অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

હાથશાળની યોજનાઓ

yojna1

હાથશાળ એપેક્ષ સંસ્થાઓ માટ જાહેરાત પ્રચાર યોજના

આ યોજના હેઠળ રાજયની ટોચની હાથશાળની સંસ્‍થાઓ તથા હાથશાળ નિગમને હાથશાળ માલના કાપડના બહોળા પ્રમાણમાં વેચાણ થાય અને તે સંસ્‍થાઓ સાથે સ઼કળાયેલ હાથશાળ વણકરોની રોજગારીમાં વધારો થાય તે માટે રાજયની અંદર તથા રાજયની બહાર પ્રદર્શનમાં ભાગ લેવા, હાથશાળ કાપડના વેચાણ માટે પ્રચાર અર્થે જાહેરાત માટે તથા હાથશાળને લગતી શિબીર કે અધિવેશન યોજવા સહાય પુરી પાડવામાં આવે છે.

પાત્રતા:- એપેક્ષ સંસ્થાા સાથે જોડાયેલ મંડળીઓ ગુજરાત રાજય હાથશાળ અને હસ્ત કલા વિકાસ નિગમ સાથે જોડાયેલ વણકરો.

નાણાંકિય સહાય:

(અ)

હાથશાળ પ્રદર્શનમાં ભાગ લેવામાટે

(૧) રાજયની અંદર પ્રદર્શનમાં ભાગ લેવા રૂા.૭૦ હજાર પ્રદર્શન દી�
(ર) રાજયની બહાર પ્રદર્શનમાં ભાગ લેવા રૂા.૧.૫૦ લાખ પ્રદર્શન દીઠ

(બ)

જાહેરાત અને પ્રચાર માટે

રૂા.૧.૦૦ લાખ ( વાર્ષિક )

(ક)

શિબિર કે અધિવેશન માટે

રૂા.૨૫ હજાર ( વાર્ષિક )

સંપર્ક: કમિશનર, કુટિર અને ગ્રામોઘોગની કચેરી

ઠરાવ : સરકારી ઠરાવ માટે અહીં ક્લીક કરો

મીલ ગેટ પ્રાઇસ યોજના

રાજ્‍યની મોટાભાગની હાથશાળ વણકર સહકારી મંડળીઓ, એપેક્ષ સંસ્‍થાઓ મીલનું વેસ્‍ટ સરપ્‍લસ સુતર ખરીદી કરી વપરાશ કરે છે. પરીણામે સુતરનો જરૂરી જથ્‍થો ઉપલબ્‍ધ થઇ શકતો નથી અને વેસ્‍ટ સુતરના કારણે ઉત્‍પાદનની ગુણવત્તા ન જળવાતાં બજારમાં પુરતી કિંમત મળતી નથી. જેની અસર હાથશાળ વણકરોની રોજગારી ઉપર પડે છે. હાથશાળ વણકરો અનુસૂચિત જાતિના અને આર્થિક રીતે નબળા તથા ગરીબી રેખા હેઠળ હોઇ તેમની રોજગારી ટકાવી રાખવી જરૂરી જણાયેલ છે. જેથી હાથશાળ વણકરો ગુણવત્તાયુકત ઉત્‍પાદન કરે તે માટે ગુણવત્તાયુકત સુતર પલબ્‍ધ કરાવવા સુતર ઉપર સહાય આપવાની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.

નાણાંકીય સહાય : એન.એચ.ડી.સી. ધ્‍વારા માન્‍ય ડેપોમાંથી હેન્‍ક યાર્ન સ્‍વરૂપે ખરીદી કરે તો સુતરની ખરીદીના ૧૦ ટકા સહાય મળવાપાત્ર છે. હાલ ગુજરાત રાજ્‍ય હાથશાળ અને હસ્‍તકલા વિકાસ નિગમ લી. ગાંધીનગર મિલ ગેટ પ્રાઇસ યોજના હેઠળ એન.એચ.ડી.સી.ના ડેપોની માન્‍યતા ધરાવે છે. જેની પાસેથી મંડળી/સંસ્‍થા એન.એચ.ડી.સી. ના સુતરના ભાવ કરતાં ૧૦ ટકા ઓછા ભાવથી ખરીદી કરી શકશે.

ઠરાવ : સરકારી ઠરાવ માટે અહીં ક્લીક કરો

હાથશાળ કાપડના વેચાણ ઉપર રાજ્યમ સરકારનું તહેવારો દરમ્યાાન ૧૦ ટકા ખાસ વળતર

તહેવારો દરમ્‍યાન વેચાણમાં વધારો થાય તેમજ બજારમાં સ્‍પર્ધાત્‍મક રીતે ટકી શકે તે હેતુસર ૧૨૦ દિવસ માટે ખાસ તહેવારો દરમ્યાન વળતર આપવાનું નક્કી કરેલ છે. આ યોજનાનો હેતુ રાજ્‍યની હાથશાળ મંડળીઓને તેમના ધ્‍વારા ઉત્‍પાદિત થયેલ માલની કિંમતમાં ગ્રાહકોને મહત્તમ લાભ મળે તથા મંડળીઓ બજારમાં હરીફાઇમાં ટકી શકે તે માટે વળતર આપવા માટેનો છે. સાથે સાથે આ લાભ વણકરો સુધી પહોંચે અને તેમનું કાર્ય કૌશલ્‍ય વિકસે તે પણ આ યોજનાનો હેતુ છે.

નાણાંકીય સહાય : કમિશનર, કુટિર અને ગ્રામોઘોગ, ગુજરાત રાજ્‍ય, ગાંધીનગર ધ્‍વારા ૧૨૦ દિવસ નક્કી કરવામાં આવે તે દિવસો દરમ્‍યાન થયેલ હાથશાળ માલના વેચાણ પર ૧૦ ટકા સહાય મળવાપાત્ર છે.

સંપર્ક: જે તે જિલ્લાના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર

ઠરાવ : સરકારી ઠરાવ માટે અહીં ક્લીક કરો

વ્યકિતગત હાથશાળ વણકરોને હાથશાળ આપવાની યોજના

હાથશાળ વણકરો જુના ઢાંચાની શાળ ઉપર ઉત્‍પાદન કરે છે. પરીણામે સારી ગુણવત્તાવાળુ ઉત્‍પાદન કરી શકતા નથી. તેથી આ યોજનાનો હેતુ હાથશાળ વણકરોને અઘતન શાળ આપવાનો છે. અઘતન શાળ ધ્‍વારા હાથશાળ વણકરો વધુ ગુણવત્તાવાળું ઉત્‍પાદન કરી પોતાના ઉત્‍પાદનની સારી કિંમત મેળવી શકે અને બજારની હરીફાઇ સામે ટકી શકે તે યોજનાનો હેતુ છે. આ યોજના હેઠળ પ્રતિશાળ રૂા.૨૧૬૨૨ (કે જેમાં ૬૫ ટકા એટલે કે રૂા.૧૪,૦૫૪.૩૦ ની સબસીડી અને ૩૫ ટકા એટલે કે રૂા.૭૫૬૭.૭૦ હાથશાળ વણકરનો ફાળો)  ની મર્યાદામાં કમિશનર,  કુટિર અને ગ્રામોઘોગ ધ્‍વારા માન્‍ય સ્‍પેશીફીકેશન મુજબની શાળ ગ્રીમકોને પુરી પાડવામાં આવશે.

સંપર્ક:  જે તે જિલ્લાના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર
ઠરાવ સરકારી ઠરાવ માટે અહીં ક્લિક કરો

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 10/21/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate