অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સ્વર્ણજયંતિ શહેરી રોજગાર યોજના

સ્વર્ણજયંતિ શહેરી રોજગાર યોજના

  1. પરિચય
  2. સ્વર્ણજયંતિ શહેરી રોજગાર યોજના
    1. હેતુઓ
    2. વ્યાપ
    3. ઘટકો
  3. નાણાકીય સહાય અને પ્રક્રિયા
  4. શહેરી સ્વરોજગારી કાર્યક્રમ
    1. શહેરી સ્વરોજગારી કાર્યક્રમ (લોન અને સબસીડી)
    2. વ્યાપ
    3. લક્ષિત જૂથ
    4. શૈક્ષણિક લાયકાત
    5. લાભાર્થીની ઓળખ
    6. કલ્સટર (ઝૂમખા) અભિગમ
    7. ટેકનોલોજી, વેચાણ અને અન્ય સહકાર
  5. શહેરી મહિલા સ્વસહાય કાર્યક્રમ ( અર્બન વિમેન સેલ્ફ હેલ્પ પ્રોગ્રામ - યુ.ડબલ્યુ.એસ.પી.)
    1. શહેરી મહિલા સ્વસહાય કાર્યક્રમ (લોન અને સબસીડી)
  6. શહેરી ગરીબોમાં રોજગારને પ્રોત્સાહન માટે કૌશલ્ય લક્ષી તાલીમ – સ્ટેપ -અપ
  7. શહેરી રોજગાર કાર્યક્રમ - યુ.ડબલ્યુ.ઇ.પી.
  8. શહેરી સમુદાય વિકાસ સંગઠન - યુ.સી.ડી.એન. - સામુદાયિક માળખાઓ, સામુદાયિક વિકાસ અને સક્ષમતા
  9. કાર્યક્રમ અમલીકરણ માટેના ખર્ચાઓ – વ્યવસ્થાકિય અને અન્ય
  10. ઇન્ફર્મેશન, એજ્યુકેશન અને કોમ્યુનીકેશન (આઇ.ઇ.સી.)
  11. નાવિન્યસભર/ખાસ પ્રોજેક્ટસ
    1. હેતુઓ
    2. પ્રોજેકટનો વિસ્તાર અને સમય
    3. પ્રોજેકટ મંજુરીની પ્રક્રિયા
    4. પ્રોજેકટ સ્કીનીંગ કમીટી (પી.એસ.સી.)
    5. પ્રોજેકટ અપૂવલ કમીટી (પી.એ.સી.)
    6. નાણા આપવા અને દેખરેખ
  12. ખાસ કાર્યક્રમ ઘડક
  13. દેખરેખ અને મુલ્યાંકન
  14. સામાન્ય

પરિચય

  • સ્વર્ણજયંતિ શહેરી રોજગાર યોજના (એસ.જે.એસ.આર.વાય.) ૦૧.૧૨.૧૯૯૭ ના રોજ શહેરી ગરીબી દૂર કરવા માટેની ત્રણ જૂની યોજનાઓ જેવીકે નહેરૂ રોજગાર યોજના (એન. આર. વાય.), શહેરી ગરીબો માટે પાયાની સૂવિધાઓ, પ્રધાનમંત્રી સંકલીત શહેરી ગરીબી નાબૂદી યોજના, ના બદલે રજૂ કરવામા આવી હતી. યોજનાનો મુખ્ય હેતુ શહેરી બેરોજગારો અને આંશીક રીતે રોજગાર મેળવતા લોકોને સ્વરોજગાર માટેના સાહસ ઊભા કરીને અથવા રોજી મેળવવા માટેની જોગવાઈ કરીને લાભદાયક રોજગારી પૂરી પાડવી.
  • એસ.જે.એસ.આર.વાય.ના અમલીકરણમાં રાજ્યો અને કેન્દ્ર સાશીત પ્રદેશોને નડતી મુશ્કેલીઓ અને અમૂક ખામીઓ દૂર કરવા માટે યોજનાની માર્ગદર્શિકામા સુધારા કરવામા આવ્યા હતા. એવુ માનવામા આવે છે કે નવી સુધારેલ માર્ગદર્શિકા એસ.જે.એસ.આર.વાય.ના અસરકારક અમલીકરણમાં મદદરૂપ થશે અને દેશમાં શહેરી ગરીબીની પરિસ્થિતિને હળવી બનાવશે. સુધારેલ માર્ગદર્શિકા ૧.૪.૨૦૦૯થી અસરમાં આવશે.

સ્વર્ણજયંતિ શહેરી રોજગાર યોજના

હેતુઓ

સુધારેલ સ્વર્ણજયંતિ શહેરી રોજગાર યોજના (એસ.જે.એસ.આર.વાય.)ના હેતુઓ: શહેરી બેરોજગારો અને આંશીક રીતે રોજગાર મેળવતા લોકોને સ્વરોજગાર માટેના સાહસ ઊભા કરવા માટે અને તેના કાયમી ટકાઉપણા માટે સહાય આપીને પ્રોત્સાહીત કરવા અથવા તેમને રોજગારી પૂરી પાડીને શહેરી ગરીબી નાબુદી કરણ કરવું.

  • બજારમાં ઊભી થતી રોજગારીની તકોને શહેરી ગરીબો મેળવવા માટે સક્ષમ બને અથવા સ્વરોજગારની તકો ઉભી કરી શકે તે માટે જરૂરી કૌશલ્યૌ વિકસાવવા અને તાલીમ કાયક્રમો યોજવા.
  • યોગ્ય સ્વસંચાલિત સામુદાયિક માળખાઓ જેમકે પડોશી જૂથો, પડોશી સમિતિ, સામુદાયિક વિકાસ સોસાયટી, વગેરે દ્વારા સમૂદાય પોતેજ શહેરી ગરીબીના મુદ્દદાને ઉકેલી શકે તે માટે સક્ષમ કરવા.

યોજના અંતર્ગત શહેરી સ્થાનિક જૂથો અને સામુદાયિક માળખાઓ દ્વારા મદદ પૂરી પાડવામા આવશે. આ રીતે સ્વર્ણજયંતિ શહેરીરોજગાર યોજના વડે શહેરી સ્થાનિક જૂથો અને સામુદાયિક માળખાઓને મજબુત કરીને તેમને શહેરી ગરીબોની રોજગારી અને આવક ઉપાર્જનની સમસ્યા તેઓ ઉકેલી શકે તે માટે સક્ષમ બનાવવા માગે છે.

વ્યાપ

  • એસ.જે.એસ.આર.વાય. અંતેગત લક્ષિત જૂથમા શહેરી ગરીબોનો સમાવેશ થાય છે - કે જેઓ આયોજન પંચ દ્વારા સમયાંતરે આપવામા આવનાર વ્યાખ્યા મૂજબ ગરીબી રેખા નીચે જીવે છે.

ઘટકો

એસ.જે.એસ.આર.વાય.ના મુખ્ય પાંચ ઘટકો છે

  • શહેરી સ્વરોજગારી કાર્યક્રમ
  • શહેરી મહિલા સ્વસહાય કાર્યક્રમ
  • શહેરી ગરીબોમાં રોજગાર લક્ષી કૌશલ્યો વિકાસની તાલીમ
  • શહેરી રોજગાર કાર્યક્રમ
  • શહેરી સામુદાયિક સંગઠન વિકાસ

સેડ્યુલ કાસ્ટ (એસ.સી.) અને સેડયુલ ટ્રાઇબ (એસ.ટી.) શહેરી ગરીબીની સમસ્યા તરફ વધારે ધ્યાન આપવા માટે એસ.જે.એસ.આર.વાય.નો ખાસ ઘટક કે જે એસ.ટી. અને એસી.માં ગરીબી ઘટાડવા માટેનો શહેરી કાર્યક્રમ ( અર્બન પ્રોગ્રામ ફોર પોવેર્ટિ રીડકશન અમગસ્ટ એ.સી.એન્ડ એસ.ટી. - યુ.પી.પી.એસ.) તરીકે ઓળખાય છે તે શહેરી રોજગારકાર્યક્રમ - યુ.એસ.ઇ.પી.માંથી છૂટો કરવામાં આવશે.

નાણાકીય સહાય અને પ્રક્રિયા

  • એસ.જે.એસ.આર.વાય. અંતગત નાણાકીય સહાય કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ૭૫:૨૫ ના પ્રમાણમાં રહેશે.
  • ખાસ વગેમાં મૂકવામા આવેલ રાજ્યો (અરૂણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મીઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા, જમ્મુ એન્ડ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉતરાખંડ) માટે આ પ્રમાણ ૯૦:૧૦નું રહેશે.
  • સમયાંતરે આયોજન પંચ દ્વારા આપવામાં આવતા અંદાજીત શહેરી ગરીબોની સંખ્યા પ્રમાણે એસ.જે.એસ.આર.વાય. અંતગત કેન્દ્રનો હિસ્સો રાજ્યો/કેન્દ્ર શાષિત પ્રદેશો વચ્ચે અંદાજીત રીતે વહેચવામા આવશે. તેમ છતા, વધારાના માપદંડ જેમકે, રાજ્યની ક્ષમતા (ભૂતકાળમાં એસ.જે.એસ.આર.વાય. અંતેગત વાપરવામા આવેલ નાણા) અને ખાસ જરૂરીયાતને પણ વર્ષે દરમ્યાન ધ્યાન પર લેવામા આવશે.
  • કેન્દ્રીય સહાય રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેશને ત્યારે જ આપવામા આવશે જ્યારે તે યુટિલાઇઝેશન સર્ટિફિકેટ - યુ.સી. (નાણાકીય વપરાશ અંગેનું પ્રમાણપત્ર) અને ભૂતકાળમાં આપવામાં આવેલ નાણાના પ્રમાણસર રાજ્યનો હિસ્સો છોડવવાના નિયત ધારાધોરણો પરીપૂણે કરે. જો કે, નાણાના વધુ સારા વપરાશને ઉતેજન આપવા માટે, નિયત ધારાધોરણો પરીપૂણે ના કરી શકનાર રાજ્યો/કેન્દ્ર શાષિત પ્રદેશના કેન્દ્ર પાસે બચતા નાણા અન્ય રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેશ કે જે સારી કામગીરી કરી રહ્યા છે તેમને તેમની કામગીરી અને માંગને અનુલક્ષીને નાણાકીય વર્ષના ચોથા સત્રમાં આપી શકાશે.
  • રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેશને ઘટક મૂજબ વિભાજિત કર્યો વિના જ નાણા આપવામાં આવશે જેથી તેમની પાસે વપરાશ સબંધિત આઝાદી રહે. તેમ છતાં, એસ.જે.એસ.આર.વાય.ના તમામ ઘટકો યોગ્ય રીતે સાંકળવવા તેમજ યોગ્ય નાણાકીય વપરાશની ખાત્રી કરવા માટે, મિનિસ્ટ્રિ ઓફ હાઉસીંગ એન્ડ અર્બન પોવર્ટિ અલીવિએશન દ્વારા રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેશને કેન્દ્રના હિસ્સાને ઘટક મૂજબ જણાવવામાં આવી શકે.
  • રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેશ મૂજબ યોજના અંતગેત વાર્ષિક લક્ષયાંકો સમગ્ર ભારતના લક્ષ્યાંકોના આધારે મિનિસ્ટ્રિ ઓફ હાઉસીંગ એન્ડ અર્બન પોવર્ટિ એલીવિએશન દ્વારા નક્કી કરવામાં આવશે. રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેશ મૂજબ લક્ષયાંકોના આધારે વિકાસ પર દેખરેખ રાખવામાં આવશે તેથી રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેશની ફરજ પડે છે કે તે ઘટક મૂજબ નાણાકીય યોગ્ય વહેંચણી કરે જેથી વાષિક લક્ષ્યાંકો પ્રાપ્ત કરી શકાય.
  • કેન્દ્ર તરફથી રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેશને આપવાના થતા હિસ્સાને હપ્તા મૂજબ આપવામાં આવશે. આ પ્રક્રિયા સમગ્ર વર્ષે દરમ્યાન શરૂ રહેશે. રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેશ જેવા કેન્દ્ર તરફથી મળતો હિસ્સો મેળવવા માટે નિયત ધારા ધોરણો પરિપૂણે કરશે કે તરતજ કેન્દ્રનો હિસ્સો આપવામા આવશે.

શહેરી સ્વરોજગારી કાર્યક્રમ

આ ઘટક બે પેટા ઘટકમાં વિભાજિત કરેલ છે:

  1. શહેરી ગરીબ લાભાર્થીને લાભદાયક સ્વરોજગાર માટે, સાહસ સ્થાપવા માટે સહાય પૂરી પાડવી (લોન અને સબસીડી)
  2. શહેરી ગરીબને તેનો ઉધોગ વિકસાવવા કે તેની વસ્તુઓના વેચાણ માટે તકનીકી/ વેચાણ સબંધી/ માળખાગત/ જ્ઞાન અને અન્ય સહાય

શહેરી સ્વરોજગારી કાર્યક્રમ (લોન અને સબસીડી)

એસ.જે.એસ.આર.વાય.નું આ ઘટક શહેરી ગરીબ લાભાર્થીને લાભદાયક સ્વરોજગાર માટે, સાહસ સ્થાપવા માટે સહાય પૂરી પાડવા માટે ધ્યાન કેન્દ્રીત કરે છે.

વ્યાપ

આ કાર્યક્રમ તમામ શહેરો અને નગરોને સંપૂણે રીતે આવરી લેવાય તે રીતે લાગુ પડે છે. દરેક નગરની અંદર કાર્યક્રમ ગરીબ વિસ્તારોના ઝૂમખા (કલસ્ટર) પસંદ કરીને અમલ કરવામા આવશે જેથી કાર્યક્રમને વ્યવસ્થાકિય રીતે અસરકારક સંચાલિત કરી શકાય તેમજ અસર પણ સમજી શકાય

લક્ષિત જૂથ

શહેરી સ્વરોજગારી કાર્યક્રમ અંતગત શહેરી ગરીબો કે જેઓ આયોજન પંચ દ્વારા સમયાંતરે આપવામાં આવનાર વ્યાખ્યા અનુસાર ગરીબી રેખા કરતા નીચે જીવે છે તેમને લક્ષિત કરે છે. મહિલાઓ, સેડયુલ કાસ્ટ (એસ.સી.) અને સેડયુલ ટ્રાઇબ (એસ.ટી.)માંથી આવનાર લોકો, વિશિષ્ઠ આવડતો ધરાવતા લોકો અને અન્ય એવી કેટેગરી કે જે સરકાર દ્વારા સમયાંતરે બહાર પાડવામાં આવે તેના પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. શહેરી સ્વરોજગારી કાર્યક્રમ અંતેગત મહિલા લાભાર્થીઓની ટકાવારી ૩૦ ટકા કરતા ઓછી ના હોવી જોઇએ. એસ.સી. અને એસ.ટી. લાભાર્થીઓની ટકાવારી જે તે શહેરના ગરીબી રેખા હેઠળ જીવતા લોકોમાં તેમના પ્રમાણ જેટલી ઓછામા ઓછી હોવી જોઈએ. . શહેરી સ્વરોજગારી કાર્યક્રમ અંતેગત વિશિષ્ઠ આવડતો ધરાવતા લોકો માટે અલગથી 3 ટકા અનામત રાખવાની જોગવાઈ કરવામા આવેલ છે. પ્રધાનમંત્રીના લઘુમતિના વિકાસ માટેના નવા ૧૫ મુદ્દદાના કાર્યક્રમ અંતગત, રાષ્ટ્રીય કુલ લક્ષ્યાંકના ૧૫ ટકા લક્ષયાંક લઘુમતિ માટે હોવા જોઈએ.

શૈક્ષણિક લાયકાત

શૈક્ષણિક લાયકાત સૂચવવામા આવેલ નથી. જયાં ઓળખવામા આવેલ પ્રવૃતિમાં નાના ઉધોગના વિકાષ માટેની આવડતોની તાલીમ મેળવવી જરૂરી હોય ત્યાં લાભાર્થીને સહાય પૂરી પાડતા પહેલા તેમને જરૂરી તાલીમ આપવામા આવશે.

લાભાર્થીની ઓળખ

  • યોગ્ય લાભાર્થીની ઓળખ માટે ઘર - ઘર ની મોજણી કરવાની રહેશે જેમાં ઝૂંપડપટ્ટી અને ઓછી આવક વાળા ઘર પર ધ્યાન કેન્દ્રીત કરવામા આવશે. મિનિસ્ટ્રિ ઓફ હાઉસીંગ એન્ડ અર્બન પોવર્ટિ અલીવિએશન દ્વારા ઝૂંપડપટ્ટી મોજણી અને ઘર - ઘર મોજણી માટેનું નમૂનાનુ ફોમે, માર્ગદર્શિકા વગેરે આપવામા આવશે. એસ.જે.એસ.આર.વાય. અંતગત લાભાર્થીની ઓળખ માટે ગરીબી રેખાના આર્થિક માપદંડ ઉપરાંત બિનઆર્થિક માપદંડો પણ ઉપયોગમા લેવામા આવશે. બિડાણ ૧માં આવા બિનઆર્થિક માપદંડો સૂચવવામાં આવેલ છે. યોગ્ય લાભાર્થીની ઓળખ માટે સમૂદાય આધારિત માળખાઓ જેમકે પડોશી જૂથો, પડોશી સમિતિઓ અને સમૂદાય વિકાસ સોસાયટીને સીટી/ટાઉન અર્બન પોવર્ટિ અલીવિએશન સેલ (યુ.પી.એ. સેલ)ના માગેદશેન હેઠળ સામેલ કરવામા આવે છે.
  • બીજી બધી શરતો સમાન છે, બીજા લાભાર્થીઓ કરતા મહિલા લાભાર્થી કે જેમા મહિલા પોતે જ કુટુંબના વડા હોય તેમને વધારે અગત્યતા આપવી જોઇએ. આ વિભાગના હેતુ માટે, વિધવા, છૂટા છેડા થયેલ, એકલી રહેતી મહિલાઓ અથવા એવા કુટુંબો કે જેમા મહિલાઓ માત્ર પોતે જ કમાણી કરનાર હોય તેની ગણતરી કરવી.

કલ્સટર (ઝૂમખા) અભિગમ

  • એસ.જે.એસ.આર.વાય. અંતર્ગેસત કલસટરને આધાર તરીકે લેવા જોઇએ અને એવા પ્રયત્નો કરવા જોઇએ કે કલર્સટરમાં આવનાર તમામ પુખ્ત વયના લોકો સુધી આવડતો વિકસાવવાના, સ્વરોજગાર મેળવવાના અથવા કામ મેળવવાના લાભો પહોંચી રહે જેથી કરીને કોઇ પણ શહેરી ગરીબ કુટુંબ એવુ ના રહે જેમાં પુખ્ત વયની વ્યકિત પાસે આવક મેળવવાનુ સાધનના હોય. કલ્સટરની પસંદગી એવી રીતે કરવી જોઇએ જેથી કરીને શહેરી સ્વરોજગારી કાર્યક્રમના લાભાર્થીઓ પર ધ્યાન કેન્દ્રીત કરી શકાય.
  • શહેરી સ્વરોજગાર કાર્યક્રમ અંતગત અધેરોજગાર મેળવનાર અને બેરોજગારી ઉત્પાદન કરતા થાય, સેવાઓ આપતા થાય કે નાના ધંધાઓ વિકસાવે કે જેના માટે શહેરોમાં ખૂબજ અવકાશ રહેલા છે તેને પ્રોત્સાહન આપવામાં આવે છે. સ્થાનિક આવડતો અને હસ્તકળાને આ હેતુ માટે પ્રોત્સાહન આપવુ જોઇએ. બજારની શકયતાઓ, ખચે/પડતર, આથીંક લાભો, વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને દરેક નગર/શહેરના સ્થાનિક સતાધીશોએ સંક્ષિપ્ત સાર તૈયાર કરવો જોઇએ. હાલની પ્રધાનમંત્રીની રોજગાર ઉત્પાદન કાર્યક્રમ (પ્રાઇમ મિનિસ્ટર એમપલોયમેનટ જનરેશન પ્રોગ્રામ) સાથે ડુપ્લીકેશન થતુ ટાળવા માટે એસ.જે.એસ.આર.વાય.નો આ ઘટક ગરીબી રેખા હેઠળ જીવતા લોકો સુધી જ મયૉદિત રાખવો જોઇએ જેમાં બિન આર્થીક બાબતોના ધોરણો પર ભારણ આપવુ જોઇએ. લાભાર્થીઓએ જાહેર કરવુ જોઇએ કે તેમણે કોઇ પણ સ્વરોજગારની યોજના હેઠળ આવા લાભો મેળવેલ નથી. ડુપ્લીકેશન થતુ ટાળવા માટે યોજનાના લાભાર્થીઓની યાદી પ્રધાનમંત્રીની રોજગાર ઉત્પાદન કાર્યક્રમ સાથે વહેંચવી જોઇએ.
  • સ્વરોજગાર માટે ત્રણ ક્ષેત્ર ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે, જેમાં ઉત્પાદન ક્ષેત્ર (નાના ઉધોગો), સેવા ક્ષેત્ર અને ધંધાનો સમાવેશ થાય છે.
  • નાના ઉધોગો (ઉત્પાદન ક્ષેત્ર) માટે, માઇક્રો બિઝનેશ સેન્ટરની બાજુમાં અને તેની સહાયથી સાહસો સ્થાપવા માટે લોકોના જૂથને પ્રોત્સાહિત કરવામાં આવશે કે જે કલ્સટર અભિગમ વડે ઉભા કરવામાં આવશે. માઇક્રો બિઝનેશ સેન્ટર દ્વારા કામ કરવા માટેની જગ્યા વાળાના સ્વરૂપમાં આપવામાં આવી શકે અથવા સૂક્ષ્મ ઉધોગ સાહસિક પોતાના ઘરેથી પણ કામ કરી શકે.
  • સેવા ક્ષેત્રના સબંધમાં, શહેરી સ્થાનિક બોડી (અબૅન લોકલ બોડી) સેવા/સુવિધા કેન્દ્રો (દર ૫૦૦૦૦ની વસ્તી માટે ઓછામાં ઓછું એક કેન્દ્ર) પૂરતી સૂવિધાઓ અને જગ્યા સાથે પૂરા પાડશે. કામકરનાર પોતાની કેન્દ્ર પર નોંધ કરાવશે, કે જે સેવાઓના વેપાર માટે મુખ્ય સ્થળ તરીકે અને નોંધાયેલ કૂશળ કામદારોને ગ્રાહકની માંગ મૂજબ કામ આપવાની પ્રક્રિયામાં ચાવીરૂપ ભૂમિકા કરશે. ગુણવતાસભર આવડતો પર ભારણ મુકવામાં આવશે અને ઘર મુલાકાત માટેના ભાવ અગાઉથી નક્કી કરી દેવામાં આવશે.
  • ધધાના ક્ષેત્ર માટે, એટલેકે દુકાન આધારીત સાહસો માટે શહેરી ગરીબોને દુકાન વિકસાવવા માટે જગ્યાની ફાળવણી ભાડા આધારીત (લીઝ) યુ.એલ.બી. દ્વારા કરવામાં આવશે. વેચાણ માટે બજારને પ્રોત્સાહન આપવામાં આવશે. મોબાઇલ વેચાણની દુકાનો, સ્કુટર રીપેરીંગને યોગ્ય ટેકનોલોજી સાથે પ્રોત્સાહિત કરવામાં આવશે. લાભાર્થીઓ પોતાના ઘર કે દુકાન પરથી પણ પોતાનું સાહસ ચલાવી શકે છે.
  • પરીવહન ક્ષેત્રમાં સ્કુટર રીક્ષા ચલાવવી, વાહન અને સામાનની હેરફેર માટે મોટરવાળી રીક્ષા ચલાવવી જેવી તકો ચકાસવામાં આવશે. જૂથ માલિકી/વ્યવસાયિક ધિરાણ જુથો જેવા ખ્યાલોને આ ક્ષેત્રમા પ્રોત્સાહન આપવામાં આવશે.
  • માઇક્રો બીઝનેશ સેન્ટરો નાના ઉધોગો સિવાય સેવા અને ધંધા ક્ષેત્ર માટે આયોજીત કરી શકાય. ધંધા માટે તે પ્રોજેકટ તૈયાર કરવામાં, આયોજન અને નિયંત્રણ કરનાર સંસ્થાઓ પાસેથી મંજુરી મેળવવામાં, હિસાબ રાખવામા, જાહેરાત કરવામાં, પેકેજીંગ કરવામાં, બ્રાન્ડીંગ કરવામાં, વધુમાં વધુ વેચાણ ભાવ નક્કી કરવામાં અને વેચાણ કરવામાં, વગેરેમાં મદદ કરી શકે.

યુ.એસ.ઈ.પી. અંતગત નાણાકીય વિગતો નીચે મૂજબ છેવધુમાં વધુ એક પ્રોજેકટ માટે મળવા પાત્ર ખર્ચ : રૂ. ૨૦૦૦૦૦

  • વધુમાં વધુ મળવા પાત્રા સબસીડી પ્રોજેકટ ખચેની ૨૫% એ શરત પર કે કુલ રકમ રૂ. પOOOO કરતા વધવી ના જોઇએ.
  • લાભાર્થીનું યોગદાન : માર્જિન મની તરીકે પ્રોજેકટ ખર્ચેના ૫ %
  • જામીનગીરી: જામીનગીરીની જરૂર નથી યુ.એસ.ઈ.પી.ની વ્યવહારૂ વિગતો માટે બિડાણ ૨ જોઇ શકાય છે.
  • એસ.જે.એસ.આર.વાય. માઇક્રો એન્ટપ્રાઇઝ વિકસાવવામાટે શહેરી ગરીબ દ્વારા જૂથની રચનાને પ્રોત્સાહન આપવામાં આવે છે. એક કરતા વધારે લાભાર્થીના કિસ્સામાં માત્ર પુરૂષો કે મિક્ષ જૂથ જેમાં સ્ત્રી અને પુરૂષ બન્ને હોય તેવા કિસ્સામાં આવા જૂથને વિયકતગત ધોરણે તમામ સભ્યોને ઉપરના ધોરણો મૂજબ કુલ મળવા પાત્ર સબસીડી આપવા યોગ્ય છે. આવા કિસ્સામાં પણ માર્જિન મની તરીકે લાભાર્થી દીઠ 5% રાખવાના રહેશે. પ્રોજેકટ માટે કુલ મળવા પાત્ર રકમ માટે વ્યકિત ગત મળવા પાત્ર રકમ મૂજબ સભ્યોની સંખ્યા પ્રમાણે સરવાળો કરવાનો રહેશે.

ટેકનોલોજી, વેચાણ અને અન્ય સહકાર

  • આ ઘટક શહેરી ગરીબ કે જે સ્વરોજગાર મેળવવા ઇચછે છે અને પોતાનુ ઉત્પાદન કરતુ સાહસ અથવા નાનો ધંધો શરૂ કરવા ઇચછે છે તેને મદદરૂપ થવા પર ધ્યાન કેન્દ્રીત કરે છે. આ ઘટક અંતગત માઇક્રો બીઝનેશ સેન્ટર કલ્યટરના સ્તર પર બનાવવામાં આવે છે (દા.ત. હસ્તકળા, ફૂડ પ્રોસેસીંગ, બાંધકામ, ગ્લાસ અને સીરામીક (માટીકામ), ઇલેક્ટ્રીક અને ઇલેક્ટ્રોનીક, રીક્ષા ચાલક અને સમારકામ, ધાતુ કામ, વગેરે) જેના માટે રાજય સરકાર/ અર્બન લોકલ બોડીને એક વખતની ગ્રાંટ તેમજ જરૂરી જમીન વિનામૂલ્ય આપવામાં આવે છે. આ પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપના (પી.પી.પી.)મોડલ મૂજબ ચલાવવામાં આવશે. માઇક્રો બીઝનેશ સેન્ટરો પણ સોસાયટી ઓફ એન્ટરપ્રીનીયસે પણ ચલાવી શકે છે જેના માટે જરૂરી માણસો કરાર આધારીત કાયે પર રાખી શકાય છે.
  • નાના સાહસ માટે સલાહની સેવાઓ (સ્મોલ બીઝનેશ એડવાઇઝરી સવીસીસએસ.ઇ.એ. એસ.) માઇક્રો બીઝનેશ સેન્ટર-એમ.બી.સી. દ્વારા આપવામાં આવશે જેના માટે પ અલગ અલગ વિષયો માટેના નિષ્ણાતો રાખવામાં આવશે, જેમાં
  1. કોમ્યુનીટી મોબીલાઇઝેશન જેમાં સંશોધન અને લાભાર્થીઓની ઓળખ, કલસટર બનાવવા, વગેરેનો સમાવેશ થાય,
  2. ક્ષમતા વધેન જેમાં કૌશલ્યો વિકાસ અને સાહસવૃતિનો વિકાસ, વગેરેનો સમાવેશ થાય,
  3. ધંધાનો વિકાસ,
  4. નાણા અને ધિરાણ, તેમજ
  5. માર્કેટીંગ(વેચાણ)નો સમાવેશ કરવામાં આવશે.

આ નિષ્ણાતોને અનુભવ અને ભણતરના આધારે વળતર ચુકવવામાં આવશે, તેઓ શહેરી ગરીબોને ઉધોગના વિકાસ માટે ધંધાના ખ્યાલના તબક્કાથી લઇને તેને ચલાવવાના અને કાયમી ટકાવી રાખવાના તબક્કા સુધી સહાયરૂપ પ્રવૃતિઓ કરશે. એમ.બી.સી. અને એસ.ઇ.એ.એસ. શહેરી ગરીબ સાહસીક કે જેમણે સ્વરોજગાર મેળવવાનુ નક્કી કરેલ છે તેમને નાના ઉધોગની સફળતાની ટકાવારી વધે તે બાબતને લક્ષય પર રાખી ટેકો/મદદ આપવા પર ધ્યાન કેન્દ્રીત કરશે. એમ.બી.સી. અને એસ.ઇ.એ.એસ. માટેની સંચાલકીય માર્ગદર્શિકા રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેશ તૈયાર કરશે.

  • માઇક્રો બીઝનેશ એન્ટરપ્રાઇઝ માટે યોજના અંતગેત નાણાકીય સહાય દર એમ.બી.સી. દીઠ રૂ. ૮૦ લાખ કરતા વધે નહિ તે રીતે આપી શકાય (જેમાં એકવખતની મૂડી પેટે ગ્રાન્ટના રૂ. ૬૦ લાખ + સંચાલકિય ખર્ચે પેટે રૂ. ૨૦ લાખ ક્રમશ: ઘટતા ક્રમ મૂજબ). સમય જતા આ એમ.બી.સી. સ્વઆધારીત બને તેવા પ્રયત્નો થવા જોઇએ. જેના માટે, આ એમ.બી.સી. પોતે પણ ધંધો શરૂ કરી શકે, પરામશે આપી શકે અથવા આવક ઉપાજેિનની પ્રવૃતિઓ કરી શકે. માઇક્રો બીઝનેશના વિકાસલક્ષી સેવાઓ માટે તેઓ ફી પણ વસુલી શકે.
  • વસ્તુઓના ઉત્પાદન અને વેચાણ સબંધીત, ટેકનોલોજી, વેચાણ, સલાહ અને બીજી અન્ય પ્રકારની મદદ લાભાર્થીઓને નાના ઉધોગના વિકાસ માટે આપી શકાય. જેના માટે ગરીબોને વેચાણ માટે તંબુ જેવી ખૂલ્લી જગ્યા પુરી પાડી શકાય, બજાર ઉપલબ્ધ કરાવી શકાય, બાંધકામ અને અન્ય સેવાઓ માટે નગર પાલીકા સેવા/સુવિધા કેન્દ્રો ઉભા કરી શકાય (જેમકે સુથાર, પ્લમ્બર, ઇલેક્ટ્રીશયન, ટી.વી./રેડીયો/રેફરીજરેટર વગેરે રીપેર કરનાર, વગેરેને ફોન પર તરતજ ઉપલબ્ધ કરી શકાય), અને જોડાણ દ્વારા અઠવાડીક/રાત્રી બજાર નગરપાલીકાના મેદાન કે રોડ પર લગાવી અને બીજી તરફ બજાર સંશોધન/દીશા જાણીને, એક સમાન બ્રાન્ડનું નામ/ડીઝાઇન આપીને અને જાહેરાત દ્વારા તકનીકી સહકાર આપી શકાય. કોમ્યુનીટી ડેવલોપમેન્ટ સોસાયટી - સી.ડી.એસ. તમામ જરૂરી મદદ પૂરી પાડશે જેમાં કાચા માલની જાળવણી અને શહેરી ગરીબો દ્વારા ઉત્પાદીત કરવામાં આવેલ વસ્તુઓના વેચાણનો પણ સમાવેશ થશે.
  • જે લોકો કૌશલ્ય વિકાસની તાલીમ મેળવી ચુકેલા હોય તેના માટે સેવા કેન્દ્ર સી.ડી.સી. સ્તર પર ઉભુ કરવામાં આવે. તાલીમ પામેલ લોકોને યોગ્ય જગ્યા આપી શકાય કે જેમને સેવા કેન્દ્ર સાથે જોડાવાનુ કહી શકાય જેથી કરીને તેમને રોજીંદા ફોન દ્વારા શહેરીજનો દ્વારા આવતા કામ માટે સી.ડી.સી. દ્વારા નિયત કરેલા ભાવ અનુસાર મોકલી શકાય. સેવા કેન્દ્ર પર મળનાર સેવાઓ માટે શહેરમાં યોગ્ય જાહેરાત કરી શકાય. સેવા કેન્દ્ર સ્થાનિક ઉધોગોમાં અને સંભવત રોજગાર આપનારાઓને કેવા પ્રકારના કારીગરોની જરૂરીયાત છે તેવુ સંશોધન કરી શકે જેથી કરીને તેની જરૂરીયાત મૂજબ તાલીમ આપીને કારીગરો તૈયાર કરી શકાય.
  • સમુદાય માટેના સેવા કેન્દ્રો બનાવવા માટે ખાસ મદદ પૂરી પાડી શકાય કે જેનો ઉપયોગ યોજના અંતગતના લાભાર્થીઓ માટે વૈવિધ્યસભર પ્રવૃતિઓ માટે કરી શકાય જેમકે કાયેક્ષત્ર/બ્રાન્ડીંગ કેન્દ્ર/વેચાણ કેન્દ્ર વગેરે. સ્થાનિક સી.ડી.સી. દ્વારા તેમનુ દૈનિક સંચાલન કરી શકાય. આવા કેન્દ્ર માટે જગ્યા લોકલ બોડી અથવા કોઇ બીજી સંસ્થા દ્વારા વિના મૂલ્ય પૂરી પાડવી જોઇએ.
  • સેવો/સુવિધા કેન્દ્ર ના બાંધકામ માટે અર્બન વેજ એમપલોયમેન્ટ પ્રોગ્રામ અંતગત આપવામાં આવેલા નિયમો અનુસરવાના રહેશે.
  • શહેરની ચોક્કસ વસ્તુઓની બાબતમાં સ્થાનિક પરંપરાગત આવડતોને લગતા પરીબળોને ધ્યાન પર રાખીને નાના ઉધોગો માટેના કલસટર બનાવવા જોઇએ. યોગ્ય અથવા વચગાળાના ઇનપુટનો ઉપયોગ કરીને પસંદ કરેલ કલસટરનો ટેકનોલોજીકલ આધાર મજબુત કરવો જોઇએ જેમાં કેન્દ્ર દ્વારા આપવામાં આવતી સામાન્ય સેવાઓ, માઇક્રો એન્ટરપ્રાઇઝ અને તેમના દ્વારા ઉપયોગમાં લેવાતી સામાન્ય મશીનરી અને ગુણવતાસભર કાચી સામગ્રીનો પુરવઠો જોઇતા પ્રમાણમાં મળી રહે તેની ખાત્રી કરવી. આ સામાન્ય સુવિધાઓ માટેના કેન્દ્રો એશોશીએશન ઓફ માઇક્રો એન્ટરપ્રીનિયર દ્વારા પણ સબંધિત પસંદ કરેલ આથીંક પ્રવૃતીઓ માટે ચલાવી શકાય છે. ઉધોગ સાહસીકોને ઉચ્ચ ગુણવત્તા સભર સ્મોલ એન્ટરપ્રાઇઝ એડવાઇઝરી સેવાઓ મળવી જોઇએ.
  • નાના ઉધોગ સાહસીકોને વેપાર આધારીત સંસ્થાઓ/એશોસીએશન વિકસાવવા માટે પ્રોત્સાહિત કરવા જોઇએ. આઇ.આઇ.ટી. અને અન્ય નામાંકિત સંસ્થાઓની યોગ્ય ટેકનોલોજીકલ અને વિકાસલક્ષી મદદથી મોબાઇલ વેચાણ કેન્દ્ર શરૂ કરી શકાય. ઉધોગના વિકાસ માટે સંકલિત અભિગમ અપનાવીને યોગ્ય આગળ અને પાછળના જોડાણો ઉભા કરવા પર ધ્યાન આપીને સંપુણે સાહસ ઉભુ કરી શકાય.
  • આ ઘટક અંતગત ટેકનોલોજી/ વેચાણ/જ્ઞાન/સુવિધાઓ અને શહેરી ગરીબને તેના ઉધોગના વિકાસ અને વેચાણ માટે આપવામાં આવનાર મદદનો કુલ ખચે યુ.એસ.ઇ.પી. ઘટક અંતેગત ફાળવવામાં આવેલ કુલ રકમના ૧૦% કરતા વધવો ના જોઇએ.

શહેરી મહિલા સ્વસહાય કાર્યક્રમ ( અર્બન વિમેન સેલ્ફ હેલ્પ પ્રોગ્રામ - યુ.ડબલ્યુ.એસ.પી.)

આ ઘટકમાં બીજા બે પેટા ઘટકોનો સમાવેશ થાય છે:

  1. શહેરી ગરીબ મહિલાઓના જુથોને લાભદાયક સ્વરોજગાર મેળવવા માટેનું સાહસ સ્થાપવા માટે મદદ પુરી પાડવી - યુ.ડબલ્યુ.એસ.પી. (લોન અને સબસીડી)
  2. શહેરી ગરીબ મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલ સ્વસહાય/કરકસર જૂથ અને ક્રેડિટ સોસાયટી માટે રીવોલ્વીંગ ફંડ - યુ.ડબલ્યુ.એસ.પી. (રીવોલ્વીંગ ફંડ)

શહેરી મહિલા સ્વસહાય કાર્યક્રમ (લોન અને સબસીડી)

  • વ્યકિતગત પ્રયત્નોના બદલે જે શહેરી મહિલાઓ સ્વરોજગાર માટેનું સાહસ જૂથમાં વિકસાવવા માગે તેના માટે વિશેષ લાભો આ યોજના અંતગત આપવામાં આવેલ છે. શહેરી ગરીબ મહિલાઓના જૂથ પોતાની આવડતો, તાલીમ, અભિરૂચી અને સ્થાનિક પરીસ્થીઓને અનુકૂળ આવે તેવી આથીંક પ્રવૃતિઓ હાથ ધરી શકે છે. આવક ઉપાજેિન ઉપરાંત આ જૂથની રણનીતી મહિલાઓને સ્વનિભેર બનાવી અને તેમને સ્વવિકાસની તકો પુરી પાડીને શહેરી મહિલાઓના સશકિતકરણ માટે પણ પ્રયત્ન કરવામાં આવે છે. યુ.ડબલ્યુ.એસ.પી. અંતર્ગેત વિસ્તાર આધારીત પ્રવૃતિના અભિગમ પર ધ્યાન કેન્દ્રીત કરીને નાના જૂથ આધારીત ઉધોગો વિકસાવવા માટે માઇક્રો ફાયનાન્સ પર ભારણ આપવામાં આવે છે.
  • આ યોજના અંતેગત સબસીડી મેળવવા માટે લાયક ઠરવા માટે, યુ.ડબલ્યુ.એસ.પી. જૂથ ઓછામાં ઓછી પ શહેરી ગરીબ મહિલાઓનુ હોવુ જરૂરી છે. આવક ઉપાર્જનની પ્રવૃતિઓ શરૂ કરતા પહેલા જૂથના સભ્યો એકબીજાને સારી રીતે ઓળખે, જૂથની રણનીતી સમજે અને જૂથના તમામ સભ્યોની મજબુત બાબત અને શક્તિઓને ઓળખે તે જરૂરી છે. જૂથ સભ્યોમાંથી જ સંચાલકને પસંદ કરશે. જૂથ પોતે જ પોતાની પ્રવૃતિ પણ પસંદ કરશે. પ્રવૃતિની પસંદગીમાં કાળજી રાખવી જોઇએ કારણ કે ૩૦ તેણીના પતિના આરોગ્ય/ જીવન/ અકસ્માત કે અન્ય વિમા પેટે ચુકવવાના થતા ખચે માટે અથવા રૂ. 30 તેણીના કુટુંબની કોઇપણ સગીર બાળકીના આરોગ્ય/અકસ્માતના વિમા ખચે પેટે મળવ પાત્ર છે. આ ખચેને રીવોલ્વીંગ ફંડમાં પણ ઉધારી શકાય; અને VI. કોઇ પણ ખચે કે જેને રાજ્ય/યુ.એલ.બી. દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા અનુસાર સોસાયટી કે જૂથના હિતમાં છૂટ આપવામાં આવેલ હોય તે.
  • યુ.ડબલ્યુ.એસ.પી. અંતગત સ્વસહાય/કરકસર જૂથ અને ધીરાણ મંડળી, તેની સ્થાપના ના એક વર્ષે બાદ રીવોલ્વીંગ ફંડ મેળવવા માટે લાયક ઠરે છે. બીજા શબ્દોમાં, એવા જુથો કે જે ઓછામાં ઓછા એક વર્ષેથી કાયરત હોય તેઓ રીવોલ્વીંગ ફંડ મેળવવા માટેની પાત્રતા મેળવે છે. જૂથ એક વર્ષે કે તેથી વધારે સમયથી કાયરત છે કે નહિ તે તેમના દ્વારા યોજવામાં આવેલ મિટિંગોની સંખ્યા અને તેની રાખવામાં આવેલ નોંધ, જૂથની બચત પેટે ઉઘરાવવામાં આવેલ બચત, ઉઘરાણીની નિયમિતતા, ક્ષમતા વધેનમાં જૂથની ભૂમિકા અથવા જૂથના સભ્યોની તાલીમ વગેરે બાબતોની ચકાસણીના આધાર પર કરવામાં આવે છે. જૂથની નોંધણીને પ્રોત્સાહન આપવામાં આવે છે. તેમ છતા, રીવોલ્વીંગ ફંડ મેળવવા માટેની પૂર્વે શરત તરીકે તેનો આગ્રહ રાખવામાં આવતો નથી. જો તેમનું કાયે અર્બન લોકલ બોડી ના અર્બન પોવર્ટિ એલીવેશન (યુ.પી.એ.) શાખાને સંતોષકારક લાગે તો. રીવોલ્વીંગ ફંડ અને બેંક ધીરાણને પહોંચતી કરવા માટે એસ.એચ.જી./ટી.એન્ડસી.ના સંઘોની નોંધણી કલર્સટર/વોર્ડ/શહેરના સત્તર પર નોંધણી થવી જરૂરી છે. રાજ્ય/કેન્દ્ર શાષીત પ્રદેશ જૂથ માટે રીવોલ્વીંગ ફંડ મેળવવા માટેની યોગ્યતા માટેની માર્ગદર્શિકા બહાર પાડશે.
  • સ્વસહાય/કરકસર જૂથ અને ધીરાણ મંડળી અને બેંક સાથેના જોડાણને એસ.જે.એસ.આર.વાય. અંતગત પ્રાથમીકતા આપવામાં આવે છે. એસ.એચ.જી./ટી.એન્ડસી.ને તેમની કામગીરી અને જરૂરીયાત મૂજબ બેંક ધીરાણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. રાજ્યો/ કેન્દ્ર શાષીત પ્રદેશોને નાણાકીય સંસ્થાઓ/ સહકારી સંસ્થાઓ/ સહકારી બેન્કો/ માઇક્રો ક્રેડીટ ક્ષેત્રમાં કાયરત સ્વયંસેવી સંસ્થાઓ અને અન્ય માઇક્રો ફાયનાન્સ સંસ્થાઓ જેમકે રાષ્ટ્રીય મહિલા કોષ, સેવા, નાબાર્ડ, એસ.આઇ.ડી.બી.આઇ., આઇ.સી.આઇ.સી.આઇ. બેન્ક, વગેરેની સામેલગીરી બાબતે છૂટ આપવામાં આવેલ છે. જેના માટેની યોગ્ય માર્ગદર્શિકા મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન પોવર્ટિ એલીવીએશન દ્વારા સમયાંતરે બહાર પાડવામાં આવશે.
  • સ્વસહાય/કરકસર જૂથ અને ધીરાણ મંડળીના સંચાલન માટેના સુચક સિધ્ધાંતો બિડાણ ૪માં આપેલ છે.

 

શહેરી ગરીબોમાં રોજગારને પ્રોત્સાહન માટે કૌશલ્ય લક્ષી તાલીમ – સ્ટેપ -અપ

  • શહેરી ગરીબોને સ્વરોજગાર મેળવવા માટે તેમજ સારા પગારવાળી નોંકરી મેળવવા માટેની ક્ષમતા વધારવા માટે કૌશલ્યો કેળવવા/સુધારવા માટે મદદ પુરી પાડવા પર એસ.જે.એસ.આર.વાય.નો આ ઘટક ધ્યાન કેન્દ્રીત કરે છે.
  • યુ.એસ.ઈ.પી.ની જેમ, સ્ટેપ-અપ ગરીબી રેખા હેઠળ જીવતા શહેરી લોકોને (આયોજન પંચ દ્વારા સમયાંતરે નક્કી કરવામાં આવેલ વ્યાખ્યા મૂજબ) લક્ષિત કરે છે. સ્ટેપ-અપ કાર્યક્રમ અંતેગત મહિલા લાભાર્થીઓની સંખ્યા 30% કરતા ઓછી ના હોવી જોઇએ. એસ.સી. અને એસ.ટી. વગેના લાભાર્થીઓનું ઓછામાં ઓછું પ્રમાણ તેના નગર/શહેરમાં ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના પ્રમાણમાં હોય તે મૂજબ હોવુ જોઇએ. આ કાર્યક્રમ અંતગત વિશિષ્ઠ આવડતો ધરાવનાર લોકો માટે 3 % ખાસ આરક્ષણ રાખવું જોઇએ. પ્રધાનમંત્રીના લઘુમતિ કલ્યાણ ૧૫ મુદ્દદાના કાર્યક્રમ મૂજબ સ્ટેપ-અપ કાર્યક્રમઅનુસાર નાણાકીય અને કાર્યક્રમના કુલ રાષ્ટ્રીય લક્ષ્યાંકોના ૧૫ ટકા લઘુમતી માટે હોવા જોઇએ.
  • સ્ટેપ-અપ શહેરી ગરીબોને વૈવિધ્યસભર સેવાઓ, ધંધા અને ઉત્પાદનને લગતી પ્રવૃતિઓ તેમજ સ્થાનિક આવડતો અને સ્થાનિક હસ્તકળામાં તાલીમ આપવા ઇચછે છે જેથી કરીને તેઓ સ્વરોજગાર માટેના સાહસો ઉભા કરી શકે અથવા સારા વળતર સાથે પગારવાળી નોકરી સુરક્ષિત કરી શકે. સેવા ક્ષેત્રના અગત્યના ઘટક જેમકે બાંધકામ, વેપાર અને સબંધીત સેવાઓ જેમકે સુથારી કામ, પ્લબીગ, ઇલેક્ટ્રીકલ અને સ્થાનિક સામગ્રીનો ઉપયોગ કરીને ઓછા ખચે બાંધકામ સામગ્રીનુ ઉત્પાદન કરવું, વગરે માટે પણ તાલીમ આપવી જોઇએ.
  • કૌશલ્ય વિકાસ તાલીમને ઓળખપત્ર, પ્રમાણીત કરવા સાથે જોડાણ કરી શકાય અને તેને પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ દ્વારા આઇ.આઇ.ટી., એન.આઇ.ટી., ઉધોગીક મંડળો, નામાકિત ઇજનેરી કોલેજો, મેનેજમેન્ટ સંસ્થાઓ અને અન્ય નામાંકિત સંસ્થાઓ સાથે જોડી શકાય. તાલીમ સંસ્થાઓ જેમકે આઇ.આઇ.ટી./પોલીટેકનીક/શ્રમીક વિધાપીઠ, ઇજનેરી કોલેજો અને અન્ય યોગ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી, ખાનગી અથવા સ્વચ્છીક સંસ્થાઓનો ઉપયોગ કરી શકાય અને શહેરી ગરીબોમાં કૌશલ્ય વિકાસ તાલીમ માટે સહકાર મેળવી શકાય પરંતુ તે તેના નામથી અને આપવામાં આવનાર પ્રશિક્ષણની ગુણવતા માટે પ્રસિધ્ધ હોવી જોઇએ. સ્થાનિક જરૂરીયાત મૂજબ બાંધકામને લગતી તાલીમ માટે રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેશમાં આવેલ હાઉસીંગ એન્ડ અર્બન ડેવલોપમેન્ટ કોર્પરેશન, બિલ્ડીંગ મટીરીયલ પ્રમોશન કાઉન્સીલની સેવાઓ મેળવી શકાય છે
  • તાલીમ માટે થતો સરેરાશ ખર્ચે તાલીમાથી દીઠ સરેરાશ ૧0000થી વધશે નહિ, જેમાં સામગ્રીને લગતો ખર્ચે, તાલીમકારની ફી, સાધનો માટેનો ખર્ચે, તાલીમ સંસ્થા દ્વારા કરવામાં આવતો અન્ય છૂટક ખર્ચે તેમજ તાલીમાથીને આપવામાં આવતુ માસીક સ્ટાઈપેન્ડ (પગાર)નો સમાવેશ થઇ જશે. શહેરી ગરીબોમાં રોજગાર લક્ષી કૌશલ્યો વિકાસની તાલીમ માટે સુચક વ્યવહારૂ વિગતો બિડાણ પમાં આપેલ છે.

શહેરી રોજગાર કાર્યક્રમ - યુ.ડબલ્યુ.ઇ.પી.

  • આ કાર્યક્રમનો ગરીબી રેખા હેઠળ જીવતા અને અર્બન લોકલ બોડીના વિસ્તારમાં રહેતા લોકોને સામાજીક અને આથીંક રીતે ઉપયોગી મિલકતો વિકસાવવા માટે બાંધકામ નિમણમાં તેમને મજુરી આપીને રોજગાર આપવાનો હેતુ છે. આ મિલકતોમાં કોમ્યુનીટી સેન્ટર, પુરના પાણીના નિકાલ માટેની ગટરો, રસ્તાઓ, રાત્રિ રોકાણ માટેના સ્થળ, મધ્યાહન ભોજન યોજના અંતગત પ્રાથમીક શાળામાં રસોડા વિભાગ અને અન્ય સમુદાયની જરૂરીયાતો જેમકે બગીચાઓ, કચરાના નિકાલની વ્યવસ્થાઓ, વગેરે સામુદાયિક માળખાઓ દ્વારા નક્કી કયો મૂજબ મિલકતોનો સમાવેશ થાય છે. યુ.ડબલ્યુ.ઇ.પી. માત્ર ૧૯૯૧ની વસ્તી ગણતરી મૂજબ પ લાખ કરતા વધારે વસ્તી ધરાવનાર શહેર/નગરમાંજ અમલ કરવામાં આવશે.
  • યુ.ડબલ્યુ.ઇ.પી. ખાસ કરીને બિનકુશળ/ઓછી કુશળતા ધરાવનાર સ્થળાંતરીત કરનાર લોકો/સ્થાનિક લોકોને સામુદાયિક મિલકતો બનાવીને રોજગારની તકો પૂરી પાડે છે. ખાસ કરીને ઓછી આવક ધરાવનાર વિસ્તારમાં સ્થાનિક સમુદાયની આગવી ભાગીદારી અને સામેલગીરી વડે સમુદાયને ઉપયોગી મિલકતો બનાવવામાં આવે છે.
  • સામગ્રી: આ કાર્યક્રમ અંતેગત કામ માટેનું મજુરીનું પ્રમાણ ૬૦:૪૦નું રહેશે. તેમ છતા રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેશ જ્યાં ખૂબજ જરૂરી હોય ત્યાં મજુરી:સામગ્રીના પ્રમાણમાં ૧૦% સુધીની છૂટ આપી શકે છે. આ કાર્યક્રમ અંતેગત, દરેક વિસ્તારમાં સમયાંતરે નક્કી કરવામાં આવેલ લઘુતમ મહેનતાણાના દર મૂજબ લાભાર્થીને ચુકવણી કરવામાં આવે છે.
  • કોમ્યુનીટી ડેવલોપમેન્ટ સોસાયટીસ, વિસ્તારમાં આવેલ મૂળભૂત પાયાની સુવિધાઓની મોજણી કરશે. ઘટતી મૂળભૂત સુવિધાઓ પહેલા ઓળખવામાં આવશે. ત્યારબાદ, અન્ય માળખાગત સુવિધાઓની યાદી તૈયાર કરવામાં આવશે.
  • જયાં સુધી શકય હોય ત્યાં સુધી, કામની ફાળવણી સી.ડી.સી. દ્વારા યુ.એલ.બી.ના નિયંત્રણ અને દેખરેખ હેઠળ કરવી જોઇએ. વિભાગ મૂજબ જ કાયે થવુ જોઇએ અને હાજરી પત્રકની જાળવણી, સામાજીક ઓડીટ, વગેરેને લગતી વિગતવાર માર્ગદર્શિકા જેતે રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેશ દ્વારા બહાર પાડવામાં આવશે. જ્યાં સુધી શકય હોય ત્યાં સુધી કામની સામગ્રી પણ વિભાગ પ્રમાણે કરવી જોઇએ. જયાં વિભાગીય કામ, કામના ખાસ પ્રકારને કારણે શકય ના બને ત્યાં સામગ્રીનો ઘટક ટેન્ટર અને સરકારી નિયમો અનુસાર પ્રક્રિયા અનુસરીને સંસ્થા દ્વારા કામ કરવુ જોઇએ.
  • દરેક કિસ્સામાં એ વાતની ખાત્રી કરવી જોઇએ કે યુ.ડબલ્યુ.ઇ.પી. અંતગત કરવામાં હાથ ધરવામાં આવેલ કામ સલામત રીતે થવુ જોઇએ અને કોઇ પણ કામ અધુરૂ રહેવુ ના જોઇએ. ખચેમાં ક્રમશ: વધારાના કિસ્સામાં અથવા કામના ક્ષેત્રમાં વધારાના કિસ્સામાં અથવા પ્રોજેકટના અંદાજીત ખચેમાં કોઇ પણ કારણથી વધારાના કિસ્સામાં કોઇપણ કારણથી જો વધારાના નાણા કાર્યક્રમમાં ઉપલબ્ધ ના હોય તો તે મૂળભૂત રીતે મંજૂરી કરનાર સત્તાની એટલેકે અર્બન લોકલ બોડી / જીલ્લા શહેરી વિકાસ મંડળ દ્વારા જો જરૂર લાગે તો, બીજા કાર્યક્રમમાંથી વધારાના સ્ત્રોતો ઉભા કરીને કે પોતાના સ્ત્રોતો ઉમેરીને આવુ કામ પુરૂ કરવાની જવાબદારી છે.
  • રોજગાર લક્ષી કાર્યક્રમનો ખૂબ અલગથી ઉપયોગ કરવો, માત્ર ટુંકા ગાળાના પગલા તરીકે જયાં સુધીમાં લાભાર્થી સ્વરોજગાર માટે સાહસ સ્થાપવા કે નિયમિત ક્ષેત્રમાંથી રોજગારી મેળવવા માટે આવડતો વિકસાવી લે.

શહેરી સમુદાય વિકાસ સંગઠન - યુ.સી.ડી.એન. - સામુદાયિક માળખાઓ, સામુદાયિક વિકાસ અને સક્ષમતા

  • એસ.જે.એસ.આર.વાય. સામુદાયિક વિકાસ અને સક્ષમીકરણના પાયા પર આધારીત હોવી જોઇએ. પરંપરાગત ઉપરથી નીચેના અમલીકરણના અભિગમ પર આધાર રાખવાના બદલે યોજના સમુદાયીક સંસ્થાઓ અને માળખાઓના વિકાસ પર આધાર રાખે છે જેનાથી શહેરી ગરીબી નાબૂદી કાયમી ટકી રહે છે. આના માટે, સમુદાયિક સંસ્થાઓ જેમકે પડોશી જૂથો, પડોશી સમિતિઓ અને કોમ્યુનીટી ડેવલોપમેન્ટ સોસાયટી લક્ષિત વિસ્તારોમાં બનાવવામાં આવે છે. આ કોમ્યુનીટી માળખાઓની વિગત બિડાણ ૬મા આપેલ છે. લાભાર્થીઓની ઓળખ માટે, લોન અને સબસીડીની અરજીઓ તૈયાર કરવા માટે, વસુલાત પર દેખરેખ રાખવા અને કાર્યક્રમ માટે જરૂરી સામાન્ય સહકાર/મદદ માટે સી.ડી.સી. એ કેન્દ્રમાં રહેશે. સી.ડી.સી. વિસ્તાર માટે અનુકુળ પ્રોજેકટોની પણ ઓળખ કરશે. મહિલાઓના સ્વસહાય જૂથની રચનાની પ્રવૃતિ સી.ડી.સી. દ્વારા જોવામાં આવનાર અગત્યની પ્રવૃતી છે.
  • સામુદાયિક માળખાઓ તેમને સ્વસહાય જુથો/કરકસર જુથો કે ધીરાણ મંડળી તરીકે વિકસાવી શકે જેથી કરીને સમુદાયમાં બચત અને અન્ય પ્રવૃતિઓને પ્રોત્સાહન આપી શકાય. તેમ છતા સ્વસહાય જુથો/કરકસર જુથો કે ધીરાણ મંડળીને સી.ડી.સી.થી અલગ પણ બનાવી શકાય છે. અલગ અલગ સામુદાયિક સંસ્થાઓના સંઘ તરીકે સી.ડી.સી. સ્વસહાય, કરકસર અને ધીરાણ જૂથના પ્રોત્સાહન માટે નોડલ સંસ્થા બની શકે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સી.ડી.સી. સામાજીક તમામ મુદ્દદાઓને અવાજ આપશે જેમાં ભરણ પોષણ, આવડતોનો વિકાસ, આવાસ, પાણી, સ્વચ્છતા, આરોગ્ય, શિક્ષણ, સામાજીક સુરક્ષા, સમાજ કલ્યાણ, વગેરે બાબતોનો સમાવેશ થઇ શકે પરંતુ તેના પુરીતીજ મર્યાદિત રહે નહિ, જેના માટે વિવિધ વિભાગો દ્વારા અમલ કરવામાં આવનાર યોજનાઓ સાથે સંકલન કરવામાં આવે.
  • સમુદાયના સ્તર પર કોમ્યુનીટી ઓગેનાઇઝર લગભગ ૨૦૦૦ ઓળખેલ પરિવારો સાથે કામ કરશે. આવા કોમ્યુનીટી ઓગેનાઇઝર શકય હોય ત્યાં સુધી મહિલા હોવા જોઇએ. તેણી ફુલટાઇમ કાયેકતાં હોવા જોઈએ. જો આગળના કાર્યક્રમ અંતગત તેમની નિમણૂક કરવામાં આવેલ ના હોય તો, તેની કરાર આધારીત નિમણુક કરી શકાય. તેણીને તેના અનુભવ અને લાયકાતને અનુસાર વળતર આપવુ જોઇએ.
  • કોમ્યુનીટી ઓગેનાઇઝર શહેરી ગરીબ સમુદાય અને (સી.ડી.સી. દ્વારા પ્રતિનિધિત્વ કરનાર) અને અમલી કરનાર એટલેકે શહેરી ગરીબી નાબૂદી શાખા સામગ્રી વચ્ચે કડી રૂપ બનશે. યોજનાની સફળતાનો આધાર કોમ્યુનીટી ઓગેનાઇઝરના કાર્યો પર રહે છે. તેમની મુખ્ય જવાબદારીઓમાં:
  1. સામુદાયિક માળખાઓ/જુથોને પ્રોત્સાહન આપવું
  2. સમુદાયને તેની જરૂરીયાતો ઓળખવામાં, સમુદાયિક માળખા રચવામાં, સમુદાયને દીઘેદષ્ટી પૂરી પાડવામાં અને સમુદાયના વિકાલલક્ષી આયોજન તૈયાર કરવા માટે માગેદશેન આપવુ અને મદદ કરવી.
  3. ઝુંપડપટ્ટીની મોજણી, ઘર-ઘરની મોજણીમાં અને ભરણ પોષણની મોજણી દ્વારા શહેરી ગરીબો અને તેમની જરૂરીયાતો માટેની આંકડાકીય માહિતીની જાળવણી કરવી.
  4. એસ.જે.એસ.આર.વાય. અને સબંધીત કાયેકમો અથવા પ્રવૃતિઓના અમલીકરણ અને દેખરેખમા સમુદાયની સાથે રહેવું.
  5. શહેરી ગરીબોના કૌશલ્યોની જરૂરીયાત આંકવી અને કૌશલ્ય વિકાસની તાલીમો તેમજ તાલીમબાદની પ્રવૃતિઓનું સંકલન કરવું
  6. કાર્યક્રમ માટે સમુદાયની સાથે શરૂઆતના સંપકો સ્થાપવા માટે વિભાગોની શાખાઓ સાથે જોડાણ કરવું.
  7. સમુદાયના સ્તરની તાલીમો, માહિતીનું આદાન પ્રદાન, અનુભવોનુ આદાન પ્રદાન, સમુદાયના કૌશલ્યો વિકાસના કાયેકમો, વગેરે દ્વારા સમુદાયની ક્ષમતા વધારવી.
  8. સ્વરોજગારના સાહસો માટે યોગ્ય લાભાર્થીઓની ઓળખ કરવી, સી.ડી.સી. દ્વારા નામ મંજૂર કર્યો બાદ બેંક ધિરાણ મેળવવા માટે અરજી તૈયાર કરવી અને ત્યારબાદ યુ.એલ.બી./બેંક/વ્યવસ્થાપન સાથે જયાં સુધી લોન મંજુર ના થાય ત્યાં સુધી ફોલોઅપ કરતા રહેવું.
  9. ધિરાણ મેળવનાર લાભાર્થીનું તેના સાહસના વિકાસ પર દેખરેખ રાખવા અને લોનને સમયસર પરત કરવી, વગેરે બાબતો માટે નિયમીત સંપર્ક કરતા રહેવું

10. શહેરી ગરીબી નાબુદ કરવા માટે તેમને સોંપવામાં આવનાર અન્ય કોઇ પણ કાયે.

  • યુ.સી.ડી.એન. અંતગત ઘટક સમુદાના માળખાઓ અને સમુદાય વિકાસ સંગઠનોને મજબુત કરવા માટે નાણા અલગથી આપવામાં આવી શકે. જેમાં કોમ્યુનીટી ઓગેનાઇઝરનુ મહેનતાણ/ભથ્થા વગેરે ખચે માટે, સમુદાયને ગતિશીલ બનાવવા માટેની સામગ્રી જેમાં એનીમેટર પણ હોય શકે, જાગૃતિ માટેના કેમપ/કાયેશાળા/પરીસંવાદ/પરીષદ/બેઠકો જેમા કોમ્યુનીટી મોબીલાઇઝર, સમુદાય આધારીત સંગઠનો, સ્વચ્છીક સંસ્થાઓ કે અન્ય હિતધારકો સામેલ હોય, વગેરે અને કોઇ અન્ય પ્રવૃતિઓ/પ્રોજેકટ કે જે સમુદાયના વિકાસ અને સક્ષમીકરણ માટે હોય જેમકે મોજણી, શહેરી ગરીબી ઘટાડવા માટેની રણનીતીઓ તૈયાર કરવી, ઝુંપડપટ્ટીના વિકાસ માટેનું આયોજન અને સમુદાયના સ્તર પરના સુક્ષ્મ આયોજનો, નાના આયોજનો, સામાજીક ઓડીટ, વગેરેનો સમાવેશ થઇ શકે.

કાર્યક્રમ અમલીકરણ માટેના ખર્ચાઓ – વ્યવસ્થાકિય અને અન્ય

  • રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેશોએ બિનઉત્પાદક ખચે ઓછા કરવા માટે પ્રયત્નો કરવા જોઇએ. રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેશના એસ.જે.એસ.આર.વાય. ફાળવવામાં આવેલ કુલ રકમના પ% વ્યવસ્થાકિય ખર્ચે પેટે ઉપયોગ કરી શકાય કે વ્યવસ્થાકિય એકમ કે અમલી કરણ કરનાર સંસ્થાને વ્યવસ્થાકિય ખર્ચે પેટે ફાળવી શકાય. તેમ છતા, સ્થાનિક કક્ષા પર કેન્દ્ર/રાજ્ય સરકારની શહેરી ગરીબી માટેની તમામ યોજનાઓ સાથે સંકલન કરવુ જોઇએ જેથી કરીને યુ.પી.એ. શાખાની રચના માટે અને અન્ય જરૂરી વ્યવસ્થાકિય ખર્ચાઓ માટે જરૂરી નાણા ઉપલબ્ધ કરાવી શકાય.
  • યુ.એલ.બી. સ્તર પર, ટાઉન અર્બન પોવેટી એલીવીએશન શાખા મહાનગર પાલીકાના મ્યુનીસીપલ કમિશનર/નગર પાલીકાના વહીવટી અધીકારી હેઠળ હોવી જોઇએ, અને પ્રોજેકટ ઓફિસર/આસીસ્ટન્ટ પ્રોજેકટ ઓફિસર દ્વારા મદદ કરવામા આવે. પ્રોજેકટ ઓફિસર/આસીસ્ટન્ટ પ્રોજેકટ ઓફિસર યુ.એલ.બી. હેઠળ દરેક સી.ડી.સી. અને સી.ઓ.ની પ્રવૃતિઓનું સંકલન કરવા માટે જવાબદાર રહેશે. આ શાખા સી.ડી.સી., યુ.એલ.બી. અને અન્ય વિભાગોની પ્રવૃતિઓ એક બીજા સાથે સંકલન થાય તેની ખાત્રી કરશે. યુ.પી.એ. શાખા સૌપ્રથમ, શહેરી ગરીબોના કલ્સટર ઓળખ કરશે અને સમુદાયીક માળખાઓ વિકસાવવા માટેના વિસ્તારોની ઓળખ કરશે. યુ.પી.એ.શાખા/પી.ઓ./એ.પી.ઓ.ના અન્ય કાયોમાં સી.ડી.સી. અને સી.ઓ.ના કાયે પર દેખરેખ રાખવી અને માગેદશેન આપવું, તેમજ યુ.એલ.બી.ના ગરીબી ઘટાડવા માટેના ગૌણ આયોજન તૈયાર કરવામાં, શહેરી ગરીબ માટેના અંદાજપત્ર તૈયાર કરવામાં, ઝુંપડપટ્ટી અને ભરણ પોષણ માટેની મોજણી કરવામાં, અલગ અલગ યોજનાઓ માટે લાભાર્થીઓની ઓળખ કરવામાં, બેંક અને સ્વસહાય જૂથ વચ્ચેના જોડાણને પ્રોત્સાહીત કરવામાં, ૭૪માં બંધારણીય સુધારા અધિનિયમન અંતેગત યુ.એલ.બી. અને સામુદાયીક માળખાઓ વચ્ચે જોડાણ ઉભા કરવામા, વિવિધ વિભાગીય કાયેકમો વચ્ચે સંકલન બનાવવામાં, માનવીય અને શહેરી સ્તર પર નાણીકિય સ્ત્રોતો એકત્રીત કરવામાં અને યોગ્ય એમ.આઇ.એસ./ઇ-ગવેન્સ ટુલ પુરા પાડીને કાર્યક્રમની પ્રવૃતિઓ પર દેખરેખ રાખવી, વગેરેનો સમાવેશ થાય છે.
  • જીલ્લા કક્ષા પર, જીલ્લા શહેરી વિકાસ સંસ્થા એટલે કે ડી.યુ.ડી.એ. અથવા જીલ્લા સ્તરની સંસ્થા/માળખુ યોજનાના સંકલન માટે અને જીલ્લાની તમામ યુ.એલ.બી.ની ક્ષમતા વધેન માટે કાયે કરી શકે છે. જેના વડા જીલ્લા પ્રોજેકટ ઓફિસર હોય અને તેમને જરૂરીયાત મૂજબ કમેંચારીઓ આપી શકાય. ૭૪માં બંધારણીય સુધારા અધિનિયમ અંતેગત જીલ્લામાં રચવામાં આવેલ જીલ્લા આયોજન સમીતી સાથે પણ ડી.યુ.ડી.એ. અથવા જીલ્લા સંસ્થા સંકલન સાધશે. શહેરી ગરીબી નાબૂદી અને સબંધિત કાયેકમોને અસરકાર રીતે અમલ કરવા માટે તે માટે વિભાગો સાથે જોડાણ કરશે. માઇક્રો બીઝનેશ સેન્ટર ઉભા કરવા માટે તેમજ તેને કાયેશીલ રાખવા માટે તેને ડી.યુ.ડી.એ. અથવા જીલ્લા સંસ્થા રાજય/કેન્દ્ર શાષિત પ્રદેશ દ્વારા બહાર પાડવામા આવેલ માર્ગદર્શિકા અનુસાર દેખરેખ રાખશે.
  • એસ.જે.એસ.આર.વાય. અંતેગત સ્વરોજગારના કાયેકમો અસરકારક રીતે અમલ થાય તે માટે ડી.યુ.ડી.એ./જીલ્લા કક્ષાની સંસ્થા બેંક સાથે પણ સંકલન સાધશે. બેંકના અધિકારીઓ અમલીકરણની પ્રક્રિયામાં લાભાર્થી/ વેપારની પસંદગીની પ્રક્રિયાથી જોડાયેલ હોવા જોઇએ જેથી શહેરી ગરીબો કે તેમના જૂથના નાના સાહસો માટે લોનની મંજુરીમાં કોઇ સમસ્યા ઉભી થાય નહિ. જીલ્લા કક્ષા પર ડીસ્ટ્રીકટ લેવલ બેંકર કમીટી (જીલ્લા સ્તરની બેંકરોની સમિતિ) જેમાં જીલ્લાના અધિકારીઓ અને બેંકના અધીકારીઓ હોય તેના દ્વારા યોજના પર નજદીક થી દેખરેખ રાખવી જોઇએ. પી.એમ.ઈ.જી.પી. અને એસ.જે.એસ.આર.વાય.નું ડુપ્લીકેશન થતુ ટાળવા માટે, ડી.યુ.ડી.એ./જીલ્લા કક્ષાની સંસ્થા, જીલ્લા ઉધોગ કેન્દ્ર, પી.એમ.ઇ.જી.પી.ની અમલીકરણ કરનાર બોડી (અધીકારીઓ) અને યુ.એલ.બી.માં રહેલા યુ.પી.એ. શાખાઓ, એસ.જે.એસ.આર.વાય. અમલી કરનાર સંસ્થાઓ સાથે નજદીકથી જોડાયેલ રહેશે. આ રીતે તમામ કાયેકમોની અમલીકરણ કરનાર સંસ્થાઓ એકબીજાને કયા વિસ્તારોમાં ધ્યાન કેન્દ્રીત કરવુ તે જણાવવા માટે સક્ષમ બનશે અને સેવાઓ, લાભાર્થીઓ અને પ્રયત્નોનું પી.એમ.ઈ.જી.પી. અને એસ.જે.એસ.આર.વાય. વચ્ચે થનારૂ ડુપ્લીકેશન ટાળી શકાશે.
  • રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેશની કક્ષા પર, રાજ્ય શહેરી વિકાસ મંડળ (સુડા)/ રાજ્ય યુ.પી.એ.શાખા / રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેશ સરકારના વિભાગ જેમકે નગર સંચાલક નિયામક (ડાયરેકટર ઓફ મ્યુનિશીપલ એડમીનીસ્ટ્રેશન), અર્બન લોકલ બોડીના કાયે સાથે નજદીક જોડાય અને યોગ્ય માનવીય જરૂરીયાત તેમજ સારસરંજામ માટેના સહકાર માટે રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેશ દ્વારા એસ.જે.એસ.આર.વાય. સહિત તમામ શહેરી ગરીબી નાબૂદી કાયેકમો માટે નોડલ સંસ્થા તરીકે નિમવામા આવી શકે છે. રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેશની નોડલ સંસ્થા કાર્યક્રમને માગેદશેન આપશે અને દેખરેખ રાખશે, યોગ્ય નિતિ વિષયક દિશા સૂચન કરશે, શહેરી ગરીબોને અસર કરતા કાયક્રમો અને નિતિઓ આગળ વધારશે અને રાજ્ય કક્ષાની બેંકર સમિતિ સાથે સંકલન કરશે. કેન્દ્ર દ્વારા આપવામાં આવનાર નાણા આ નોડલ સંસ્થાને આપવામાં આવશે કે જે આ નાણા આગળ ડી.યુ.ડી.એ./યુ.એલ.બી.ઓને કાર્યક્રમના અમલી કરણ હેતુ આપશે. રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેશ સંસ્થા એ વાતની ખાત્રી કરશે કે રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેશ સરકાર દ્વારા રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેશનો હિસ્સો જયારે પણ માગવામાં આવે ત્યારે પૂરો પાડવામાં આવે. એસ.જે.એસ.આર.વાય. અંતેગત નીમવામાં આવેલ રાજ્ય નોડલ આધિકારી હેઠળ રાજ્ય નોડલ સંસ્થા કાયે કરશે જેને વિવિધ વિસ્તારના તજજ્ઞો જેમકે ગરીબી નાબૂદી, ભરણ પોષણ, ઝુંપડપટ્ટી વિકાસ/પૂનેવસન, કોમ્યુનીટી મોબીલાઇઝેશન, સામાજીક ઉત્કર્ષે, મોજણી અને તાલીમ, વગેરે દ્વારા મદદ પૂરી પાડવામાં આવશે.
  • સ્થાનિક કક્ષા પર, યોજના અંતેગત શહેરી ગરીબ વિસ્તારોમાં/કલ્ટરોમાં સમુદાયના માળખાઓ વિકાસ (એન.એચ.જી., એન.એચ.સી., સી.ડી.સી., વગેરે) ક્રમશઃ તબક્કાવારઇ કરી શકાય જેથી કરીને નક્કી કરેલ સમયમર્યાદામાં શહેરી ગરીબ વસ્તીને આવરી શકાય. આ રીતે વ્યવસ્થાકિય અને અન્ય ખચે પ્રાપ્ય નાણા અનુસાર તબક્કાવાર ઉપયોગ કરી શકાય. રાજ્ય કેન્દ્ર શાષિત પ્રદેશ પ્રાપ્ય સ્ત્રોતોનો મહતમ ઉપયોગ કરવા માટે એ વાતની ખાત્રી કરશે કે એસ.જે.એસ.આર.વાય.ની અમલીકરણ કરનાર મશીનરી અને જવાહરલાલ નહેરૂ નેશનલ અર્બન રીન્યુઅલ મીશન અંતેગત પ્રાપ્ય નિષ્ણાંતો/માળખાઓ સાથે સંકલન થાય.
  • રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેશ કક્ષા પર અર્બન લોકલ બોડીના કાયેકારી સચીવની અધ્યક્ષતા હેઠળ લાઇન વિભાગોનો સભ્યો સાથે સુડા, બેંકો, માઇક્રો ફાયનાન્સ સંસ્થાઓ, સીવીલ સોસાયટીનું પ્રતિનિધીત્વ કરનાર સંસ્થાઓ અને અન્ય હિતધારકોની રાજ્ય કક્ષા જણાવવા માટે સક્ષમ બનશે અને સેવાઓ, લાભાર્થીઓ અને પ્રયત્નોનું પી.એમ.ઈ.જી.પી. અને એસ.જે.એસ.આર.વાય. વચ્ચે થનારૂ ડુપ્લીકેશન ટાળી શકાશે.
  • રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેશની કક્ષા પર, રાજ્ય શહેરી વિકાસ મંડળ (સુડા)/ રાજ્ય યુ.પી.એ.શાખા / રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેશ સરકારના વિભાગ જેમકે નગર સંચાલક નિયામક (ડાયરેકટર ઓફ મ્યુનિશીપલ એડમીનીસ્ટ્રેશન), અર્બન લોકલ બોડીના કાયે સાથે નજદીક જોડાય અને યોગ્ય માનવીય જરૂરીયાત તેમજ સારસરંજામ માટેના સહકાર માટે રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેશ દ્વારા એસ.જે.એસ.આર.વાય. સહિત તમામ શહેરી ગરીબી નાબૂદી કાયેકમો માટે નોડલ સંસ્થા તરીકે નિમવામા આવી શકે છે. રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેશની નોડલ સંસ્થા કાર્યક્રમને માગેદશેન આપશે અને દેખરેખ રાખશે, યોગ્ય નિતિ વિષયક દિશા સૂચન કરશે, શહેરી ગરીબોને અસર કરતા કાયક્રમો અને નિતિઓ આગળ વધારશે અને રાજ્ય કક્ષાની બેંકર સમિતિ સાથે સંકલન કરશે. કેન્દ્ર દ્વારા આપવામાં આવનાર નાણા આ નોડલ સંસ્થાને આપવામાં આવશે કે જે આ નાણા આગળ ડી.યુ.ડી.એ./યુ.એલ.બી.ઓને કાર્યક્રમના અમલી કરણ હેતુ આપશે. રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેશ સંસ્થા એ વાતની ખાત્રી કરશે કે રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેશ સરકાર દ્વારા રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેશનો હિસ્સો જયારે પણ માગવામાં આવે ત્યારે પૂરો પાડવામાં આવે. એસ.જે.એસ.આર.વાય. અંતેગત નીમવામાં આવેલ રાજ્ય નોડલ આધિકારી હેઠળ રાજ્ય નોડલ સંસ્થા કાયે કરશે જેને વિવિધ વિસ્તારના તજજ્ઞો જેમકે ગરીબી નાબૂદી, ભરણ પોષણ, ઝુંપડપટ્ટી વિકાસ/પૂનેવસન, કોમ્યુનીટી મોબીલાઇઝેશન, સામાજીક ઉત્કર્ષે, મોજણી અને તાલીમ, વગેરે દ્વારા મદદ પૂરી પાડવામાં આવશે.
  • સ્થાનિક કક્ષા પર, યોજના અંતેગત શહેરી ગરીબ વિસ્તારોમાં/કલ્ટરોમાં સમુદાયના માળખાઓ વિકાસ (એન.એચ.જી., એન.એચ.સી., સી.ડી.સી., વગેરે) ક્રમશઃ તબક્કાવારઇ કરી શકાય જેથી કરીને નક્કી કરેલ સમયમર્યાદામાં શહેરી ગરીબ વસ્તીને આવરી શકાય. આ રીતે વ્યવસ્થાકિય અને અન્ય ખચે પ્રાપ્ય નાણા અનુસાર તબક્કાવાર ઉપયોગ કરી શકાય. રાજ્ય કેન્દ્ર શાષિત પ્રદેશ પ્રાપ્ય સ્ત્રોતોનો મહતમ ઉપયોગ કરવા માટે એ વાતની ખાત્રી કરશે કે એસ.જે.એસ.આર.વાય.ની અમલીકરણ કરનાર મશીનરી અને જવાહરલાલ નહેરૂ નેશનલ અર્બન રીન્યુઅલ મીશન અંતેગત પ્રાપ્ય નિષ્ણાંતો/માળખાઓ સાથે સંકલન થાય.
  • રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેશ કક્ષા પર અર્બન લોકલ બોડીના કાયેકારી સચીવની અધ્યક્ષતા હેઠળ લાઇન વિભાગોનો સભ્યો સાથે સુડા, બેંકો, માઇક્રો ફાયનાન્સ સંસ્થાઓ, સીવીલ સોસાયટીનું પ્રતિનિધીત્વ કરનાર સંસ્થાઓ અને અન્ય હિતધારકોની રાજ્ય કક્ષા પ્રવૃતિઓ જેમકે સમુદાયને ગતિશીલ બનાવવું, સમુદાયના માળખા ઉભા કરવા, લાભાર્થીઓની ઓળખ કરવી, કૌશલ્ય વિકાસની તાલીમો કરવી, બજાર સંશોધન કરવું ઉધોગ સાહસીકતાનો વિકાસ કરવો, વગેરેમાં સામેલ કરી શકાય છે. મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ અને અર્બન પોવેટી એલીવેશન દ્વારા સમયાંતરે સમુદાય આધારીત સંગઠનો/સ્વચ્છીક સંસ્થાઓને સામેલ કરવા માટેની કાયે પ્રણાલી માર્ગદર્શિકા નક્કી કરવામાં આવશે.

ઇન્ફર્મેશન, એજ્યુકેશન અને કોમ્યુનીકેશન (આઇ.ઇ.સી.)

  • કેન્દ્રીય કક્ષા પર યોજના અંતગત ફાળવવામાં આવેલ કુલ રકમના 3 % મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ અને અર્બન પોવેટી એલીવેશન પાસે આઇ.ઇ.સી. પ્રવૃતિઓ માટે રાખવામાં આવશે, જેમા શહેરી ગરીબી પર નેશનલ કોર ગુપને શહેરી ગરીબી નિમૂલન માટેના રાષ્ટ્રીય ક્ષમતા વધેન કાર્યક્રમ માટે મદદ, તાલીમ મોડયુલો બનાવવા, નેશનલ નેટવર્ક ઓફ રીસોસ સેન્ટર અંતેગત આવતા રીસોસે સેન્ટરોને સાહિત્ય અને પ્રવૃતિ આધારીત મદદ, ઝુંપડપટ્ટી/ગરીબી રેખા હેઠળ જીવતા લોકો/ભરણ પોષણ માટેની મોજણી, ડેટાબેઝ અને એમ.આઇ.એસ. બનાવવો, બજાર સંશોધન, જાહેરાત અને જાહેરાત ઝુંબેશ, વગેરેનો સમાવેશ થઇ શકે છે.
  • મીનીસ્ટ્રી ફોર ટ્રેનીંગ એન્ડ એક્સચેન્જ વિઝીટ દ્વારા પણ આઇ.ઇ.સી.ના નાણાનો ઉપયોગ કાર્યક્રમના અમલીકરણમાં સામેલ અધીકારીઓની દેશમાં અને દેશ બહાર શહેરી ગરીબી નિમૂલન અંતેગત થતી મૂલાકાતો, શહેરી ગરીબી, ભરણ પોષણ અને સબંધીત વિષયો માટે પરીસંવાદ/ કાયેશાળા આયોજીત કરવા માટે, મંત્રાલય/નેશનલ રીસોસ સેન્ટર/તાલીમ સંસ્થાઓના આઇ.ઇ.સી. માટે સમેપીત શાખાને આઇ.ઇ.સી. બનાવવા કે સારસરંજામને લગતો સહકાર, એડવોકસી ફોરમ જેમકે મેયરસે ફોરમ, સીટી મેનેજરસે ફોરમ, શહેરી ગરીબી અને ભરણ પોષણને લગતા કટોકટીના મુદ્દદાઓ માટે કાયેરત રીસર્ચેસ કલોક્વિમ, શહેરી ગરીબી નિમૂલન માટેના સફળ કિસ્સાઓના દસ્તાવેજીકરણ, માહિતી અને આંકડાઓને કોમ્પયુટરમાં સંગ્રહ કરવા, જાહેરાતને લગતા પગલાઓ અને શહેરી ગરીબી નિમૂલન યોજના સબંધીત જાહેરાત ઝુંબેશ, વગેરે માટે મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન પોવેટી એલીવેશન દ્વારા સમયાંતરે નક્કી કયો મૂજબ કરી શકાશે.
  • રાજ્ય કક્ષાએ પણ, રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેશ તેમના દ્વારા કરવામાં આવનાર વાર્ષિક ફાળવણીના 3 % આઇ.ઇ.સી. પ્રવૃતિઓ માટે ઉપયોગ કરી શકે છે, જેમાં મોજણી અને તાલીમ, પરીસંવાદ અને કાયેશાળાઓ, ઝુંપડપટ્ટી/ ભરણપોષણ/ બી.પી.એલ. માટેની મોજણી, સ્ટેટ નોડલ એજન્સી, સ્ટેટ રીસોસે સેન્ટર/તાલીમ સંસ્થાઓ વગેરેમાં આઇ.ઇ.સી. પ્રવૃતિ માટે સમર્પિત શાખાને, બજાર સંશોધન, મૂલ્યાંકન અભ્યાસો, યોજનાની જાહેરાત, વગેરે પ્રવૃતિ માટે મદદનો સમાવેશ થાય છે. તેમ છતા, રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેશ દ્વારા એ બાબતની ખાત્રી કરવાની કાળજી રાખવી જોઇએ કે આ સબંધિત મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન પોવેટી એલીવેશન અને અધીકૃત રાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા પૂરા પાડવામાં આવેલ સાહિત્યનો સંપૂણે ઉપયોગ કરવામાં આવે. એસ.જે.વાય.આર. અંતેગત, સમુદાય આધારીત સંગઠનો અને સ્વચ્છીક સંસ્થાઓને આઇ.ઇ.સી. પ્રવૃતિઓમાં યોગ્ય રીતે સામેલ કરી શકાય.
  • કેન્દ્રીય કક્ષા પર, આ હેતુ માટે સમર્પિત નેશનલ રીસોસે સેન્ટરના કાર્યક્રમના અમલીકરણમાં સામેલ અધીકારીઓ/કમૅચારીઓ માટે તાલીમ કાયેકમો આયોજીત કરવામાં આવશે. રાષ્ટ્રીય અને ક્ષેત્રીય કક્ષા પર આવી તાલીમોનુ આયોજન મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન પોવેટી એલીવેશન દ્વારા નેશનલ નેટવર્ક ઓફ રીસોસે સેન્ટરસેના સહયોગથી કરવામાં આવશે.
  • રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેશ કક્ષા પર, રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેસ કાર્યક્રમના અમલીકરણમાં સામેલ તમામ લોકો માટે તાલીમ આયોજીત કરી શકે પછી ભલે તે રાજ્ય સરકારના કમૅચારી હોય, યુ.એલ.બી.ના કમૅચારી હોય, કોમ્યુનીટી ઓગેનાઇઝર હોય, સી.ડી.સી.ના કાયેકર હોય કે પછી કોઇ અન્ય હીતધારક હોય. રાજ્ય દ્વારા તૈયાર કરવામાં આવનાર તાલીમના સમયપત્રક અને કાર્યક્રમને રાષ્ટ્રીય કક્ષા પર શહેરી ગરીબી નાબૂદી કાર્યક્રમ માટે મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન પોવેટી એલીવેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ ક્ષમતા વધેનના આયોજન/કેલેન્ડર સાથે સંકલીત કરવો જોઈએ. રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેશની સરકાર તેમની ક્ષમતા વધેનની પ્રવૃતિઓને કરવા માટે કોઇ એક કે તેથી વધારે સ્ટેટ રીસોસે સેન્ટરને ઓળખી અને મદદ કરી શકે છે. એ બાબતની કાળજી લેવી જોઇએ કે તાલીમ દરમ્યાન નવીનતમ માહિતી પૂરી પાડવામાં આવે.
  • અધીકારીઓ અને બિનઆધીકારીઓ તાલીમકાર તરીકે કાયે કરી શકે તે માટે તેમને સક્ષમ કરીને રાજ્ય ક્લાસરૂમ તાલીમનુ સુડા/રાજ્ય યુ.પી.એ. શાખા/રાજ્ય નોડલ સંસ્થા / ડી.યુ.ડી.એ./યુ.એલ.બી.માં આયોજન પણ કરી શકે છે. બહારની સંસ્થાઓ પર આધાર રાખવાના બદલે જો તાલીમ કાયેકમોને ક્ષેત્રની જરૂરીયાત સબંધીત બનાવી તેને વધારે યોગ્ય અને પાયાની હકીકતો ને અન્રૂપ બનાવવાથી તે માત્ર એકજ સંસ્થાને ઓળખીને તેના દ્વારા તાલીમ કરવા કરતા વધારે બહોળા પ્રમાણમાં ક્ષમતા વધેન થવાની સંભાવનાઓ રહેલી છે.
  • રાજ્યો/કેન્દ્ર શાષિત પ્રદેશોએ એ જોશે કે એસ.જે.એસ.આર.વાય. અંતગત કરવામાં આવનાર આઇ.ઇ.સી. પ્રવૃતિઓ અને બીજા કાયેકમો જેમકે જવાહરલાલ નહેરૂ અર્બન રીન્યુઅલ મીશન એકબીજાની પ્રવૃતિઓમાં પૂરક બની રહે અને ડુપ્લીકેશન થાય નહિ.

નાવિન્યસભર/ખાસ પ્રોજેક્ટસ

  • નાવિન્યસભર પગલાઓને પ્રોત્સાહિત કરવા માટે કે જેને જો રાજ્ય સંસ્થાઓ પર છોડી દેવામાં આવે તો નિયમીત અને યોગ્ય રીતે સંબોધી શકાય નહિ માટે એસ.જે.એસ.આર.વાય. અંતેગત ફાળવવામાં આવેલ કુલ નાણાના 3% મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન પોવેટી એલીવેશન પાસે અલગથી નાવિન્યસભર/ખાસ પ્રોજેકટસ માટે રાખવામાં આવશે. આ પગલાઓમાં શહેરી ગરીબીને કાયમી ટકી રહે તેવા અભિગમથી નાબુદ કરવા, આશાસ્પદ ટેકનોલોજીનું નિદશેન કરવું, અથવા શહેરી ગરીબી નાબૂદી માટે વિશિષ્ઠ અસર આપવા માટે પ્રાયોગીક ધોરણે કરવામાં આવનાર પહેલોનો સમાવેશ થશે. આ પ્રોજેકટોમાં લાંબાગાળા માટે અને કાયમી ટકી રહે તે રીતે શહેરી ગરીબોની સંસ્થાના સ્વરૂપે કે પછી માળખાગત, તકનીકી, બજાર કે તાલીમ, વગેરે માટે મદદ કરવી કે પછી તેમના સંયોજન વડે સ્વરોજગારની તકો પૂરી પાડવા માટે હોય શકે. નાવિન્યસભર/ખાસ પ્રોજેક્ટસ સામુદાયીક સંગઠનો, સ્વચ્છીક સંસ્થાઓ, અર્ધસરકારી સંસ્થાઓ, વિભાગો, નેશનલ કે સ્ટેટ રીસોસે સેન્ટર અથવા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની ભાગીદારી વડે પણ કરી શકાય.
  • જો નાવિન્યસભર/ખાસ પ્રોજેક્ટસ માટે રાખવામાં આવેલ નાણા વર્ષે દરમ્યાન વણવપરાયેલા રહે તો બાકી બચતા નાણા જરૂરીયાત અને રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેશની નાણા ઉપયોગ કરવાની ક્ષમતાને ધ્યાન પર રાખીને રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેશોને આપી શકાય

હેતુઓ

દરેક નાવિન્યસભર/ખાસ પ્રોજેક્ટસનો હેતુ સમયમયૉદિત કાર્યક્રમના અમલીકરણ વડે ચોક્કસ નંબરના ગરીબી રેખા હેઠળ જીવતા લોકોને સ્વરોજગાર/કૌશલ્ય વિકાસ વડે ગરીબી રેખા ઉપર લાવવા અથવા એવા અભિગમનું નિદશેન કરવુ કે જેના દ્વારા શહેરી ગરીબી નાબૂદીના પ્રયત્નોમાં બહોળી અને કાયમી ટકી રહે તેવી અસર જોવા મળે.

પ્રોજેકટનો વિસ્તાર અને સમય

આ પહેલ કોઇ એક શહેર/નગર અથવા સમગ્ર શહેરી વિસ્તારમાં શરૂ કરી શકાય છે. જેના માટે ભારત સરકારને નીચે દશૉવેલ વિગતો સાથેની રજૂઆત એસ.જે.એસ.આર.વાય. અંતેગત કરવાની રહેશે:

  1. પ્રોજેકટની વિગત, પ્રોજેકટના હેતુઓ, અપેક્ષિત લાભાર્થીઓ અને ટુંકા ગાળા અને લાંભા ગાળાના અપેક્ષિત લાભો (નાણીકિય અથવા મિલકત નિમૉણ કે રોજગારની ઉભી થનાર તકો)
  2. પ્રાપ્ય સાધનો/સ્ત્રોતોના અનુસંધાનમાં રજુઆત કરવામાં આવેલ પ્રોજેકટના હેતુઓ મેળવવા માટે અને તેના માટે રજુઆત કરેલ પ્રવૃતિઓ માટે અપનાવવાનો થતો અભિગમ.
  3. વિવિધ સંસ્થાઓની ભાગીદારીની વિગત અને દરેક સંસ્થાએ ભજવવાની થતી ભૂમીકાઓની વિગતો.
  4. પ્રોજેકટનો કુલ ખર્ચે અને ખચેની વહેંચણીની રીત
  5. હાલમાં કાયરત શહેરી વિકાસ, પ્રાથમીક સેવાઓની વહેંચણી, ઘર સુધારણા (શેલટર ઇ.પૂવમેન્ટ) અને અન્ય કાયેકમો સાથેના સંકલનની વિગતો અને એસ.જે.એસ.આર. સિવાય મેળવવાના થતા નાણાની વ્યવસ્થાઓ.
  6. પ્રોજેકટ શા માટે નાવીન્યસભર કે ખાસ છે તેના કારણો અને તેને બીજ/ફરી સફળતા પૂર્વેક અમલ કરવાની સંભાવનાઓ.

પ્રોજેકટ મંજુરીની પ્રક્રિયા

  • રાજ્ય સરકાર, અર્ધસરકારી સંસ્થાઓ, અર્બન લોકલ બોડીઓ, સ્વચ્છીક સંસ્થાઓ, સમુદાય આધારીત સંગઠનો, રીસોસે સેન્ટરો અને અન્ય સંસ્થાઓ આ ઘટક હેઠળ પ્રોજેકટ માટે રજુઆત મુકી શકે. મેળવવામાં આવેલ રજૂઆતને ધ્યાન પર લેવા માટે બે તબક્કાની સમિતિઓ છે
  1. પ્રોજેકટ સ્કીનીંગ કમીટી અને
  2. પ્રોજેકટ અપૂવલ કમીટી

પ્રોજેકટ સ્કીનીંગ કમીટી (પી.એસ.સી.)

  • રજૂઆત કરવામાં આવેલ પ્રોજેકટોની તપાસણી અને સ્વીકાર પ્રોજેકટ અપૂવલ કમીટી પાસે જાય તેની પહેલા મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન પોવેટી એલીવેશનમાં આવેલ પ્રોજેકટ સ્કીનીંગ કમીટી તેની મંજુરી માટેની ભલામણો સાથે કરશે. પ્રોજેકટ સ્કીનીંગ કમીટીમાં નીચેના લોકો હશે:
  • શહેરી ગરીબી નાબૂદીના સહસચીવ- પ્રમુખ પદે
  • નિયામક/મંત્રાલયમાંથી અધીક સચીવ (નાણા) – સભ્ય પદે
  • નિયામક (નેશનલ બિલ્ડીંગ ઓગેનાઇઝેશન) કે જે નેશનલ રીસોસે સેન્ટરના શહેરી ગરીબી બાબતોમાં, સ્લમ એન્ડ હાઉસીંગના મંત્રાલય કક્ષા પર ઇન્યાજે હોય - સભ્ય પદે નિયામક/નાયબ સચિવ (યુ.પી.એ.) મંત્રાલયમાં - સંયોજક સભ્ય

પ્રોજેકટ સ્કીનીંગ કમીટી મંજૂર કરવામાં આવેલ ખાસ પ્રોજેકટના નિયમીત અને સમયાંતરે મૂલ્યાંકન અને દેખરેખ માટે પણ જવાબદાર છે.

પ્રોજેકટ અપૂવલ કમીટી (પી.એ.સી.)

  • પ્રોજેકટ અપૂવલ કમીટી કે જે ખાસ અને નાવિન્ય સભર પ્રોજેકટસની રજૂઆતોને મંજુરી આપવા માટે જવાબદાર છે તેનું સંયોજન નીચે મૂજબ રહેશે:
    • સચીવ, મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન પોવેટી એલીવેશન - પ્રમુખ પદે અધીક સચીવ (નાણા), મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન પોવેટી એલીવેશન - સભ્ય પદે
    • અધીક સચીવ (શહેરી ગરીબી નાબૂદી), મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન પોવેટીં એલીવેશન - સંયોજક સભ્ય

નાણા આપવા અને દેખરેખ

  • દરેક કાર્યક્રમ માટે બહાર પાડવામાં આવેલ સમય પત્રક મૂજબ જ નાવિન્ય સભર/ખાસ પ્રોજેકટ અંતગત નાણા આપવામાં આવશે.
  • નાવિન્ય સભર/ખાસ પ્રોજેકટના સંદર્ભેમાં અમલી કરણ કરનાર સંસ્થા કેન્દ્ર સરકારને દર ત્રણ મહિને પ્રોગ્રેસ રીપોટ (વિકાસલક્ષી અહેવાલ) અને રીટને નક્કી કરેલા નમૂના મૂજબ જમા કરાવશે જેમાં કાર્યક્રમ લક્ષી અને નાણાકીય સફળતાઓ દશૉવેલ હશે.
  • નાવિન્ય સભર/ખાસ પ્રોજેકટની સ્થાપના માટે વિસ્તુત માર્ગદર્શિકા નીચે મૂજબ છે:
  1. દરેક ખાસ પ્રોજેકટ માટે વધુમાં વધુ રોકાણ જેમાં ધીરાણ અને રાજ્ય/ યુ.એલ.બી./ અન્ય સંસ્થાઓનો જો હિસ્સો હોય તો તે પણ આવે તે રીતે ૧ કરોડથી વધવી ના જોઇએ. ખાસ પ્રોજેકટસ એવા નગરો કે નગરોના જૂથ માટે હોવા જોઈએ કે જયાં શહેરી ગરીબીનુ પ્રમાણ વધારે હોય અને તેનું મુખ્ય ધ્યાન ઝુંપડપટ્ટી અને ઓછી આવક ધરાવનાર વસાહત પર હોય.
  2. સામાન્ય રીતે એક શહેર/નગર/વિસ્તાર માટે એક સમયે એક જ પ્રોજેકટ મંજુર કરવામાં આવે છે. અપવાદ કિસ્સામાં, પ્રોજેકટ અપૂવલ કમીટી એક જ ભૌગોલીક વિસ્તાર માટે બીજો પ્રોજેકટ મંજુર કરી શકે છે. તેમ છતા, કોઇ પણ સંજોગોમાં એકજ ભૌગોલીક વિસ્તારમાં એક સાથે બે થી વધારે પ્રોજેકટ હોય નહિ.
  3. રાજ્ય સરકાર/ યુ.એલ.બી. દ્વારા જવાબદારી લેવામાં આવેલ પ્રોજેકટો ત્યાં સુધી મંજૂર નહિ થાય જ્યાં સુધી રાજ્ય/યુ.એલ.બી. પ્રોજેકટ ખચેના ૨૫% ફાળો (ખાસ કેટેગરીમાં આવનાર રાજ્યો માટે આ ફાળો ૧૦%નો રહેશે) પોતાનો ના દશૉવે. સમુદાય આધારીત સમુદાયો, સ્વચ્છીક સંસ્થાઓ અને રીસોસે સેન્ટરો કે જેની સામેલગીરીમાં રાજ્ય/યુ.એલ.બી. હોય તેને પ્રોજેકટ ખચેના ૧0% ફાળો પોતાનો આપવાનો રહેશે. મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન પોવેટી એલીવેશન અલગ અલગ કેટેગરીમાં ખાસ પ્રોજેકટની મંજૂરી માટેની માર્ગદર્શિકા નક્કી કરશે.
  4. જો બેંકના ધિરાણની જરૂરીયાત હોય તો, બેંક તરફથી અગાઉથીજ ધીરાણ માટે વચન મળે તે જરૂરી છે. પ્રોજેકટનો ધીરાણ ઘટક બીજી સંસ્થામાંથી પણ ગોઠવી શકાય
  5. અમલી કરણ કરનાર સંસ્થાને નાણા ત્રણ હપ્તામાં ૪૦:૪૦:૨૦ના પ્રમાણમાં આપવામાં આવશે. તેમ છતા, જો રજુઆતની અંદર કોઇ અન્ય સમયપત્રક દર્શાવેલ  હોય અને જો તેને મંજુર કરવામાં આવેલ હોય તો તેને અનુસરવામાં આવશે.
  6. આ ખાસ પ્રોજેકટ અંતગત વધુમાં વધુ ગરીબી રેખા હેઠળ જીવતા પરીવારોને લાભ આપવાના પ્રયત્નો થવા જોઇએ. દરેક પ્રોજેકટમાં ઓછામાં ઓછા ૮૦% લાભાર્થી બી.પી.એલ. કેટેગરીમાંથી હોવા જોઇએ. કેટલા બી.પી.એલ. પરીવારોને કાર્યક્રમમાં સામેલ કરવામાં આવશે તે સંખ્યા રજુઆતમાં દશૉવવી જોઇએ.
  7. ડી.યુ.ડી.એ./યુ.એલ.બી. દ્વારા તૈયાર કરવામાં આવેલ નગર વિશિષ્ઠ પ્રોજેકટ લાઇન વિભાગો સાથેના પરામશેથી તૈયાર કરવા જોઇએ જેથી કરીને બી.પી.એલ. પરીવારો સાથેનું અપેક્ષિત જોડાણ અને લાઇન વિભાગ દ્વારા જરૂરી તકનીકી અને અન્ય મદદની ખાત્રી કરી શકાય. અન્ય પ્રોજેકટો રાજય કક્ષાની સંસ્થાઓ, સ્વચ્છીક સંસ્થાઓ, સમુદાય આધારીત સંગઠનો, અથવા રીસોસે સેન્ટરો દ્વારા તૈયાર કરીને રાજય/કેન્દ્ર શાષિત પ્રદેશની નોડલ સંસ્થામાં એસ.જે.એસ.આર.ના અમલીકરણ કરનાર ઇન્યાજે મારફતે કેન્દ્ર સરકારને મોકલાવી શકાય.
  8. નાવિન્યસભર/ખાસ પ્રોજેક્ટસે હીતધારકોની ભાગીદારી મળી રહે અને શહેરી ગરીબો માટે કરવામાં આવનાર પ્રવૃતિઓનું સંકલન થાય તેની ખાત્રી કરવી જોઇએ.
  9. એસ.જે.એસ.આર.વાય. અંતેગત નાવિન્યસભર/ખાસ પ્રોજેક્ટસ માટેની મંજુરીની રજુઆત માટેનું નમુના પત્રક (ફોમે) બિડાણ ૮માં આપેલ છે.

ખાસ કાર્યક્રમ ઘડક

એસ.સી. અને એસ.ટી.માં ગરીબી નિવારણ માટેનો શહેરી કાયે ક્રમ - યુ.પી.પી.એસ.

  • એસ.સી. અને એસ.ટી.માં ગરીબી નિવારણ પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરવા હેતુ આ ખાસ ઘટક સ્વરોજગાર અને કૌશલ્યોના વિકાસ માટે તૈયાર કરવામા આવેલ છે.
  • યુ.પી.પી.એસ. અંતગત યુ.એસ.ઇ.પી. અને સ્ટેપ-અપમાં એસ.સી. અને એસ.ટી. માટે જે તે નગર/શહેરમાં બી.પી.એલ. કેટેગરીમાં તેના પ્રમાણ મૂજબ આરક્ષણ રાખવામાં આવે છે.

દેખરેખ અને મુલ્યાંકન

  • એસ.જે.એસ.આર.વાય. વિવિધ ઘટક અને પેટા ઘટકના દેખરેખ પર ખૂબ જ મહત્વ આપે છે. રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેશે. ત્રિમાસીક વિકાસ અહેવાલ નક્કી કરવામાં આવેલ નમુનામાં લક્ષ્યાંકો અને તેની પ્રાપ્તી પ્રમાણે મોકલવાનો રહેશે. ત્રિમાસીક અહેવાલ ઉપરાંત ભારત સરકાર સમયાંતરે જરૂરીયાત મૂજબના વિકાસ અહેવાલ માંગી શકે છે. રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેશ યોગ્ય દેખરેની પધ્ધતિ અને અર્બન લોકલ બોડી પાસેથી એસ.જે.એસ.આર.વાયના ઘટકો માટે માસીક અહેવાલનું પત્રક તૈયાર કરશે.
  • ભારત સરકાર સમયાંતરે એસ.જે.એસ.આર.વાય.ની સંગામી સમીક્ષા હાથ ધરશે. પ્રોજેકટની સમીક્ષા તેના અમલીકરણ દરમ્યાન કરવામાં આવશે જેથી કરીને મધ્યવતી સુધારાઓ લાવી શકાય અને યોજનાને તેના લક્ષ્યાંકો મેળવવામાં મદદરૂપ થઇ શકે.
  • દેખરેખ અને મુલ્યાંકનનો ખર્ચે એસ.જે.એસ.આર.વાય.ના આઇ.ઇ.સી. ઘટકમાંથી કરવામાં આવશે. રાજ્યો/કેન્દ્ર શાષિત પ્રદેશોને દેખરેખની અને ભારત સરકારને વિકાસ અહેવાલ અને અન્ય જરૂરી માહિતી જમા કરાવવાની પધ્ધતિ ઓનલાઇન વિકસાવે તેના માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

સામાન્ય

  • ક્રમશઃ વધતા શહેરીકરણના કારણે શહેરી ગરીબીની સમસ્યાને ટીકાટમત્ક ધારવામાં આવે છે. આથી એ જરૂરી છે કે રાજ્યો/ કેન્દ્રશાષિત પ્રદેશ આથીંક ઉત્પાદન વધારવા માટે આયોજનબધ્ધ વિકાસની નિતી તૈયાર કરે કે જે વાતાવરણની દ્રષ્ટીથી કાયમી ટકી રહે તેવી હોય, નાણાકીય રીતે મજબુત હોય, સામાજીક રીતે ન્યાયી અને બધાનો સમાવેશ કરનાર હોય. આ બાબતે રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેશો શહેરી ગરીબી દૂર કરવા માટે મીશન અભિગમ અપનાવે અને રાજ્ય/ કેન્દ્ર શાષીત સમગ્ર પ્રદેશમાં શહેરી ગરીબી હટાવવાના મીશનની રચના કરે અને તેના માટે જરૂરી નાણાકીય મદદ પૂરી પાડે.
  • શહેરી ગરીબી અને ભરણ પોષણના મુદ્દાઓ ગુંચવણભરેલા છે અને વૈવિધ્યસભર અભિગમની વૈવિધ્ય સભર હિતધારકોની ભાગીદારી અને નીતીઓ અને કાર્યક્રમના સંકલનની જરૂર રહે છે. આ બાબતે, જવાહરલાલ નહેરૂ નેશનલ અર્બન રીન્યુઅલ મીશન (જે.એન.એન.એ.આર.એમ.) ડીસેમ્બર ૨૦૦૫થી અમલીકરણમાં છે કે જે શહેરી ગરીબોને મળવા પાત્ર ૭ સુવિધાઓના ફરજપત્રના અધિકાર માટે વકાલત કરે છે. આ ફરજપત્ર જમીનની માલીકી, પોષાય તેવુ ઘર, પાણી, સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય અને સામાજીક સુરક્ષા જેવી બાબતોનો સમાવેશ કરે છે. એ જરૂરી છે કે રોજગારી, ભરણ પોષણ અને કૌશલ્ય વિકાસના શહેરી ગરીબોના મુદ્દદાઓ ૭ મુદ્દદાઓના ફરજ પત્ર સાથે સંબોધવામાં આવે. યુ.એલ.બી. કક્ષા પર વિવિધ કાયેકમોની વહેંચણીના સંકલનની પણ જરૂરીયાત છે જેમકે એસ.જે.એસ.આર.વાય, જે.એન.એન.યુ.આર.એમ., પી.એમ.ઇ.જી.પી., આમ આદમી વિમા યોજના, રાષ્ટ્રીય સ્વાસ્થય વિમા યોજના, આરોગ્ય મીશન, સવૅ શિક્ષા અભિયાન, મધ્યાહન ભોજનની યોજના, સંકલીત બાળ વિકાસ યોજના, નેશનલ સોશીયલ આસીસ્ટન્સ પ્રોગ્રામ, કૌશલ્યો વિકાસના પગલાઓ, વગેરે
  • શહેરી ગરીબને પાયાની સુવિધાઓ અને અધિકારો મળી રહે તે માટે પુરતા નાણાના વિતરણની ખાત્રી માટે, જે.એન.એન.યુ.આર.એમ. રાજય કક્ષા અને અને યુ.એલ.બી. કક્ષા પર શહેરી ગરીબો માટે પાયાની સેવાઓ ઉભી કરવા માટે નાણા ની જોગવાઇ ઉભી કરવાની કલના કરે છે. શહેરી ગરીબી નાબુદી માટે કેન્દ્રીત અભિગમ જાળવી રાખવા માટે મહાનગર પાલીકાઓ/નગરપાલીકાઓ ગરીબી પેટા આયોજન અને અંદાજપત્ર તૈયાર કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. ઓછામાં ઓછું નગરપાલીકાનું ૨૫% બજેટ શહેરી ગરીબો માટે ફાળવવુ જોઇએ. સાથે સાથે, શહેરી ગરીબીના મુદ્દદાને નીતીઓ અને કાયેકમોમાં મુખ્ય ધારામાં લાવવા માટે રાજ્ય/યુ.એલ.બી. કક્ષા પર સુધારા જરૂરી છે. બી.એસ.યુ.પી. માટેના નાણા અલગ અલગ સ્ત્રોતોમાંથી મેળવી શકાય જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ દ્વીપક્ષીય અને વિવિધ પક્ષીય સંસ્થાઓનો સમાવેશ થઇ શકે.
  • સ્થાનિક શાશન વ્યવસ્થા અને જાહેર સેવાઓની વહેંચણીમાં ક્ષમતાને લગતા ઘણા અવરોધો આડે આવે છે. એસ.જે.એસ.આર.વાય. જે.એન.એન.યુ.આર.એમ., અને અન્ય યોજનાઓ દ્વારા ખાત્રી આપવામાં આવેલ કાયેકમો ઉપરાંત રાજ્ય/કેન્દ્ર શાષિત પ્રદેશો રાજ્ય, જીલ્લા અને યુ.એલ.બી. કક્ષા પર સંસ્થાકિય ક્ષમતા વધારવા માટેના પગલાઓ લઇ શકે છે જેથી કરીને શહેરી ગરીબીના પ્રમાણ શહેરી આયોજન અને સંચાલનના મોટા માળખામાં દેખીતી રીતે ઓછું કરી શકાય. તેઓ સ્વચ્છીક સંસ્થાઓ, સમુદાય આધારીત સંગઠનો, રાષ્ટ્રીય કે રાજ્ય સ્તરની રીસોસે સંસ્થાઓ, નેશનલ નેટવર્ક રીસોસે સેન્ટરો, મેયરસે ફોરમ, સી.ટી. મેનેજર સે ફોરમ, રીસર્ચે કલોક્વિમ, અન્ય ફોરમ, અને સંસ્થાઓ સાથે શહેરી ગરીબી નાબૂદી માટે સાથે મળીને કામ કરી શકે જેથી કરીને બહુહેતુક અને સારી રણનીતી તૈયાર કરીને ઝુંપડપટ્ટી મુક્ત, ગરીબી મુક્ત અને સવેનો સમાવેશ કરનાર શહેરો કે જે માત્ર પડતર અને હાલના જ શહેરી મુદ્દદાઓને જ નહિ પરંતુ શહેરીકરણની પ્રક્રિયામાં ભવિષ્યમાં સામે આવનાર મુદ્દદાઓને પણ આવરી શકે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/9/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate