অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ભારતના બંધારણની કલમ ૨૭૫ (૧) હેઠળ અનુદાન

દરેક વર્ષે રાજ્યની મહેસૂલી આવકના સંદર્ભે સંસદ કાયદા દ્વારા ઠરાવે તે અનુરુપ ભારતના એકત્રિત ભંડોળમાંથી જેને સહાયની જરૂર હોય તેવાં રાજ્યોને સંસદ નક્કી કરે તે અનુસાર સહાયક ગ્રાન્ટ તરીક ચૂકવાય છે. જુદાં જુદાં રાજ્યો માટે આ રકમ અલગ-અલગ હોઈ શકે છે.

પરંતુ, ભારત સરકારના એકત્રિત ભંડોળમાંથી રાજ્યની મહેસૂલી આવકમાં સહાયક ગ્રાન્ટ તરીકે એવી મૂડીરૂપ કે આવર્તક રકમ ચૂકવાશે જે રકમ તે રાજ્યોને, તે રાજ્યો ભારત સરકારની મંજૂરીથી પોતાના રાજ્યમાં અનુસૂચિત જનજાતિઓના કલ્યાણને આગળ ધપાવવા માટે અથવા પોતાના રાજ્યમાં અનુસૂચિત જનજાતિઓની કક્ષા ઊંચી લાવવા માટે અથવા અનુસૂચિત વિસ્તારોમાં વહીવટની કક્ષા રાજ્યના અન્ય વિસ્તારોમાં રહેલી વહીવટની કક્ષાની સમકક્ષ બનાવવાના હેતુથી ઊંચી લાવવા માટે, સહાયક બનવાના હેતુથી ચૂકવવામાં આવશે. (અ) પરંતુ, બંધારણની અનુસૂચિ ૬ ના ફકરા નં.૨૦ ની સાથે જોડેલા ટેબલના ભાગ-૧ માં નિર્દિષ્ટ કરેલા આદિવાસી વિસ્તારોના વહીવટ સંબંધિત, આ બંધારણનો અમલ શરૂ થયો તેની તરત પહેલાંના બે વરસ દરમિયાન આસામ રાજ્યની અંદર મહેસૂલી આવક કરતાં સરેરાશ ખર્ચ જેટલો વધુ થયો હોય તેની બરાબરના મૂડીખર્ચ અને આવર્તક ખર્ચ જેટલી રકમ ભારતના એકત્રિત ભંડોળમાંથી આસામની મહેસૂલી આવક તરીકે સહાયક ગ્રાન્ટ તરીકે ચૂકવાશે. (બ) તે રાજ્ય દ્વારા ભારત સરકારની મંજૂરીથી તે રાજ્યના સંબંધિત વિસ્તારોના વહીવટની કક્ષાને ઊંચી લાવી રાજ્યના અન્ય વિસ્તારોના વહીવટની સમકક્ષ બનાવવા માટે વિકાસની જે યોજનાઓ સંબંધિત ખર્ચ થયો હશે તે તમામ ખર્ચ સહાયક ગ્રાન્ટ તરીકે ચૂકવાશે. (૧-અ) બંધારણની કલમ ૨૪૪-A નીચે સ્વાયત રાજ્યની રચના હાથ ધરાતાં અને તે પછી જો તે સ્વાયત્ત રાજ્ય તેમાં નિર્દિષ્ટ કરેલ તમામ આદિવાસી વિસ્તારોનું જ બનેલું હોય તો પેટા કલમ(૧)ની બીજા પરંતુકની પેટા કલમ(અ) નીચે ચૂકવવાપાત્ર કોઈપણ રકમ તે સ્વાયત રાજ્યને ચૂકવવી અને જો તે સ્વાયત રાજ્યમાં માત્ર અમુક જ આદિવાસી વિસ્તારોનો સમાવેશ થયેલો હોય તો રાષ્ટ્રપતિ પોતાના હુકમ દ્વારા જે સૂચવે છે તે પ્રમાણે આસામ રાજ્ય અને તે સ્વાયત રાજ્ય વચ્ચે ફાળવવા. સ્વાયત રાજ્યની મહેસૂલી આવકમાં, તે સ્વાયત રાજ્ય ભારત સરકારની મંજૂરીથી, આસામ રાજ્યના અન્ય વિસ્તારોની સાથે તેના વહીવટની કક્ષા સમકક્ષ બનાવવા માટે, જે યોજનાઓનો અમલ કરે તેના મૂડી ખર્ચ અને આવર્તક ખર્ચ જેટલી પૂરેપૂરી રકમ, સહાયક ગ્રાન્ટ તરીકે ભારતના એકત્રિત ભંડોળમાંથી ચૂકવવી. પેટા કલમ(૧) નીચે જ્યાં સુધી સંસદ દ્વારા જોગવાઈ કરવામાં ન આવે ત્યાં સુધી, તે પેટા કલમ નીચે સંસદને આપવામાં આવેલી સત્તાનો રાષ્ટ્રપતિ દ્વારા કરાતા હુકમથી ઉપયોગ કરાશે અને આ પેટા કલમ નીચે રાષ્ટ્રપતિ દ્વારા જારી કરાયેલ કોઈપણ હુકમ સંસદ દ્વારા કરાતી કોઈપણ જોગવાઈને આધીન રહીને અમલી બનશે. પરંતુ જ્યારે નાણાંપંચની રચના કરાશે તે પછી નાણાંપંચની ભલામણની ઉપર વિચારણા કર્યા વિના, આ કલમ નીચે રાષ્ટ્રપતિ કોઈ હુકમ જારી કરશે નહિ.

રાજ્ય સરકાર અને એપ્રાઈઝલ સમિતિ (PAC) એ તેમની તા. ૨૬-૩-૨૦૧૫ ના રોજની બેઠકમાં આખરી કરેલ / મંજૂર કરેલ પ્રોજેકટ દરખાસ્તો

અનુ. નં.

પ્રોજેકટ દરખાસ્ત

PACએ મંજૂર કરેલ રકમ (રૂ. લાખમાં)

૧.

હાલની ચાલતી 22 એકલવ્ય મોડેલ નિવાસી શાળાઓ (EMRSs) (7,545 વિદ્યાર્થીઓ) નો આવર્તક ખર્ચ

૩,૧૬૮.૯૦

૨.

શાળામાં વિજ્ઞાન શિક્ષણને પ્રોત્સાહન – વિજ્ઞાન અને ગણિતના શિક્ષકો માટે જોગવાઈ

૧૦૦.૦૦

૩.

વ્યાવસાયિક તાલીમ કેન્દ્રોના બાંધકામની સ્પીલ ઓવર/ચાલુ રહેતા બાંધકામની જોગવાઈ

૧,૦૯૫.૩૬

૪.

વ્યાવસાયિક તાલીમ કેન્દ્રોનું બાંધકામ, વર્કશોપ

૩૫૦.૦૦

૫.

વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો (પુરુષો અને સ્ત્રીઓ માટે) ના અને કર્મચારી આવાસોના બાંધકામ

૨૯૫.૩૬

૬.

વ્યાવસાયિક તાલીમ કેન્દ્રોનું બાંધકામ

૪૫૦.૦૦

૭.

ગુજરાતમાં કન્યાઓ માટેની નિવાસી શાળાઓનું મૂડી ખર્ચ

૧,૩૦૦.૦૦

૮.

નવી એકલવ્ય મોડેલ નિવાસી શાળાઓની સ્થાપનાની દરખાસ્ત

૧,૨૦૦.૦૦

૯.

દૂધ સંજીવની યોજના માટે દૂધના પાઉચ પેકીંગના મશીન અને અન્ય આનુંષગિક ખર્ચ

૧૫૧.૬૧

૧૦.

આદિવાસી પેટા યોજનાના વહિવટી તંત્રને સઘન બનાવવા

૭૯.૬૩

૧૧.

પ્રાયોજના વહીવટદારના ઓફિસના મકાનના બાંધકામ

૨,૩૬૩.૭૮

૧૨.

પ્રાયોજના વહીવટદારના ઓફિસના મકાનના બાંધકામ વલસાડ

૪૨૬.૭૮

૧૩.

પ્રાયોજના વહીવટદારના ઓફિસના મકાનના બાંધકામ મહિસાગર

૮૯૦.૦૦

૧૪.

પ્રાયોજના વહીવટદારના ઓફિસના મકાનના બાંધકામ અરવલ્લી

૭૦૫.૦૦

૧૫.

પ્રાયોજના વહીવટદારના ઓફિસના મકાનના બાંધકામ તલાલા

૩૪૨.૦૦

૧૬.

કન્યાઓના સ્વાસ્થય અને તબીબી સંભાળ

૫૨.૫૦

૧૭.

આશ્રમશાળાઓમાં કન્યાઓ માટે ટોઈલેટ બ્લોકનું બાંધકામ

૭૨૦.૦૦

૧૮.

બાયો મેટ્રિક હાજરી પદ્ધતિ અને કોમ્પ્યુટર સહાયિત શિક્ષણ કાર્યક્રમ

૪૯૦.૦૪

૧૯.

SATCOM આધારિત અંગ્રેજી ભાષાના શિક્ષણ વર્ગો શાળામાં તેવા કાર્યક્રમોનું વિસ્તૃતિકરણ

૪૦.૧૦

૨૦.

રમતનું મેદાન (ટ્રેક સાથે)નું બાંધકામ તથા જીમ સાધનોની નિવાસી શાળાઓમાં જોગવાઈ

૧,૦૩૦.૦૦

૨૧.

વન અધિકાર અધિનિયમના અમલ માટેની દરખાસ્ત

૩૦૦.૦૦

૨૨.

પ્રાયોજના મેનેજમેન્ટ ગ્રાન્ટ 2% લેખે

૨૪૧.૮૪

તા. ૨૬-૩-૨૦૧૫ ની બેઠકમાં PACએ મંજૂર કરેલ કુલ રકમ

૧૧,૫૦૦.૦૦

Less : unspent balance

૦.૦૦

Less : amount for general grants/recurring grants

,૩૦૦.૦૦

Amount to be released as 1st installment under the Head Creation of Capital assets (Charged)

,૨૦૦.૦૦

સ્ત્રોત : આદિજાતિ વિકાસ વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate