જીવનનો હક, જેમાં સમ્માન સાથે જીવવાના હકનો પણ સમાવેશ થાય છે, તે ભારતીય બંધારણ અંતર્ગત દરેક વ્યક્તિને અપાયેલ છે. માનવ સમાન અને સ્ત્રીને પોતાની સાથે થતી કોઇ પણ હિંસક પ્રવૃત્તિને રોકવાનો હક પણ ભારતનાં આંતરરાષ્ટ્રીય દસ્તાવેજો જેવાં કે યુનિવર્સલ ડેક્લેરેશન ઓફ હ્યુમન રાઇસ (UDHR) અને ધ કન્વેન્શન ઓન એલિમિનેશન ઓફ ઓલ ફોર્મ્સ ઓફ ડિસ્ક્રીમિનેશન અગેઇન્સ્ટ વિમેન (CEDAW) અંતર્ગત અપાયેલ છે. તદુપરાંત, સંયુક્ત રાષ્ટ્રસંઘનાં સ્ટીસ ફોર વિક્ટિમ્સ ઓફ ક્રાઇમ એન્ડ અબ્યુઝ ઓફ પાવર, 1985 નાં મૂળભૂત સિધ્ધાંતોમાં પણ અસરગ્રસ્તનાં સમ્માનને ઓળખવાની અને તેને થયેલ માનહાનિને ન્યાયતંત્રની પ્રાપ્યતા, સહાય અને તેમને પુનઃસ્થાપિત કરવા માટે જરૂરી મદદ પૂરી પાડવા ઉપર ભાર મૂકવામાં આવેલ છે.
બળાત્કાર એ મહિલાઓ સાથે થતા ગુનાઓમાંનો સૌથી ભયજનક પ્રકારનો અને હિંસક ગુનો છે, જે તેને લાંબા ગાળામાં શારિરીક હાનિઓ જ નહીં, પરંતુ તેની વ્યક્તિગત અને સામાજિક સંબંધો સ્થાપિત કરવાની ક્ષમતા, તેનાં જીવન અને તેની આજીવિકાને પણ અસર કરે છે. બળાત્કારનો ભોગ બનેલ વ્યક્તિ માનસિક ત્રાસદીમાંથી પસાર થાય છે, જેનો ઉપચાર તેની સ્વાભિમાન પૂર્વકની અને અર્થપૂર્વકના જીવન માટે આવશ્યક છે.
એક તરફ જ્યારે એ ખૂબ આવશ્યક છે કે આવા ગુનેગારોને યોગ્ય શિક્ષા કરવામાં આવે, તેથી પણ વધુ આવશ્યક છે અસરગ્રસ્તનું સ્વાભિમાન અને વિશ્વાસ પુનઃસંપાદિત કરવાં. પુનઃ સંપાદનનાં ન્યાયનો આ સિધ્ધાંતને અસરગ્રસ્ત સ્ત્રીને પહોંચેલ ત્રાસદીને સુધારવા માટે પાયારૂપ ગણવો જોઇએ અને તેના અંતર્ગત આર્થિક સહાય પણ આવરી લેવી જોઇએ જે સમયસર સારવાર માટે આવશ્યક સલાહ, રહેઠાણ, તબીબી અને કાયદાકીય ખર્ચાઓને પહોંચી વળવામાં તેને મદદરૂપ થઈ શકે. આ સિધ્ધાંતને અનુલક્ષીને વર્તતી વખતે શારિરીક પીડા, આઘાત તેમજ બળાત્કારનાં પરિણામે થયેલ ગર્ભાધાનને ચાલતે ગયેલ આજીવિકાને પણ આવશ્યક ગણવું જોઇએ. દિલ્હી ડોમેસ્ટિક વર્કિંગ વિમેન્સ ફોરમ વિ. ભારત સરકાર અને અન્ય દ્વારા થયેલ writ petition (CRL) ક્રમાંક 362/93માં સુપ્રિમ કોર્ટ નેશનલ કમિશન ફોર વિમેનને એવી એક યોજના તૈયાર કરવા નિર્દેશ આપેલ હતો જેથી બળાત્કારનો ભોગ બનેલ બદનસીબોનાં આંસુ લૂછી શકાય. સુપ્રિમ કોર્ટે બંધારણનાં નિર્દેશક સિધ્ધાંતોમાં કલમ 38(1) અંતર્ગત જણાવ્યું હતું કે બળાત્કારનો ભોગ બનેલ વ્યક્તિમાં માનસિક પ્રતિરોધનીસાથે સાથે આર્થિક હાનિ પણ હોય છે અને ઘણી વાર તેઓ માનસિક રીતે આજીવિકા ઉપાર્જનમાં વ્યસ્ત રહેવું ઘણું તકલીફ ભર્યું અનુભવે છે. તેથી તેમના માટે ક્રિમિનલ કપેન્સેશન બોર્ડ હોવું અતિ આવશ્યક છે.
નેશનલ ક્રાઇમ રેકોસ બ્યુરો દ્વારા મળતી માહિતી અનુસાર દેશમાં બળાત્કારનાં કિસ્સાઓ વધી રહ્યા છે. ફક્ત વર્ષ 2008 અંતર્ગત 21,467 કિસ્સાઓ નોંધાયેલ છે જે પાછલા વર્ષ કરતાં 3.5% વધુ છે.
_નાં કલમ 357 અંતર્ગત (CrPC), કોર્ટ અસરગ્રસ્તોને વળતરનો આદેશ આપી શકે. 2009માં, માં એક નવી કલમ 357નો સમાવેશ કરાવવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકાર ઉપર ગુનાનાં અસરગ્રસ્તો માટે કેન્દ્રીય સરકારનાં નિર્દેશાનુસાર વળતર યોજનાઓ રચવાની જવાબદારી મૂકવામાં આવી હતી.
આ સિધ્ધાંતને પૃષ્ઠભૂમિકા તરીકે લઈને બળાત્કારનો ભોગ બનેલ અસરગ્રસ્તોને રાહત સ્વરૂપે અને પુનઃસંપાદનમાં મદદરૂપ થવા માટે આર્થિક સહાયની યોજના તૈયાર કરવામાં આવી છે. થયેલ શારિરીક અને માનસિક ઇજાને કોઇ પણ વળતર દ્વારા સાજી તો ન કરી શકાય પરંતુ આ યોજના દ્વારા અસરગ્રસ્તને આ પ્રકારની તનાવયુક્ત પરિસ્થિતિમાં તે વ્યક્તિની તાત્કાલિક અને લાંબા ગાળામાં ઉભી થતી જરૂરિયાતોને પહોંચી વળવા માટેનો પ્રયાસ કરવામાં આવેલ છે.
આ યોજના બનાવવાની શરૂઆત નેશનલ કમિશન ફોર વિમેન દ્વારા 1995માં કરવામાં આવી હતી. ત્યાર બાદ, તેને યોગ્ય સરકારી સત્તાને સોંપવામાં આવી હતી અને તે મુજબ 2005માં આ યોજના અંતર્ગત બળાત્કારનો ભોગ બનેલ વ્યક્તિ માટે વળતર આપવા વિશે ની સવિસ્તૃત નિર્દેશિકા તૈયાર કરવામાં આવી હતી. પ્રક્રિયામાં અંતરિમ અને અંતિમ વળતર, તાલુકા સ્તરની સમિતિઓ અને ક્રિમિનલ ઇન્જરીઝ કમ્પન્સેશન બોર્ડની રચના વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી.
આ નિર્દેશિકાઓને આધારે યોજનાની પુનર્રચના કરવામાં આવી હતી.
બિન સરકારી સંસ્થાઓ, વકીલો અને સામાજિક કાર્યકરો સાથે યોજના બાબતે સઘન ચર્ચાઓ યોજવામાં આવી હતી. તેમની સલાહ લીધા બાદ, આ યોજનાને અંતમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા 7 માર્ચ, 2010 નાં યોજાયેલ નેશનલ કન્સલ્ટેશન ઓન એક્સેસ ટુ જસ્ટીસ, રિલીફ એન્ડ રિહેબિલિટેશન ઓફ રેપ વિક્ટીસ અંતર્ગત પ્રસ્તુત કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય સલાહ સમિતિમાં ન્યાયતંત્ર, રાષ્ટ્રીય અને રાજકીય કાયદાકીય સેવાઓ, પોલિસ કર્મચારીઓ, બિન સરકારી સંસ્થાનાં વ્યક્તિઓ અનેસામાજિક કાર્યકરો હાજર રહ્યા હતા. આ સલાહ સમિતિ દરમિયાન, આ પ્રકારની યોજના જેનાં દ્વારા બળાત્કારનો ભોગ બનેલ વ્યક્તિને પુનઃસ્થાપનની પ્રક્રિયામાં મદદ મળી રહે તે માટેની જરૂરિયાત પર સહસંમતિ મળી હતી.
આ યોજના, જો કે મહિલાને CrPCની કલમs357 અથવા 357A અંતર્ગત કોર્ટ પાસે મદદ માંગવાથી રોકતી નથી.
અસરગ્રસ્ત મહિલાઓને પુનઃસ્થાપક ન્યાય પૂરો પાડવા માટે, આ યોજના નીચેની સવલતો પૂરી પાડે છેઃ
(i) આ યોજના મહિલાઓ અથવા એવી સગીર બાળાઓ જે બળાત્કારનો ભોગ બની હોય તેનો સમાવેશ કરે છે અને તેમને અસરગ્રસ્ત તરીકે દર્શાવવામાં આવે છે.
(ii) આ યોજના માટે ‘બળાત્કાર' એટલે
કોઇ મહિલા સાથે શારિરીક સંભોગ જે નીચેનામાંથી કોઇ પણ સંજોગોમાં થયેલ હોય
પ્રથમ, તેની મરજી વિરૂધ્ધ થયેલ હોય.
બીજું, તેની સંમતિ વગર.
ત્રીજું, તેની સંમતિ દ્વારા પરંતુ જે સંમતિ તેને મૃત્યુનો ભય અથવા ઇજાનાં ભયથી મેળવવામાં આવી હોય.
ચોથું, તેની સંમતિ મેળવાયેલ હોય પરંતુ તે પુરૂષ તેનો પતિ ન હોવાની જાણકારી ધરાવતો હોય, અને તે સ્ત્રી તે વ્યક્તિને કોઇ અન્ય પુરૂષ સમજી હોય અને તેને પોતાની કાયદાકીય રીતે પરિણિતા સમજતી હોય.
પાંચમું, તેણે તે સંમતિ નાસમજીમાં અથવા નશામાં આપેલ હોય અથવા તેને એવો કોઇ નશો તે પુરૂષ દ્વારા કરાવવામાં આવ્યો હોય જેથી તે થઈ રહેલ ઘટનાને સમજી ન શકે અને સંમતિ આપી દે.
સમજૂતીઃ બળાત્કારનો ગુનો સાબિત કરવા માટે પુરૂષનાં શિશ્નનું સ્ત્રીયોનિમાં દાખલ થવું જરૂરી છે.(iii) યોજનાનાં ફકરા 6 (i) (b)માં જણાવ્યા મુજબ અરજદારમાં અસરગ્રસ્ત મહિલા અને તેનાં કાયદાકીય વારસદારો (આવી અસરગ્રસ્ત મહિલાનું મૃત્યુ નીપજે તો), તદુપરાંત એવ્યક્તિ જે સગીર/પાગલ બાળા વતી કેસ ફાઇલ કરતો હોય, તેને ગણી શકાય.
(iv) જ્યાં જ્યાં રાજ્ય બોર્ડ' લખેલ હોય ત્યાં તેમાં કેન્દ્રશાસિત પ્રદેશોનો પણ સમાવેશ ગણી લેવો.
આ યોજનાનાં ફકરા ૮ અંતર્ગત, અસરગ્રસ્ત મહિલાને પુનઃ સંપાદન માટે સહાય, સેવાઓ તરીકે રૂ. 2 લાખ જેટલી સહાય મળશે.
FIR ની નોંધણી બાદ અથવા આ યોજના અમલમાં આવ્યા બાદની તારીખમાં થયેલ ગુનાઓ માટે જ આ યોજના પ્રાપ્ય રહેશે.
તાલુકા ફોજદારી ઇજા રાહત અને પુનર્વસવાટ બોર્ડ (હવેથી તાલુકા બોર્ડ) દરેક તાલુકામાં સ્થપાવું જોઇએ જેથી તાલુકા સ્તરે આ પ્રકારની અરજીઓ માટે સહાય હાંસલ કરી શકાય.
i) બંધારણઃ Composition:
તાલુકા મેજિસ્ટ્રેટ/ નાયબ કમિશનર/ તાલુકા કલેક્ટર બોર્ડનાં ચેરપર્સન રહેશે બોર્ડમાં અન્ય પાંચ સભ્યો નીચે દર્શાવ્યા પ્રમાણે હોવાં જોઇએઃ
બોર્ડે બાળ કલ્યાણ સમિતિનાં પ્રતિનિધિને સંયુક્ત રીતે પસંદ કરવાનો રહેશે જે તાલુકા અથવા તાલુકાઓના સમૂહ માટે, સગીર અસરગ્રસ્ત માટે કાર્ય કરશે.
દરેક નિયુક્ત સભ્યની સમયમર્યાદા ત્રણ વર્ષની રહેશે જેમાં વધુમાં વધુ એક વર્ષનાં વધારાનીશક્યતા રહેશે.
ii) તાલુકા બોર્ડનાં અધિકારોઃ Powers of the District Board a)
બોડૅ યોજના અંતર્ગત થયેલ દાવાઓ નક્કી કરવાનાં રહેશે અને તેના આધારે
આર્થિક સહાય અને અન્ય આવશ્યક યોગ્ય સહાય જેથી શારિરીક ઇજા અને
માનસિક ત્રાસદી ઘટી શકે તે સુનિશ્ચિત કરવાની રહેશે. b) બોર્ડ પાસે તેનાં કાર્યોની પૂર્તિ માટે આવશ્યક કોઇ પણ વ્યક્તિને હાજર કરવા
માટે સૂચના આપવાનો અને સાબિતીઓને રેકોર્ડ કરવાનાં સંપૂર્ણ અધિકાર રહેશે.
ii) તાલુકા બોર્ડનાં કાર્યો Functions of the District Board
તાલુકા બોર્ડ આ પ્રમાણે કાર્ય કરશે a)
a) દાવાઓને ધ્યાનમાં લેશે અને આવશ્યક સહાયને યોજનાની પ્રક્રિયાઓને અનુસરીને
પૂર્ણ કરશે,
b) અસરગ્રસ્ત મહિલા માટે મનોવૈજ્ઞાનિક, તબીબી અને કાયદાકીય સહાય પૂરી પાડશે;
c) અસરગ્રસ્ત મહિલાને સલાહ માટે વ્યવસ્થા કરશે અને જો તે મહિલા પરિણિત હોય તો તેનાં પતિને પણ સલાહમાં સમાવિષ્ટ કરશે;
d) અસરગ્રસ્ત મહિલા માટે જો આવશ્યક હોય તો રહેઠાણનો પ્રબંધ કરશે;
e) આવી અસરગ્રસ્ત મહિલાઓ માટે શિક્ષણ અથવા વ્યાવસાયિક તાલીમ, જે પણ આવશ્યક જણાય અને જે પણ તેનાં પુનર્વસવાટ માટે જરૂરી હોય તે પૂરી પાડશે;
f) તપાસની પ્રગતિ સમયાંતરે રિવ્યુ કરશે;
g) જો અસરગ્રસ્ત મહિલા અરજી કરે તો તપાસ અધિકારીને બદલી નાંખશે; h) યોગ્ય સતાને નિર્દેશ આપી અસરગ્રસ્ત મહિલાને આવશ્યક રક્ષણ પૂરું પાડશેઃ
1) આવી મહિલાની ઓળખ જ્યાં સુધી તે સહાય માંગતી હોય કે શિક્ષણ અને તાલીમ
લેતી હોય ત્યાં સુધી બને ત્યાં સુધી છૂપી રાખવા પ્રયત્ન કરશે.
j) તેનાં નિર્ણય પર રિવ્યુ કરશે અને તેની પ્રગતિની તપાસ કરશે;
k) એવાં અન્ય કાર્યો કરશે જે બોર્ડ માટે રાજ્ય અથવા રાષ્ટ્રીય બોર્ડ દ્વારા સૂચવાયેલ હોય.
(B) રાજકીય ફોજદારી ઇજા સહાય અને પુનર્વસવાટ બોર્ડ: State Criminal Injuries Relief and Rehabilitation Board
રાજકીય ફોજદારી ઇજા સહાય અને પુનર્વસવાટ બોર્ડ (હવે પછીથી રાજકીય બોર્ડ) દરેક રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થાપવામાં આવશે, જેની પ્રાથમિક જવાબદારી તાલુકા સ્તરનાં બોર્ડનાં કાર્યો પર દેખરેખ અને સંચાલન રાખવાનું રહેશે.
i) બંધારણઃ Composition
મહિલા અને બાળ વિકાસ વિભાગ અથવા સામાજિક કલ્યાણ વિભાગનાં મુખ્ય સેક્રેટરી, મંત્રી આ બોર્ડનાં ચેરપર્સન બનશે. રાજકીય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ બોર્ડ સાત સભ્યો જે નીચે દર્શાવેલા છે તેમનું બનેલુંહશેઃ
સૂચવાયેલ સભ્યોની સમય મર્યાદા ત્રણ વર્ષની હશે જે વધુમાં વધુ એક વર્ષનો વધારો થઈ શકશે.
(i)રાજકીય બોર્ડનાં કાર્યો Functions of the State Board
રાજકીય બોર્ડે નીચેનાં કાર્યો હાથ ધરવાનાં રહેશે
a) રાજ્યનાં તાલુકા બોર્ડનાં કાર્યોનું સંચાલન અને દેખરેખ;
b) સુઓ મોટુ દ્વારા કોઇ અસરગ્રસ્ત મહિલા વતી બળાત્કારની ફરિયાદ અથવા તપાસ કરવી અને તે માટે તાલુકા બોર્ડને સૂચના આપવી.
c) યોજના અને તેના અમલને લગતા મુદ્દાઓ વિશેની ફરિયાદોમાં પૂછપરછ કરવી; d) તાલુકા બોર્ડ વિરૂધ્ધ થયેલ નીચેના મુદ્દાઓ પરની અરજીઓને સાંભળવીઃ
e) વળતરની રકમ 1 લાખ સુધી વધારી શકે, જેમાં કુલ મર્યાદા 3 લાખની હોવી જોઇએ. વિશિષ્ટ કિસ્સાઓ, જે યોજનાનાં 11મા ફકરામાં આપેલ છે, તે મુજબ તાલુકા બોર્ડ પાસેથી સંદર્ભ મળેલ હોવો જોઇએ;
f) તાલુકા બોર્ડને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તરફથી ફાળવાયેલ ભંડોળ રાજ્ય સરકાર દ્વારા પહોંચે તે જોવું જોઇએ.
(C) રાષ્ટ્રીય ફોજદારી ઇજા રાહત અને પુનર્વસવાટ બોર્ડનું બંધારણ Constitution of National Criminal Injuries Relief and Rehabilitation Board
રાષ્ટ્રીય ફોજદારી ઇજા રાહત અને પુનર્વસવાટ બોર્ડનું બંધારણ (હવે પછી રાષ્ટ્રીય બોર્ડ)ની રચના સમગ્ર યોજનાનું સંપૂર્ણ પાલન થાય તે ધ્યાનમાં રાખીને થવી જોઇએ.
i) બંધારણઃ Constitution
મહિલા અને બાળ વિકાસ મંત્રાલયનાં મંત્રી/ સહાયક મંત્રી આ બોર્ડનાં ચેરપર્સન બનશે; રાષ્ટ્રીય બોર્ડ નીચે દર્શાવેલ સાત સભ્યોનું બનેલું હોય છેઃ
(ii) રાષ્ટ્રીય બોર્ડનાં કાર્યો Functions of the National Board
રાષ્ટ્રીય બોર્ડ આયોજનાને નીચેનાં કાર્યોનાં આધારે અમલમાં મૂકશેઃ
a) યોજના અંતર્ગત સ્થપાયેલ રાજકીય બોર્ડનાં કાર્યોનું સંચાલન અન દેખરેખકરવી;
a) રાજ્યનાં તાલુકા બોર્ડનાં કાર્યોનું સંચાલન અને દેખરેખ;
b) સુઓ મોટુ દ્વારા કોઇ અસરગ્રસ્ત મહિલા વતી બળાત્કારની ફરિયાદ અથવા તપાસ કરવી અને તે માટે તાલુકા અથવા રાજકીય બોર્ડને સૂચના આપવી.
C) યોજના અને તેના અમલને લગતા મુદ્દાઓ વિશેની ફરિયાદોમાં પૂછપરછ કરવી;
d) મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને સૂચનો/ નિર્દેશિકાઓ દ્વારા રાજ્ય સરકારો અથવા અન્ય કોઇ એજન્સી, કેન્દ્રશાસિત પ્રદેશ અથવી એવી કોઇ પણ લાગતી વળગતી સંસ્થાનો યોજનાના અમલ માટે જરૂરી સૂચનો આપવાં.
e) સમયાંતરે કેન્દ્રીય સરકારની સલાહ દ્વારા યોજના અંતર્ગત અપાનાર સહાય સેવાઓનો રિવ્યુ કરવો.
f) યોજનાના અમલ માટે આવશ્યક ભંડોળ અને બજેટ નક્કી કરવાં.
g) અસરગ્રસ્ત મહિલા માટે આવશ્યક સહાયને રિવ્યુ કરવી અને તેનાં સ્વાભિમાન અને સમાનનાં પુનઃસ્થાપન માટે સૂચનો આપવાં.
6. તાલુકા બોર્ડ સામે દાવો માંડવાની પ્રક્રિયાઃ Procedure for Making Claims before the District Board
(A) કોણ અને ક્યાં સુધીમાં અરજી કરી શકે? Who May Apply and By When
(i) આ યોજના અંતર્ગત સહાય માટેની અરજી ઘટના બન્યાનાં અથવા FIR દાખલ કર્યાનાં 60
દિવસમાં કરવાની રહે છે, જે
a) અસર ગ્રસ્ત વ્યક્ત/ સંસ્થા/ વિભાગ અથવા કમિશન તેના વતી કરી શકે છે;
b) જ્યાં અસરગ્રસ્ત મહિલા એટલે
c) અસરગ્રસ્ત મહિલાનાં મૃત્યુ નાં કિસ્સામાં તેનાં કાયદાકીય વંશજ
(ii) જ્યારે અરજી 60 દિવસ બાદ કરવામાં આવી હોય ત્યારે બોર્ડ જો પર્યાપ્ત સંતોષજનક કારણો મળે તો વિલંબને ચલાવી લઈ શકે છે.
(B) અરજી કેવી રીતે કરવીઃ How to Apply
(iii) જે સમયે બળાત્કાર થાય ત્યારે FIR તરત જ દાખલ કરી દેવી જોઇએ. બળાત્કારનો ભોગ બનેલ મહિલાનું તરત જ યોગ્ય તબીબી અધિકારી દ્વારા તપાસ થવી જોઇએ;
(iv) જે તે પોલિસ સ્ટેશનનાં SHO તેનાં SP/DCP દ્વારા આ FIR 72 કલાકમાં તબીબી રિપોર્ટ અને પ્રાથમિક તપાસનાં રિપોર્ટ સાથે તાલુકા બોર્ડનાં IOને મોકલવામાં આવે છે;
(v) રિપોર્ટ/ દસ્તાવેજો જે SHO દ્વારા મોકલવામાં આવે છે તે જ્યાં સુધી કલમ(i) અને
(vi) મુજબ ભોગ બનેલ મહિલાને સંપૂર્ણ રાહત ન મળે ત્યાં સુધી સાચવવાનાં હોય છે; (vi) અરજી કલમ (1) અનુસાર આપેલ રૂપમાં જે બિડાણ-૧ માં દર્શાવેલ છે આપવી જોઇએ. જો બળાત્કારને કારણે તે સ્ત્રીનું મૃત્યુ નિપજ્યું હોય તો તેનાં કાયદાકીય વંશજો તેનાં મૃત્યુનાં પ્રમાણ પત્ર સાથે અરજી દાખલ કરી શકે,
(vii) જ્યારે અરજી FIR દાખલ થયાનાં 60 દિવસ બાદ દાખલ કરવામાં આવી હોય, ત્યારે અસરગ્રસ્ત વ્યક્તિ અથવા તેનાં સગા, બિડાણ- ૨ માં દર્શાવેલ રૂપે તથા તેની સાથે નીચે દર્શાવેલ દસ્તાવેજોની નકલો બીડીને કરી શકે
(vi) તાલુકા બોર્ડ અન્ય જરૂરી દસ્તાવેજો જેની તેમને જરૂરત જણાય તે લાગતી વળગતી સત્તાઓ પાસેથી દસ્તાવેજો મંગાવી શકે જો પોલિસ દ્વારા કલમ (W) અંતર્ગત કોઇ દસ્તાવેજ ન મળ્યા હોય અથવા તો તે મહિલા કોઇ આવશ્યક દસ્તાવેજ અરજી કરતી વખતે આપી ન શકી હોય પરંતુ જેની કલમ (vi) અંતર્ગત આવશ્યકતા હોય;
7. તાલુકા બોર્ડ અનુસરવાની પધ્ધતિઃ Procedure to be Followed by the District Board
આ યોજનાનો હેતુ પુનર્સપાદકીય ન્યાયનો હોવાથી, આર્થિક સહાય અને અન્ય સહાયક સેવાઓ પૂરી પાડવાની પ્રક્રિયા બને તેટલી સરળ, ઝડપી અને અસરકારક હોવી જોઇએ. તાલુકા બોર્ડ માટે દરેક અરજી ચકાસતી વખતે આ જ સિધ્ધાંત મુખ્ય સિધ્ધાંત રહેવો જોઇએ.
a) સામાન્ય રીતે, અરજી મળતાં, ફકરો 6 અંતર્ગત, પ્રાથમિક તપાસમાં સંતોષજનક જણાતાં, કેસ ફાઇલ કરવામાં આવે છે અને બોર્ડ અંતરિમ આર્થિક સહાય પૂરી પાડે છે અને અન્ય સહાયક સેવાઓ શરૂ કરે છે. જો કે, જે તપાસ દરમિયાન જો બોર્ડને એવું લાગે કે અસરગ્રસ્ત મહિલા અને અન્ય પક્ષની તપાસ આવશ્યક જણાય તો તે કેસને ફરીથી સાંભળે છે અને સાબિતીઓ રેકોર્ડ કરી ને મૌખિક આદેશ આપે છે અને કેસની યોગ્યતા અંતરિમ આર્થિક સહાય અને અન્ય સહાયક સેવાઓ દ્વારા દર્શાવે છે.
b) કોઇ પણ અરજી અસરગ્રસ્ત મહિલાને સાંભળ્યા વિના અને લેખિતમાં કારણ જણાવ્યા
વિના ખારીજ કરી શકાય નહીં.
c) અરજદારને બોર્ડ દ્વારા સુનાવણી માટે આગળથી સ્થાન અને સમય જણાવવા જોઇએ;
d) બોર્ડ પાસે કોઇ પણ રેકોર્ડ, દસ્તાવેજ મંગાવવાનો અને કોઇ પણ વ્યક્તિને સુનાવણી માટે બોલાવ્યા બાદ અંતિમ નિર્ણય લેવાનો હક છે;
e) બોર્ડ તેને પ્રાપ્ય પુરાવાઓને આધારે અંતિમ નિર્ણય લેશે;
f) બોર્ડનાં પ્રોસિડિંગસ ઓફિસની અંદર કોઇ પણ પ્રકારની ઓળખ જાહેર કર્યા વિના અને અસરગ્રસ્ત સ્ત્રીની ઓળખ છુપાવીને કરવામાં આવે છે;
g) કોઇ પણ સમિતિનાં કોરમ માટે ઓછામાં ઓછા અડધી સંખ્યામાં સભ્યો હાજર હોવાં જોઇએ.
h) આ પ્રક્રિયાનાં દસ્તાવેજો કોઇ પણ જાહેર માધ્યમમાં ન તે છપાવવાં જોઇએ ન તો પ્રસારિત થવા જોઇએ.
8. યોજનાની અંતર્ગત સહાયઃ Assistance under the Scheme
(A) અંતરિમ સહાય Interim Assistance
(a) ફકરા 7માં દર્શાવેલ પ્રક્રિયાને બરોબર અનુસરીને પ્રાથમિક તપાસ કર્યા બાદ, તાલુકા બોર્ડ અસરગ્રસ્ત મહિલાને Rs.20, 000/- ની અંતરિમ સહાય પૂરી પાડે છે જે અરજીની તારીખથી બને ત્યાં સુધી પંદર દિવસની અંદર પૂરી પાડવામાં આવે છે;
(b) જરૂરિયાતનું મૂલ્યાંકન કર્યા બાદ અને મહિલાની શારિરીક સ્થિતિ અને માનસિક ત્રાસદીને ધ્યાનમાં લીધાં બાદજો બોર્ડને યોગ્ય લાગે તો તે યોજનાનાં ફકરા 5(A)(i) અનુસાર અસરગ્રસ્ત મહિલાને અન્ય સહાય પુરી પાડે છે. આવું કરવામાં, બને ત્યાં સુધી કેન્દ્રીય કે રાજકીય સરકારની સુવિધાઓનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખવાનો રહેશે.
(C) બોર્ડ Rs.50,000/- સુધીની સુવિધાઓ પૂરી પાડી શકાય.
(B) અંતિમ સહાય Final Assistance
(a) જે દિવસે અસરગ્રસ્ત મહિલા તેનો પુરાવો પૂરો પાડે અથવા અરજી મેળવ્યાનાં વર્ષ દરમિયાન જેમાં પુરાવાનો રેકોર્ડ વિલંબિત થયો હોય, અને તે બંન્નેમાંથી જે પણ અવધિ વહેલી પૂરી થતી હોય ત્યારે બોર્ડ અન્ય 1.30 લાખ રૂપિયાને હપ્તાઓમાં મુક્ત કરવાનાં રહેશે.
(b) જે કિસ્સામાં અંતિમ સહાય પુરાવાઓનાં રેકોર્ડિંગ પહેલાં આપવામાં આવે ત્યારે, બોર્ડે તે માટેનાં કારણો લેખિતમાં આપવાના રહેશે;
(C) બોર્ડ દ્વારા અપાયેલ આર્થિક સહાય અને અન્ય સેવાઓનો સંયુક્ત ખર્ચ યોજનાનાં ફકરા 11માં દર્શાવ્યા પ્રમાણે ૨ લાખથી વધુ ન હોવો જોઇએ. જે કોઇક વિશિષ્ટ સંજોગોમાં Rs.3 લાખ સુધી વધારી શકાય.
(C) અસરગ્રસ્ત મહિલાનાં મૃત્યુનાં કિસ્સામાં સહાય Assistance in case of Death of Affected Woman
જ્યારે મહિલાનું મૃત્યુ બળાત્કારને કારણે થયેલ હોય ત્યારે બોર્ડ યોગ્ય સુનાવણી બાદ અને એવું જાણ્યા બાદ કે આ દાવો સારા ઇરાદે, તેનાં વંશજો અને પરિવારનાં ફાયદા માટે અને તેનાં સગીર બાળકો માટે કરવામાં આવ્યો છે, સહાયનો આદેશ આપશેઃ
(a) નોકરી ન કરતી મહિલાનાં કિસ્સામાં એક લાખ રૂપિયા.
(b) જો અસરગ્રસ્ત મૃત મહિલા કમાનાર વ્યક્તિ હોય તો તેનાં પરિવારને રૂ. 2
લાખની સહાય આપવામાં આવશે.
9. ચૂકવણીની પધ્ધતિ Manner of Payment of the Amount of Assistance
બોર્ડનાં આદેશનાં આધારે અરજીમાં દર્શાવેલ બેંક ખાતામાં જે તે રકમ જમા કરાવી દેવામાં આવશે. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આ રકમ ઇલેક્ટ્રોનિકલી સ્થાનાંતરિક કરવામાં આવશે, જેથી તે ઝડપી રીતે અસરસ્ત સ્ત્રીને પ્રાપ્ય બની શકે; જો અસરગ્રસ્ત મહિલા સગીર બાળા હોય તો આ રકમ તેનાં માતા પિતા અથવા તેનાં વાલીનાં બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે. બોર્ડ એ જોશે કે આ રકમનો ઉપયોગ સગીર બાળાનાં કલ્યાણ માટે કરવામાં આવે.
10. અસરગ્રસ્ત મહિલાને સહાય વિશે નિર્ણય લેવા માટે ધ્યાનમાં લેવામાં આવતા સિધ્ધાંતો Principles Governing the Determination of Assistance to the Affected Woman
(i) તાલુકા બોર્ડ નીચે દર્શાવેલ નિયમોને આધારે અસરગ્રસ્ત મહિલાને પુનઃસંપાદન માટે જરૂરી આર્થિક સહાય નક્કી કરવી જોઇએ.
a) અસરગ્રસ્ત મહિલાને થયેલ ઇજાનો પ્રકાર અને ગંભીરતા તેમજ તેની તબીબીસારવારમાં
તેમજ મનોવૈજ્ઞાનિક સલાહમાં થયેલ ખર્ચ.
b) જો બળાત્કારને પરિણામે તે ગર્ભાધાન કરે તે તેને કારણે અથવા તેનાંગર્ભપાતમાં થતો ખર્ચ.
c) અસરગ્રસ્ત મહિલાની ઉંમર અને આર્થિક સ્થિતિ. તેના આધારે તેને શિક્ષણ કેવ્યાવસાયિક
તાલીમની જરૂરિયાત છે કે નહીં તે નક્કી કરી શકાશે.
d) જો મહિલા જે સ્થળે તેની સાથે ગુનો આચરવામાં આવ્યો હોય તે થી અલગજગ્યાએ રહેવાનું
પસંદ કરે જેથી તેનો માનસિક પરિતાપ અને ત્રાસદી ઘટે તોતેવા કિસ્સામાં તેનાં રહેઠાણ માટે
કરવો પડતો ખર્ચ.
(ii) જો અસરગ્રસ્ત મહિલા સગીર અથવા માનસિક અસંતુલન વાળી હોય તો બોર્ડ તેવી મહિલાઓ માટે યોજનાનાં ફકરા 10 મુજબ વધુ આર્થિક સહાય નિર્ધારશે;
(ii) બોર્ડ બને ત્યાં સુધી રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા હાજર સવલતોનો જ યોજનામાં ઉપયોગ કરવો જોઇએ અને જો અન્ય સંસ્થાઓની સહાયની જરૂર પડે તો એવી સંસ્થા પસંદ કરવી જેમાં સરકારી આર્થિક સહાય આપવામાં આવતી હોય.
11. વિશિષ્ટ સંજોગોમાં સહાયમાં વધારો Enhancement of Assistance in Special Cases
અસરગ્રસ્ત મહિલાઓની જરૂરિયાત અને નબળાઇઓને ધ્યાનમાં રાખીને કેટલાક કેસો તાલુકા બોર્ડ રાજ્ય બોર્ડને સૂચિત કરે છે. આવા સંજોગોમાં રાજકીય બોર્ડ તાલુકા બોર્ડ સાથે સલાહસૂચન કરીને વધુ એક લાખ રૂપિયાની સહાય, આમ મહત્તમ 3 લાખ રૂપિયાની સહાય આપવાની સત્તા ધરાવે છે, જેમાં:
a) અસરગ્રસ્ત મહિલા સગીર હોય અને વિશિષ્ટ સારવાર અને સંભાળનીઆવશ્યકતા
ધરાવતી હોય.
b) મહિલા માનસિક રીતે મંદ હોય અથવા અપંગ હોય અને તેથી વિશિષ્ટ સારવારઅને સંભાળની આવશ્યકતા ધરાવતી હોય.
c) અસરગ્રસ્ત મહિલાને સંભોગથી થતા રોગો જેવા કે HIV/AIDS હોય અને તેબળાત્કારને પરિણામે તેને થયેલ હોય;
d) અસરગ્રસ્ત મહિલા બળાત્કારને કારણે ગર્ભાધાન કરે;
e) જ્યારે ભોગ બનેલી મહિલાને બહુ જ ભયજનક શારિરીક ઇજાઓ અને માનસિકપરિતાપ પહોંચેલ હોય;
f) એવું કોઇ પણ અન્ય કારણ કે બોર્ડને યોગ્ય જણાય.
12. યોજના અંતર્ગત દાવાને રદિયો આપવો Rejection of the claim made under the Scheme
(A) બોર્ડને જ્યારે નીચે પ્રમાણેનાં કારણોમાંનું કોઇ જણાય ત્યારે તે અરજી રદ કરી શકેઃ The Board may reject any application where it is of the considered opinion that:-
13. તકરારનું નિવારણ Redressal of Grievances
જો યોજના અંતર્ગત સહાય મેળવવામાં કોઇ તકરાર ઉભી થાય તો અસરગ્રસ્ત મહિલા તાલુકા બોર્ડનો સંપર્ક કરી શકે છે.
જો તકરાર તાલુકા અથવા રાજય બોર્ડનાં વ્યવહાર કે કાર્ય શૈલી બાબતે હોય કે યોજના અંતર્ગત સહાય મેળવવાની અરજી બાબતે હોય તો અસરગ્રસ્ત મહિલા કે તેનાં વંશજ રાજ્ય અથવા રાષ્ટ્રીય બોર્ડને સંપર્ક કરી શકે છે.
14. ભંડોળ પૂરું પાડવું Devolution of Funds/Grant-in-Aid i)
a) યોજના અંતર્ગત સહાય આપવામાં થશે;
b) રાષ્ટ્રીય, રાજકીય અને તાલુકા બોર્ડનાં બિન સરકારી કર્મચારીઓને હાજરરહેવાની ફી
અને ભથ્થાં તરીકે,
15. દેખરેખ અને મૂલ્યાંકન Monitoring and Evaluation
યોજનાના અમલ ઉપર દર ત્રણ મહિને એક રિપોર્ટ દરેક તાલુકા બોર્ડે રાજકીય બોર્ડને મોકલી આપવામાં આવે છે. રાજકીય બોર્ડ આવા તાલુકાઓનો રિપોર્ટ ભેગો કરી તૈયાર થયેલ રિપોર્ટ રાષ્ટ્રીય બોર્ડને મોકલી આપે છે.
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સમયાંતરે અસરકારક અવમૂલન હાથ ધરી શકે છે જેના માટે તે જે તે યોગ્ય સંસ્થાઓની મદદ દ્વારા દેખરેખ અને મૂલ્યાંકન કરાવી શકે છે. કોઇ પણ અસરગ્રસ્ત મહિલાની ઓળખ છૂપી રહે તે માટે યોગ્ય કાળજી સમગ્ર મૂલ્યાંકન દરમિયાન લેવાય તે જરૂરી છે.
16. ખાતું અને ઓડિટ Accounts and Audit
કેન્દ્રીય, રાજકીય અને તાલુકા બોર્ડે યોગ્ય ખાતાંઓ અને જરૂરી રેકોર્ડ રાખવાનાં રહેશે જેમાં આવક અને જાવકની બેલેન્સ શીટ પણ બનાવવાની રહેશે. આ ખાતાંઓ દર વર્ષે ભારતનાં C&AG દ્વારા ઑડિટ કરવામાં આવશે.
બિડાણઅરજીપત્રક
[ફકરા 6(i), કલમ (a) અને (b) મુજબ]
[જ્યારે અરજી ૯૦ દિવસની અંદર ફાઇલ કરવામાં આવી હોય ત્યારે]
(આ અરજી દાખલ કરતાં પહેલાં, આ યોજનાનાં ખાસ કરીને ફકરા 6 અને 8 ને ધ્યાનપૂર્વક વાંચી લેવા)
તેના વતી કોઇ અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવી હોય તો)
(a) પિતા:
(b) માતા:
અરજદારની સહી
બિડાણ- ૨
[અરજીપત્રક ફિકરા 6(i), કલમ(c) મુજબ]
[જ્યારે અરજી ૬૦ દિવસની અંદર દાખલ કરવામાં આવેલ હોય ત્યારે]
(આ અરજી દાખલ કરતાં પહેલાં, આ યોજનાનાં ખાસ કરીને ફકરા 6 અને 8 ને ધ્યાનપૂર્વક વાંચી લેવા).
(જો અરજી અસરગ્રસ્ત મહિલાનાં મૃત્યુ બાદ અથવા તેના વતી કોઇ અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં
આવી હોય તો)
(a) પિતા: (b) માતા:
૧૪. બેંક્નાં ખાતાની માહિતીઃ
અરજદારની સહી
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/15/2020