આ કાયદામાં ઘણી અગત્યની વ્યાખ્યાઓ આપેલી છે. આ કાયદા કલમ-૨ (બીબી) પ્રમાણે “ગર્ભ” એટલે કે, માનવ શરીરમાં બીજાકુરણ પછી આઠ સપ્તાહના અંત સુધીનો વિકાસ અને કલમ-૨(બીસી) “અવિકસિત નિષ્પતિ” એટલે કે ફીટસ એટલે માનવ અંગો કે જે બીજાંકુરણ અથવા ઉત્પત્તિથી ૫૭ દિવસ સમયગાળાનો વિકાસ થયો હોય તે. આધુનિક વૈજ્ઞાનિક શોધોને કારણે સગર્ભાવસ્થાના શરૂઆતના સમયમાં જ ગર્ભમાંના બાળકની જાતિ જાણી શકાય છે. આ વૈજ્ઞાનિક પદ્ધતિ “એમ્નીઓસેન્ટેસીસ ટેસ્ટ” તરીકે ઓળખાય છે. આ આધુનિક ટેકનોલોજીનો મૂળ હેતુ ખાસ કરીને ગર્ભસ્થ બાળક કોઈ વંશાનુગત રોગથી કે અસર્મથતાથી કે બીજી કોઈ ક્ષતિઓથી ગ્રસ્ત છે કે કેમ તે જાણવા માટેનો હતો. પરંતુ આ શોધનો દુરુપયોગ ગર્ભસ્થ બાળકની જાતિ જાણવા માટે થવા લાગ્યો. ગર્ભાધાન પરિક્ષણ પદ્ધતિથી ગર્ભમાં રહેલા બાળકની જાતિ જાણ્યા બાદ જો તે પુત્રી હોય તો ગર્ભપાત કરી કાઢવામાં આવતો હોય છે. છેલ્લાં બે દાયકામાં આ આધુનિક ટેકનોલોજીના દુરુપયોગે સ્ત્રીભ્રૂણ હત્યાનું એક મોટું સ્વરૂપ ધારણ કરી લીધું અને તેણી ભારતમાં સ્ત્રી-પુરુષની સંખ્યામાં અસમાનતા નજરે ચઢી છે.
આ કાયદાની કલમ-૩ પ્રમાણે, કોઈપણ આનુવાંશિક સલાહકાર કેન્દ્ર, આનુવાંશિક પ્રયોગશાળા “કે આનુવાંશિક કલિનિક” આ કાયદા નીચે નોંધવામાં ન આવ્યા હોય ત્યાં સુધી જન્મ પહેલાંના પરિક્ષણ તકનીક સંબંધી કાર્યો હાથ ધરવાનું અથવા મદદ કરી શકશે નહીં. આ કાયદા નીચે કોઈપણ તબીબી “જિનેટિસીસ્ટ” સ્ત્રી રોગ નિષ્ણાત, બાળકોના નિષ્ણાત, નોંધાયેલા તબીબી વ્યવસાયી, નોંધાયેલ સ્થળ સિવાયના અન્ય કોઈ સ્થળે જન્મ પહેલાનું કોઈપણ પરિક્ષણ તકનીક યોજી શકશે નહીં. “જન્મ પહેલાં પરિક્ષણની કાર્યવાહી” ને કાયદાની કલમ-૨ (આઈ)માં આપેલ છે. તે પ્રમાણે “જન્મ પહેલાં પરિક્ષણની કાર્યવાહી” એટલે તમામ સ્ત્રીરોગ અથવા પ્રસૂતિ શાસ્ત્રી અથવા દાકતરી પ્રક્રિયા જેવી કે અલ્ટ્રા સોનોગ્રાફી, ફલિનીકરણ, ગર્ભની અંદર રહેલા પ્રવાહીના નમૂના લેવા, ગર્ભધારણની પ્રક્રિયા થવાની પહેલાં કે તેવી પ્રક્રિયા થયા બાદ અથવા પહેલાં લીંગ પસંદગી માટે કોઈપણ પ્રકારના પૃથ્થકરણ અથવા બાળકના જન્મ પહેલાં પરિક્ષણ ટેસ્ટ યોજવા માટે આનુવાંશિક પ્રયોગશાળા અથવા આનુવાંશિક કલિનિકમાં મોકલવા માટે તેવું કરશે. આ કાયદાની કલમ-૨ (કે) માં “જન્મ પહેલાનું પરિક્ષણ ટેસ્ટ” એટલે ગર્ભવતી સ્ત્રી અથવા ગર્ભધારણ થયાને આઠ અઠવાડિયા થયેલ હોય તેવી સ્ત્રીનું આનુવાંશિક અથવા ધાતુ તત્ત્વમાં અવ્યવસ્થા અથવા ક્રોમોસોમલ અસામાન્યતા અથવા લોહીના વધુ જમાવટ અથવા લોહીને લગતી અથવા લીંગને સંબંધિત ખામીઓને શોધવા માટે અલ્ટ્રાસોનોગ્રાફી. આ કાયદા નીચે “લીંગ પસંદગી” એટલે કોઈપણ કાર્યવાહી, તકનીક, ટેસ્ટ અથવા વહીવટ અથવા નુસખો અથવા કોઈપણ રીતની જોગવાઈ જે ગર્ભમાં ચોક્કસ લીંગની ખાત્રી કરવા અથવા શક્યતા વધારતી હોય તેના હેતુ માટે કરવામાં આવેલ હોય.
જયારે કોઈપણ મહિલાને ગર્ભધારણ કર્યા પછી કોઈપણ તકલીફ અનુસંધાને ગર્ભ પરિક્ષણ કરાવવા જાય તો એ ખ્યાલ ચોક્કસ રાખવો જોઈએ કે, ઉપર બતાવેલ કાયદા પ્રમાણે ગર્ભમાં રહેલ જાતિની ઓળખ વિશે આ કાયદા નીચે પૂરતી કાળજી લે.
સ્ત્રોત: સંદેશ, nari@sandesh.com
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/8/2020