ભારતમાં ૭ કરોડ લોકો ઘરવિહોણાં છે. વિશ્ર્વમાં કુલ ૧૦-૧૧ કરોડ સામે એકલા ભારતમાં જ ૭૦ ટકા લોકો પાસે પોતાનું ઘર નથી. દેશના આર્થિક પાટનગર કહેવાતા મુંબઈમાં સૌથી વધુ બેઘર બદનસીબ લોકો રહે છે. આ સ્થિતિ આજની નથી. ઘણી બધી સમસ્યાની જેમ આ પણ ભારતની જૂની સમસ્યા છે. બે દશકા પહેલા જ્યારે વિશ્ર્વમાં ૮-૯ લાખ લોકો બેઘર હતા ત્યારે ભારતનો આંકડો ૫ કરોડથી પણ વધુ હતો. બધી જ સરકારોએ નાના-મોટા પ્રયાસો કર્યા છે ખરા, પણ એ અપૂરતા સાબિત થયા. ઊડીને આંખે વળગે એવું કામ સાડા છ-સાત દશકા પછી ય થઈ શક્યું નથી. ૨૫મી જૂન, ૨૦૧૫ના દિવસે પ્રધાનમંત્રી આવાસ યોજના સરકારે શકરી.
આ યોજના અગાઉની યોજના કરતા વધુ કાર્યક્ષમ સાબિત થઈ રહી છે અને વધુ યોજનાબદ્ધ રીતે આગળ વધી રહી છે. જે કામ છેલ્લા સાત દશકાઓમાં નથી થયું એ કામ માત્ર સાત વર્ષમાં કરવાની વડાપ્રધાનની નેમ છે. પણ વર્તમાન એનડીએ સરકારે બે વર્ષમાં આ સંદર્ભે અદ્ભુત પહેલ કરી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત માત્ર બે વર્ષમાં આ સરકારે ૬.૮ લાખ ઘર તૈયાર કરી દીધા છે અને વર્ષ ૨૦૧૯ સુધી ૧ કરોડ મકાન તૈયાર કરવાનો નિર્ધાર છે. જે રીતે યોજના આગળ ધપી રહી છે એ જોતા ૨૦૨૨માં ભારતના માથેથી "સૌથી વધુ ઘર વિહોણા લોકો ધરાવતો દેશનું કલંક ચોક્કસ ઝાંખુ કરી શકાશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત "હાઉસિંગ ફોર ઓલ સ્કીમ લોંચ કરી હતી. યોજનાનું નામ પ્રધાનમંત્રી આવાસ યોજના છે, પણ ભારતના તમામ બેઘર લોકોને ઘરની સુવિધા મળી રહે એ માટે તેમાં હાઉસિંગ ફોર ઓલનું ટેગ લગાવાયું છે. આ યોજના કેટલી વિશાળ છે એનો અંદાજ એ બાબત પરથી લગાવી શકાય કે ૨૨ ટકા શહેરીજનોને આ યોજના સ્પર્શે છે, તો ગામડાંમાં રહેતા ૨૮ ટકા લોકોને તે અસરકર્તા છે. આ યોજના હેઠળ માત્ર સાત જ વર્ષમાં બે કરોડ આવાસ બનાવવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. યોજનાને ત્રણ તબક્કામાં વહેંચી નાખવામાં આવી છે. લાંબા ગાળાના લક્ષ્યાંક પૂર્ણ કરવા ટૂંકા ગાળાનાં આયોજનો કરવાં પડે એ ન્યાયે આ યોજનાના વર્ષ પ્રમાણે ત્રણ ભાગ પાડી દેવાયા છે.પહેલા ભાગમાં યોજના શરૂ થઈ ત્યારથી એટલે કે ૨૫મી જૂન, ૨૦૧૫થી માર્ચ-૨૦૧૭ સુધીમાં દેશનાં નાનાં-મોટાં ૧૦૦ શહેરોને આવરી લેવાશે. એ શહેરોમાં જેમની પાસે રહેવા માટે છાપરું પણ નથી એવા લોકોને તાત્કાલિક અસરથી ઘર મળશે.આ યોજના હેઠળ ઝૂંપડપટ્ટીમાં રહેતા બેઘર લોકોને તો ઘર મળશે જ મળશે, પણ એ સિવાય શહેરોમાં રહેતા ગરીબ પરિવારો એટલે કે ભલે ઝૂંપડપટ્ટીમાં નથી રહેતા પણ માંડ બે ટંકનું ભોજન મેળવી શકવા સક્ષમ છે એવા ૨૦ લાખ લોકોને પણ પહેલા તબક્કામાં આવરી લેવાશે.બીજો તબક્કો એપ્રિલ-૨૦૧૭થી માર્ચ-૨૦૧૯ સુધીનો રહેશે. તેમાં ૨૦૦ શહેરોને આવરી લેવાશે. આ તબક્કો આવતાં સુધીમાં સવા કરોડ લોકોને ઘર મળી ચૂક્યું હોય એવો લક્ષ્યાંક બંધાયો છે. આ તબક્કામાં ઝૂંપડપટ્ટી ઉપરાંત ગરીબોને આવાસયોજના હેઠળ રકમ મંજૂર કરીને ઘર બનાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે.આર્થિક પછાત હોય એવા પરિવારો પોતાની મેળે ઘર બાંધવા માંગતા હોય તો આ યોજના હેઠળ તેમને ૧ લાખ પિયાથી ૨.૩૦ લાખ પિયા સુધીની રકમ સબસિડી પેટે આપવામાં આવશે.ત્રીજો અને છેલ્લો તબક્કો એપ્રિલ-૨૦૧૯થી માર્ચ-૨૦૨૨ સુધીનો રહેશે. આ ભાગમાં બાકી રહેલાં તમામ નિર્ધારિત શહેરોને આવરી લેવાશે. પહેલા તબક્કામાં ૧૦૦ એ પછી ૨૦૦ અને એ સિવાય ત્રીજા તબક્કામાં નવા શહેરો અથવા તો જરિયાતને ધ્યાનમાં રાખીને શહેરોની પસંદગી કરાશે અને તેમાં ઘર વિહોણા લોકોને સબસિડી કે ઘર બાંધી આપવામાં આવશે. આ ત્રણ તબક્કામાં યોજના પૂરી નથી થઈ જતી. હજુ એમાં કેટલીક એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે જેમાં ગરીબોથી મધ્યમવર્ગ, મહિલાઓથી વૃદ્ધોનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ત્રણ તબક્કા ઉપરાંત ઘરનું ઘર ખરીદવા માંગતા કરોડો લોકોને ધ્યાનમાં રાખીને કેટલીક રાહતો આપવામાં આવી છે. આખી જિંદગી ખર્ચી નાખે છતાં ઘણાં લોકોના નસીબમાં ઘરનું ઘર ખરીદવું એક સપનું બનીને રહી જતું હોય છે. વર્ષો સ્ાુધી ચાલતા મસમોટા બેંકના હપ્તા ભરવાની હિંમત ટૂંકી આવક ધરાવતો માણસ કરી શકતો નથી. આવા લોકોના લાભાર્થે આ યોજનામાં ઘરના હપ્તામાં સબસિડીની સવલત ઉમેરવામાં આવી છે.અત્યારે ભારતમાં હાઉસિંગ લોન ઉપર ૧૦.૫૦ ટકાનો વ્યાજદર ચાલે છે. અંતર મંત્રાલય સમિતિની ભલામણનો સ્વીકાર કરી હોમલોન પરનું વ્યાજ ૬.૫૦ ટકા કરવામાં આવ્યું છે. જેમ કે, પરિવારની મહિલાના નામે ઘર ખરીદવા માટે આ યોજનાની પ્રક્રિયા પ્ાૂર્ણ કરીને ૬ લાખની લોન ૧૫ વર્ષ માટે લેવામાં આવે તો સામાન્ય રીતે, બધી ગણતરી કરીને બેંક ૬,૬૩૨ પિયાનો માસિક હપ્તો નક્કી કરે છે. એના બદલે આ યોજના હેઠળ ૬.૫ ટકાની સબસિડી આવરી લઈને માસિક હપ્તામાં બે હજાર સ્ાુધીનો ફાયદો થઈ જાય છે. ૬ લાખની લોનનો હપ્તો ઘટીને ૪,૦૫૦ પિયા થઈ જાય છે. સરવાળે ૬ લાખની લોનમાં ૧૫ વર્ષે ૩ લાખ ૬૦ હજારનો ફાયદો મળે છે. સામાન્ય રીતે હોમ લોનમાં લોન ચ્ાૂકવનારે બમણી રકમ ભરવાની થતી હોય છે, અહીં અડધી રકમ તો રિકવર થઈ જાય છે!નવી નિર્માણ થતી કોઈ પણ હાઉસિંગ સ્કીમમાં મહિલાના નામે સબસિડી સાથેની લોન મંજૂર કરાય છે. કારણ કે એનાથી મહિલાઓ આત્મનિર્ભર બને એવો આશય રખાયો છે. તો વડીલોને પણ એ જ રીતે ફાયદો મળે તેવી વ્યવસ્થા થઈ છે. સિનિયર સિટિઝન કોઈ સ્કીમમાં ઘર ખરીદે તો તેને ગાઉન્ડ ફ્લોર પર પ્રાથમિકતા મળે છે.બધી જ હાઉસિંગ સ્કીમમાં લોવર ઈન્કમ ગૃપની કેટેગરીમાં આ યોજના હેઠળ સરકારે લાભ મળે એવ ઠરાવ્યું છે, જે અંતર્ગત કોઈ પણ હાઉસિંગ સ્કીમમાં ઘર ખરીદનારાની મૂળ રકમમાં જ ૨ લાખ સુધીની કિંમત ઘટાડી દઈને તુરંત રાહત આપી દેવામાં આવે છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સરકારે બિલ્ડર્સથી લઈને બેંક સુધીના સ્તરે આયોજન સરકારી ઢીલી નીતિની રાહે નહી, પણ કોર્પોરેટ કંપનીઓની છટાથી વ્યવસ્થિત રીતે ગોઠવ્યું છે કે સરકારી યોજનામાં સહજ એવા ધરમધક્કા આમાં સહેજેય ટાળી શકાય છે!જે રીતે પ્રધાનમંત્રીની આ મહત્ત્વાકાંક્ષી યોજના આગળ ધપી રહી છે એના પરથી અત્યારે તો ચોક્કસ એમ કહી શકાય કે "મોદીની ઘર ઘર યોજના ઘર ઘર મોદી જેટલી જ સફળ બની રહેશે!
સ્ત્રોત: સાધના
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) વિશેની માહિતી આપ...
પ્રધાનમંત્રી આવાસ યોજના વિશેની માહિતી