કૃષિ વૈવિધ્યકરણ યોજના આદીજાતિ વિસ્તાર ના લોકો માટે અમલમાં મુકવામાં આવેલ છે, જેથી આદિજાતિ વિસ્તારના આદિજાતિ લોકોને કૃષિ થકી વધુ આવક મેળવતા થઇ શકે. આ પ્રોજેક્ટની અંતર્ગત સારી ગુણવત્તાના બિયારણ તથા ખાતરની કીટનું વિતરણ અને ખેતીને લગતી જરૂરી તાલીમ આપવમાં આવે છે.
આદીજાતિ વિસ્તાર ના ખેડૂત લાભાર્થીને નીચે મુજબની કીટ મળવાપાત્ર થાય છે.
અમલીકરણ વર્ષ
|
બીયારણ નું નામ
|
ખાતર
|
કુલ લાભાર્થી
|
વર્ષ ૨૦૧૨-૧૩
|
મકાઇ, રીંગણ, ટામેટા, ભીંડા, કારેલા, દુધી
|
યુરીયા, ડીએપી, એમ.ઓ.પી
|
૨,૧૦,૦૦૦
|
વર્ષ ૨૦૧૩-૧૪
|
મકાઇ, રીંગણ, ટામેટા, ભીંડા, કારેલા, દુધી
|
યુરીયા, ડીએપી, એમ.ઓ.પી
|
૨,૨૩,૦૦૦
|
વર્ષ ૨૦૧૪-૧૫
|
મકાઇ, રીંગણ, ટામેટા, ભીંડા, કારેલા, દુધી
|
યુરીયા, ડીએપી, એમ.ઓ.પી
|
૧,૩૬,૪૮૭
|
યોજનાનુ અમલીકરણ
- તમામ આદિજાતિ જીલ્લાઓમાં અમલીકરણ એજન્સી (એગ્રીકલ્ચર સર્વિસ પ્રોવાઇડર) દ્વારા પ્રાયોજના કચેરીના પરામર્શ મા રહી યોજનાનુ અમલીકરણ કરવામાં આવે છે.
- આદિજાતિ વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા તથા ફોરેસ્ટ રાઇટ એક્ટ ધરાવતા આદિજાતી ખેડૂતો પૈકી ભેદભાવ રહિત લાભાર્થીની પસંદગી પ્રક્રિયા તથા કીટ વિતરણ કરવામાં આવે છે
- લાભાર્થી ફાળો : રૂ.૫૦૦ /- રોકડા લેવામાં આવે છે.
- અમલીકરણ એજન્સી દ્વારા લાભાર્થીઓને બીયારણ કીટ થકી મહત્તમ ઉત્પાદન મેળવવા તાલીમ દ્વારા ખેતી અંગેનુ માર્ગદર્શન પુરુ પાડવામાં આવે છે, જરૂરી માર્ગદર્શક પુસ્તિકાઓ પણ આપવામા આવે છે.
- અમલીકરણ એજન્સીઓ (એગ્રીકલ્ચર સર્વિસ પ્રોવાઇડર) ની પસંદગી ઇ-ટેન્ડરીંગ પધ્ધતી થી કરવામાં આવે છે.
- યોજનાને અમલીકરણ કક્ષાએ એક સાથે મોનિટરીંગ તથા ત્રુતિય પક્ષ દ્વારા આહેવાલ મેળવી મુલ્યાંકન કરવામાં આવે છે.
- બિયારણની ઉપજ ચકાસણી ક્રુષિ યુનિવર્સીટી મારફત કરાવ્યા બાદ જ જે તે એગ્રીકલ્ચર સર્વિસ પ્રોવાઇડરને ચુકચણુ કરવામાં આવે છે.
અમલીકરણ ભાગીદારો
- એગ્રીકલ્ચર સર્વિસ પ્રોવાઇડર
- ફર્ટીલાઇઝર કંપની
- એગ્રીકલ્ચર યુનિવર્સીટી
સ્ત્રોત : ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત- ડિ-સેગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.