অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

નીતિઓ

બંધારણીય રક્ષા કવચ

ભાગ અ

અર્થઘટન

  • આ અનુસૂચિની અંદર, જો અન્ય કોઈ સંદર્ભ આવશ્યક ન હોય તો 'રાજ્ય' એ શબ્દમાં આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમનો સમાવેશ થતો નથી.

અનુસૂચિત વિસ્તારોમાં રાજ્યની વહીવટી સત્તાઓ

  • આ અનુસૂચિની જોગવાઈઓને આધીન રહીને રાજ્યની વહીવટી સત્તાઓ તે રાજ્યમાં રહેલ અનુસૂચિત વિસ્તારો સુધી વિસ્તરેલી છે.

અનુસૂચિત વિસ્તારોના વહીવટ સંબંધિત રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિને અહેવાલ

  • જે રાજ્યમાં અનુસૂચિત વિસ્તારો આવેલા છે. તે રાજ્યોના રાજ્યપાલ દર વરસે અથવા રાષ્ટ્રપતિને જ્યારે જરૂરી જણાય ત્યારે, તે રાજ્યમાંના અનુસૂચિત વિસ્તારોની વહીવટ સંબંધિત અહેવાલ રાષ્ટ્રપતિને મોકલશે અને રાજ્ય સરકારોને તે વિસ્તારોના વહીવટ સંબંધિત સૂચનાઓ આપવાની વહીવટી સત્તા કેન્દ્ર સરકારની રહેશે.

ભાગ બ

અનુસૂચિત વિસ્તારો અને અનુસૂચિત જનજાતિઓનો વહીવટ અને નિયંત્રણ આદિવાસી સલાહકાર કાઉન્સિલ
  • જે રાજ્યની અંદર અનુસૂચિત વિસ્તારો આવેલા છે તેવા દરેક રાજ્યની અંદર અને જો રાષ્ટ્રપતિ ઈચ્છે તો જે રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારો નથી પરંતુ અનુસૂચિત જનજાતિઓ છે તે રાજ્યોમાં વીસ સભ્યોથી વધુ નહિ તેટલા સભ્યોની બનેલી આદિવાસી સલાહકાર સમિતિ રચાશે અને તે સભ્યો પૈકી લગભગ ત્રણ ચતુર્થાંશ સભ્યો રાજ્યની વિધાનસભામાં અનુસૂચિત જનજાતિઓનું પ્રતિનિધિત્વ કરતા વિધાનસભ્યો હશે.
  • પરંતુ, આ પ્રકારે આદિવાસી સલાહકાર સમિતિમાં આવા પ્રતિનિધિત્વ બેઠક ભરવા માટે તે રાજ્યની વિધાનસભામાં અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિઓની સંખ્યા ઓછી હોય તો બાકી રહેતી બેઠકો તે જાતિઓના અન્ય સભ્યોમાંથી ભરવી.
  • આદિવાસી સલાહકાર સમિતિની ફરજ, અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ અને પ્રગતિ માટે રાજ્યપાલશ્રી તેમને રજૂ કરે તેવી બાબતોમાં સલાહ આપવાની છે.
  • રાજ્યપાલશ્રી નીચેની બાબતોમાં સૂચનાર્થે અથવા નિયમનાર્થે જે લાગુ પરતું હોય તે બાબતે નિયમો બનાવશે :
    • કાઉન્સિલમાં સભ્યોની સંખ્યા, તેમની નિમણૂંકની પદ્ધતિ, કાઉન્સિલના અધ્યક્ષની નિમણૂંક તેમજ કાઉન્સિલના અધિકારીઓ અને સેવકોની નિમણંક વગેરે
    • તેની બેઠકોની પદ્ધતિ અને સામાન્ય કાર્યપધ્ધતિ અને
    • અન્ય તમામ આનુસંગિક બાબતો

અનુસૂચિત વિસ્તારોને લાગુ પડતો કાયદો

  • બંધારણમાં ગમે તે જોગવાઈ હોય છતાં પણ રાજ્યપાલ જાહેરનામું બહાર પાડીને એમ સૂચના જારી કરી શકશે કે સંસદનો અમુક કોઈ કાયદો અથવા રાજ્યની વિધાનસભાનો અમુક કોઈ કાયદો રાજ્યના અનુસૂચિત વિસ્તારોને અથવા રાજ્યના અનુસૂચિત વિસ્તારોના કોઈ અમુક ભાગને, તે જાહેરનામામાં સૂચવાયા હોય તેવા અપવાદો અને સુધારાઓને આધીન રહીને, લાગુ પડશે નહિ, અને તેને માટે પાછલી તારીખથી અસર આપવા માટેની કોઈ સૂચના આ પેટા ફકરા નીચે જારી કરી શકશે.
  • રાજ્યપાલ, રાજ્યનો અમુક વિસ્તાર જે કોઈ અમુક સમયગાળા માટે અનુસૂચિત વિસ્તાર હોય તેવા વિસ્તાર માટે શાંતિ અને સુશાસન માટે નિયમનો ઘડી શકશે. વિશેષ કરીને, અને ઉપરની સત્તાની સામાન્યતા સંબંધિત પૂર્વગ્રહ વિના, આવા નિયમનમાં નીચેની બાબતો હશે
    • આવા વિસ્તારોમાં અનુસૂચિત જનજાતિના સભ્યો દ્વારા અથવા અંદરોઅંદર જમીનના હસ્તાંતર પર પ્રતિબંધ અથવા અટકાયત
    • આવા વિસ્તારોમાં અનુસૂચિત જનજાતિઓના સભ્યોને જમીન ફાળવણી સંબંધિત નિયમન
    • જે શાહુકારો પૈસાનું ધીરાણ કરતા હોય તેવા શાહુકારો દ્વારા અનુસૂચિત વિસ્તારોમાં અનુસૂચિત જનજાતિઓના સભ્યોને કરાતા ધીરાણ પર નિયમન
  • આ ફકરાના પેટા ફકરા (૨) માં ઉલ્લેખ કરાયેલ આવા નિયમનો કરતાં રાજ્યપાલ સંસદનો કોઈ કાયદો અથવા સભ્યની વિધાનસભાનો કોઈ કાયદો અથવા તે વિસ્તારોમાં હાલમાં લાગુ પડતો હોય તેવા અન્ય કોઈ કાયદો પાછો ખેંચી શકશે અથવા સુધારી શકશે.
  • આ ફકરા નીચે કરવામાં આવેલાં તમામ નિયમનો તાત્કાલિક રાષ્ટ્રપતિને મોકલવાના રહેશે અને જ્યાં સુધી રાષ્ટ્રપતિની સહમતિ ન મળે ત્યાં સુધી તે અમલમાં આવશે નહિ.
  • આ ફકરા નીચે આવું નિયમન કરતા રાજ્યપાલે, જો તે રાજ્યમાં આદિવાસી સલાહકાર સમિતિ હોય તો તેની સાથે પરામર્શન કર્યા વિના, નિયમન કરશે નહિ.

ભાગ ક

અનુસૂચિત વિસ્તારો
  • બંધારણની અંદર 'અનુસૂચિત વિસ્તારો' એવા અભિવ્યક્તિનો અર્થ એવા વિસ્તારો કે જેને રાષ્ટ્રપતિએ હુકમ જારી કરીને અનુસૂચિત વિસ્તારો તરીકે જાહેર કર્યા હોય.
  • રાષ્ટ્રપતિ કોઈપણ સમયે હુકમ જારી કરીને,
    • સૂચના આપી શકશે કે સમગ્ર અનુસૂચિત વિસ્તાર અથવા તે અનુસૂચિત વિસ્તારનો અમુક ભાગ હવે અનુસૂચિત વિસ્તાર અથવા અનુસૂચિત વિસ્તારનો હિસ્સો ગણાશે નહિ, (અ અ) જે-તે રાજ્યના રાજ્યપાલ સાથે પરામર્શ કરીને જાહેર કરી શકશે કે તે રાજ્યના અનુસૂચિત વિસ્તારમાં અમુક વધારો કે ઉમેરો કરવામાં આવ્યો છે.
    • માત્ર સરહદમાં સુધારો કરવા દ્વારા (Only by way of rectification of boundaries) કોઈપણ અનુસૂચિત વિસ્તારોમાં ફેરફાર કરી શકે
    • રાજ્યની સરહદમાં માત્ર ફેરફાર કરીને અથવા કેન્દ્રમાં તેને દાખલ કરીને અથવા નવા રાજ્યની રચના કરીને, કોઈ રાજ્યમાં અગાઉ જે વિસ્તારનો અનુસૂચિત વિસ્તારમાં સમાવેશ કરાયો ન હતો અથવા તેનો હિસ્સો બનાવાયો ન હતો, તેવા કોઈપણ વિસ્તારને અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરી શકે.
    • કોઈ રાજય કે રાજયના સંદર્ભમાં આ ફકરો નીચે કરેલા કોઈ હુકમ કે હુકમો રદ કરી શકે અને સંબંધિત રાજયના રાજયપાલના પરામર્શનમાં જે વિસ્તારોને અનુસુચિત વિસ્તારો બનાવવા હોય તેને પુનઃ વ્યાખ્યાયિત કરીને નવા હુકમો જારી કરી શકે.
  • અને એવા કોઈ હુકમમાં એવી આનુસંગિક અને પરિણામજન્ય જોગવાઈ કરી હોય જે રાષ્ટ્રપતિને આવશ્યક અને વાજબી જણાય પરંતુ, ઉપર જણાવ્યું તે સિવાય, આ ફકરાના પેટા ફકરા(૧) નીચે જે હુકમ જારી કર્યો હોય તેમાં તે પછીની હુકમથી ફેરફાર કરી શકાશે નહિ.

ભાગ ડ

અનુસૂચિમાં ફેરફાર
સંસદ વખતોવખત કાયદો ઘડીને આ અનુસૂચિની જોગવાઈઓમાં ઉમેરો, સુધારો કે પાછું ખેંચવા સારા અનુસૂચિમાં ફેરફાર કરે અને તે રીતે અનુસૂચિમાં તેનો ફેરફાર કરવામાં આવ્યો હોય ત્યારે બંધારણની આ અનુસૂચિ અંગે જે કંઈ સંદર્ભ ટાંકવામાં આવે તે સંદર્ભ આ રીતે ફેરફાર કરાયેલ અનુસૂચિ પરત્વે કરેલ ગણાશે.
આ ફકરાના પેટા ફકરા (૧) માં દર્શાવેલ કોઈપણ કાયદો બંધારણની કલમ ૩૬૮ ના હેતુ માટે બંધારણમાં કરેલ ફેરફાર ગણાશે નહિ.

જાહેર ખાનગી ભાગીદારી

તાલીમ કેન્દ્રો (VTCs) અને કૌશલ્ય તાલીમ :ના કાર્યક્રમો ચાલે છે અને તાલીમાર્થીઓને સહાયક બનવામાં આવે છે.

GIZIS - ટેકનિકલ પરામર્શન માટે

કૃષિ :કૃષિ સેવા ઉપલબ્ધકારો વિવિધ આપૂર્તિઓ અને સેવાઓ ઉપલબ્ધ કરે છે.

પશુપાલન :જિલ્લા અને ગ્રામ કક્ષાની પશુપાલન અને દૂધ સહકારી મંડળીઓની મારફતે IDDP સંકલિત દૂધ ઉદ્યોગ વિકાસ કાર્યક્રમ

સંકલિત પશુપાલન વિકાસ કાર્યક્રમ – J K Trust, BAIF મારફતે

શિક્ષણ :HCL મારફતે ૮૦૦૦ શાળાઓમાં અને છાત્રાલયોમાં બાયોમેટ્રીક હાજરી પદ્ધતિ

૨૫ એકલવ્ય શાળાઓ પૈકી ૧૨ શાળાઓ જેમાં એક સૈનિક શાળા પણ સમાવિષ્ટ છે તેનો વહીવટ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ મારફતે

IL અને FS EST દ્વારા પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી

નાણાકીય સમાવેશ :દેના બેન્ક દ્વારા આદિવાસી વિસ્તારોમાં એટીએમ (ATM-All Time Money)

મૂલ્યાંકન :GIDR મારફતે તેમજ રાજ્ય સરકારના આયોજન વિભાગ દ્વારા નક્કી કરાયેલી સંસ્થાઓ મારફતે ઐતિહાસિક અને પ્રવર્તમાન મૂલ્યાંકન

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate