অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

હાર્ટએટેક અને પાણી

હાર્ટએટેક અને પાણી

હાર્ટએટેક અને પાણી – ક્યારેય આ જાણકારી ન હતી ! માહીતી રસપ્રદ છે.

બીજી પણ એવી વાત જે ખબર નહોતી અને ડોક્ટરને પુછ્યું કે કેટલાક લોકોને કેમ રાત્રે પેશાબ કરવા માટે વારંવાર ઉઠવું પડે છે?

‘હૃદયરોગ’ ડૉક્ટરે જવાબ આપ્યો: જયારે તમે ઉભેલા હો ત્યારે ગુરુત્વાકર્ષણના કારણે પાણી તમારા શરીરના નીચેના ભાગમાં જમા થાય છે (પગે સોજા આવવા) પણ જયારે તમે સુઈ જાવ છો ત્યારે તમારા પગ કીડનીના સમાંતરે હોય છે અને ત્યારે કીડની તે પાણીને બહાર ફેંકે છે.

એ ખબર હતી કે તમારે શરીરના ઝેરી કચરાને બહાર ફેંકવા માટે પાણીની આવશ્યકતા હોય છે પણ આ માહિતી નવી જ હતી.

પાણી પીવા માટેનો યોગ્ય સમય, એક હૃદયરોગ ડૉક્ટરે આપેલી ખુબજ અગત્યની માહીતી આપી અને યોગ્ય સમયે પીવામાં આવેલું પાણી શરીરમાં તેની અસરકારકતા વધારી દે છે.
  • સવારે ઉઠ્યા પછી ૨ ગ્લાસ પાણી પીવાથી આંતરીક અંગો સક્રીય થાય છે.
  • જમવાના અડધા કલાક પહેલાં ૧ ગ્લાસ પાણી પીવાથી પાચનક્રીયા સક્રીય થાય છે.
  • સ્નાન કરતાં પહેલાં ૧ ગ્લાસ પાણી બ્લડપ્રેશરને નીચું રાખે છે.
  • રાત્રે સુતાં પહેલાં ૧ ગ્લાસ પાણી પીવાથી સ્ટ્રોક અને હાર્ટએટેકનું જોખમ ઘટે છે.
  • રાત્રે પાણી પીને સુવાથી પગના સ્નાયુઓ જકડાઈ (સાદી રીતે કહીએ તો નસ ચઢી જવી) જતા નથી. સ્નાયુઓને પાણીની જરૂરત હોય છે અને જો પાણી ના મળે તો સ્નાયુઓ જકડાઈ જાય અને તમે ચીસ પાડીને બેઠા થઈ જાઓ.
૨૦૦૮ ના અમેરીકન કોલેજ ઓફ કાર્ડીઓલોજીના જર્નલના અંકમાં પ્રસીદ્ધ થયેલ માહીતી પ્રમાણે
  • હાર્ટએટેક સામાન્ય રીતે સવારના ૬ થી બપોર સુધીમાં વધારે આવે છે. જો રાત્રીના સમયે હાર્ટએટેક આવે તો તે વ્યક્તીની સાથે કંઇક અસામાન્ય બનાવ બન્યો હોય એમ પણ સંભવ છે.
  • જો તમે એસ્પીરીન જેવી કોઈ દવા લેતા હો તો એ દવા રાતના સમયે લેવી જોઈએ કારણકે એસ્પીરીનની અસર ૨૪ કલાક માટે રહેતી હોય છે એટલે સવારના સમયે તેની તીવ્રતમ અસર હોય છે.
  • એસ્પીરીન તમારા દવાના ડબ્બામાં ઘણાં વર્ષો સુધી રહી શકે છે અને જયારે તે જુની થાય છે ત્યારે એમાંથી વિનેગર(સરકો) જેવી વાસ આવે છે.
  • બીજી વાત જે દરેકને મદદરૂપ થશે – બેયર કંપની ક્રીસ્ટલ જેવી એસ્પીરીન બનાવે છે જે જીભ ઉપર મુકતાં જ ઓગળી જાય છે. તે સામાન્ય ગોળી કરતાં ઝડપથી કામ કરે છે. માટે એસ્પીરીન કાયમ તમારી સાથે રાખો.
  • હાર્ટએટેકનાં સર્વમાન્ય લક્ષણો ડાબા હાથ અને છાતીમાં દુખાવા ઉપરાંત પણ કેટલાંક લક્ષણો છે જેની માહીતી પણ જરૂરી છે જેમ કે દાઢીમાં ખુબજ દુખાવો થવો, ઉલટી ઉબકા જેવો અનુભવ થવો, ખુબજ પરસેવો થવો. પણ આ લક્ષણો ક્યારેક જ દેખાય છે.

નોંધ – હાર્ટએટેકમાં ક્યારેક છાતીમાં દુખાવો ના પણ થાય.

મોટાભાગના (લગભગ ૬૦%) લોકોને જયારે ઉંઘમાં હાર્ટએટેક આવે છે ત્યારે તેઓ જાગ્યા હોતા નથી, પરંતુ જો તમને છાતીમાં જોરદાર દુખાવો ઉપડે તો તેનાથી તમે ગાઢ નિંદ્રામાંથી પણ જાગી જાઓ છો.

તમે કેટલા એવા લોકોને જાણો છો જે રાત્રે સુતાં પહેલાં પાણી પીવાનું ટાળે છે કારણકે તેમને રાત્રે ઉઠવું પડશે.

સ્ત્રોત: ડો. હાર્દિક પટેલ , ચરક આયુર્વેદ હોસ્પિટલ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate