ગ્રામોદ્યોગ વિકાસ કેન્દ્ર
અગાઉ આ યોજના ગ્રામોઘોગ વિકાસ સંકુલ યોજના તરીકે ઓળખાતી હતી. અન્યસ એક યોજના કોમન વર્કશેડ યોજના પણ અસ્તિ ત્વલમાં હતી અને યોજનાઓના ઉદ્દેશ એક જ હતા જેથી તેમના અમલમાં કેટલીક મુશ્કેડલીઓ પડતી હતી. કાળજીપુર્વકની વિચારણાને કર્યા બાદ અને યોજનાઓ ફેબ્રુઆરી-૨૦૦૦ થી એકબીજામાં ભેળવી દેવામાં આવી અને હવે તે યોજના ગ્રામોઘોગ વિકાસ કેન્દ્ર તરીકે ઓળખાય છે. આ યોજનામાં કારીગરોને ગ્રામ કક્ષાએ માળખાગત સવલતો પુરી પાડવામાં આવે છે. ૧૦૦ ટકા સહાય સ્વૈકચ્છી ક સંસ્થાાઓને આપવામાં આવે છે.
પાત્રતાઃ
- બીન સરકારી સંસ્થાઓ, નોંધાયેલ ટ્રસ્ટો, સોસાયટી રજી.એક્ટ નીચે નોંધાયેલ સહકારી મંડળીઓ, જેને બે થી ત્રણ વર્ષનો અનુભવ હોય
- પોતાની માલિકીની આશરે ૧૦૦૦ થી ૧૨૦૦ ચો.ફુટ જગ્યા(બિન ખેતી જમીન) હોવી જરુરી
- ગ્રામ્ય કક્ષાએ કુટીર અને ગ્રામોધોગ ક્ષેત્રની પ્રવૃત્તિ નીચે ઓછામાં ઓછા રપ કારીગરોને રોજગારી આપવાની ક્ષમતા.
- સંસ્થા કાર્યશીલ અને સુચિત પ્રવ્રુતિ સાથે સંકળાયેલી હોવી જોઇએ, યોગ્ય જગ્યા, જરૂરી કાચો માલ, ટેકનિકલ/વહીવટી સ્ટાફ વગેરેનું આયોજન કરવા સક્ષમ
નાણાંકીય સહાયઃ
રૂા.૧૩-૦૦ લાખની યુનીટ કોસ્ટ જેમાં (રૂા. લાખમાં)
અ.નં.
|
વિગત
|
સહાય (રૂા. લાખમાં)
|
૧
|
ઓફીસ/ગોડાઉન વર્કશેડ બાંધકામ વિદ્યુત જોડાણ
|
રૂ.૧૦.૦૦
|
૨
|
તાલીમ અને ડીઝાઇન
|
રૂ.૦.૭૦
|
૩
|
વહીવટી સહાય
|
રૂ.૦.૪૦
|
૪
|
સાધન ઓજાર
|
રૂ.૧.૨૦
|
૫
|
રીવોલ્વીંગ ફંડ
|
રૂ.૦.૫૦
|
૬
|
બજાર પ્રોત્સાહન
|
રૂ.૦.૨૦
|
કુલઃ
|
રૂ.૧૩.૦૦
|
અરજીપત્રકઃ
સ્ત્રોત સબંધિત જિલ્લા ઉઘોગ કેન્દ્ર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.