অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સમુહ લગ્ન

સમુહ લગ્ન

આજે વધતી જતી જન સંખ્યા  તેમજ વધતી માંઘવારી માં સમાજના વિવિધ પ્રકાર ના રિવાજો માં પરીવર્તન થઈ રહયુ છે. ઘણા સમાજો જુના રીવાજો બંધ કરીને નવા રીવાજો શરૂ કરી રહયા છે તેમાં ઘણા સમાજો તેમની સામાજીક મર્યાદાઓ જળવાય રહે તે માટે રીવાજો બદલવા માટે તૈયાર નથી જેથી તે સમાજો પ્રગતિના બદલે પડતી તરફ ધકેલાઈ જતા હોય છે. માનવી ને કયાંય જવાનો સમય નથી તેને માત્ર પૈસાનો લોભ છે તેથી તે ટુંકા ગાળા માં થતું હોય તેવુ જ કામ કરવા  મથામણ કરતાં હોય છે.

દરેક સમાજો માં સૌથી મોટી સમસ્યા લગ્ન ના રીવાઝો ની છે જેના કારણે જેતે સમાજો લગ્ન ના રીવાઝો બાબતે જાણી ગયા છે તે આગળ વધી રહયા છે જેઓ આજ સુધી તેમાં પરીવર્તન લાવવા માટે પ્રેરાયા નથી તે હજી પણ પછાત પણા તરફ ધકેલાઈ રહયા છે સમાજ માં લગ્નના રિવાઝો માં જલસા વાળા કે દેખાવા વાળા જે લગ્ન થાય છે તેના પર પ્રતિબંધ મુકી દેવો જોઈએ જેના કારણે સમાજના લોકો ને ખુબજ મોટુ નુકશાન થતું હોય છે જેમકે સમય,પૈસો વગેરેને વેડફાઈ જતી હોય છે જેમાં એક વ્યકતિના લગ્ન હોય ત્યાં આખા સમાજ ને આ મુસીબત નો સામનો કરવો પડતો હોય છેજે સમાજો મોટા અને દુરદુર ના ગામડીયા ધરાવતા સમાજો હોય તો અને એક સીઝન માં વધારે પ્રમાણ માં લગ્ન હોય તો કેવી રીતે દરેક જગ્યાએ પહોંચવું, સમય સાચવવો કે કામ સાચવવું જરા વિચાર કરો,જો કોઈના ત્યાં ના જઈ શકીએ તો પણ રીસાઈ જાય તો કરવુ શું એક લગ્ન માં એક સમાજ નો એક જ માણસ નહી પણ આખું સમાજ હિલ્લોળે ચડી જતું હોય છે, કયાં જવું ને શું કરવું તે સુજે જ નહી આ બાબતે એક જ સમયે એક જ સ્થળે ઓછા ખર્ચે લગ્ન થાય તેવી પ્રથા બહાર પાડવી જોઈએ.

આ સીવાય લગ્ન કરનારા પણ વિવિધ ખર્ચ કરવામાં મશ્ગુલ બની જતા હોય છે, જેમકે બેન્ડ વાઝુ, ડાન્સર, વિડીયો ગ્રાફી વગેરે તાયફા કરતા હોય છે જેના પાછળ લાખો રૂપીયા ખર્ચાઈ જવાની આશંકા રહેતી હોય છે. આ ખર્ચા પણ લોકો એકબીજાની દેખા દેખી થી કરતા હોય છે, જાણી જોઈને શુ કામ દેવાદાર બનો છો, આટલો ખર્ચ નહી કરો તો પણ લગ્ન થશે તમે કોઈ પાછા નહી કાઢી મુકે આમ લગ્નો માં થતા ખર્ચ પર કાબુ મેળવવા પ્રયત્ન કરશો.

આ બાબતે સમાજ ના દરેક નાગરીકોએ જાતે નિર્ણય લેવો જોઈએ. આવી મહા મુસીબતથી બચવા શુ કરવુ જોઈએ. તે માટે એક માત્ર ઉપાય છે તે ‘‘ સમુહ લગ્ન ’’. સમુહ લગન ની મારા મત મુજબ ની વ્યાખ્યા ‘‘એક જ સમયે એક જ ખર્ચ માં એક થી વધુ લગ્ન કરવાની આધુનીક ટેકનોલોજીકલ રીવાજ એટલ સમુહ લગ્ન  આ પ્રથા અત્યાર સુધી માં અડધા ભાગના સમાજો માં શરૂ થઈ ગઈ છે જે સમાજો માં આ પ્રથા લાગુ કરી દેવાઈ છે તે સમાજ પુર ઝડપે પ્રગતિ ના પંથે આગળ વધી રહયો છે એ સમાજો એ સામાજીક ની સાથે સાથે શૈક્ષણિક આર્થીક ક્ષેત્રે પણ સારો વિકાસ કરી ચુકયા છે.આ પ્રથા અમલ માં મુકવાથી સમાજ માં લગ્ન ના નામે થતાં તાયફા કે ખોટા ખર્ચ પર પુર્ણ અંશે કાબુ મેળવી શકાસે, તમે એક વ્યકતિ ના લગ્ન માં પણ આખુ સમાજ જાય છે અને આખા સમાજ નો સમુહ લગ્નોત્સવ હોય ત્યાં પણ આખો સમાજ હોય છે માત્ર તફાવત એટલો એ વ્યકતિગત લગ્ન માં માત્ર એક જ વ્યકતિના લગ્ન થાય છે અને સમુહ લગ્નોત્સવ માં સમાજના તમામ અમીર ગરીબ ના લગ્ન થતા હોય છે.

ઘણા લોકો નું એવુ પણ થાય છે કે સમુહ લગ્ન અમાર માટ ની હી જે પૈસ ટક થાક ગીયે ઈયોક માટ હી’’આવી  ગ્રંથી ગણા ઘમંડી અમીર લોકોના મગજ માં ફસાઈ ગયેલી હોય છે જેનાથી આવા સામુહીક સામાજીક પ્રસંગો થતા હોય તો પણ અટકી જતા હોય છે આવા લોકો આવી ગ્રંથી પોતાના મગજ માંથી બહાર ફેકી દેવી જોઈએ તો જ બીજા ગરીબ કે મધ્યમ વર્ગ ના લોકો આ પ્રથા લાગુ કરવા સહયોગ આપશો.

સમાજોમાં પરીવર્તન લાવવુ જ હોય તો સમુહ લગ્ન થવા જ જોઈએ જો સમુહ લગ્ન ના થાય તો જે તે લગ્ન કરનારા જાતે જ જાગ્રુત બને તો પણ ઘણું જ છે. જો તેઓ વધારા ખર્ચ વાળી તાયફા કરીને લગ્ન કરવાને બદલે સમુહ લગ્નમાં કે ઘર મેળે સૌથી ઓછા ખર્ચ માં લગ્ન કરી શકે છે. પણ આજે લોકો એક બીજાની હરીફાઈ કરવામાં થી ઉંચા આવતા નથી, આ બાબતે ઉચ્ચ વર્ગના લોકોએ જાતે વિચાર કરવો પડશે, તેઓ આ પ્રથા ને અમલ માં લાવવા માટે આગળ આવશે તો જરૂર કંઈક બદલાવ આવશે એમ માની શકાય છે. તેઓ ની સાથે સાથે ગરીબ કે મધ્યમ વર્ગના લોકો પણ ખેંચાય ને આ મહા અભિયાન માં જોડાશે. તો આ બાબતે સૌ મીત્રો એ જાતે જ નિર્ણય લેવો જોઈએ.

જે સમાજો માં સમુહ લગ્નની પ્રથાઓ અમલ માં આવી ગઈ છે તે સમાજો ના પોતાના દવાખાના સ્કુલો ચબુતરા પુસ્તકાલયો આ બધું જ છે પણ જેઓ આ પ્રથામાં સામેલ થવાને બદલે પાછી પાની કરે છે તેઓ ને આજ સુધી કોઈ વિકાસ કરી શકયા નથી.

ઘણા લોકો ને વિશાળ સબંધો બંધાયેલા હોય છે જેઓનું કહેવુ એવુ થાય છે કે અમો સમુહ લગ્ન ન જોડાવાનું કારણ અમારૂ વિશાળ મીત્ર સર્કલ છે જેઓની સાથે અમો જીવન ભર રહયા હોય અને પુત્ર/પુત્રી ના લગ્ન ટાણે એમને આમંત્રણ ના અપી શકીએ તો આવા લોકો આવી નાજુક કારણ થી સમુહ લગ્ન માં જોડાતા નથી  તો તેઓએ સ્વેચ્છાએ સમુહ લગ્નમાં જોડાઈ ને સમાજના હીતાર્થે મહાન કાર્ય કરીને બીજા કે ત્રીજા દિવસે વલીમો/રીશેપ્સન રાખીને સબંધીઓને બોલાવીને તેમને પણ સાચવી શકાય છે. આમ કરવાથી તમો સમાજના પણ રહેશો અને સબંધીઓના જો તમે સમુહ લગ્નમાં નહી જોડાઓ અને મોટા તાયફા કરીને ઘરે લગ્ન કરશો તો તમે માત્ર તમારા સબંધીઓના રહેશો સમાજ ના નહી રહો તો મીત્રો આપણે સમાજ અને સબંધીઓના રહેવાનું હોય તો સમાજના હીતાર્થે લગ્ન ટાણે થતા લાખો રૂપીયા ને બચાવી તે રૂપીયા સમાજ માટે વપરાશ કરવાનું આયોજન કરશો જેથી સમાજના લાખો જરૂરીયાત મંદ લોકોને તેનો લ્હાવો મળી શકે.

સમુહ લગ્ન કરવાથી ખુબજ પ્રમાણ માં ફાયદો જોવા મળે છે જેમાં પ્રથમ તો જે લોકો લગ્ન કરે છે તેઓને કોઈ પણ ઝંઝટ વગર લગ્ન થાય અને દુર દેશપરદેશ રહેતા આપણા સમાજ ના હજારો મહેમાનો એક દિવસ નો સમય મેળવીને લગ્ન કરનાર દંપતીઓને આશીર્વાદ આપી શકે લગ્ન કરનારાઓને વ્યકતિગત થતા ખર્ચ માં પણ ઘટાડો થાય આમ જે ખર્ચ માં ઘટાડો થાય તો તે રકમ તેઓ તેઓના બાળકો ને સારૂ શિક્ષણ આપી શકસે. જો તો પણ રકમ વધશે તો તેઓ અન્ય સમાજના જરૂરીયા મંદ લોકોને મદદ રૂપ થશે, સમુહ લગ્ન સમયે દાન ભેટ હુંડી સ્વરૂપે એકત્રીત થયેલ રકમ પણ સમાજના હિતાર્થે કામ આવી શકે છે જે રકમ કોઈ ઔધોગીક ક્ષેત્રે રોકાણ કરવામાં આવે અને તે ઉધોગ માં આપણા જ સમાજ ના યુવાનો ને રોજગારી પુરી પાડી શકે છે આમ સમુહ લગ્ન થી કોઈ ગેર ફાયદા થાય એવુ જણાય આવતું નથી તેમો સર્વત્ર ફાયદા જ જોવા મળતા હોય છે.

આથી મીત્રો તમારે તમારા સમાજ માં ફેલાયેલા અંધકારને મુકત કરી રોશની ફેલાવવી હોય તો લગ્નના રીવાઝો માં તાયફા, જલ્સા, ખોટા ખર્ચા બંધ કરી, ઓછા ખર્ચે સમાજના હિતાર્થે ફાયદો થાય એવી રીતે લગ્નના આયોજન કરશો જેથી સમાજના કોઈ નાગરીક ને કોઈ પરેશાની ના આવે. આ માટે સમુહ લગ્ન અથવા ઘર મેળે લગ્ન આ બે સૌથી ઉત્તમ ઉપાય છે તો મીત્રો હવે જાગ્રુત બનો તમે તમારા સમાજ માટે આજથી આવનારી લગ્નસરા ની સીઝનમાં સમુહ લગ્ન ફરજીયાત બનાવરાવો અથવા ઘરમેળે લગ્ન પ્રથા અમલ માં મુકો એવી મારી સમામ સમાજોના લોકો સામે આપેક્ષા છે.

લેખઃ બિહારી હારૂનખાન મહેમુદખાન મેપડા વડગામ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate