অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કાર્પેટ ઇન્ડ‍સ્ટ્રીઝ/ટફટેડ કાર્પેટ

ગાલીચા વણાટ એ પર્શીયાની એક પ્રાચીન કલા છે. જે ભારતમાં સમ્રાટ અકબરે શરૂ કરાવી હતી. વર્ષો સુધી સુષુપ્‍ત અવસ્‍થામાં (બંધ હાલતમાં) રહયા બાદ, આ કલા કુટિર ઉઘોગ તરીકે વિકસી રહી છે. જે રોજગાર પ્રાપ્‍ત નથી તેવા આદિવાસી વિસ્‍તારોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. ગાલીચા વણાટ એ એક એવી પ્રવૃત્તિ છે જેની કારીગરી સગીર વયેજ હાંસલ કરવી પડતી હોય છે. તેમાં રોજગાર નિર્માણ અને વિદેશી હુંડિયામણ કમાવાની પ્રચંડ ક્ષમતાઓ રહેલી છે. તેથી આ યોજના ૩૦ જેટલા કારીગરોને ૬ મહિનાની તાલીમ આપીને કુશળ કારીગરો તૈયાર કરવા માટે દાખલ કરવામાં આવી છે. તાલીમ આપ્‍યા બાદ આ કારીગરોને ઉત્‍પાદન હેઠળ આવરી લઇ ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી ઉત્‍પાદન કેન્‍દ્ર ચાલુ રાખી રોજગારી પૂરી પાડવાની રહે છે.

પાત્રતાઃ

  • લાયકાતઃ સંસ્થા/મંડળીની નોંધણીને ૩/૨ વર્ષ થયેલા હોવા જોઇએ.
  • બેંક બેંલેન્સઃ અરજીની તારીખે રૂ,૧.૦૦ લાખનું બેંક બેલેંન્સ હોવુ જોઇએ.
  • કરારનામું: નિયતનમુનાનું કરારનામું બે કમિટિસભ્યોની સહી સાથેનું રજુ કરેલ હોવુ જોઇએ.
  • ડિપોજીટ: રૂ,૨૦,૦૦૦/ ની રીફંડેબલ ડિપોજીટ સંયુક્તખાતામાં ભરવાની રહશે.
  • શાળની કિંમત: રૂ,૯૬,૦૦૦પેકી રૂ,૭૮,૦૦૦ ની સહાય સરકારશ્રી આપશે,અને રૂ,૧૮,૦૦૦/ લોખંડ ની શાળની રકમ સંસ્થાએ ભોગવવાની રહશે.
  • કેન્દ્ર માટે મકાન: ૫૦૦ ચો,ફુટનું હવાઉજાસવાળું,લોખંડની ૬શાળો ગોઠવી શકાય અને ૩૦ તાલીમાર્થીઓ બેસવા માટે મકાનની વ્યવસ્થા હોવી જોઇએ.
  • કોને મળવાપાત્ર છેઃ સંસ્થા અથવા સહકારી મંડળીને કારપેટ કેન્દ્ર મળવાપાત્ર થાય છે,

નાણાંકીય સહાયઃ

૧૦૦ ટકા ગ્રાન્‍ટ નીચે મુજબના ધોરણોએ

અ.નં.

વિગત

મળવાપાત્ર રકમ ( માસ)

અ.

તાલીમાર્થીની સંખ્‍યા

૩૦

બ.

શાળો ૬ નંગ

રૂ.૭૮૦૦૦

ક.

સ્‍ટાઇપેન્‍ડ રૂ.૪૦૦ / તાલીમાર્થી

રૂ.૭૨૦૦૦

ડ.

વહીવટી સહાય

રૂ.૮૭૦૦૦

ઇ.

અન્‍ય પરચુરણ ખર્ચ

રૂ.૨૧૦૦૦

કુલઃ-

રૂ.,૫૮,૦૦૦

ટફટેડ/તિબેટીયન ઉની ગાલીચા વણાટ તાલીમ સહ ઉત્‍પાદન કેન્‍દ્રની યોજના

  • કાર્યરત પ્રાથમિક હાથશાળ સહકારી મંડળીઓ.
  • છ માસના તાલીમ વર્ગમાં ૨૦ તાલીમાર્થીઓને તાલીમ.
  • વય મર્યાદા ૧૪ થી ૩૦ વર્ષ.

નાણાંકિય સહાયનું ધોરણ

  • છ માસનું સત્ર આધુનિક ફ્રેમ
  • છ માસની તાલીમની મુદ્દત માટે ધોરણસરની પાંચ ફ્રેમ અને ૨૦ તાલીમાર્થીઓના એકમ માટે નાણાંકિય સહાયનું ધોરણ નીચે મુજબ રહેશે.

સહાય ની વિગત

મળવાપાત્ર રકમ રૂ.

શિષ્યવ્રુતિ ;- (માસીક રૂ,૪૦૦ x૬ x૨૦ તાલીમાર્થી)

રૂ.૪૮,૦૦૦

વહીવટી ખર્ચ

રૂ.૮૭,૦૦૦

અન્ય ખર્ચ

રૂ.૧૧,૭૦૦

ફ્રેમ - સાધન

રૂ.૨૫,૦૦૦

કુલ.

રૂ.૧,૭૧,૭૦૦

સંપર્કઃ

(અ) જિલ્લા કક્ષાએ  :- જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર
(બ) રાજ્ય કક્ષાએ   :- કમિશ્ર્નર, કુટીર અને ગ્રામોદ્યોગની કચેરી, ઉદ્યોગ ભવન, ગાંધીનગર.

અરજી પત્રકઃ

સ્ત્રોત:કુટીર અને ગ્રામ ઉદ્યોગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/23/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate