સરકારશ્રીની જયોતિ ગ્રામદ્યોગ વિકાસ યોજના અંતર્ગત રાજયના ગામોને ૩-ફેઝ વીજ પુરવઠો ૨૪ કલાક માટે પૂરો પાડવામાં આવે છે. જેને પરીણામે ગ્રામીણ લોકોને પોતાના જ ગામમાં રહીને લધુ ઉઘોગો, કુટિર ઉઘોગો, અને ગ્રામીણ ઉઘોગો સ્થાપી આજીવિકા મેળવવાની નવી તકો પૂરી પાડી છે.
જયોતિ ગ્રામદ્યોગ વિકાસ યોજના (માર્જીન મની યોજના)માં ગ્રામીણ વસ્તીમાં આવક અને ઉઘોગ સાહસિકતાનું સ્તર ઊંચુ આવે અને ગ્રામીણ બેરોજગાર યુવાનો માટે રોજગારના વધુને વધુ નવા માર્ગો નિર્માણ પામે તે માટે વ્યકિતગત કારીગરો / ઉદ્યોગ સાહસિકો/ સ્વસહાય જુથોને ગ્રામ્ય કક્ષાએ કે ૨૦૦૦૦ કે તેથી ઓછી વસ્તીવાળા નગરમાં રૂા.૧ લાખથી વધુ અને રૂા.૨૫ લાખ સુધીના નવા પ્રોજેકટ માટે જિલ્લા ઉઘોગ કેન્દ્ર દ્વારા લોન અરજી બેંક ભલામણ કરી બેંક મારફત ધિરાણ આપવામાં આવે છે.
ઉંમરઃ |
લાભાર્થીની ઉંમર ૨૫ થી ૫૦ વર્ષની હોવી જોઇએ. |
શૈક્ષણીક લાયકાતઃ |
ધોરણ ૧૦ પાસ અને નિયત ધંધાનો એક વર્ષનો અનુભવ. |
આવકઃ |
કોઇ મર્યાદા નથી. |
અ.નં. |
લોનની રકમ |
અનુ.જાતિ/અનુ. જનજાતિ/મહિલા/શા.વિકલાંગ/મા. સૈનિક |
અન્ય |
૧ |
રૂ.૧૦ લાખ સુધી |
૩૦ ટકા |
૨૫ ટકા |
૨ |
રૂ.૧૦ લાખ થી રૂ.૨૫ લાખ |
રૂ.૧૦ લાખના ૩૦ ટકા + બાકીની રકમના ૧૦ ટકા |
રૂ.૧૦ લાખના ૨૫ ટકા + બાકીની રકમના ૧૦ ટકા |
બેંકની શાખા તરફથી મંજૂર કરેલ ધિરાણની પૂરેપૂરી રકમની ચુકવણી કરવામાં આવ્યા બાદ બેંક તરફથી માર્જીન મની ક્લેમ મળ્યેથી ચૂકવવા પાત્ર માર્જીન મનીની રકમ બે વર્ષ સુધી કરજદારના નામે કરજદારના ખાતામાં સરકારશ્રીના અનામત થાપણ તરીકે રાખવાની રહેશે. બે વર્ષ બાદ જે તે યુનીટ સફળતા પૂર્વક ચાલુ હોવા અંગે જનરલ મેનેજર, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ખરાઈ કરી બેંકને પ્રમાણપત્ર આપવાનુ રહેશે. ત્યારબાદ બેંક માર્જીન મનીની રકમ કરજદારના ખાતામાં જમા લઈ શકશે.
સબંધિત જિલ્લા ઉઘોગ કેન્દ્ર
આ વેબસાઇટ ઉપર અને સબંધિત જિલ્લા ઉઘોગ કેન્દ્ર મારફતે
સ્ત્રોત : કુટીર અને ગ્રામ ઉદ્યોગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 3/15/2020