ન્યાય સમિતિએ દહેજના ખપ્પરમાં હોમાતી એક દીકરીને બચાવી.
નામ : શેખ સલમાબેન રસીદભાઈ ઉમર : ૩૭ વર્ષ
ગામ: કુડાસણ તા. : સંતરામપુર જી: દાહોદ વ્યવસાય : ઘરકામ
સલમાબેનનું પિયર ગુજરાતના દાહોદ જીલ્લાના કુડાસણ ભોઈ ફળિયામાં છે. તેઓને બે ભાઈઓ અને એક બહેન છે. તેઓ મુસ્લિમ સમાજના હોઈ તેમના રીતિરિવાજ અનુસાર તેમના લગ્ન ૨૩ વર્ષની ઉમરે લુણાવાડા તાલુકાના કોઠંબા ગામે રહેતા તેમના ફોઈના દીકરા મોહસીનભાઇ નબીભાઈ સાથે કરવામાં આવ્યાં. સલમાબેનના પતિ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે.પરંતુ બહેનના પિતા અનાજ દળવાની ઘંટી ચલાવી તેમની સાવ ઓછી આવકમાંથી તેમના પરિવારના અને સામાજિક ખર્ચાઓ કાઢતા હોવાથી બહેનના લગ્ન સમયે તેમણે બહેનને દહેજ ઓછું આપ્યું હતું.આથી અવારનવાર તેમના પતિ અને સાસુ બહેનને તેમના પિયરમાંથી અમુક કિમતી ચીજવસ્તુઓ લઇ આવવા કહેતાં. જે મુજબ બહેન તેમના પિતા પાસેથી લાવીને સાસરીવાળાને લાવીને આપતાં. હાલમાં બહેન તેમના સાસુ-સસરા સાથે સંયુક્ત કુંટુંબમાં રહે છે
આમ કરતા –કરતા તેમને તેમના લગ્નજીવન દરિમયાન એક બાબો આવ્યો.. તેમ છતાં દહેજના કારણે થોડા થોડા સમયે ઘરમાં કલાત થયા કરતો. એક રાતે બહેનના સાસુએ તેમને ખુબ મારીને ઘરની બહાર કાઢી મૂકી અને તેમનો એક વર્ષનો દીકરો પણ તેમની પાસેથી છીનવી લીધો. તદુપરાંત તેમના પતિએ તેમને પિયરે જઇ રૂપિયા ૪૦૦૦૦/- લઇ આવવા કહ્યું. જેનો વિરોધ કરતા બહેને કહ્યું કે મારા માતા-પિતાની આર્થિક સ્થિતિ સારી નથી એટલે હવેથી હું તેમની પાસે કઈ નહિ માંગું’ જેના કરને તેમને ઘરની બહાર આખી રાત રહેવું પડ્યું.
આખી રાત ઘરની બહાર પોતાના દીકરાને લઈને રહી અને પછી વહેલી સવારે તેમણે પાડોશી પાસેથી થોડા રૂપિયા ઉધાર લઈને પોતાના પિતાને ફોન કરીને રાતે બનેલી બીનાની પૂરી વાત કરી. પછી પિતાના કહેવાથી સલમાબેન સંતરામપુરની ન્યાય સમિતિના સભ્ય નસીમબહેન પાસે ગયાં અને તેમને બનાવની પૂરી વિગત જણાવી. આથી નસીમબહેન તેમને લઈને તેમની ફરિયાદ નોધાવવા પોલીસ સ્ટેશને ગયાં. ત્યાં જઈને તેમણે બહેનને ઘરમાંથી કાઢી મુક્યાની અને તેમનો ધાવતો બાબો લઇ લેવાની ફરિયાદ બહેનના સાસરીવાળાની વિરુદ્ધમાં નોધાવી.. જેના પરિણામે પોલીસના કહેવાથી બહેનના સાસરીવાળા ટ્રેકટર ભરીને માણસોને લઈને સંતરામપુર પોઈલ્સ સ્ટેશને આવી ગયાં અને પોઈલ્સની હાજરીમાં જ નસીમબહેન સાથે સલ્માંબહેનને સાથ આપવાં બદલ ઝઘડો કરવા લાગ્યાં. આ પછી વકીલ અને પોલીસની મદદથી બહેનને તેમના ધાવતા બાળકની કસ્ટડી લેવા મ૩એ કેસ કર્યો.જેથી ૩-૪ દિવસમાં કોર્ટે બહેનને તેમનું બાળક અપાવી દીધું.
આ પછી રૂપિયા ૨૦/- ના સ્ટેમ્પ પર બહેનના પતિ તેમને ક્યારેય શારીરિક – માનસિક ત્રાસ નહિ આપે તેવું લખાણ કરવી ન્યાય સમીતીને વચ્ચે રાખીને સમાધાન કરાવી લીધુ.
ન્યાય સમિતિ દ્વારા તે પછી બહેનનું ફોલોઅપ કરતા જાણવા મળ્યું છે કે હવે બહેનને સાસરીમાં સારી રીતે રાખે છે અને તેમની પાસેથી કોઈ જાતના દહેજની માંગણી પણ કરવામાં આવતી નથી.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020