ઔદ્યોગિક સહકારી મંડળીઓને નાણાકીય સહાય આપવાની પેકેજ યોજના સને ૧૯૮૦ થી અમલમાં મુકેલ હતી. જેમાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતાં ગુજરાત સરકારશ્રીએ તા.૦૭-૦૨-૨૦૧૪ ના ઠરાવ થી નવી સુધારેલી પેકેજ યોજના અમલમાં મુકી છે. આ યોજના હેઠળ ઔદ્યોગિક સહકારી મંડળીઓને શેરફાળો-શેરલોન, વહીવટી સહાય, મૂળભૂત જરૂરિયાત, વ્યાજ સહાય, રીઝર્વ ફંડ સહાય, વેચાણ વળતર, નિદર્શન, પ્રચાર તથા તાલીમ સહાય, સપ્તાહ ની ઉજવણી વિગેરે માટે નીચેની વિગતે સહાય આપવામાં આવે છે.
ક્રમ |
વિગત |
સહાય નું ધોરણ |
૧ |
શેરફાળો |
એકત્રિત કરેલ શેર ભંડોળના ત્રણ પટ સુધી |
૨ |
શેરલોન |
શેરની કિમંતના નેવું ટકા, મહત્તમ રૂ .૯૦૦/- સુધી |
૩ |
વહીવટી સહાય |
(ક્રમ અ,બ અને ડ માટે -અનુ.જતિ-જન જાતિ અને બક્ષી પંચની મંડળીઓ માટે ૫ વર્ષ |
અ મેનેજર પગાર |
રૂ.૪૮૦૦૦/- થી રૂ.૭૨૦૦૦/- સુધી ત્રણ વર્ષ માટે |
|
બ સેલ્સ ડેપો |
રૂ.૪૦૦૦૦/- થી રૂ.૧૦૦૦૦૦/- સુધી ત્રણ વર્ષ માટે |
|
ક ફેરિયા |
માસિક રૂ.૧૦૦૦/- એક ફેરિયા દીઠ ત્રણ વર્ષ સુધી |
|
ડ ટેકનિકલ કર્મચારી પગાર સહાય |
રૂ.૪૮૦૦૦/- થી રૂ.૭૨૦૦૦/- સુધી ત્રણ વર્ષ માટે (પાવરલૂમ મંડળી સિવાય) |
|
૪ |
મૂળભુત જરૂરીયાત |
|
અ. સાધન/ઓજાર |
૭૫ ટકા સુધી રૂ.૫ લાખની મર્યાદામાં |
|
બ વર્કશેડ્ / ગોડાઉન |
૭૫ ટકા સુધી રૂ.૬ લાખની મર્યાદામાં |
|
ક સેલ્સ ડેપો/ ગોડાઉન |
૭૫ ટકા સુધી રૂ.૧૦ લાખની મર્યાદામાં |
|
ડ વાહન સહાય |
૭૫ ટકા સુધી રૂ.૨ લાખની મર્યાદામાં |
|
૫ |
કામકાજના ભંડોળ માટે લોન સામે વ્યાજ સબસીડી |
કામકાજ ભંડોળની લોન ના વ્યાજ ના છ ટકા (પાવરલુમ મંડળીને ૩ ટકા) |
૬ |
પ્રાથમિક અને મૂળભુત જરૂરિયાત માટે બેંકે ધિરેલ લોન ઉપર વ્યાજ સબસીડી |
બેંક તરફથી મંજુર થયેલ લોન સામે ૮ ટકા વ્યાજ સબસીડી (પાવરલુમ મંડળી સિવાય) અન્ય મંડળીઓને આવી વ્યાજ સબસીડી ૩ ટકા લેખે અપાશે. |
૭ |
રીઝર્વફંડ સહાય |
પુન: જીવીત મંડળી માટે રૂ.૨૫૦૦૦/- સુધી |
૮ |
વેચાણ વળતર ( રીબેટ) |
હસ્તકલા, હાથશાળ તથા ચર્મોધોગ મંડળી ના વેચાણ ઉપર ૫ ટકા લેખે કાયમી વળતર |
૯ |
(૧) હરિફાઇ અને ઇનામો માટે |
ફક્ત હસ્તકલા,હાથશાળ તથા આદિવાસી સહકારી મંડળીઓ માટે નો પુરસ્કાર |
પ્રથમ ઇનામ દ્વિતિય ઇનામ તૃતિય ઇનામ |
સહ. મંડળીઓ માટે મંડળીઓ ના વ્યક્તિગત સભ્યો માટેરૂ.૫૦૦૦/– રૂ.૩૦૦૦/– રૂ.૩૦૦૦/- રૂ.૨૦૦૦/- રૂ.૨૦૦૦/- રૂ.૧૦૦૦/- |
|
(૨) જિલ્લા કક્ષાએ શિબિર માટે |
હાથશાળ અને હસ્તકલા મંડળીઓ માટે દરેક જિલ્લામાં એક શિબિર માટે રૂ.૫૦૦૦ ની મર્યાદામાં |
|
(૩) સ્થળ પર નિદર્શનોગોઠવવા માટેના કાર્યક્રમો માટે- પ્રત્યેક નિદર્શન માટે |
(૧) કાચા માલ માટે રૂ.૨૫૦૦/-(૨) ભાગ લેનાર કારીગર ને રૂ.૧૫૦/- પ્રત્યેક દિવસ ના શિષ્યવૃત્તિ તરીકે (૩) આકસ્મિક ખર્ચ,પ્રચાર ખર્ચ તથા નિદર્શન ના આયોજન માટે જરૂરી ખર્ચ કરવા રૂ.૩૦૦૦/- ની મર્યાદામાં |
|
(૪) શૈક્ષણિક પ્રવાસ કાર્યક્રમ ગોઠવવા માટે |
સભ્ય દીઠ રૂ.૧,૦૦૦/- સુધીનો શૈક્ષણિક પ્રવાસ ખર્ચ પેટે સહાય |
|
(૫) તાલીમમાં મોકલવા માટે અથવા સંસ્થાને આપવા માટે |
રાજ્યમાં કે રાજ્ય બહાર તાલીમ માં મોકલવામાં આવે તો, રૂ.૧૫૦/- પ્રતિદિન શિષ્યવૃત્તિ તથા જવા- આવવાનું રેલવે નું બીજા વર્ગનું અથવા સામાન્ય બસ નું ખરેખર પ્રવાસ ભાડું |
સ્ત્રોત :સબંધિત જિલ્લા ઉઘોગ કેન્દ્ર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/2/2019