"બિલ્ડ-ઓન-ઓપરેટ-ટ્રાન્સફર"-BOOT-(બુટ) એટલેકે "માલિક બનો-સંચાલન કરો-તબદીલ કરો"-આધારિત યાંત્રિક ખેતી માટે નો આ પ્રોજેકટ ૨૦૧૦-૧૧ થી ગુજરાત આદિવાસી વિકાસ વિભાગના ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ડિ.સેગ દ્વારા અમલીકરણ બનાવાયો છે. આ પ્રોજેકટ નો કરાર જોહન ડીયર કંપની અને ડી-સેગ આદીજાતી વિકાસ વિભાગ સાથે થયેલો છે. આ પ્રોજેકટ નું અમલીકરણ ગુજરાત ની ૪ એન.જી.ઓ થકી કરવામાં આવે છે. આ પ્રોજેકટ ની વિભાવના, સંસાધનોના ઉપયોગ અને પાકની ઉત્પાદક્તામાં વધારો કરવા માટે આદિવાસી ખેડૂતોને ખેતી માટેની સંપૂર્ણ યાંત્રિક મશીનરી ઉપલબ્ધ કરવામાં માટે વિચારવામાં આવેલ હતી. આ પ્રોજેકટ અંતર્ગત ૪ આદિજાતી જિલ્લા ના ૫ તાલુકાની અંદર નીચે દર્શાવ્યા પ્રમાણે દર વર્ષે ૧૦,૦૦૦ ખેડૂતોને આવરી લેવા માટે ૮ કૃષિ સાધન સંસાધન કેન્દ્રો (AIRCS) સ્થાપવામાં આવેલ છે.
અનુ.નં. |
બિન સરકારી સંગઠન (NGO) |
જિલ્લો |
તાલુકો |
કેન્દ્ર |
૧ |
એનાર્ડે ફાઉન્ડેશન |
વલસાડ |
ધરમપુર |
કરંજવેરી |
૨ |
|
|
|
ખાંડા |
૩ |
બાયફ (BAIF) |
સુરત |
બારડોલી |
કડોદ |
૪ |
એન.એમ.સદગુરુ |
દાહોદ |
ધાનપુર |
ગોહેલવાઘા |
૫ |
|
|
|
કાકડખીલા |
૬ |
|
|
|
વાંસીયા ડુગરી |
૭ |
શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટ |
છોટાઉદેપુર |
છોટાઉદેપુર |
છોટાઉદેપુર |
૮ |
|
|
પાવીજેતપુર |
પાવીજેતપુર |
આ પ્રોજેકટ અંતર્ગત આદિવાસી ખેડૂતો નીચે મુજબ ના સાધન સંરજામ પ્રાપ્ત કરી શકે છે:
ઉપરોકત ૮ કૃષિ સાધન સંસાધન કેન્દ્રો પરથી નીચે પ્રમાણે સાધનો ઉપલબ્ધ કરાયા છે.
અનુ.નં. |
સાધન |
એકમ (સંખ્યા) |
૧ |
ટેક્ટર |
૫૨ |
૨ |
યાંત્રિક હળ |
૧૬ |
૩ |
કલ્ટીવેટર |
૪૮ |
૪ |
SCFD |
૪૮ |
૫ |
ચાસ પાડવાનું મશીન (Post Hole Digger) |
૮ |
૬ |
થ્રેસર |
૪૮ |
૭ |
ટ્રેલર |
૪૮ |
૮ |
રાપર (વાવણી માટેનું મશીન) |
૪૮ |
૯ |
રોટરી ટીલર |
૪૮ |
૧૦ |
ડીસ્ક હેરો |
૮ |
૧૧ |
RAAP (રાંપ) |
૪૮ |
૧૨ |
ટેરેસર બ્લેડ |
૮ |
૧૩ |
ડીસ્ક રીઝર |
૮ |
૧૪ |
લેસર લેવલર (ભૂમિના સપાટીકરણ માટે) |
૧ |
વર્ષ ૨૦૧૧-૧૨, ૨૦૧૨-૧૩, ૨૦૧૩-૧૪ ,૨૦૧૪-૧૫, ૨૦૧૫-૧૬ કુલ ૫ વર્ષો દરમિયાન એટલે કે ૩૧મી, જાન્યુઆરી ૨૦૧૬ સુધીમાં આ પ્રોજેક્ટ અંતર્ગત ૫૩,૮૦૦ કરતાં વધુ આદિવાસી ખેડૂતોને લાભ મળ્યો છે. આ યોજનાની પરિસ્થિતિ નીચે મુજબ છે.
યોજનાની સ્થિતિ |
૨૦૧૧-૧૨ |
૨૦૧૨-૧૩ |
૨૦૧૩-૧૪ |
૨૦૧૪-૧૫ |
૨૦૧૫-૧૬ |
કુલ |
આવરી લેવાયેલ લાભાર્થીઓની સંખ્યા |
૯,૮૦૭ |
૧૪,૪૪૨ |
૧૩,૯૧૩ |
૧૦,૬૮૮ |
૫,૦૬૪ |
૫૩,૮૯૪ |
ટ્રેક્ટર વપરાશ (કલાકમાં) |
૨૮,૮૫૧ |
૩૧,૫૪૪ |
૨,૬૧૬૩ |
૧૬,૨૩૭ |
૭,૦૩૩.૧૬ |
૧,૦૯,૮૨૮.૨ |
આવરી લેવાયેલ જમીન (એકરમાં) |
૧૦,૪૭૧ |
૧૪,૧૨૯ |
૧૧,૨૭૨ |
૯,૨૫૫ |
૫,૪૫૦.૯૪ |
૫૦,૫૭૭.૯૪ |
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020