ઉર્દુ ભાષાએ એક ભારતીય ભાષા છે જે ફારસી ભાષા માંથી ઉત્પન્ન થયેલી ભાષા છે. ફારસી ભાષા માંથી બે ભાષાઓ નો ઉત્પન્ન થઈ હતે જેમાં એક ઉર્દુ અને બીજી હિન્દી આ બંન્ને ભાષાઓ બોલવામાં એકજ છે પણ લખવામાં તફાવત છે જેમાં હિન્દી ભાષા દેવનાગરી લીપી માં લખાય છે અને ઉર્દુ અરબી લીપીમાં લખાય છે પણ ભાષાઓ બંન્ને એકજ છે જેમાં કોઈ તફાવત નથી પણ આજે આપણે બંન્ને ભાષાઓને વહેંચી નાખી છે ઉર્દુ ને મુસલમાનોની ભાષા અને હિન્દીને હિન્દુઓની ભાષા આમ વહેંચણી કરીને દેશમાં અલગ અલગ સમુદાયો વચ્ચે ભેદભાવ ઉભો કરવાના અખતરા કરવામાં આવી રહયા છે. જેટલો વિકાસ હિન્દી ભાષાનો થાય છે એટલો ઉર્દુ ભાષાનો થવો જોઈએ જેમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ ઉભા થવા જોઈએ નહી.
કોઈ કહે કહે છે ઉર્દુ મુસલમાનોની જ ભાષા નથી તે ભાષા પ્રેમચંદ, સરનાથ સરશાર, વગેરે નામી અનામી સાહીત્ય કારોની ભાષા છે જેઓ મુસલમાન ન હતા તેઓ હિન્દુ હતા તે છતાંય તેઓ આ ભાષાને માન આપી તેના વિકાસ માં સારા પ્રમાણ માં યોગદાન આપ્યો.
આ ભાષા સમગ્ર ભારતવાસીઓને મળેલી એક અનોખી ભેટ છે.ઉર્દુ એ ભારતની સામાજીક આર્થીક એકતાને મજબુત કરી શકે એવી ભાષા છે.તેનો વિકાસ ભારત ભર માં ખુબજ સારા પ્રમાણ માં થઈ રહયો છે પણ અમુક અંશે તેની પ્રગતિ માં રૂકાવટ પણ પેદા થાય છે.આ ભાષા ભારતીય મુળની ભાષા છે.
ઉર્દુ ભાષા નો અનુભવ દરેક ભારતીય નાગરીક ને હોવો જોઈએ એ જરૂરી છે.આજે આ ભાષા ખુબજ ઓછા પ્રમાણ માં વપરાશ થઈ રહી છે.જેનુ મુળ કારણ દેશમાં વિદેશી ભાષાઓનો ઉપદ્રવ વધી રહયો છે જેથી ભારતીય મુળ ભાષાઓ નુ વર્ચસ્વ ઘટવા લાગ્યુ છે. જેથી દેશમાં માહોલ પણ બગડવા લાગ્યુ હોય તેમ જણાઈ રહયુ છે. અમુક સંસ્થાઓની સકારત્મક ભુમીકા હોવા છતાંય ઉર્દુ ની તાલીમ આપનારાઓની અછત જણાઈ રહી છે.
ઉર્દુ ભાષામાં સૌથી વધુ પ્રમાણ માં મહીલાઓ આગળ પડતી છે ઘણી શૈક્ષણીક સંસ્થાઓમાં ૭૦ ટકા જેટલી પ્રોફેસર મહીલાઓ જ છે. ઉર્દુ ભાષાના શિક્ષણ લેવામાં પુરૂષો ની સંખ્યામાં ખુબજ ઘટાડો જોવા મળી રહયો છે. જેમાં મહીલાઓ વધુ શિક્ષીત નથી થઈ શકતી જો તેમને વધુ પ્રોત્સાહન આપવામાં આવે તો પણ આ ભાષા નો વિકાસ તેજી થી વધી શકે છે.
આ ભાષા ના વિકાસ માટે ઘણા નામી અનામી સાહીત્યકારો બલીદાન આપી રહયા છે જેઅ ગઝલ, નાત નઝમ શેર શાયરી ગીત ,મૈયારી વગેરે નું પ્રમાણ વધતાં જ ઉર્દુ ભાષા નુ પ્રચાર પ્રસાર થવા લાગ્યો છે.
આજે દેશની ગણા રાજયો માં ઉર્દુ વિષય પર શિક્ષણ આપવામાં આવતું જ નથી જયાં આપવામાં આવે છે ત્યાં ખુબ જ કઠીણાઈ થી તેઓ પોતાની પરીક્ષા માં ઉતીર્ણ થાય છે કેમ કે ઉર્દુ સ્તર નુ શિક્ષણ ખુબજ કઠીણ છે પણ તેનાથી વધુ જરૂરી પણ છે.જેથી ગમેતેવી સમસ્યા હોવા છતાં ઉર્દુ નું શિક્ષણ મેળવવું જ જોઈએ.
આજે આ ભાષાનું પ્રમાણ વધે તે માટે ખુબજ પ્રયત્નો કરવામાં આવી રહયા છે ઉર્દુ નું પ્રમાણ વધશે તો રાષ્ટ્ર માં એકતાનો પ્રવાહ વહેવવા લાગશે. જેમાટે તમામ જાતી, સમાજ, ધર્મ ના લોકોએ કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર આપણા રાષ્ટ્રના હીત માટે રાષ્ટ્રીય ભાષાના વિકાસ માટે પ્રયત્નો કરવા જોઈએ તેમજ શેક્ષણીક સંસ્થાઓમાં આ વિષય ખાસ શીખવવામાં આવે તેવા પ્રયત્નો કરવા જોઈએ તો આ ભાષા નુ પ્રભુત્વ વધશે તેની સાથે સાથે આપણી એકતા મજબુત થશે તો મીત્રો આજે જ આપણે ઉર્દૂ ભાષા વિશે વધુ જાણકારી મેળવીએ અને તેને શીખી ને તેના વિકાસ માટે આપણાથી થાય તેવા જરૂરી પ્રયત્નો કરીએ.
લેખઃ બિહારી હારૂનખાન મહેમુદખાન, મેપડા
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/8/2020