অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગ્રામ વિકાસ

પ્રસ્તાવના

ગુજરાત સરકાર દ્વારા સમન્વિત ગ્રામીણ વિકાસના મહત્વને સમજીને, ગ્રામ્ય જીવનને વધુ સારું બનાવવા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અને આવા સતત પ્રયાસોના સારા પરિણામો પ્રાપ્ત થયા છે. ગુજરાત વિકાસ મોડલ નો આધાર "જન ભાગીદારી" છે, કે જે એના વાક્ય "સૌનો સાથ સૌનો વિકાસ" માં પ્રતિબિંબિત થાય છે. ગ્રામ્ય વિકાસ ની જે ગાથાઓ ગુજરાતમાંથી ઉદ​ભવી રહી છે એ બતાવે છે કે રાજ્ય સરકાર આ મોડેલ દ્વારા લોકોના જીવનધોરણને ઉંચુ લાવી રહી છે.

ગુજરાત રાજ્યએ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજના (MGNREGS) ના ભંડોળ નો ટકાઉ અને ઉપયોગી અસ્ક્યામાતોના નિર્માણ ,ગ્રામીણ અર્થવ્યવસ્થા ના વિકાસ, પર્યાવરણ સંરક્ષણ, ગ્રામીણ મહિલા સશક્તિકરણ,ગ્રામ્ય શહેરી સ્થળાંતર ઘટાડવા અને સામાજિક સમાનતાને વેગ આપવામાં અસરકારક ઉપયોગ કરેલ છે.

'મિશન મંગલમ' ગરીબી નાબૂદી અને મહિલા સશક્તિકરણ ને પ્રોત્સાહન આપતો પુરસ્કાર વિજેતા કાર્યક્રમ છે. આનો મુખ્ય ઉદેશ્ય ગરીબ પરિવાર સાથે સંકળાયેલી મહિલાઓની કુશળતા અને સ્થિતિ માં સુધારો કરવા માટે સહયોગ આપી એમનું જીવનધોરણ ઉંચુ લાવવાનું છે. આ કાર્યક્રમ નું અમલીકરણ ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની દ્વારા થાય છે.

માનનીય મુખ્ય મંત્રીશ્રી, આનંદીબેન પટેલ નો લક્ષ્યાંક સમગ્ર રાજ્ય ને રોગો મુક્ત કરવાનું છે. આ લક્ષ્યને હાંસલ કરવા માટે કેન્દ્રસરકાર પ્રયોજિત "સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) (SBM-G)" અને રાજ્ય સરકાર દ્વારા પ્રયોજિત "નિર્મળ ગુજરાત" યોજના ધ્વારા ગુજરાત રાજ્યના દરેક ગ્રામીણ ઘર ને વર્ષ ૨૦૧૯ સુધી શૌચાલય પૂરાં પાડવાનાં છે. ગ્રામીણ વિસ્તારોમાં સ્વસ્થ વાતાવરણ નાં મહત્વ થી પરિચિત કરવા અને હકારાત્મક સ્વચ્છતા વર્તન સાથે સ્વચ્છતા માટેની સુવિધાઓ અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

ગુજરાત રાજ્યનો ઘણો વિસ્તાર ખારા પાણી સાથે શુષ્ક રહે છે જે કૃષિ હેતુ માટે બિનઉપયોગી છે. આ વિસ્તાર કૃષિ માટે મોસમી વરસાદી પાણી પર મુખ્યત્વે આધાર રાખે છે. આમ અસરકારક વ્યવસ્થા અને વરસાદી પાણી નાં સંરક્ષણ માટે "જલ્સ્ત્રાવ વ્યવસ્થાપન કાર્યક્રમ(WSMP)" અમલમાં મુકેલ છે. જે પાણીના સ્ત્રોત ની અછત દૂર કરી ખેતી ને પ્રોત્સાહન આપી ગ્રામીણ પરિવારો માટે રોજગારીની તકો ઉત્પન્ન કરવામાં મદદરૂપ થાય છે.

રાજ્ય સરકાર ઘરનાં ઘરનું વ્યવહારુ અને સામાજિક મહત્વ ઓળખે છે જેથી ગુજરાત રાજ્ય "ઇન્દિરા આવાસ યોજના" ના અમલ માં સક્રિય છે , જે ગ્રામ્ય ગરીબોને પાકા આવાસ પૂરા પાડે છે. આ બધા સાથે, ગુજરાત સરકાર ગ્રામીણ જીવન ના સુધારણા માં સક્રિય રહી વધારે ઉત્સાહ સાથે તેના પ્રયત્નો ચાલુ રાખેલ છે.

મિશન અને વિઝન

મિશન

ગ્રામ્ય ગુજરાતમાં જીવનની ગુણવત્તા સુધારણા અને વૃદ્ધિ માટે રોજગારીની તકો પેદા કરવા અને સ્વચ્છતા સુવિધાઓ સુધારવા માટે વપરાશ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, આજીવિકા તકો વધારીને ગરીબી નાબૂદી માટે એક બહુપાંખિયો વ્યૂહ દ્વારા ગ્રામ્ય ગુજરાતને ટકાઉ અને વ્યાપક વૃદ્ધિ બનાવી શકાય.

વિઝન

ગ્રામ્ય ગુજરાતની વ્યાપક વૃદ્ધિ થાય

કામગીરી

  • ગ્રામ્ય ગરીબો ને ઘરના બાંધકામ માટે ભંડોળ પૂરુ પડવું.
  • MGNREGS દ્વારા રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવી.
  • સ્વયં સહાય જૂથોની રચના અને સ્વયં સહાય જૂથોને ધિરાણ અપાવવું.
  • કુશળતા તાલીમ અને પ્લેસમેન્ટ પ્રોજેક્ટ દ્વારા SHG કાર્યક્રમ ને મદદરૂપ થવું.
  • મહિલાઓ માટે આજીવિકા ની તકો વધારવા માટે તેમને વિવિધ પ્રકારની તાલીમ જેવી કે મધમાખી ઉછેર, પ્રાણી-ખાતર ઉત્પાદન, વન પેદાશ નિષ્કર્ષણ વગેરે આપવી.
  • પશુપાલન, કૃષિ પ્રસંસ્કરણ અને ખાધ પ્રસંસ્કરણ ને આસાન બનાવવું
  • બીપીએલ કુટુંબો અને સ્પેશીયલ એપીએલ કુટુંબો ને શૌચાલય બાંધકામ માટે નાણાકીય મદદ અને " સામૂહિક શૌચાલય " નું નિર્માણ કરવું.
  • ઘન અને પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન કરવું.
  • જળ સરંક્ષણ અને દુષ્કાળ નિયંત્રણ માટેની પદ્ધતિઓ વિકસાવી.
  • જળ સરક્ષણ ના માળખાં, સિંચાઇ નહેરો, મૃદા અને ભેજ સંરક્ષણ માટેની પદ્ધતિઑ નું બાંધકામ કરવું.
  • વિવિધ યોજનાઓ અને તેના ફાયદા વિશેની IEC (માહિતી, શિક્ષણ અને પ્રસારણ ) પ્રવૃત્તિઓ દ્વારા જાગૃતિ લાવવી.
  • ગ્રામ્ય સંપર્કતામાં સુધારો લાવવો.

યોજનાઓ

તાલીમ

ગ્રામીણ વિકાસ રાજ્ય સંસ્થા (એસ.આઈ.આર.ડી.)

SPIPA' ને સ્વાયત્ત સંસ્થા તરીકે માન્યતા મળતા, SPIPA અને SIRD ના સમાન દરજ્જા અને સમાન નિતિનિયમોને ધ્યાને લેતા એક જ સ્વાયત્ત સંસ્થા તરીકે બન્ને એકમો કામ કરે તો સુસંગતતા જળવાઇ રહે તેવુ અનુભવાયુ. માન.મુખ્ય સચિવશ્રીના વડપણ હેઠળ બન્ને સંસ્થાઓના સમાન બોર્ડનું સંચાલન થાય તે મુજબ, SIRD નું SPIPA માં જોડાણ (મર્જર) સરકારી કરાવ (GR) નં. VATABH-1805-914-ARTD-3, DATED 01-07-2005 થી થયેલ છે. ત્યારથી, SIRD એ SPIPA ની શાખા તરીકે કામ કરે છે.

દ્રષ્ટિકોણ

રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થાને પંચાયતી રાજ અને ગ્રામ વિકાસ ક્ષેત્રમાં ક્ષમતાવર્ધનનું શ્રેષ્ઠ કેન્દ્ર બનાવવુ તથા રાષ્ટ્ર ઘડતરની કસોટીરૂપ પ્રક્રીયામાં આવતા પડકારોને પહોચી વળવુ.

ઉદ્દેશ

SIRD એ પંચાયતી રાજ અને ગ્રામ વિકાસની વખતો વખતની યોજનાઓ અને તેના અમલીકરણ દ્વારા લાંબાગાળાનો વિકાસ સાધવાની વ્યૂહરચના સાથે આ સંસ્થા સરકારશ્રીનો મુખ્ય ઉદ્દેશ પંચાયતી રાજ અને ગ્રામ વિકાસની યોજનાઓનો વ્યાપ વધારવાનું તેમજ તેના અમલીકરણ અધિકારીશ્રીઓનું તથા ચૂંટાયેલાં પદાધિકારીશ્રીઓનું કૌશલ્યવર્ધન કરવાનું અને તેમની ભુમિકા તેમજ જવાબદારી સમજાવવાનો છે. વિકેન્દ્રીત લોકશાહીમાં છેવાડાના લાભાર્થી સુધી આ યોજનાઓનો ફેલાવો થાય તેવો આ સંસ્થાનો કાર્ય હેતુ છે.

ભવિષ્યનું કાર્યલક્ષ્ય

સરકારશ્રીની પંચાયતી રાજ અને ગ્રામ વિકાસ યોજનાના અમલીકરણ માટે સરકારશ્રીના કર્મચારીઓ - અધિકારીશ્રીઓ તેમજ પદાધિકારીશ્રીઓને વખતો વખત સેમીનાર, વર્કશોપ દ્વારા જ્ઞાનવ્રુધ્ધિ, કૌશલ્ય અને લોકાભિમુખ અભિગમ તરફ લઇ જવા.

SIRD દ્વારા ઉક્ત યોજનાઓનું મુલ્યાંકન અને દોરવણી કરવામાં આવે છે. તેના અમલીકરણ અને નિતિઘડતર માટે દિશા નિર્દેશ કરવામાં આવેલ છે. અમલિકરણ સેમીનાર બાદ આ યોજનાઓ પ્રતિ ભવિષ્યમાં કરવા યોગ્ય સકારાત્મક સુધારાઓ, નિતિનિર્ધારણ ના માપદંડો, વિગેરે માટે પ્રતિકાત્મક તાલીમ આપી નિશ્ર્ચિત કરવામાં આવે છે જેથી આગળ ઉપર સરકારશ્રીની યોજનાઓમાં ફેરફાર કરવામાં કામ કરે છે.

SIRD દ્વારા મૌલિક રીતે તાલિમ કાર્યક્રમો, નિતિ-નિયમોમાં સંસોધનો, અમલીકરણની વ્યૂહરચના અને લોકોની સહભાગીતા વધે તે માટે ઝિણવટભર્યુ આયોજન કરવામાં આવે છે જેમાં ખાસ કરીને ગ્રામ વિકાસ, પીવાનું પાણી, ગટરવ્યવસ્થા, ગ્રામાઆરોગ્ય સંભાળ, પ્રાથમિક શિક્ષણ,યુવા, બાળ અને મહિલા સશક્તિકરણ સહીતનો માનવ વિકાસ તાલીમ દ્વારા લોકોનું કૌશલ્યવર્ધન કરવું વિગેરેનો સમાવેશ થાય છે.

સમગ્ર રાજ્યમાં તાલીમ અને નાનામાં નાની બાબતો પ્રત્યે સભાનતાપૂર્વક ધ્યાન આપી સંસ્થાકિય અને વૈકતિક વિકાસ થાય વ્રુતિ વર્તુણુંક અને સંવાદીતાના આદર્શ મોડેલ ઉભા થાય પ્રેણનાત્મક, સુધારાત્મક ફેરફારો દ્વારા માનસિક તણાવ ઓછો કરી પરીસ્થીતીનું નિયમન કરી શકાય આ મુખ્ય હેતુ થી SIRDનું સંચાલન કાર્યરત છે.

ગ્રામીણ વિકાસ રાજ્ય સંસ્થા-સ્પીપા

ગ્રામીણ વિકાસ રાજ્ય સંસ્થા-સ્પીપા, સુંદર વન સામે, સેટેલાઈટ, અમદાવાદ - ૩૮૦૦૧૫

૦૭૯-૨૬૭૬૪૪૫૩

૦૭૯-૨૬૭૪૯૭૧૫

sirdguj@yahoo.co.in

સ્ત્રોત:  કમિશ્નર ગ્રામ વિકાસની ક્ચેરી, ગુજરાત રાજય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 2/9/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate