অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કુટીર અને ગ્રામ ઉદ્યોગ ખાતા વિષે

કચેરી વિશે

કુટિર અને ગ્રામોદ્યોગની પ્રવૃત્તિઓ શરુઆતમાં મુળ રજીસ્ટ્રા રશ્રી, સહકારી મંડળીઓ, ગુજરાત રાજય, ગાંધીનગર હસ્તાક હતી. પરંતુ, આ કામગીરીનો વ્યા,પ વધવાથી તેના અમલીકરણ માટે અલગ તંત્ર ઉભુ કરવાનું જરુરી બનતા, સરકારશ્રીના ઉદ્યોગ, ખાણ અને ઊર્જા વિભાગના ઠરાવથી રાજય કક્ષાએ નિયામકશ્રી, કુટીર ઉદ્યોગ અને ઔદ્યોગિક સહકારની જગ્યાર ઉભી કરી, નવુ તંત્ર ઉભુ કરવામાં આવ્યુક. ત્યારર બાદ આ ખાતાના વડા તરીકે કમિશ્નિરશ્રી કુટીર અને ગ્રામોદ્યોગની જગ્યા સરકારશ્રીના ઉદ્યોગ અને ખાણ વિભાગના ઠરાવથી ઉભી કરવામાં આવી.

રાજ્યની મોટાભાગની વસ્તીન ગ્રામ્યન વિસ્તાનરમાં વસે છે. રાજ્યના શિક્ષિત/અશિક્ષિત બેરોજગારો/કારીગરોને વિપુલ પ્રમાણમાં ઓછા મૂડી રોકાણમાં રોજગારી મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. કુટિર અને ગ્રામોઘોગ હસ્તાકની વિવિધ યોજનાઓનું અમલીકરણ રાજ્યત સરકારના ઉઘોગ અને ખાણ વિભાગના નેજા હેઠળ કમિશનર, કુટિર અને ગ્રામોઘોગ, ગુજરાત રાજ્યા, ગાંધીનગરના વડપણ હેઠળ તેની તાબા હેઠળની કચેરીઓ મારફતે થઈ રહેલ છે. કમિશનર, કુટિર અને ગ્રામોઘોગ હસ્તિક વ્ય ક્તિતગત ધોરણે સ્વગરોજગારી લક્ષી તેમજ ઔઘોગિક સહકારી મંડળીઓ દ્વારા કારીગરોના સમુહને રોજગારી આપવાની વિવિધ યોજનાઓ અમલમાં છે. આ ઉપરાંત તાલીમ કેન્દ્રો મારફતે જુદા જુદા ટ્રેડ હેઠળ તાલીમ આપવાની તેમજ નવી ટેક્નો લોજી આધારિત કારીગરોની કૌશલ્યોતામાં વધારો કરવા વગેરે બાબતોની યોજનાઓ પણ અમલમાં છે.

વિઝન

રાજ્યમાં કુટિર અને ગ્રામોદ્યોગ પ્રવૃત્તિનો વ્યાપ વધારી પૂરક રોજગારીની તકોનું નિર્માણ કરવું. કૌશલ્ય સુધારણા, ટેકનોલોજી સુધારણા, નાણાકીય સહાય, બજાર પ્રોત્સાહન અને આંતર માળખાકીય સુવિધા ના વિકાસ દ્વારા કામદારો/કારીગરોને સક્ષમ કરી, તેઓની આવકમાં વધારો કરી, તેઓના જીવનની ગુણવત્તામાં સુધારો કરવો.

ઉદ્દેશ

  • કૌશલ્ય સુધારણા
  • ટેકનોલોજી સુધારણા
  • નાણાકીય સહાય
  • બજાર પ્રોત્સાહન
  • આંતર માળખાકીય સુવિધા

માળખું

શાખાઓ

હિસાબી શાખા

  • કુટિર અને ગ્રામોદ્યોગ કચેરીના સરકારી દાવાઓની ચૂકવણી અંગેની કામગીરી
  • આવક/ખર્ચના અંદાજો તૈયાર કરવા
  • તાબાની કચેરીઓને ગ્રાન્ટ ફાળવણી તથા ખર્ચનું મોનીટરીંગ કરવું
  • એકાઉન્‍ટન્‍ટ જનરલના ઓડીટ અંગેની કામગીરી.
  • અધિકારી/કર્મચારીને ગૃહ બાંધકામ લોન, વાહન લોન, અનાજ પેશગી, તહેવાર પેશગી, સામાન્‍ય ભવિષ્‍યનિધી યોજના વિગેરેની કામગીરી
  • જાહેર હિસાબ સમિતિના ઓડીટ ફકરા અંગેની કામગીરી.
  • તાલીમ કેન્દ્રોની હિસાબી ઓડીટની કામગીરી.
  • કર્મચારીના પેન્શન કેસ તથા નિવૃત્તિના લાભો અંગેની કામગીરી
  • અધિકારી/કર્મચારીઓના પગારબીલ, પ્રવાસભથ્‍થા બિલ, વિગેરે બીલો તૈયાર કરવાની કામગીરી

વહીવટી શાખા

  • અધિકારીશ્રી/કર્મચારીઓની બઢતી, બદલી, નિમણૂક, નિવૃતી, ખાનગી અહેવાલ, તપાસ, ઉચ્ચતર પગારધોરણ, અપરિપક્વ નિવૃત્તિ, જેવી મહેકમ વિષયક તમામ કામગીરી.
  • ભરતીના નિયમો તૈયાર કરવા.
  • બધા નોકરીયાત મંડળો સાથે પત્રવ્‍યવહાર અને મીટીંગો.
  • કુટિર અને ગ્રામોદ્યોગ કચેરીનો વાર્ષિક વહીવટી અહેવાલ તૈયાર કરવો.
  • જિલ્લા કક્ષાની કચેરીઓની તપાસણી.
  • તકેદારી આયોગની કામગીરી.
  • અધિકારી/કર્મચારીઓની વહીવટી તાલીમ, ખાતાકીય પરીક્ષા, વિગેરે જેવી કામગીરી.

જનરલ શાખા

  • કુટિર અને ગ્રામોદ્યોગ કચેરી માટે જરૂરી વાહનો, ફર્નિચર, સાધનો અને અન્‍ય જરૂરી માલ ખરીદ કરવાની કામગીરી.
  • કુટિર અને ગ્રામોદ્યોગ કચેરીનું મકાન, વાહનો, ફર્નીચરની જાળવણી.
  • કુટિર અને ગ્રામોદ્યોગ કચેરીમાં વપરાશી વસ્‍તુઓ જેવી કે ડીઝલ, પેટ્રોલ અને દૈનિક જરૂરીયાતનો હિસાબ રાખવો.
  • લાઈબ્રેરી, સ્‍ટોર અને રેકર્ડ રૂમની જાળવણી.
  • કુટિર અને ગ્રામોદ્યોગ કચેરીના ટેલીફોન બીલો, વીજળી બીલો, અન્ય તમામ કચેરીના બીલની કામગીરી

તાલીમ શાખા

  • રાજ્ય માં ટુંકાગાળાના તાલીમ વર્ગોનું આયોજન કરવું.
  • કુટીર અને ગ્રામોઉધોગ કચેરીનો નાગરીક અધિકાર પત્ર તૈયાર કરવાની કામગીરી.
  • માહિતી મેળવવાના અધિકારના કાયદા અંગેની તમામ કામગીરી
  • રાજ્ય સરકારશ્રીની ઉની ગાલીચા તાલીમ સહ ઉત્પાદન કેન્દ્રની યોજનાનું અમલીકરણ, મોનીટરીંગ વગેરે તથા ગાલીચા ઉત્પાદન માટે વોશીંગ/કલીપીંગ અને ફીનીશીંગ એકમ સ્થાપવા અંગેની કામગીરી.
  • ટફટેડ ઉની ગાલીચા વણાટ તાલીમ સહ ઉત્પાદન કેન્દ્રનો અમલ કરવો

હસ્તકલા શાખા

  • રાજય સરકારની ગ્રામોઘોગ વિકાસ કેન્‍દ્રની યોજનાનું અમલીકરણ કરી ગ્રામ્‍ય કારીગરોને રોજગારી આપવી.
  • હસ્‍તકલા વિકાસ નિગમ મારફતે વિવિધ યોજનાઓનું અમલીકરણ.
  • હસ્‍તકલા ઔઘોગિક સહકારી મંડળીઓને વેચાણ પર વળતરની યોજનાનું અમલીકરણ.
  • કચ્‍છની મહિલાઓ માટે રીવોલ્‍વીંગ ફંડની યોજનાનું અમલીકરણ.
  • દરવર્ષે અખિલ ભારતીય હસ્‍તકલા સપ્તાહની ઉજવણી.
  • બોર્ડ / નિગમ સાથેનું સંકલન.
  • અર્બનહાટ / હાઇવે હાટ સ્‍થાપિત કરવા ની કામગીરી.
  • ચર્મોઘોગ મંડળી માટે લેધર ટ્રેનીંગ અને ફલેઇંગ સેન્‍ટરની યોજનાનો અમલ કરવો.
  • રાજ્‍ય સરકારની ક્‍લસ્‍ટર વિકાસ યોજનાનો અમલ કરવો.

સહકાર શાખા

  • ઔઘોગિક સહકારી મંડળીઓની પેકેજ યોજના કે જેમાં શેરભંડોળ, શેરલોન, વહીવટી સહાય, વેચાણ ડેપો સહાય, વ્‍યાજ સહાય, વર્કશેડ કમ ગોડાઉન સહાય, વેચાણ પર વળતર વિગેરે આપવામાં આવે છે તેનો અમલ કરવો.
  • ઔઘોગિક સહકારી મંડળીઓ અને સહકારી સ્‍પીનીંગ મિલની ફડચા, ઓડીટ તપાસ વિગેરેની કાયદાકીય બાબતોની કામગીરી.
  • ઔઘોગિક સહકારી મંડળીઓનો રીઝર્વ બેંકને અહેવાલ કરવો.
  • ઔઘોગિક સહકારી મંડળીઓની માહિતી એકત્ર કરવી.

પ્લાાન શાખા

  • કુટિર અને ગ્રામોદ્યોગ કચેરીની યોજનાઓનું સંકલન અને આયોજન.
  • વાર્ષિક વિકાસ કાર્યક્રમ, પંચવર્ષીય આયોજન, ૨૦ મુદ્દા કાર્યક્રમ, રોજગારી વધારવાનું આયોજનની કામગીરી.
  • બધીજ યોજના અને બધા જ કાર્યક્રમોના અહેવાલ તૈયાર કરવા.

બેન્કેબલ શાખા

  • સ્‍વરોજગારીની શ્રી વાજપેયી બેન્‍કેબલ યોજનાનો અમલ કરવો.
  • ગ્રામ્ય સ્તરે જ્યોતિ ગ્રામદ્યોગ વિકાસ યોજનાનો અમલ કરવો.
  • માનવકલ્‍યાણ યોજના નીચે ગ્રામ્‍ય કારીગરોને જરૂરીયાત મુજબ સાધન/ઓજાર આપવા.
  • કેન્દ્ર સરકારની વડાપ્રધાનશ્રી રોજગાર નિર્માણ યોજનાનો અમલ કરવો.
  • સ્‍વરોજગારોને યોગ્‍ય માહિતી આપવી.
  • રાષ્‍ટ્રીયકૃત અને સહકારી બેંકોની સાથે મીટીંગો યોજી પરામર્શ કરી સ્‍વરોજગારી યોજના નીચે ભલામણ થયેલ અરજીઓ મંજુર કરાવવી.

હાથશાળ શાખા

  • હાથશાળ વણકર મંડળીઓની પેકેજ યોજનાઓનો અમલ કરવો.
  • હાથશાળ સધન વિકાસ યોજનાનો અમલ હાથશાળ નિગમ મારફતે કરવો.
  • કેન્‍દ્રીય પુરસ્‍કૃત સંકલિત હાથશાળ વિકાસ યોજનાનો અમલ કરવો.
  • હાથશાળ આરક્ષણ કાયદો ૧૯૮૫ નો અમલ કરવો.
  • વિકાસના ઉત્‍પાદનો અને બજારની યોજનાઓનો અમલ કરવો.
  • મહાત્‍માગાંધી બુનકર વિમા યોજના / સ્‍વાસ્‍થ વિમા યોજનાનો અમલ કરવો.
  • રાજ્ય સરકારની હાથશાળ આપવાની યોજના, મિલગેટ પ્રાઇઝ યોજના, જાહેરાત પ્રચાર યોજનાઓનો અમલ કરવો.

સ્ત્રોત: કુટીર અને ગ્રામ ઉદ્યોગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/5/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate