રાજ્ય સરકારે અનુસૂચિત જનજાતિઓના નિવાસી વિસ્તારો ના લક્ષિત વિકાસ માટે સક્રિયપણે આયોજન હાથ ધર્યુ છે. અનુસૂચિત જનજાતિઓ માટે સરકારની દરમિયાનગીરી માટેના લાંબા ગાળાના લક્ષ્યો છે.શિક્ષણ,આરોગ્ય સંભાળ અને આવક પેદા થાય તેવી બાબતોમાં આદિજાતીઓની પહોંચ વધે તે સુનિશ્ર્ચિત કરવુ. અને તે પ્રકારે તેમના જીવનધોરણમાં સુધારો લાવવો.
આદિજાતિ વિકાસ વિભાગ(TDD)ની રચના સામાજીક ન્યાય અને અધિકારીકતા વિભાગની એક પાંખ તરીકે કરવામા આવી હતી પરંતુ હવે તે સ્વતંત્ર પણે કાર્યરત છે
આદિજાતી વિકાસ વિભાગના કાર્યોમા નીચેના સમાવેશ થાય છે :
સામાજીક ન્યાય અને અધિકારીકતા વિભાગ નોકરીમા અનામત, આશ્રમ શાળાઓ સંબંધિત નીતી-નિર્ધારણ તેમજ વિચરતી જાતિઓ સંબંધિત મુદ્દાઓનુ કાર્ય હાથ ધરે છે. આદિજાતી વિસ્તારોનો વિકાસ કરવાની જવાબદારી કાર્યરત વિભાગોને સુપરત કરવામા આવી છે. જ્યારે આદિજાતી વસતિના હકો અને લાભો ની સંભાળ લેવાનુ કાર્ય મુખ્યત્વે આદિજાતિ વિકાસ વિભાગ હસ્તક રહેલુ છે.
સ્ત્રોત: આદિજાતિ વિકાસ વિભાગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020