પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના યુવાઓમાં ટેકનિકલ જ્ઞાનની વૃધ્ધિ થાય અને તેમને રોજગારી મળે તે માટે કટિબધ્ધ છે. ટેકનિકલમાં રોજગારીમાં વૃધ્ધિ થાય તે માટેના સરકારના નિર્ણય માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક નવી રોજગારક્ષમ ટ્રેનિંગ સ્કીમનો આરંભ કર્યો હતો, જેને પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના એટલે PMKVY નામ આપવામાં આવ્યું છે. સરકાર રોજગાર આપવા માટે પહેલા ટેકનિકલ જ્ઞાન આપવા માટે ટ્રેનિંગ આપશે અને ત્યારબાદ રોજગાર આપવાનું કામ કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજનાની જાહેરાત કરતા દેશના 24 લાખ નવયુવકોને રોજગારી આપવાનું લક્ષ્ય રાખ્યું છે. કૌશલ વિકાસ યોજનાનો લાભ લેવા કોઇપણ બેરોજગાર અરજી કરી શકે છે. આ યોજનામાં 10મીથી લઇને ગ્રેજ્યુએટ સુધીના બેરોજગારોને સહાયતા મળશે, જ્યારે ભણેલા-ગણેલા યુવાનોને પણ આ યોજનાનો લાભ મળે તે દિશામાં હાલ કામ ચાલી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેરોજગારીની સમસ્યાને દુર કરવા માટે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાને લોન્ચ કરી હતી. આ યોજનાનો હેતું ઈન્ડસ્ટ્રીની ડિમાન્ડ પ્રમાણે યુવાઓની સ્કીલ ડેવલોપ કરવાનો છે. યુવાઓને એવી ટ્રેનિંગ આપવામાં આવે છે, જેનાથી તેમને ઝડપથી જોબ મળી જાય. જોકે સવાલ એ ઉઠે છે કે શું સરકારે દેશમાં ટ્રેનિંગ પ્રોવાઈડર બનાવવાનો નિર્ણય કર્યો છે. સરકાર કોઈ ઈન્ડીવિઝયુઅલ, એનજીઓ, એજન્સીઓ કે કંપનીને ટ્રેનિંગ માટે અધિકૃત કરે છે. તેની પ્રોસેસ ખુબ જ સરળ છે. ચાલો જાણીએ શું છે તેની પ્રોસેસ અને તમારે કઈ રીતે એપ્લાઈ કરવાનું રહેશે....જો તમે ટ્રેનિંગ પ્રોવાઈડર બનવા માંગો છો કે તમે ટ્રેનિંગ સેન્ટર ખોલવા માંગો છો તો તમારે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અંતર્ગત સ્માર્ટ પોર્ટલમાં પોતાનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ટ્રેનિંગ પ્રોવાઈડરે રજિસ્ટ્રેશનના સમયે 10 હજાર રૂપિયા જમા કરાવવાના રહેશે. જયારે ટ્રેનિંગ સેન્ટર માટે તમારે 12 હજાર રૂપિયા અને 1000 રૂપિયા પ્રતિ જોબ રોલ ફીસ આપવાની રહેશે. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના સંપૂર્ણ જાણકારી માટે અહીં ક્લિક કરો
કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનો લાભ લેવા દેશમાં અધિકૃત સેન્ટરની યાદી બહાર પાડી છે. આ યોજનાનો લાભ દેશના દૂર અંતરિયાળ ગ્રામીણ ક્ષેત્રોમાં પણ સેન્ટર ખોલવામાં આવ્યા છે.
આ સેન્ટરના લિસ્ટમાંથી બેરોજગાર જ્યા ટ્રેનિંગ લેવા ઇચ્છતો હોય તે અધિકૃત ટ્રેનિંગ સેન્ટરમાં જઇ પોતાની ઇચ્છાઅનુસાર કોર્સ સિલેકટ કરી શકે છે. ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ સર્ટિફિકેટ લેવાનો હક્કદાર રહેશે અને આ યોજના હેઠળ રોજગાર માટે પ્રેરિત કરવામાં આવશે તેમજ સહાયતા મળશે.
સ્ત્રોત:
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 2/11/2020