે હ્રદયનો હુમલો થવાનો જ સંકેત છે. આ માટે તેને થાકનું કારણ સમજીને અણદેખુ ન કરવું, કારણ કે, આ રક્તવાહિનીઓના અવરોધનું કારણ બની શકે છે. આ સંકેતમાં તમારા સરખી રીતે ભોજન કરવાથી અને સારી ઉંઘ લેવા છતાં પણ તમને થાકનો અનુભવ થતો હોય અને થોડી વાર કસરત કરવાથી પણ તમારો શ્વાસ ફુલવા લાગે અને તણાવનો અનુભવ થાય છે.

હાથનું સુન્ન પડી જવુ

જો તમારા હાથ વારં-વાર સુન્ન પડી જાય છે તો આ એક હ્રદય રોગનું કારણ બની શકે છે. આ સંકેતને તમે જો અણદેખો કરશો તો તમને પેરાલાઇસિસનો અટેક પણ આવી શકે છે, જેમાં શરીરનો એક ભાગ કામ કરવાનો બંધ થઇ જાય છે.

જો શરીરનું કોઇ અંગ કામ કરવાનું બંધ કરી દે

જો શરીરનો કોઇ ભાગ કામ નથી કરી રહ્યો તો આ વાતને અણદેખી ન કરવી અને તરત જ ડોક્ટરથી સલાહ લઇ લેવી. શરીરના અંગો જેવા કે ખંભો, હાથ અથવા ગરદન અને પાછળનો ભાગ વગેરે હોય શકે છે.

બોલતી સમયે અસ્પષ્ટ ઉચ્ચારણ કરવુ

જો તમે બોલવા મુશ્કેલી અનુભવી રહ્યા છો તો આ હાર્ટ અટેકની ચેતાવણી બની શકે છે. જો તમે એવું અનુભવી રહ્યા છો કે તમે આ બીમારીથી પીડિત છો તો પોતાના કોઇ મિત્ર કે સંબંધીથી પૂછપરછ કરીને તેમની મદદ લેવી અને તેમને પુછવું કે શુ તેમને તમારી વાત સમજવામાં મુશ્કેલી થઇ રહી છે.

WORLD HEART DAY: દિલની બિમારીના 12 કારણો, બચવાના 10 ઉપાય

આજની અસ્ત-વ્યસ્ત અને ભાગદોડવાળી લાઈફમાં જો સૌથી વધુ કોઈને શ્રમ પડે છે તો તે છે આપણું દિલ. જેમ-જેમ લાઈફસ્ટાઈલમાં બદલાવ આવે છે તેમ-તેમ દિલથી સંબંધિત પરેશાનીઓ પણ વધતી જાય છે. એક સર્વે મુજબ, ભારતમાં 2030 સુધી 35.9 ટકા લોકો દિલની બીમારીને કારણે મૃત્યુ પામી શકે છે. દિલની બીમારી આપણી ખાન-પાનની ખોટી આદતો અને સ્ટ્રેસને કારણે થાય છે. આ જ કારણથી સમય રહેતાં તમારા દિલથી જોડાયેલી સમસ્યાઓ વિશે જાણી લેવું બહુ જ જરૂરી છે. અમે તમને 12 એવા રિસ્ક ફેક્ટર બતાવવાના છે જેને જાણીને તમે યોગ્ય સમયે સાવધાન થઈ શકો છો અને દિલની બીમારીઓથી બચી શકો છો.

વધતી ઉંમરના કારણે

દિલની બીમારીઓ થવા પાછળ ઉંમર બહુ મહત્વ રાખે છે. 60થી વધારે ઉંમર થવા પર કે તેનાથી પહેલાં 40 ટકા લોકોની મૃત્યુ હાર્ટ એટેકને કારણે થાય છે. જ્યારે સ્ત્રી-પુરૂષ 40ની ઉંમર વટાવે છે ત્યારે દિલની બીમારી થવાનો ખતરો વધી જાય છે. જો સ્ત્રીઓને દિલની બીમારી સિવાય કોઈ અન્ય બીમારી ન હોય તો 55 વર્ષની ઉંમર બાદ રાહત થવાની સંભાવના રહે છે.

પારિવારિક ઈતિહાસ

જો તમારા ઘરમાં કોઈને પણ દિલની બીમારી હોય તો સંભવ છે કે તમે પણ આ બીમારીના શિકાર થઈ શકો છો, પરંતુ દરેક કિસ્સામાં એવું નથી થતું. છતાં પણ થોડું જોખમ તો રહે છે. જેથી ડોક્ટર સૌથી પહેલાં તમારી ફેમિલી હિસ્ટ્રી વિશે પૂછે છે. જો તમારા ઘરમાં કોઈને પણ 55 વર્ષથી પહેલાં હાર્ટએટેક આવે છે તો ખતરો વધી જાય છે. જેથી ફેમિલીમાં આવી સમસ્યાઓને અવગણના ન કરવી.

લિંગ પરિબળ

સ્ત્રી હોય કે પુરૂષ બન્નેમાં દિલની બીમારી થવાનો એક જ કારણ હોય છે પરંતુ બન્નેમાં આ બીમારીથી મૃત્યુદર અને હેલ્થ પ્રોબ્લમ્સ બન્ને અલગ હોય છે. વધતી ઉંમરમાં પુરૂષોને દિલની બીમારી જલ્દી થાય છે. સ્ત્રીઓમાં 55 વર્ષ બાદ મોટાભાગે દિલની બીમારીઓ થાય છે. પુરૂષોની તુલનામાં લગભગ 9 વર્ષ બાદ સ્ત્રીઓને આ બીમારી થઈ શકે છે.

અનુવંશિક પરિબળ

અનુવાંશિક અને વાતાવરણનું પરિબળ પણ દિલની બીમારીમાં મહત્વનો સ્થાન ધરાવે છે. કારણ કે આ દિલની બીમારીના કારણોને અલગ કરી દે છે. આમ તો ભારતમાં દિલથી જોડાયેલી બીમારીઓનું સ્તર વધારે છે.

ઉંમર, ફેમિલી હિસ્ટ્રી અને લિંગ પરિબળને કંટ્રોલ ન કરી શકાય, પરંતુ આ કેટલાક પરિબળો એવા છે જેને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ.

હાઈ બ્લડપ્રેશર

હાઈપરટેન્શનનો મતલબ થાય છે કે બ્લડ વેસલ્સ પર વધુ દબાણ, જો આને સમય રહેતાં કંટ્રોલ ન કરવામાં આવે તો આ વધતાં પ્રેશરને કારણે બ્લડ વેસલ્સ પાતળા થઈ જાય છે. આનાથી કોલેસ્ટ્રોલનું લેવલ વધી જાય છે. જેના કારણે દિલની બીમારીઓનો ખરતો રહે છે. જેથી આ કારણે હાર્ટએટેક અને હાર્ટ ફેલ થવાનો ડર રહે છે.

ડાયાબિટીસ

જે લોકોને શૂગરની સમસ્યા હોય છે, તે લોકોમાં દિલની બીમારીનો ખતરો બે ગણો વધી જાય છે. આ લોકોને દિલની બીમારીથી મોતનો ખતરો વધારે રહે છે. ડાયાબિટીસની સમસ્યા થવાથી મેટાબોલિઝ્મનું વિકાર થવાને કારણે ઈન્સ્યુલિન વધી જાય છે અને ઈન્સ્યુલિન શરીરની અન્ય સમસ્યાઓથી જોડાયેલું હોય છે જેમ કે હાઈ કોલેસ્ટ્રોલ, મોટાપા અને હાઈપરટેન્શન. આ કારણોથી દિલની બીમારીનો ખરતો વધી જાય છે.

કોલેસ્ટ્રોલ વધવાના કારણથી

શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી બ્લડ વેસલ્સમાં ફેટ જમા થઈ જાય છે. જેના કારણે બ્લડ વેસલ્સ બ્લોક થઈ જાય છે અને બ્લડમાં પરિભ્રમણ ઘટવાથી દિલ પર વધુ ભાર પડે છે. જેના કારણે દિલની બીમારીઓ શરૂ થઈ જાય છે.

ટ્રાઈગ્લિસરાઈડ (ગ્લિસરોલ અને ત્રણ ફેટી એસિડ)નું લેવલ વધવાથી

જીવનભર દિલની બીમારીઓને દૂર રાખવા માટે ડોક્ટર તમને ટ્રાઈગ્લિસરાઈડના સ્તરને કંટ્રોલમાં રાખવાની સલાહ આપે છે. પરંતુ ભારતમાં વધતા ટ્રાઈગ્લિસરાઈડનું ઉચ્ચ સ્તર ચિંતાનો વિષય બનતો જઈ રહ્યો છે. પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા અને વર્લ્ડ હાર્ટ ફેડરેશનના ડોક્ટર કે, શ્રીસંત રેડ્ડી મુજબ વધતાં ટ્રાઈગ્લિસરાઈડને સારા કોલેસ્ટ્રોલમાં બદલવા માટે વિચાર કરવો જોઈએ, કારણ કે તેના વધવાથી દિલની બીમારીઓ વધવાની સંભાવના વધી જાય છે.

સ્મોકિંગ

જો તમને સ્મોકિંગ કરવાની આદત છે તો જાણી લો કે તમને દિલની બીમારી થવાનો ખતરો સામાન્ય લોકો કરતાં વધારે છે. સ્મોકિંગનો પ્રભાવ કોલેસ્ટ્રોલ પર પડે છે અને બ્લડ વેસલ્સ પાતળા થઈ જાય છે. જેનાથી પ્લેટલેટ્સના કારણે બ્લડ જામી જવાનો ભય રહે છે. શરીરમાં પ્લેટલેટ્સને ડેમેજ થવાથી બ્લડ ક્લોટ થવા લાગે છે. તમે જેટલું વધારે સ્મોકિંગ કરશો, એટલું દિલ માટે ખતરો વધતો જશે.

દારૂનું સેવન

હદથી વધારે દારૂનું સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ અને બ્લડપ્રેશર વધવા લાગે છે. બ્લડ ક્લોટ થવા લાગે છે, જેનવા કારણે હાર્ટએટેક થવાનો ખતરો વધી જાય છે.

તણાવ રહેવો

લાંબા સમય સુધી તણાવ રહેવાથી ડિપ્રેશન થવા લાગે છે, જે તમારા દિલથી જોડાયેલી સમસ્યાઓને જન્મ આપે છે. સ્ટ્રેસ વધવાથી હોર્મોન્સનું બેલેન્સ ખરાબ થઈ જાય છે. જેના કારણે હાઈ બ્લડપ્રેશર અને લો બ્લડ પ્રેશર બન્ને થઈ શકે છે. તણાવ રહેવાથી લોકો સ્મોકિંગ અને ડ્રિંક વધારે કરવા લાગે છે અને દિલ માટે આ બન્ને વસ્તુઓ ખતરનાક છે.

સ્થૂળતામાં વધારો થવો

જો તમે ઓવર વેઈટ હોવ તો સામાન્ય લોકોની તુલનામાં તમને દિલની બીમારી થવાનો ખતરો છ ગણો વધી જાય છે. સ્થૂળતાથી શરીરમાં અનેક સમસ્યાઓ થવા લાગે છે. હાઈ બ્લડપ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ અને હાઈ ટ્રાઈગ્લિસરાઈડ, ડાયાબિટીસ અને સ્ટ્રેસ વધવાને કારણે દિલ ગંભીર સમસ્યાઓથી ઘેરાય જાય છે.

એક હેલ્ધી લાઈફ અને દિલની સમસ્યાઓને ઘટાડવા માટે જેટલું બને આ પરિબળોને ધ્યાનમાં રાખવા અને સાથે ખાન-પાન પર પણ આટલું જ ધ્યાન રાખવું. જેથી અમે તમને ડાયટ વિશે પણ સલાહ આપી રહ્યા છે જેથી તમે હમેશાં હેલ્ધી અને સ્વસ્થ દિલના માલિક બનીને રહો.

દિલની બીમારીઓને દૂર કરવા માટે તમારે એક્સરસાઈઝ અને ડાયટ બન્નેનું બેલેન્સ રાખવું જરૂરી છે. જે ગંદી આદતો અને કારણોથી તમારા દિલને ખતરો છે તેને પહેલાં દૂર કરો.

કસરત કરવી

દિલને સ્વસ્થ રાખવા માટે પહેલાં ખુદને ફિટ રાખો. સ્મોકિંગ અને ડ્રિંકિંગને ત્યજીને દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ યોગા કે કસરત કરવી. કસરત કરવાથી વ્યક્તિ તણાવમુક્ત રહે છે. જે દિલ માટે બહુ જરૂરી છે.

રેડ વાઈન

જો તમે બિયર કે વ્હિસ્કી પીવો છો તો તેની જગ્યાએ રેડ વાઈન પીવાનું શરૂ કરી દો. તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જેને પોલિફેનોલ્સ કહેવાય છે. આ બ્લડ વેસલ્સની પરતનું રક્ષણ કરે છે.

રોજ સફરજન ખાઓ

સફરજનમાં ફાઈટોકેમિકલ્સ હોય છે, જે એન્ટી-ઈન્ફ્લેમેટરી હોવાને કારણે બ્લડથી બ્લડ ક્લોટ થવા નથી દેતું. તેમાં ફાઈબર અને વિટામિન વધારે હોય છે. સફરજન સ્નેક્સ ટાઈમમાં ખાવાની આદત નાખવી જોઈએ.

બદામ

જો તમે બદામ ગરમ છે એવું માનીને ખાતા નથી તો તમે દિલની બીમારીઓ માટે તૈયાર થઈ રહ્યા છો. કારણ કે બદામમાં જે તેલ હોય છે તે દિલ માટે ફાયદાકારક હોય છે. બદામમાં વિટામિન ઈ, ફાઈબર અને વિટામિન હોવાને કારણે કોલોસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે. દિવસમાં 4-5 બદામ જરૂર ખાવી. રાતે પલાળીને પણ બદામ ખાઈ સકો છો.

સોયા

આ ખાવામાં ટેસ્ટી નથી હોતા, પરંતુ દિલ માટે સારું હોય છે. સોયામાં પ્રોટીનની માત્રા વધુ હોય છે. જો તમે નોનવેજ નથી ખાતા તો તમારા માટે બેસ્ટ ઓપ્શન છે સોયા. સોયામાં રેડ મીટ જેટલી તાકાત હોય છે. આ બોડીમાં એક્સટ્રા સેચુરેટેડ ફેટને ઘટાડે છે. સોયાને તમે ચાવલ કે શાકમાં મિક્ષ કરીને ખાઈ શકો છો. સોયા મિલ્કનો પણ ઉપયોગ કરી શકો છે. જે દિલ માટે બહુ લાભકારક હોય છે.

બેરીઝ

સ્ટ્રોબેરી, કેનબેરીજ, બ્લુબેરી, મલબેરી, હક્લબેરી, ગૂઝબેરી અને અન્ય બેરીઝમાં વિટામિન સી, કેલ્શિયમ અને બીટા કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે. તમે બેરી ખાવાથી ક્યારેય કંટાળશો નહીં. જેથી દિલ ખોલીને બેરી ખાવી જોઈએ. આ રીતે ફાઈબર ફ્રુટ્સ સવારે નાસ્તામાં ઓટ્સ અને દહીં પણ ખાવું જોઈએ. દિલને હેલ્ઝી રાખવા માટે બેરીઝ ખાવાનું શરૂ કરી દો.

સોલ્મન

સોલ્મન ફિશ ખાઈને દિલ ખુશ થઈ જાય છે. ફિશમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. જે શરીરમાં બ્લડ ક્લોટિંગ થવા નથી દેતું. જો તમને ફિશ પસંદ છે તો અઢવાડિયામાં બે વાર ફિશ જરૂર ખાવી. પરંતુ બહુ સ્પાઈસી ફિશ ન ખાવી.

ટામેટા

ટામેટામાં ફાઈટોકેમિકલ્સ હોય છે, જેનાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે અને કેન્સર કે દિલથી જોડાયેલી બીમારીઓ માટે ખતરો રહેતો નથી. શોધ મુજબ જે લોકો દરરોજ ટામેટું ખાય છે, તેમને દિલની બીમારીઓ અને કેન્સરની બીમારીનો ખતરો ઘટી જાય છે. જો તમે ટામેટા નથી ખાતા તો હવે ખાવાનું શરૂ કરી દો. ટામેટાનું સલાડ અથવા શાકમાં નાખીને ખાવું. ટામેટા મેમરી અને એન્ટી એજિંગ માટે પણ ફાયદાકારક હોય છે.

લીલાં શાકભાજી

લીલા શાકભાજી અને ઓલિવ ઓઈલ બન્ને તમારા સ્વાસ્થ્ય માટે વરદાન સમા છે. ડાયટમાં લીલાં શાકભાજી લેવાથી દિલ સ્વસ્થ રહે છે અને બીમારીઓ પાસે નથી આવતી.

આખું અનાજ

દિવસની શરૂઆત આખા અનાજ કે દળિયાથી કરવી. જેથી તમારું દિલ આખો દિવસ હેલ્ધી રહેશે. રોજ આખા અનાજના દળિયા ખાવાથી હાર્ટ ફેઈલ થવાની સંભાવના ઘટી જાય છે કારણ કે તે દિલને કોરોનેરી બીમારીઓથી બચાવે છે.

ઓટ્સ

ઓટ્સ પણ દિલને હેલ્ધી રાખવા માટે બેસ્ટ માનવામાં આવે છે. ઓટ્સમાં ભરપૂર ફાઈબર હોય છે. સાથે ઓમેગા-3, ફેટી એસિડ, ફોલેટ અને પોટેશિયમ હોય છે જે કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડે છે અને બ્લડ વેસલ્સને સાફ રાખે છે.

બ્રાઉન બ્રેડ

વ્હાઈટ રાઈસ કરતાં વધુ સારું છે કે તમે બ્રાઉન રાઈસ ખાઓ. બ્રાઉન રાઈસ હાઈ બ્લડપ્રેશર અને એથરોસ્ક્લેરોસિસને કંટ્રોલ કરે છે. આ ફાઈબરનો સારો સ્ત્રોત અને કોલેસ્ટ્રોલના લેવલનવે ઘટાડવામાં મદદ કરે છે.

HEART DAY: આ ખાસ રીતે જાણો, તમને દિલની બીમારી છે કે નહી?

બદલતી દિનચર્યા અને કામના વધતા તણાવની જેને સૌથી વધારે પ્રભાવિત કરી રહ્યુ છે તે છે આપણું હ્રદય. આશ્ચર્યની વાત તો એ છે કે, 20-40 વર્ષની મહિલાઓ અને યુવાઓ પણ આ બીમારીના શિકાર બન્યા છે. દેશના ત્રણ વિખ્યાત હાર્ટ-સ્પેશયાલિસ્ટ જણાવી રહ્યા છે કે, એવું શું છે જેના દ્વારા તમારા હ્રદયને પરેશાનીઓ થાય.

દેશના વિખ્યાત ત્રણ સ્પેશયાલિસ્ટ ડોક્ટર:

  • એશિયનહાર્ટ ઇસ્ટીટ્યૂટ મુંબઈના રીહેબ ડિપાર્ટમેન્ટના હેડ- ડો. અમલ લુઈસ
  • અપોલો હોસ્પિટલ ચેન્નઈના સિનિયર ઇન્ટરવેશનલ કાર્ડિયોલોજિસ્ટ- ડો. સુધીર વૈષ્ણવ
  • હિંદુજા, હેલ્થકેયર સર્જિકલ્સ, મુંબઈના સીનિયર કાર્ડિયોલોજિસ્ટ- ડો. હરિન વ્યાસ

ખતરો છે કે નહીં, જાણો એક મિનિટમાં :જો તમને નીચે જણાવેલ સમસ્યાઓમાંથી કોઇ બે પણ લાગુ પડતી હોય તો તમારે ડોક્ટરની સલાહ લેવાની જરૂર છે.

ફેમિલી હિસ્ટ્રીઃ- મારા પપ્પા અથવા ભાઈને 55 વર્ષની ઉમર પહેલાં અથવા બહેનને 65 વર્ષ પહેલાં હાર્ટ અટેક આવ્યો હતો. અથવા આમાંથી કોઇપણને કે દાદા-દાદી/નાના-નાનીને સ્ટ્રોક આવ્યો હતો.

બ્લડપ્રેશરઃ- મારું બ્લડ પ્રેશર 140/90એમએમએચજી અથવા તેનાથી વધારે છે. અથવા ખબર નથી.

ટોટલ કોલેસ્ટ્રોસઃ- મારા શરીરમાં તેની માત્રા 240એમજી/ડીએલ અથવા તેનાથી વધારે છે. અથવા ખબર નથી.

એચડીએલ કોલેસ્ટ્રોલઃ- મારા શરીરમાં સારું કોલેસ્ટ્રોલ 40એમજી/ડીએલથી ઓછું છે.

ફિઝિકલ એક્ટિવિટીઃ- રોજની એક્ટિવિટી 30મિનિટ પણ નથી

ઓવરવેટઃ- મારા શરીર અને હાઈટના હિસાબથી જે સંતુલિત વજન હોવું જોઇએ તેનાથી 9 કિલો વધારે છે.

ડાયાબિટીઝઃ- મારું બ્લડ શુગર લેવલ 126એમજી/ડીએલ અથવા તેનાથી વધારે છે અથવા તેને કંટ્રોલ કરવા માટે દવાઓ લઇ રહ્યો છું.

હાર્ટડિઝીઝ મેડિકલ હિસ્ટ્રીઃ- મને રક્તવાહિનિઓમાં બ્લોકેજ, હ્રદયના ધબકારાઓની લયમાં ગડબડી અથવા અન્ય કોઇ સમસ્યા અથવા અટેક આવી ચુક્યો છે.

સ્ટ્રોકમેડિકલ હિસ્ટ્રીઃ- મને જણાવવામાં આવ્યુ છે કે, મારી રક્ત વાહિનીઓમાં બ્લોકેજ છે. અથવા ટીઆઈએ(હળવો અટેક) આવ્યો હતો. મને પગની વાહિનીઓની બીમારી અથવા લાલ રક્ત કણિકાઓની પરેશાની અથવા સિકલ સેલએનીમિયા છે.

આઈફોનની નકલ કરવી, ડાઇટની નહી

અમેરિકન કાર્ડિયોલોજિસ્ટ ડો. ડીન ઓર્નિશનું માનવું છે કે પશ્ચિમના ‘ટેક અવે કલ્ચર’ અને ‘પુશ બટન’ જીવનશૈલીની નકલને કારણે જ ભારતમાં લાઇફસ્ટાઇલ બીમારીઓ ખૂબ જ વધી ગઇ છે. ડો. ઓર્નિશ કહે છે કે, ભારતીઓએ અમેરિતાના લોકોની જેમ જીવવાનું છોડી દેવું જોઇએ. આજથી 20-30 વર્ષ પહેલાં અહીં ડાયાબિટીઝની બીમારી થોડા ક જ લોકોમાં હતી, પરંતુ આજે આ બીમારીએ મોટાભાગના લોકોને પોતાનો શિકાર બનાવી લીધો છે. આ બધી જ સમસ્યાનું કારણ છે તેમની આધુનિક જીવનશૈલી.

સારા સમાચાર એ છે કે, તમે તેને બદલી શકો છો. બસ તમારે અમેરિકી લાઇફસ્ટાઇલ છોડવી પડશે. પોતાની ભારતીય પારંપરિક ભારતીય ડાયટ અપનાવી જોઇએ. શાકભાજી, લીલા શાકભાજી, સાબુદાણા, અનાજ અને સોયા પ્રોડક્ટનું સેવન કરવું જોઇએ. મારી આ જ સલાહ છે કે, અમારી સફળતાઓને તમને ગ્રહણ કરી શકો છો પરંતુ અમારી ભૂલોને અપનાવો નહીં. અમારા આઈફોનની નકલ કરો ડાયટની નહીં.

મહિલાઓ માટે શુ સાચું છે અને શું ખોટું?

  • હમેશાં ખુશ મિજાજ રહેવુ હ્રદયને તંદુરસ્ત રાખે છે. પરિવારમાં હ્રદયની બીમારીઓનો ઇતિહાસ હોય તો ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.
  • પતિ અને મહેમાનોને ખૂબ જ ચા પીવડાવો છો, પોતે પણ પી લેશો તો ખરાબ કોલેસ્ટ્રોલને લિમિટમાં રાખી શકશો. ધ્યાન રાખવું- ગ્રીન અથવા બ્લેક ટી જ લેવી.
  • મહિલાઓની માટે રોજ 310 મિગ્રા મેગ્નેશિયમ લ્યો છો. અનાજ, ડ્રાયફૂટ્સ અને પાંદડાવાળા શાકભાજી મેગ્નેશિયમના સુપરસ્ટાર છે, જે આપણા ધબકારને લયમાં રાખે છે.
  • એસ્ટ્રોજન અથવા ટેસ્ટોસ્ટેરોન જેમ કે હાર્મોન ગડબડીથી જોખમ વધી જાય છે. અનિયમિત માસિક આવવો, અચાનક વજન વધવા લાગવુ અથવા શરીર વધારે પ્રમાણમાં વાળ જોવા મળે તો ડોક્ટરથી મળવું.
  • તમે એવી જગ્યાએ કામ કરો છો અથવા રહો છો જ્યાં સતત અવાજ થઇ રહ્યો છે તો બ્લડ પ્રેશર વધવાથી જોખમ વધી શકે છે.
  • હવાના પ્રદૂષણથી દૂર રહેવું. શોધમાં જાણવા મળ્યુ છે કે, દર વર્ષે 8 હજાર હાર્ડ ફૈલ્યોર રોકી શકાય છે.

નંબર્સ જેને યાદ રાખવા પડશે જ

એક નજર તમારી હાર્ટ હેલ્થની આદર્શ સ્થિતિ પર. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તમે હમેશાં સ્થિતિને કાબૂમાં રાખી શકો છો.

  • 2400 મિગ્રા થી ઓછુ મીઠુ દરરોજ
  • 150 મિગ્રા/ડીએલ અથવા તેનાથી ઓછુ ટ્રાઇગ્લિસરાઇડ લેવલ
  • 23 કિગ્રા/મિગ્રા અથવા તેનાથી ઓછુ બીએમઆઈ
  • 33 ઇંચ અથવા તેનાથી પાતલી કમરના પુરૂષોની માટે અને 31 ઇંચથી ઓછી મહિલાઓની માટે
  • 0 ઇન્ટેક તંબાકૂ ઉત્પાદોનું
  • 100 મિગ્રા/ડીએલ અથવા તેનાથી ઓછું ફાસ્ટિંગ ગ્લૂકોઝ લેવલ
  • 50 મિગ્રા/ડીએલથી વધારે કોલેસ્ટ્રોલ મહિલાઓમાં
  • 30 મિનિટ અથવા તેનાથી વધારે એક્સરસાઇઝ
  • 03 વાર ઓછામાં ઓછી દિવસભરમાં ફળ અને શાકભાજીનું સેવન
  • 120/180 એમએમએચજી અથવા તેનાથી ઓછુ બ્લડ પ્રેશર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate