રાજય સરકારશ્રીની હાથશાળ ઉદ્યોગને લગત વિવિધ યોજનાઓનું નિગમ ધ્વારા અમલીકરણ કરવામાં આવે છે જેનાથી હાથશાળનો વિકાસ થાય અને વણકરોની રોજગારીમાં વધારો થાય અને લુપ્ત થઈ રહેલ હાથ વણાટ જાતોનું રક્ષણ કરવામાં આવે છે.
જે વણકર સહકારી મંડળી સાથે સંકળાયેલ નથી અને વ્યકિતગત ધોરણો કામગીરી કરે છે તેવા હાથશાળના વ્યકિતગત કારીગરોને આ યોજનામાં આવરી લેવામાં આવે છે.આયોજનામાં વણકરોને ઘર આંગણે તાલીમ આપવામાં આવે છે. જેમાં મુખ્ય વિગતો પૈકી,
હાથશાળ કારીગરોને રૂા.૨૧,૬૨૨/- ની રકમની શાળગ્રીમકો મારફતે તથા સાધન ઓજાર ૬પ% સહાય અને ૩પ% લોન ધોરણે પુરી પાડવામાં આવે છે.
ઉચ્ચકક્ષાનું સુતર અને કાચામાલના અભાવે ઉત્પાદન ચક્ર ખોરવાય નહી તે માટે વણકરોને સારી ગુણવતાનું સુતર / કાચામાલ આપી ઉત્પાદન કરાવી રોજગારી આપવામાં આવે છે.
વણકરો મોટા શહેરોમાં કે મેળાઓમાં ભાગ લઈશકતા નથી જેથી તેમના ધ્વારા તૈયાર કરેલ માલને બજાર પુરુ પાડવા નિગમની જરૂરીયાત મુજબ તૈયાર માલની જથ્થા બંધ ખરીદી કરી તેમની રોજગારીમાં વધારો કરવામાં આવે છે.
કારીગરોના પરંપરાગત ઉત્પાદનોમાં વેલ્યુ એડીશન થાય અને વધુ નફો મળે તેમજ બજારની માંગ અનુરૂપ નવી ડીઝાઈનના ઉત્પાદનો માટે એન.આઈ.ડી./નીફટ ધ્વારા તૈયાર થયેલ તજજ્ઞ ફ્રીલાન્સ ડીઝાઈનરોની સેવાઓ મેળવી નવી ડીઝાઈન તૈયાર કરવાનું તેમજ વર્કશોપનું આયોજન કરવામાં આવે છે.
હાથશાળના ઉત્પાદનોનું વેચાણ વધે અને તેના પ્રમાણમાં રોજગારી વધે તે માટે ઉત્પાદનોનું પ્રસાર અને પ્રચાર માટે અસરકારક માધ્યમો ધ્વારા જેવા કે રેડીયો, ટી.વી. ચેનલ, દૈનિક વર્તમાન પત્રો, બ્રોસર, હોર્ડીગ્સ વિગેરે મારફત પ્રચાર કરવામાં આવે છે.
જે રાજયમાં હાથશાળ ઉદ્યોગ વિકસીત છે. અને ૯૦% થી પણ વધુ હાથશાળના કાપડની નિકાસ થાય તેવા રાજયમાં હાથશાળના જ્ઞાનનો અભ્યાસ કરવા પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. જેનાથી કારીગરોની ઉત્પાદન ક્ષમતા અને જ્ઞાનમાં વધારો થાય છે.
સ્ત્રોત: ગરવી ગુજરાત
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020