તળાજા તાલુકાના ઉમરલા ગામના કાળુબહેનના લગ્ન ર૦ વર્ષની ઉંમરે સમાજના રીતિરિવાજો મુજબ ઘોઘા તાલુકાના ભુંભલી ગામે રહેતા અલુભાઇ જબરાભાઇ હરકટ સાથે થયાં હતાં.સાસરીમાં તેઓ તેમના પતિ , સાસુ—સસરા અને નણંદ સાથે રહેતાં. તેઓ ખેતી અને ખેતમજૂરી કરી તેમના કુટુંબનું ગુજરાન ચલાવતાં.દસ વર્ષના લગ્નજીવન દરમિયાન તેઓ એક પાંચ વર્ષની દીકરીના માતા બન્યાં સમય જતાં વગર કોઇ કારણે તેમના સાસરીવાળાંઓએ તેમને શારીરિક— માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું.છેલ્લે કાળુબહેનને તેમની દીકરી સાથે તેમના પિયરમાં કાઢી મૂકવામાં આવ્યાં.
કાળુબહેનના એક સંબંધી એવા —શ્રી ઝીણાભાઇએ જયારે આ વાત સાંભળી ત્યારે તેમને યાદ આવ્યું કે ઉત્થાન સંસ્થા દ્વારા ચાલતા લોક શિક્ષણ કેન્દ્ર — દરિયાઇ અંતર્ગતની ન્યાય સમિતિ મહિલાઓ પર થતી ઘરેલૂ હિંસા અને મહિલા અધિકારો જેા મુદ્દાઓને સંબોધે છે. આથી તેમણે કાળુબહેનના પ્રશ્નની રજૂઆત ભાવનગરની ન્યાય સમિતિ સમક્ષ કરી . જેના પગલે ન્યાય સમિતિના બહેનોએ બહેનના ઘરની મુલાકાત લઇ તેમની મુશ્કેલી જાણી પણ કાળુબહેને તેમના સાસરીપક્ષના વિરુધ્ધમાં કોઇ જ કાર્યવાહી કરવાની તૈયારી બતાવી નહીં. આથી બહેનના ઘરના, ઝીણાભાઇ અને ન્યાય સમિતિના બહેનોએ તેમને તેમના અને તેમની દીકરીના ભવિષ્યની અને ન્યાય સમિતિની અસરકારક કામગીરીની વાત સમજાવતાં આખરે તેઓ ઘરેલૂ હિંસાના કાયદા હેઠળ તેમનો કેસ નોંધાવવા તૈયાર થયાં આમ, ન્યાય સમિતિ દ્વારા ઉપર્યુકત કાયદા હેઠળ કાળુબહેનનો કેસ નોંધાવતાં કોર્ટ દ્વારા તેમના સાસરી પક્ષના માણસોને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો અને કાળુબહેનન પર તેમના દ્વારા ગુજારાયેલ શારીરિક માનસિક ાાસ અંગે સઘન પૂછપરછ કરવામાં આવી.કોર્ટની કાર્યવાહી દરમિયાન પણ બહેનને તેમના સાસરિયાં તરફથી જાતજાતની ધમકીઓ આપવામાં આવતી પણ ત્યારે ન્યાય સમિતિના બહેનોએ કાળુબહેનને કેસ લડી લેવાની ખૂબ હિંમત આપી.
આમ, આ બધી કોર્ટની પ્રક્રિયાઅૌ થયા પછી ટૂંક સમયમાં જ ઘરેલૂ હિંસાના કાયદા હેઠળ બહેનને એવો ન્યાય આપવામાં આવ્યો કે તેમના સાસયિાં આવીને તેડિ ગયાં અને હવેથી કયારેય કાળુબહેનને શારીરિક માનસિક ત્રાસ તેમની પર નહીં ગુજારે તેની કોર્ટને બાંહેધરી પણ આપી.આપણા સમાજમાં આજે પણ એવા ઘણા બહેનો છે જેાો તેમના પતિ નો સાસરિયાં દ્વારા અપાતો શારીરિક માનસિક ાાસ મૂંગા મોંઢે સહન કર્યા કરે છે. પરંતુ જો બહેનો આવી રીતે પોતાના પ્રશ્નો ન્યાય સમિતિ પાસે લાવે તો તેમને જરૂરથી પૂરતો ટેકો મળી રહે અને ઘરેલૂ હિંસાના કાયદા હેઠળ તેમને ટૂંક સમયમાં ન્યાય પણ મળી રહે.
સ્ત્રોત: ઉત્થાન ટીમ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/29/2019