સર્વાગી બાળ રક્ષણ યોજના સરકારની બાળકોને રક્ષણ પૂરું પાડવાની જવાબદારી પુરી કરવામાં ઘણે અંશે મદદરૂપ બની રહેશે. બાળ હકોનું રક્ષણ અને “બાળકનાં હિતમા”, નાં બે મહત્વનાં સિધ્ધાંતો પર આ યોજના આધારિત છે. તેથી તેનો હેતુ છે. વિકટ સંજોગોમાં બાળકોનાં કલ્યાણમાં યોગદાન આપવું અને તેમનાં શોષણ, અવગણના, ત્યાગ અને વિયોગ જેવી પરિસ્થિતિઓ ઓછામાં ઓછી સર્જાય તેનું ધ્યાન રાખવું. આ પ્રમાણે કરવા માટે
દરેક સ્તરે ક્ષમતા વર્ધન કરવું:
બાળ રક્ષણ સેવાઓ માટેના માહિતી પત્રો અને જ્ઞાનકોષ તૈયાર કરવાં:
પરિવાર અને સામાજિક સ્તરે બાળ રક્ષણને વધુ મજબૂત બનાવવું
દરેક સ્તરે આંતર ક્ષેત્રીય પ્રતિભાવ નક્કી કરવો:
જાહેર જાગૃતતામાં વધારો કરવો.
નિયંત્રણ :આઉટરીચ કાર્યક્રમ દ્વારા આ યોજના એવા પરિવારોને શોધી કાઢશે જેમની મદદની આવશ્યકતા હોય. તાલુકા સ્તરનાં તાલીમ લીધેલા કાર્યકરો તેમનાં નેટવર્ક અને અન્ય જોડાણો દ્વારા અને ગ્રામીણ અને બ્લોક સ્તરની બાળ હક સમિતિઓ, ICDS એકમો, બિન સરકારી સંસ્થાઓ અને સ્થાનિક એકમોની મદદથી સેવાઓની પ્રાપ્યતા નક્કી કરશે. રક્ષણ અને નિયમન માટે સામાજિક ક્ષમતા વર્ધન કરવામાં આવ્હશે અને બાળ રક્ષણને દરેક ક્ષેત્રમાં સુરક્ષિત કરવામાં આવશે.
કૌટુંબિક સંભાળને પ્રોત્સાહનઃ : આ યોજના એક ખૂબ જ વિચારેલ પગલાં દ્વારા તેની પધ્ધતિ પ્રાયોજક સંભાળ, ભાતૃ સંભાળ, સંભાળ અને દત્તક સંહાળ વગેરે જેવી પરિવાર આધારિત સંભાળ પર કેન્દ્રિત કરશે. સંસ્થાકીય રિવ્યુ દ્વારા બાળકોને સમયાંતરે સંસ્થાનો અનુભવ અને તે દ્વારા પરિવાર પુનઃસંપાદન પણ હાથ ધરવામાં આવશે.
આર્થિક સહાયઃ :કેન્દ્ર દ્વારા આર્થિક સહાય રાજ્ય / કેન્દ્રસાશિત પ્રદેશને મોકલવામાં આવશે. કેન્દ્ર સરકાર નિયત બજેટનું એક સુનિશ્ચિત રકમ જ રાજ્ય સરકારને શરૂઆતમાં પૂરી પાડશે. રાજ્ય સરકાર અથવા કેન્દ્રશાસિત પ્રદેશની સરકાર અન્ય સ્વયંસેવી સંસ્થાઓને યોજનાનાં વિવિધ વિભાગો માટે ગ્રાન્ટ રૂપે આ રકમ પૂરી પાડશે.
સંયુક્ત સેવા પ્રાવધાન- સેવાનાં પ્રકારોઃ :આરોગ્ય, શિક્ષણ, ન્યાયતંત્ર, પોલિસ, મજૂર વિભાગ વગેરે જેવા ક્ષેત્રો વચ્ચે તાલમેલ દ્વારા આ યોજના બાળકોનાં વિવિધ સંજોગોની જરૂરિયાતોને પહોંચી વળવા કટિબધ્ધ રહેશે.
અવિરત સેવાઓ- બાળક માટે અનુકૂળ સંભાળ યોજના : આ યોજના અંતર્ગત અપાતી સેવાઓ જેવી કે વ્યક્તિગત સારવાર યોજના
વ્યાવસાયિક નિષ્ણાંતનાં મૂલ્યાંકન દ્વારા સ્થાપિત કરવામાં આવે છે. આ પ્રકારની યોજના દર થોડા સમયે રિવ્યુ કરી અને આવશ્યક સુધારા કરવામાં આવે છે. જ્યાં સુધી બાળકને સંભાળની આવશ્યકતા હોય ત્યાં સુધી પૂરું પાડવામાં આવે છે.
સમાજ આધારિત સેવાઓઃ : જે બાળકો ને વધુ જરૂર હોય તેવા બાળકો અને તેમનાં પરિવારોને આ યોજના સેવાની નજીક લઈ આવે છે. બાળ સંભાળ દરેક સ્તરે સમાજમાં વિવિધ સેવાઓનાં રૂપે પ્રાપ્ત હોવી જોઇએ. તે માટે સ્થાનિક સરકારી એકમો તેમજ PRIs સાથે જોડાણો હોવાં જોઇએ.
વિકેન્દ્રીકરણ અને સ્થાનિક જરૂરિયાતો પર વધુ ધ્યાન: આ યોજના રાજ્ય અને તાલુકા ક્ષેત્રે બાળ રક્ષણ સેવાઓનું આયોજન અને અમલ વિકેન્દ્રીય કરશે. માનવ સંસાધનની ફાળવણી જે તે બાળ રક્ષણ સેવાઓની જરૂરિયાત મુજબ રહેશે.
ભાગીદારી રચના અને સમાજ સશક્તિકરણ:આ કાર્યક્રમની એક કૂંચીરૂપ નિતી સરકારી માળખાઓ, નાગરિક સંસ્થાનો અને કોર્પોરેટ અને સમાજ વચ્ચે વ્યવહારૂ સંબંધો, માહિતી વિતરણ અને નિતી રચના કરવાનું રહેશે.
ગુણવત્તા સંભાળ તેમજ બાળ રક્ષણનાં ધોરણો :જાહેર અથવા ખાનગી રક્ષણ સેવાઓ ભૌતિક માળખા અને માનવ સંસાધનની જરૂરિયાત તેમજ નિયત ધોરણો, પધ્ધતિઓની સૂચનાઓ અને સેવાઓની માર્ગદર્શિકાઓ જે કાર્યકારી એકમો ઉપયોગમાં લેશે તેમને પૂરી પાડવામાં આવશે.
ક્ષમતા વર્ધનઃ :બાળ રક્ષણમાં દરેક સ્તરે વ્યાવસાયિકતા સચવાય તે માટે, આ યોજના અંતર્ગત દરેક સેવા કાર્યકર અને કાર્યકારીને તેમની કુશળતા, સંવેદનશીલતા, બાળ હકોનું જ્ઞાન અને સંભાળ અને રક્ષણનાં ધોરણોની તાલીમ અને ક્ષમતા વર્ધન કરવામાં આવશે.
દેખરેખ અને મૂલ્યાંકન: :આ યોજના અંતર્ગી એક બાળ રક્ષણ માહિતી પ્રબંધન તંત્રની રચના કરવામાં આવશે જેને આધારે અસરકારક અમલ બાબતે હકારાત્મક દખલ ગીરી કરવામાં આવશે. કાર્યક્રમોનું નિયમિત મૂલ્યાંકન અને તેનું માળખું અને અભ્યાસક્રમનમાં જ્યાં જરૂરિયાત જણાશે ત્યાં સુધારા કરવામાં આવ્યું.
ICPS નું મુખ્ય કેન્દ્ર બાળકોની સંભાળ અને રક્ષણ તેમજ તેમની કાયદાકીય પરિસ્થિતિ અને તેની જરૂરિયાતનાં અવમૂલનનું રહેશેઃ
સંભાળ અને રક્ષણની જરૂરિયાત વાળું બાળક એટલે
ICPS નિયંત્રક, કાયદાકીય સંભાળ અને પુનર્વસનની સેવાઓ કોઇ પણ બાળકને આપશે જેમાં, એવા બાળકો જેનાં પરિવારો જોખમમાં હોય, બાળક જે સામાજિક રીતે ત્યક્ત હોય, જે અત્યંત ગરીબ હોય, નીચલી જાતિનું હોય, અનુસુચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગનું હોય, જે ભેદભાવનો ભોગ બન્યું હોય, લઘુમતી કોમનું હોય, HIV/AIDSનો દર્દી હોય, અનાથ હોય, નશીલી દવાઓનો આદી હોય, ગરીબ ભિક્ષક હોય, બાળકો ને દેહવિક્રયમાં ફસાયેલ હોય, કેદીનાં બાળકો, અને રસ્તા ઉપર કામ કરતાં છોકરાંઓ.
નાગરિક તંત્રનું નેટવર્ક Government- Civil society Partnership બાળકો સુધી પહોંચવા માટે, ખાસ કરીને એવા વિકટ સંજોગોમાં, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય પ્રવર્તમાન બાળ રક્ષણ યોજનાઓને કેન્દ્ર દ્વારરા પ્રાયોજિત એક કાર્યક્રમ જેનું શિર્ષક “સંયુક્ત બાળ રક્ષણ યોજના (ICPS) રાખવામાં આવેલ છે તે પ્રસ્તુત કરી છે. આ પ્રસ્તુત ICPS વિવિધ સ્તરે પ્રવર્તમાન યોજનાઓને એક સર્વાગી બાળ રક્ષણ કાર્યક્રમ નાં રૂપમાં પરિવર્તિત કરે છે અને બાળકોને હાનિ થતાં રોકે છે. આ કાર્યક્રમ બાળ રક્ષણને MWCD એકલાની જવાબદારી તરીકે જોતું નથી પરંતુ અન્ય ક્ષેત્રોને પણ તેમાં ફાળો આપવા માટે પ્રેરે છે. મંત્રાલય સર્વાગી પણ કાર્યક્રમોને ગોઠવે છે અને બાળકો માટે સક્ષમ રક્ષણાત્મક વાતાવરણ ઉભું કરે છે, વૈવિધ્યતા અને બાળકો માટેની આવશ્યક સેવાઓનું સંસ્થાકીય કરણ કરવામાં આવે છે, આંતરક્ષેત્રીય પ્રતિભાવો દ્વારા બાળ રક્ષણ પૂરું પાડે છે અને સંભાળ અને સેવાઓ માટે ધોરણો પૂરો પાડે છે.
સરકાર: ભારત સરકારની પ્રાથમિક જવાબદારી આ યોજના માટે આવશ્યક વિકાસ અને ભંડોળ પ્રાપ્ત કરાવવાનું રહેશે અને માળખા અને નિયમોને વધુ સ્થિતિસ્થાપક બનાવવાનું રહેશે. ભારત સરકાર સંયુક્ત, જીવિત, વેબ આધારિત બાળકોની એવી માહિતી એકત્ર કરશે જેમાં બાળ ટ્રેકિંગ તંત્ર અને માહિતી પ્રબંધન તંત્રનો પણ સમાવેશ થશે. તે રાજ્ય સરકાર/ કેન્દ્રશાસિત પ્રદેશની સંયુક્ત જવાબદારી રહેશે કે આ યોજનાનું અસરકારક અમલીકરણ થાય અને પ્રાપ્ય ભંડોળનો યોગ્ય વપરાશ થાય. રાજ્ય સરકાર કેન્દ્ર સાશિત વહીવટીઓ વ્યાવશાયિક કૌશલ્ય ધરાવતીવ્યક્તિઓને આ પાનગી- જાહેર સંસ્થાની ભાગીદારીમાં જોડાવા આકર્ષે. આ યોજના અંતર્ગત વ્યવાસ્થિકોને કરારનાં આધારે નોકરી આપવામાં આવશે. રાજ્ય સરકારો, કેન્દ્રસાશિત પ્રદેશો આ ડેટાબેઝની દેખરેખ રાખશે જેમાં બાળ ટ્રેકિંગ તંત્ર અને MIS નો રાજ્ય અને તાલુકા સ્તરે સમાવેશ કરવામાં આવશે.
ICPS સરકાર તરીકે કાર્ય કરશે અને સરકાર અને નાગરિક એકમોની ભાગીદારી યોજના અંતર્ગત વિવિધ દિશાઓમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોનાં કાર્ય કરશે. સકાર ભારતમાં વિકટ સંજોગોમાં રહેલતાં અનેક લાખો બાળકોની સ્થિતિ સુધારવા માટે અને તે માટે આવશયક ભાગીદારીમાં ઉતરવા માટે તૈયાર છે. સરકાર એકલી આ કાર્ય પૂરું કરી શકે એમ નથી. તેથી, ICPS સરકારી વિભાગો, સ્વયંસેવકો, સામાજિક જૂથો, શિક્ષણ તંત્ર, તદુપરાંત મુખ્યત્વે બાળકો અને કુટુંબ માટે રક્ષણાત્મક વાતાવરણ ઉભું કરવાનું કાર્ય કરે છે. બાળ રક્ષણ સેવાઓ અને પધ્ધતિઓ તરફનો તેનો સર્વાગી અભિગમ તેની વિવિધ જોડાણો અને પરિક્ષણ માટે આવશ્યક અન્ય જોડાણો, સેવાઓ અને પ્રત્યુત્તરો છે. આ યોજના એક એવું માળખું પૂરું પાડે છે જેમાં દેખરેખ અને સારસંભાળ અસરકારક કાર્યશીલતા દ્વારા બાળ રક્ષણ તંત્રનું કાર્ય કરે જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
આ સ્તરનો અને વિશાળતા ધરાવતા કાર્યક્રમમાં અનેક વિવિધ વિષયોનું જ્ઞાન ધરાવતા કર્મચારીઓ જે વ્યાવસાયિક હોય અને બાળ હકો વિશે વચનબદ્ધ હોય. તેથી એ ખૂબસાવધાનીપૂર્વક નક્કી કરવામાં આવ્યું છે કે આવા વ્યક્તિઓને કરાર પર જ લેવા. જે માટેનાં કારણો નીચે મુજબ છેઃ
ICPS દ્વારા મહિલાઓ અને બાળ વિકાસ મંત્રાલય બાળ રક્ષણ માટે એક બહોળું અને સર્વાગી માળખું અગિયારમી યોજના અંતર્ગત તૈયાર કરી બાળકો માટે એક સક્ષમ સક્રિય રક્ષણ ઉભું કરવા ઇચ્છે છે. ભારતમાં દરેક બાળકને તેનાં પ્રેમાળ પરિવાર દ્વારા સંભાળ મેળવવાનો, સમાનભેરજીવવાનો અને પરિવારથી દૂર ન થવા, હિંસા, દુરૂપયોગ, અવગણના અને શોષણ વિરૂધ્ધ નિયંત્રણ માંગવાનો હક છે.
આ સંયુક્ત બાળ રક્ષણ યોજના નીચેના મુદ્દાઓ પર કેન્દ્રિત રહેશેઃ બાળકો અને પરિવારો જે જોખમ ધરાવતાં હોય તેમને શોધવાનો અને તેમને જરૂરી સેવાઓ નક્કી કરવાનો; બાળ રક્ષણ યોજનાઓ તાલુકા અને રાજ્ય સ્તરે તૈયાર કર્યા બાદ તેને ધીમે ધીમે બ્લોક અને સમાજ સ્તરે લઈ જવું, નિયંત્રણ, નિયમન, સંભાળ અને પુનર્વસન સેવાઓને વધુ સક્ષમ બનાવવી; સેવાઓની પ્રાપ્યતા અને ગુણવત્તામાં વધારો કરવો; અસરગ્રસ્ત બાળકોને બિનસંસ્થાકીય પરિવાર આધારિત સંભાળ મળે તે વિચારને પ્રોત્સાહિત કરવો; સેવા આપનાર વ્યક્તિઓની ક્ષમતા વર્ધન કરવું, જ્ઞાન, જાગૃતતા અને મધ્યસ્થી ને મજબૂત કરવી; એક સંયુક્ત, જીવિત, વેબ આધારિત માહિતી કેન્દ્ર ઉભું અજવું જેમાં તકલીફમાં રહેલા બાળકો વિશે માહિતી હોય , પુરાવાનાં આધારે નિયંત્રણ થઈ શકે, મૂલ્યાંકન કરી શકાય, સેવા આયોજન અને નિર્ણય કરવા માટે સ્થાન રહે. દેખરેખ અને અવમૂલન;
સામાજિક સ્તરે અને તાલુકા સ્તરે બાળ રક્ષણ માટે દરેક સંસ્થા વચ્ચે ભાગીદારી વધારવાની કોશિશ કરવી. રાષ્ટ્રીય, રાજય માનવ હક કમિશન અને રાષ્ટ્રીય રાજ્ય બાળ હકો માટેનાં કમિશનો વગેરે વચ્ચે જોડાણ મજબૂત કરવાં.
રાજ્ય સરકાર કેન્દ્ર શાસિત પ્રદેશો આ પ્રકારની પ્રવૃત્તિઓ માટે સ્વયંસેવી સંસ્થાઓને જોડાણ – IIમાં આપેલ ફોર્મ દ્વારા આર્થિક સહાય આપશે. જો સરકાર આ પ્રકારની સ્વયંસેવી સંસ્થા શોધી ન શકે તો તેઓ પોતે આ પ્રકારનાં કેન્દ્રો ચલાવી અને ભંડોળનો ઉપયોગ કરી શકે.
આર્થિક સહાય માટેની સવિસ્તૃત માહિતી જોડાણ- IIIમાં મળે છે: ઘણાં બાળકો ત્યાગ, શોષણ, અવગણના વગેરેને તેમ્નાં સામાજિક- આર્થિક સ્થિતિઓને કારણે વધુ જોખમે હોય છે. ગરીબ પરિવારો ઘણી વાર તેમનાં બાળકોને આવી સંસ્થાકીય સંભાળમાં તેમની ગરીબીને પહોંચી વળવા મૂકે છે. ઘણાં અન્ય કેસોમાં બાળકો તેમનાં પરિવારોથી ભાગી જાય છે કારણ કે તેઓને દુરૂપયોગ અને શોષણ નો ભય હોય છે અને પછી તેઓ તેમનાં પરિવાર સાથે ભળતાં નથી. તેથી, તેમને સંસ્થામાં મૂકવામાં આવે છે. તેને પરિણામે, મોટી સંખ્યામાં આવાં બાળકો તેમનાં જીવન આવી સંસ્થાઓમાં જ વીતે છે. એ એક જાણીતી હકીકત છે કે સંસ્થાકીય સંભાળને
જ્યારે કોઇ પણ અન્ય વિકલ્પ ન હોય ત્યારે જ પસંદકરવો જોઇએ. ભારત સરકાર પુનર્સયોજનની શક્ય હોય ત્યાં સુધી મહત્વ સમજી અને બિનસંસ્થાકીય પરિવાર આધારિત સંભાળને વધુ યોગ્ય વિકલ્પ ગણે છે. તેથી સંસ્થાઓમાં રહેલ બાળકોની સ્થિતિ અમુક નિયત સમયે રિવ્યુ કરવામાં આવે છે અને તેમને તેમનાં પરિવારમાં આવશ્યક સહયા અને આર્થિક મદદ સાથે ફરીથી દાખલ કરવામાં આવે છે.
ઉપરનાં વર્ગો સિવાય, બાળકોની એક મોટી સંખ્યા વંચિતતા અને શોષણનાં સંજોગોમાં રહે છે, જેમાં તેમના પરિવારો તેમને આવશ્યક મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડી શકતાં નથી. ભારત સરકાર આવા કેસોને નિયંત્રણનાં ધોરણે પરિવાર રક્ષિત રહે તે રીતે સહાય આપવામાં માને છે.
ઉપર દર્શાવેલ સ્થિતિને પહોંચવા માટે, ભારત સરકાર ICPS અંતર્ગત જોખમે રહેલ પરિવારોને આર્થિક સહાય આપવાની શરૂઆતનાં પગલાં લેવાનું સૂચવે છે. આ પ્રકારની સહાય પરિવારોને બાળકો માટે શૈક્ષણિક, તબીબી, પોષણને લગતું અને બાળકોની અન્ય જરૂરિયાત પૂરી પાડી પરિવારનું જીવન સુધારવાની કોશિશ કરશે.
આ સહાય નીચેનાં બે કિસ્સાઓમાં આપવામાં આવશે
સહાયનો સુવ્યવસ્થિત ઉપયોગ બાળ સંભાળ યોજનામાં થાય તે નિયમિતપણે રિવ્યુ કરશે અને DCPS અને CWCને માહિતગાર કરશે.
Care કૃત્રિમ સંભાળ એ એવી ઘટના છે જેમાં બાળક કેટલોક વખત, થોડા સમય માટે, તેનાં સગા ન હોય એવા વ્યક્તિને પરિવારજન બનાવીને રહે છે. આ પ્રકારની વ્યવસ્થામાં મૂળ માતાપિતા તેમનાં એક પણ હકો ખોતાં નથી>આ પ્રકારની વ્યવસ્થા દ્વારા એવા બાળકો જેમ્બે બિમારી હોય, એક વાલીએ ત્યજી દેધા હોય અથવા તેનાં માતા પિતા તેની સંભાળ લેવા તૈયાર ન હોય અન્દ તેથી જે કાયદાકીય રીતે દત્તક ન લઈ શકાય તેમ હોય તેમને માટે મદદરૂપ રહે છે. તે અંતે બાળકને તેનાં મૂળ પરિવાર સાથે જોડવાનું કાર્ય કરે છે અને તેના દ્વારા સંસ્થાકીય સંભાળ જે ઘણી વખત બાળક માટે કપરો અનુભવ રહે છે, તે ટાળવામાં મદદરૂપ રહે છે. આ યોજના કૃત્રિમ પરિવાર સંભાળ માટે ફોસ્ટર કેર ફંડ જે ડિસ્ટ્રીક ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી પાસે હોય છે તેનાં દ્વારા પ્રાપ્ય બને છે. CWC કાં તો પોતે અથવા તે SAA દ્વારા આવા કેસો શોધી કાઢે છે અને બાળકને કૃત્રિક પરિવારમાં મૂકે છે. એક વાર બાળકને ફોસ્ટર કેરમાં મૂકવામાં આવે, આવા આદેશની એક નકલ DCPSને મોકલી SAA માટે ભંડોળ માંગવામાં આવે છે. SAA સમયાંતરે આ પ્રક્રિયાનો એક પ્રગતિ રિપોર્ટ CWC અને DCPSને જમા કરાવશે.
દત્તક લેવુ એ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા બાળક હંમેશ માટે તેનાં જૈવિક માતા પિતાથી દૂર થાય છે, અથવા તેઓએ તેને અહીં જમા કરાવ્યું હોય છે અથવા છોડી દીધાં હોય છે અથવા જેનાં માતાપિતા મૃત્યુ પામી ગયાં હોય છે. આવું બાળક નવા માતાપિતાને સોંપી તેમને આ બાળક સાથેનાં સંબંધ સાથે જોડાયેલ હકો, ફાયદાઓ અને જવાબદારી સોંપવામાં આવે છે.
એલ કે પાન્ડે વિ. ભારત સરકારનાં કિસ્સામાં રાજ્યની દખલગીરીને મર્યાદિત કરવાનું સૂચવવામાં આવ્યું છે. કેન્દ્રીય દત્તક સ્રોત એજન્સી (CARA) આ પ્રકારનાં કાર્યની દેખરેખ કરવા માટેની મુખ્ય સંસ્થા છે અને તે ખાસ કરીને અંતરરાષ્ટ્રીય દત્તક લેવાની પ્રક્રિયામાં સમાવિષ્ટ હોય છે. છેલ્લા પાંચ વર્ષમાં જો કે દત્તક લેવાનો દર ઘણી હદે સમાન થઈ ગયો છે. યોગ્ય મંત્રાલયે તે માટે આવશ્યક પગલાં લેવાં જરૂરી બને છે.
ICPS તે માટે દત્તક લેવાની પ્રક્રિયાને વધુ સરળ અને સુનિશ્ચિત બનાવવા, તેમાં પડતી. સમસ્યાઓને ઘટાડવા અને પ્રાદેશિક વિસંગતતાઓને દૂર કરવા અને રાષ્ટ્રીય સ્તરે દત્તક લેવાની
પ્રક્રિયાને પ્રોત્સાહિત કરવા માટે વચનબદ્ધ છે. દત્તક લેવાની પ્રક્રિયા નીચેનાં માર્ગદર્શક સિધ્ધાંતોને આધારે કરવામાં રહેશે.
Adoption Coordinating Agency (ACA) Adoption Coordinating Agency (ACA)
માનનીય સુપ્રિમ કોર્ટે તેનાં ૨૭મી સપ્ટેમ્બર ૧૯૯૫નાં શ્રી એલ કે પાન્ડે વિ. ભારત સરકારનાં કેસમાં આપેલ ન્યાયિક ચુકાદામાં એ ખાસ કરીને જણાવ્યું છે કે જે રાજ્ય કે શહેરમાં કોઇ સરકારી સંસ્થા ન હોય ત્યાં દત્તકતાનાં સુનિયમન માટે આવી સ્વયંસેવક પ્રબંધન સંસ્થાઓ હોઇ શકે, જે કોઇ યોગ્ય ભારતીય દંપતિને બાળક માટે શોધી કાઢે અને જો તે કોઇ પણ હિસાબે શકય ન હોય તો જ તેને પરદેશી માતા પિતાને દત્તક સોંપવાની કાર્યવાહી શરૂ કરે.
ACAs ને તેનાં કાર્યવહનમાં મદદરૂપ થવા માટે [VCAs અને ACA બની ગયાં છે અને આંતરરાજકીય દત્તકતાને પ્રોત્સાહિત કરવાને અનાથ, ત્યજાયએલ અને શરણાગત બાળકને ફરી પરિવારમાં પુનર્વસિત કરવા અને ભારતીય સમાજમાં દત્તકતાને પ્રોત્સાહિત કરવા, ICPS દરેક ACAs ને આર્થિક સહાય પૂરી પાડશે. આવી સંસ્થાઓને કેન્દ્ર સરકાર દ્વારા મળતી આર્થિક સહાય વિશેની માહિતી Annexure-IIમાં આપેલ છે.
રાજ્ય દત્તક સ્રોત સંસ્થા અને તાલુકા બાળ રક્ષણ સોસાયટીની સીધી દેખરેખ નીચે SAA કાર્યરતરહેશે. SAA ને સુવ્યવસ્થિત રીતે સંચાલિત કરવાં બાળ રક્ષણ સંસ્થા ની જુવેનાઇલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ, ૨૦૦૫ નાં કલમ 34(3) અંતર્ગત નોંધણી કરવામાં આવે છે. રાજ્ય800 girls for every 1,000 boys. In India as a whole, this ratio has declined from 945 girls per 1,00 સરકાર CCIs ને SAA આ જ કાયદાની કલમ -41(4) અંતર્ગત પિછાણવામાં આવશે. હેગ કન્વેન્શન અંતર્ગત નક્કી થયેલ માર્ગદર્શિકાને આધારે CARA ને કોઇ પણ SAAs જે બાળકને આંતરરાષ્ટ્રીય દત્તકતા માટે કાર્યરત હોય તેમને વિશિષ્ટ સંસ્થા તરીકે જાહેર કરી શકશે.
આ યોજના અંદર SAAsને મળતી આર્થિક સહાય વિશેની માહિતી જોડાણ-IIમાં આપેલ છે.
0-6નાં વયજુથમાં 1991માં જે પુરૂષોથી થોડુંક જ ઓછું હતું તે 927/1,000 માં 2001 સુધી પહોંચી ગયું ચે જે સમસ્યાની ગંભીરતા દર્શાવે છે. આ હકીકતને ધ્યાનમાં લેતાં એ પણ જોવામાં આવ્યું છે કે ભારતનાં 80% તાલુકાઓમાં તકલીફમાં હોય તેવા બાળકો માટે કોઇ પણ પ્રકારની છત્રની હંગામી વ્યવસ્થા પણ નથી. મુખ્યત્વે એવા બાળકો જે ત્યજાયેલ છે અને જેમનો દુરૂપયોગ થઈ શકે તેમ છે તેઓ માટે ICPS દરેક તાલુકામાં ઘોડિયા ઘર તૈયાર કરવાની યોજના બનાવી રહી છે. આ ઘોડિયા ઘર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHCs), હોસ્પિટલ, નર્સિંગ હોમ, સ્વાધાર એકમો, ટૂંકા ગાળાનાં રોકાણ માટેનાં ઘર અને DCPSનાં કાર્યાલય સાથે ત્યજાયેલ બાળકોને મેળવવા માટે જોડાયેલ રહેશે. દરેક આવા બાળક માટે ઘોડિયા ઘરમાં, વ્યક્તિગત સંભાળ કાર્યકરમ તૈયાર કરવામાં આવશે, જે SAA,જ્યાં બાળકને આગલી સારવાર માટે મોકલવાનાં છે ત્યા< CWCની પરવાનગી બાદ તૈયાર કરવામાં આવશે. ઘોડિયા ઘર માટેની આર્થિક પ્રાવધાનોની માહિતી જોડાણ –IIIમાં જણાવેલ છે.
જુવેનાઇલ જસ્ટીસ (સંભાળ અને બાળ રક્ષણ) ધારો, ૨૦૦૦ ગુનાહિત નાનાં બાળકો માટે ૧૮ વર્ષ સુધીની સંસ્થાકીય સંભાળ માટેનાં પ્રાવધાન છે. જો કે, મોટા ભાગનાં બાળકો જે સંભાળમાં હોય છે તેઓ ૧૮ વર્ષનાં થયા બાદ ક્યાંય જઈ શકતાં નથી. તદુપરાંત, એ હંમેશા જોવામાં આવ્યું છે કે સંસ્થાકીય જીવન બાળકને સંસ્થાની બહારનું જીવન જીવવા માટે તૈયાર કરી શકતું નથી. તેઓ પોતાની જાતને સમાજમાં ટકાવવા અક્ષમ હોય છે અને તેની બદીઓથી સરળતાથી પ્રભાવિત થઈ જાય છે. તેથી, આ બાળકોને સમાજમાં ટકી રહેવા માટે તેઓ સંસ્થામાંથી બહાર સમાજમાં જાય તે દરમિયાન જ તૈયાર કરવાનાં રહે છે જેથી તેઓ બહાર એક હકારાત્મક અને સ્વાયત્ત જીવન જીવી શકે. તાલુકા બાળ રક્ષણ સમાજ આ પ્રકારનાં સંભાળ બાદનાં કાર્યક્રમો તૈયાર કરવા માટે જવાબદાર રહેશે. દરેક કેસનાં આધારે, JJB/CWC કોઇ પણ આવા બાળકને આ પ્રકારનાં સંભાળ બાદનાં કાર્યક્રમ માટે પસંદ કરશે. તે માટે JJB/CWC, DCPS ને જોડાણ -II મુજબ સંભાળ બાદનાં કાર્યક્રમ માટે લેવા જણાવશે.
institutional services
જુવેનાઇલ જસ્ટીસ ધારા 2000 મુજબ આ યોજના એવા બાળકો જે ગુનાહિત પપ્રવૃત્તિમાં સંકળાયેલ હોય અને એવા અન્ય જેને સંભાળ અને દેખરેખની જરૂરત હોય તેમના માટે નવી સંસ્થાકીય સવલતો અને સંભાળ સ્થાપવામાં અને પ્રવર્તમાન સંસ્થાઓનાં પ્રબંધનમાં આગવો ફાળો આપશે. સંસ્થાકીય સંભાળમાં રહેલ દરેક બાળકને માટે સંસ્થા દ્વારા યોગ્ય વિકાસ સંસ્થાની સલાહ લઈને DCPS ની મદદથી એક મહિનાની અંદર વ્યક્તિગત સંભાળ યોજના તૈયાર કરવામાં આવશે. એક વાર DCPS આ વ્યક્તિગત યોજનાને માન્ય ગણી લે ત્યાર બાદ આગલા પખવાડીયામાં તેને CWC/JJB ની માન્યતા માટે મોકલી દેવામાં આવશે. યોગ્ય સંસ્થા DCPS ને આ વ્યક્તિગત સંભાળ યોજનાનાં પાલન માટે છ મહિનાની અંદર રિપોર્ટ કરશે. આ વ્યક્તિગત સંભાળ કાર્યક્રમ દર છ મહિને રિવ્યુ થશે.
સંસ્થાઓ સ્થાપતી વખતે એક પૂર્વનિશ્ચિત બાળ સંભાળ કેન્દ્ર માટેનું ફોર્મેટ તૈયાર કરવામાં આવશે. તે માટે અને યોજના અંતર્ગત પ્રબંધન માટેનાં આર્થિક સહાયનાં માર્ગદર્શનો જોડાણ-IV માં આપેલ
છે.
જુવેનાઇલ જસ્ટીસ તંત્ર દ્વારા બાળ કલ્યાણ કેન્દ્રો (CWCs) માં દાખલ થનાર બાળકોને ઘણી વાર લાંબા સમયનાં આવાસની જરૂર પડતી હોય છે અને તેમના ગુનાને લગતી તપાસ, તેમની લાંબી સંભાળ, સારવાર, શિક્ષણ, તાલીમ, વિકાસ અને પુનર્વસન માટે પણ તે હિતાવહ છે. તેથી કાયદા અંતર્ગત રાજ્ય સરકાર કોઇ સ્વયંસેવી સંસ્થા સાથે મળીને અથવા સ્વતંત્ર રીતે તાલુકામાં અથવા કેટલાક તાલુકા વચ્ચે બાળ ઘરની સ્થાપના કરશે અને આવા બાળકો માટે રહેવાની વ્યવસ્થા કરશે. આ પ્રકારનાં ઘર, ઘરથી દૂર ઘરનાં સિધ્ધાંત પર બાળ સંભાળ સવલતો આપશે અને તેમનો સર્વાગી વિકાસ પણ સાધશે. આ બાળ હરો દ્વારા બાળકની કુશળતાઓ તેમના પરિવાર સાથે મળીને ખિલવવામાં આવશે જેથી બાળકને ફરી પાછું સમાજમાં જઈને ભળવું સરળ પડે.
જુવેનાઇલ જસ્ટીસ તંત્ર દ્વારા JJBs દ્વમાં દાખલ થનાર બાળકોને ઘણી વાર લાંબા સમયનાં આવાસની જરૂર પડતી હોય છે અને તેમના ગુનાને લગતી તપાસ, તેમની લાંબી સંભાળ, સારવાર, શિક્ષણ, તાલીમ, વિકાસ અને પુનર્વસન માટે પણ તે હિતાવહ છે. તેથી કાયદા અંતર્ગત રાજ્ય સરકાર કોઇ સ્વયંસેવી સંસ્થા સાથે મળીને અથવા સ્વતંત્ર રીતે તાલુકામાં અથવા કેટલાક તાલુકા વચ્ચે બાળ ઘરની સ્થાપના કરશે અને આવા બાળકો માટે ઓન્ઝર્વેશન હોમની વ્યવસ્થા કરશે. આ ઓક્ઝર્વેશન હોમ દરેક તાલુકામાં અથવા કેટલાક તાલુકાઓની વચ્ચે રહેશે. આ યોજના રાજ્યસરકારોને અને કેન્દ્રસાશિત પ્રદેશોને ઓન્ઝર્વેશન હોમની સ્થાપના માટે આર્થિક સહાય પૂરી પાડશે.
જુવેનાઇલ જસ્ટીસ તંત્ર દ્વારા JJBs અંતર્ગત ગુના કરેલ બાળકોને ઘણી વાર લાંબા સમયનાં આવાસની જરૂર પડતી હોય છે અને તેમના ગુનાને લગતી તપાસ, તેમની લાંબી સંભાળ, સારવાર, શિક્ષણ, તાલીમ, વિકાસ અને પુનર્વસન માટે પણ તે હિતાવહ છે. તેથી કાયદા અંતર્ગત રાજ્ય સરકાર કોઇ સ્વયંસેવી સંસ્થા સાથે મળીને અથવા સ્વતંત્ર રીતે તાલુકામાં અથવા કેટલાક તાલુકા વચ્ચે બાળ ઘરની સ્થાપના કરશે અને આવા બાળકો માટે વિશિષ્ટ ઘરોની વ્યવસ્થા કરશે. આ વિશિષ્ટ ઘરો દરેક તાલુકામાં અથવા કેટલાક તાલુકાઓની વચ્ચે રહેશે. આ યોજના રાજ્ય સરકારોને અને કેન્દ્રસાશિત પ્રદેશોને ઓક્ઝર્વેશન હોમની સ્થાપના માટે આર્થિક સહાય પૂરી પાડશે.
ભારતમાં HIV અને AIDSના વધતા જતાકિસ્સાઓને કારણે પાછલાં વર્ષોમાં અનેક બાળકોને અસર થઈ છે. જે બાળકો HIV+ છે તેમને ઘણી વાર વિશિષ્ટ સંભાળની જરૂર હોય છે જેથી તેઓ રોગ સામે લડત આપે શકે. ઘણા અસરગ્રસ્ત બાળકો, જે AIDS ધરાવતા કુટુંબી સાથે રહે છે અથવા જેણે AIDSમાં પોતાનું કોઇ સગું અથવા માતા પિતા ગુમાવ્યા છે, તેમને પરિવારનાં સંજોગો માટે પણ સહાયની જરૂર પડે છે. તે જ રીતે, ભારતમાં વિવિધ સંજોગોમાં એવા ઘણા બાળકો છે જેમનું શોષણ થયું હોય છે, તેઓ દેહવિક્રય કે નશીલી પદાર્થનાં સેવન તેમજ વેચાણમાં જોડાયેલ હોય છે અને તેને કારણે માનસિક અસંતુલનને પહોંચે છે. એ પણ જોવામાં આવ્યું છે કે ગરીબી અને સામાજિક સુરક્ષાનો અભાવ તેમજ તબીબી વ્યવસ્થાનાં અભાવને કારણે બાળકો શારિરીક અને માનસિક ખામીયુક્ત બનતા હોય છે. આ પ્રકારનાં બાળકોને વિશિષ્ટ સંભાળ જોઇએ છે જેથી તેઓ તેમનાં આરોગ્ય, પોષણ, શિક્ષણવગેરેની જરૂરિયાતો તેમજ તેમની સંવેદનાઓને અનુભવી શકે.
આ યોજના વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો માટેની સંસ્થાઓ માટે રાજ્ય સરકારને સ્થિતિસ્થાપક અભિગમ પૂરો પાડે છે અને તેથી સરકાર પ્રવર્તમાન સંસ્થાઓમાં આ કાર્યક્રમ ચલાવી શકે છે અથવા તેમને નવી સંસ્થાઓ ઉભી કરવા આવશ્યક સહાય પૂરી પાડવામાં આવે છે. તેમાં પ્રાથમિક રીતે બાળકોની વિશિષ્ટ જરૂરિયાતો ઉપર ધ્યાન આપવાનું રહેશે. જ્યારે ખૂબ જ વધુ પ્રમાણમાં આ પ્રકારનાં બાળકો હશે ત્યારે જ તેમના માટે અલાયદી વ્યવસ્થા હિતાવહ રહેશે.
જ્યારે એક તરફ ICPSમાં દરેક શક્ય નવીન અભિગમને શામેલ કરવાનાં પ્રયતો થઈ રહ્યાં છે, મંત્રાલય એ વાતની જાણકારી ધરાવે છે કે જરૂરિયાતના આધારે કરવામાં આવતાં નવીન સંશોધનો અને કાર્યક્રમની હંમેશા જરૂરત રહે છે. આવા કાર્યક્રમો જે તે તાલુકા કે શહેરની વિશિષ્ટ જરૂરિયાતોનાં આધારે તૈયાર કરવામાં આવશે અને પ્રાથમિક સ્તરે ચકાસવામાં આવશે દા.ત. કેદીઓનાં બાળકો, દેહ વિક્રયમાં હોય તેવી વ્યક્તિનાં બાળકો વગેરે. આ વિભાગને આપાતકાલીન પરિસ્થિતિમાં પ્રબંધન તરીકે પણ પુનર્વસન માટે ઉપયોગમાં લઈ શકાય. આ યોજના રાજય સરકારને આવા મુદ્દા/જોખમો અને ભયસ્થાનોને આધારે નવા પ્રોજેક્ટો તૈયાર કરવાની છૂટ આપે છે.રાજ્ય બાળ રક્ષણ સોસાયટી પાસે એક ગ્રાન્ટનું અલાયદું ભંડોળ હશે જેની અંતર્ગત આ પ્રકારનાં કાર્યક્રમોને સહાય આપી શકાશે.
થોડાક સમય અગાઉ વિધાનસભામાં સ્વીકારાયેલ જુવેનાઇલ જસ્ટીસ (બાળ રક્ષણ અને સંભાળ) સુધારો, ૨૦૦૬ દરેક તાઅલુકામાં એક બાળ કલ્યાણ સમિતિનું હોવું ફરજિયાત બનાવે છે અને તે સમિતિ પાસે બાળ રક્ષણ, સંભાળ, સારવાર, વિકાસ અને પુનર્વસનના કિસ્સાઓ માન્ય કે ખારિજ કરવાની તેમજ આવા બાળકોને સામાન્ય જરૂરિયાતો પૂરી કરવાની અને તેમના માનવાધિકારોનું રક્ષણ કરવાની સત્તા હશે.
દરેક તાલુકામાં CWC'sની સ્થાપના કરવા અને તેનો અસરકારક વહીવટ થાય તે માટે આ યોજના
અંતર્ગત રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશને આવશ્યક આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે.
જુવેનાઇલ જસ્ટીસ (બાળ રક્ષણ અને સંભાળ) સુધારો, ૨૦૦૬માં દરેક તાલુકામાં ગુનામાં સંડોવાયેલ બાળકો સાથે વ્યવહાર કરવા માટે એક જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે.
જુવેનાઇલ જસ્ટીસ ધારા ૨૦૦૦ અંતર્ગત દરેક તાલુકામાં . વિશિષ્ટ જુવેનાઇલ પોલિસ યુનિટ (SJPUs) ની સ્થાપના કરવાની જોગવાઈ કરવામાં આવી છે જે પોલિસનું બાળક સાથેનાં વર્તનની મધ્યસ્થી કરી શકે. આ બધા જ પોલિસ ઓફિસર્સને જુલાઇલ વેલ્ફર ઓફિસર તરીકે ઓળખવામા આવે છે અને તેઓ sJPUનાં સભ્ય હોય છે. કાયદાકીય જોગવાઈ મુજબ, ICPS બે સામાજિક કાર્યકરોને SIPL ના સહાયક તરીકે નિયુક્ત કરે છે. તાલુકા બાળ રક્ષણ સોસાયટી આ સામાજિક કાર્યકરોને SIPU સાથે મળીને આવશ્યકતા ઉભી થયા પર કાર્ય કરવા સૂચિત કરશે. આ બે સામાજિક કાર્યકરોમાંનાં ઓછામાં ઓછા એક વ્યક્તિ સ્ત્રી હોવા અને અન્ય વ્યક્તિ બાળ રક્ષણનાં નિષ્ણાંત હોવા જરૂરી છે. આ બે કાર્યકરોનો પગાર DCPS નાં ભંડોળમાંથી પૂરો કરવામાં આવશે.
સલાહ લેવાની સક્ષમતા માટે માનવ સંશાધન વિકાસ: Human resource development forstrengthening counselling services: ICPSના મહત્વનાં ઘટક તરીકે જે બાળકો ભયસ્થાને હોય તેમને સલાહ દ્વારા હળવા કરવું આવશ્યક છે. આ પ્રકારનાં નિષ્ણાંતોની પ્રવર્તમાન તંત્રમાં ખામી હોવાનું ધ્યાનમાં લઈને ICPS સલાહકારોની એક પેનલ તૈયાર કરવાનું વિચારી રહી છે જે યોજનાનાં વિવિધ ઘટકો અંતર્લે આવશ્યક્તા મુક્ત તેમની સલાહની પ્રખરતાની સેવાઓ વ્યાવસાયિક ધોરણે આપશે.
રાષ્ટ્રીય જાહેર સહકાર અને બાળ વિકાસ સંસ્થા (NIPCCD) અને તેનાં પ્રાદેશિક કેન્દ્રોએ સ્વતંત્ર રીતે અથવા કોઇ યોગ્ય સામાજિક કાર્યની શાળા, યુનિવર્સિટીનાં સામાજિક વિજ્ઞાનનાં વિભાગ સાથે મળીને વ્યાવસાયિક કાઉન્સેલિંગ કાર્યક્રમોની શરૂઆત કરી છે. આ અભ્યાસ ક્રમ યોગ્ય સંસ્થાઅથવા એકમ દ્વારા માન્ય કરાશે.
તાલીમ અને ક્ષમતા વર્ધન Training and capacity building : વ્યાવસાયિક રીતે તાલીમ મેળવેલ માનવ સંસાધનની ઉણપ ખૂબ મોટા પ્રમાણમાં અનુભવાય છે. તેથી ICPS અંતર્ગત થયેલ નવી નિયુક્તિ માટે, હાજર કર્મચારીઓની ક્ષમતા અને સંવેદનશીલતામાં વધારો કરવા માટે તાલીમ આવહસ્યક બને છે. આ તાલીમ દેશભરમાં બાળ રક્ષણનાં વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરતા બધા જ કર્મચારીઓને આવશ્યક્તા મુજબ આપવામાં આવશે. આ દરેક કર્મચારીને બાળ રક્ષણ વર્કફોર્સ જોવા માટે અને બાળ સહજ અભિગમ દ્વારા બાળકોની સેવા કરી શકવા માટે તૈયાર કરવામાં આવશે. આ માટે ICPS નીચેની નિતીઓ હાથ ધરશેઃ
NIPCCDની ભૂમિકાઃ Role of NIPCCD: NIPCCDની રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરે તાલીમ અને ક્ષમતા વર્ધનમાં મુખ્ય ભૂમિકા રહેશે. ICPS, NIPCCD ની અંદર જ બાળ રક્ષણ વિભાગની સ્થાપના કરવાની યોજના પ્રસ્તુત કરી રહ્યું છે જેમાં એક રાષ્ટ્રીય સ્તરે અને ચાર પ્રાદેશિક સ્તરે હશે અને તે બાળ રક્ષણ ને લગતી બધી જ તાલીમો અને ક્ષમતા વર્ધન પ્રવૃત્તિઓનું સંચાલન કરશે. NIPCCD એ આ મુદ્દાઓ પર ધ્યાન આપવાનું રહેશેઃ
રાષ્ટ્રીય કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ, નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ સોશિયલ ડિફેન્સ (NISD), નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાઇન્સિસ (NIMHANS), ન્યાય અકાદમીઓ, પોલિસ તાલીમ શાળાઓ અને વહીવટી સંસ્થાઓ, ચાઇલ્ડલાઇન ઇન્ડિયા ફાઉન્ડેશન અને સામાજિક ક્ષેત્રમાં માન્ય શાળાઓ અને સંસ્થાઓ, કાયદાઓ અને અન્ય નિષ્ણાંતો સાથે સઘન નેટવર્કની સ્થાપના કરવામાં આવશે. તેના દ્વારા બાળ રક્ષણનાં મુદ્દાઓ અભ્યાસક્રમનો ભાગ બની જશે અને આયોજન અને અમલનો એક મહત્વનો અભિગમ.
SCPSની ભૂમિકા: Role of sCPsરાજ્ય અથવા કેન્દ્રસાશિત સ્તરે, તાલીમ અને ક્ષમતા વર્ધનની મુખ્ય જવાબદારી sCPsની રહેશે જે તાલીમનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં DCPSs ને મદદરૂપરહેશે. sCPSસામાજિક કાર્યમાં સક્રિય એવી સંસ્થાઓમાંથી તેમ જ એવા કોઇ વ્યક્તિ જે આ ક્ષેત્રે રહેશે. sCPSસામાજિક કાર્યમાં સક્રિય એવી સંસ્થાઓમાંથી તેમ જ એવા કોઇ વ્યક્તિ જે આ ક્ષેત્રે નિષ્ણાંત હોય તેમને શોધી કાઢશે અને રાજ્ય અને તાલુકા સ્તરે તેમને સ્રોત તરીકે લઈને તાલીમનું આયોજન કરશે. SCPS, ICPSમાં કાર્ય કરતા કર્મચારીઓને પણ માસ્ટર ટ્રેનર તરીકે નિયુક્ત કરી અને NIPCCD અને તેનાં પ્રાદેશિક કેન્દ્રોની મદદથી તાલીમનું આયોજન કરશે. SCPSઅન્ય યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ સાથે મળીને બાળ રક્ષણ અને હકોનાં મુદ્દાઓ પર અભ્યાસક્રમો તૈયાર કરશે અને તેમાં વ્યાવસાયિક રીતે કાર્યરત વ્યક્તિઓને સાંકળી લેશે.
આ યોજના રાજ્ય બાળ રક્ષણ સોસાયટીને અને રાજ્ય દત્તક સ્રોત સંસ્થાઓને ભંડોળ પૂરું પાડશે જેનો આ પ્રકારની તાલીમો અને ક્ષમતા વર્ધનમાં ઉપયોગ કરવામાં આવશે.
જ્ઞાનમાં વધારો કરવો strengthening the knowledge-base: બાળકો માટે સુરક્ષિત વાતાવરણ ઉભું કરવું હોય તો તે બાબતે વિકાસ અને નિતી રચનાનું સંપૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે. માહિતીની ઉણપ આયોજનને ખૂબ જ નકારાત્મક અસર કરે છે અને ભંડોળની ફાળવણી સાચી જગ્યાએ થતી નથી. ICPS અંતર્ગત નીચેનાં પગલાં લેવામાં આવ્યાં છેઃ
સંશોધન અને દસ્તાવેજીકરણ: Research and documentation:નવીન અને અસરકારક નિતીઓ તૈયાર કરવા અને તેનો બાળ રક્ષણ કાર્યક્રમ દ્વારા મલ કરવા માટે, સંપૂર્ણ માહિતીની અને દસ્તાવેજીકરણની આદર્શ પધ્ધતિની આવશ્યક્તા વર્તાય છે. આ યોજના અંતર્ગત બાળ રક્ષણ અને સંભાળને લગતા વિવિધ મુદ્દાઓ જેવા કે બાળકોમાં દેહવિક્રય, બાળકોમાં હિસ્સા, બાળકોમાં ગુનાનું પ્રમાણ, બાળ વિવાહ, કન્યા બાળ હત્યા, શહેરોમાં બાળકોની પરિસ્થિતિ વગેરે વિષયો પર સંશોધનને પ્રોતસાહિત કરી વિવિધ અસરકારક નિતીઓ તૈયાર કરવામાં આવશે. આ યોજના બાળ રક્ષણનાં એવા મુખ્ય ક્ષેત્રો અથવા જોખમો ઉપર સંશોધનને પ્રોત્સાહન આપશે જેથી જ્ઞાનમાં વધારો થાય, જરૂરી પુરાવા ઉભા કરી શકાય અને તેના આધારે તેમને નિતીઓ અને અભ્યાસક્રમમાં સામેલ કરી શકાય. તેમાં બાળકોમાં આજીવિકા સુરક્ષા, હિજરત, આંતરિક નિર્વસન, બાળ શોષણ, બાળ પોર્નોગ્રાફી અને અન્ય નવી સમસ્યાઓનો સમાવેશ કરવામાં આવશે.
NIPCCD અને તેનાં પ્રાદેશિક કેન્દ્રો આ પ્રકારનું સંશોધન કરવાનું અને તેનુમ રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરે દસ્તાવેજીકરણ કરવાનું કાર્ય કાં તો પોતે કરશે અથવા કોઇ કરાર દ્વારા યોગ્ય ગુણવત્તા ધરાવતી વ્યક્તિ અથવા સંસ્થાને એનાયત કરશે. આ યોજનામાં NIPCCD અને તેનાં પ્રાદેશિક કેન્દ્રોને સક્ષમ બનાવવા માટે આ પ્રકારની પ્રવૃત્તિઓ માટે આવશ્યક આર્થિક સહાયઆપવામાં આવશે. તદુપરાંત, SCPSs અને SARAS પાસે પણ આ પ્રકારનું યોગ્ય ભંડોળ રાજ્ય અને તાલુકા સ્તરે આ પ્રકારનું સંશોધન કરવા માટે એનાયત કરવામાં આવશે.
બાળ ટ્રેકિંગ તંત્ર Child Tracking system: મહિલા અને બાળ વિકાસ મંત્રાલય એ જાણે છે કે બાળ રક્ષણ માટે આવશ્યક માહિતીમાં અત્યંત ઉડી ઉણપ જણાય છે. આ ઉણપને કારણે બાળકો માટે આવશ્યક સહાય ઉભી કરી શકાતી નથી.
આ ઉણપને પૂરી કરવા માટે, WCD મંત્રાલય, ICPS દ્વારા એક વિશિષ્ટ અને અસરકારક બાળ રક્ષણ માહિતી પ્રબંધન ઉભું કરશે જેમાં બાળકો માટેની યોજનાઓની દેખરેખ અને અસરકારક અમલ પર ધ્યાન રાખવામાં આવશે.તેને માટે ઇન્ટરનેટની મદદથી બાળ રક્ષણ માટેનું માહિતી પ્રબંધન તૈયાર કરવામાં આવશે. રાષ્ટ્રીય સ્તરે બાળ ટ્રેકિંગ (શોધ) તંત્ર તૈયાર કરવાનું પણ યોજનામાં છે જે અંતે તેમનાં પુનર્વસનમાં મદદરૂપ રહેશે.
આ પ્રક્રિયા ખૂબ જ જટિલ અને સ્થન હોવાથી તેની માટે વધુ માત્રામાં સમય અને સ્રોતોની આવશ્યકતા રહેશે. બાળ ટ્રેકિંગ તંત્ર CPSC દ્વારા ICPS અંતર્ગત સ્થાપવામાં આવશે. CPSU ડેટા એન્ટ્રી માટેની એક વિશિષ્ટ પધ્ધતિ તૈયાર કરશે જે કેન્દ્રીત હશે અને તેને અસરકારક રીતે ઇન્ટરનેટ અને સોફ્ટવેરની મદદથી દેશનાં કોઇ પણ ભાગે ઉપયોગમાં લઈ શકાશે. રાજ્ય સ્તરતનાં SPSU અને NCPS, DCPs ની મદદથી આ સમગ્ર બાળ ટ્રેકિંગ તંત્રનું પ્રબંધન કરશે.
બાળ ટ્રેકિંગ તંત્રમાં બે ઘટકો હશેઃ
Web-enabled Child Protection Management Information System (MIS) : CPSsવિકટ સંજોગોમાં બાળકો માટે પ્રાપ્ય એવી બધી જ સેવાઓની યાદી બનાવવા માટે જવાબદાર રહેશે. તેમાં, દા.ત. તેમનું સ્થાન, સંપર્ક, પોલિસ સ્ટેશન, બાળ સંભાળ કેન્દ્રો, હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બાળ તબીબો, CWCs અને JJBsનાં સભ્યો, CHILDLINE સેવાઓ વગેરે માહિતીનો સમાવેશ થશે. DCPS તાલુકા સ્તરે સંસ્થાકીય અને બિન સંસ્થાકિય સંભાળમાં રહેલ બાળકો વિશે પણ સંપૂર્ણ માહિતી રાખશે. આ કાર્યમાં DCPSS ને મદદરૂપ થવા માટે યોજના અંતર્ગત નવી માહિતી પ્રબંધન તંત્ર માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયાનો મુખ્ય હેતુ એક સર્વાગી, સંપૂર્ણ અને સક્રિય ડેટાબેઝ તૈયાર કરવાનો છે જે સમગ્ર ભારતની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને તૈયાર કરવામાં આવશે. આ જટિલ અને સઘન પ્રક્રિયા ઘણો જ સમય અને સ્રોતોની આવશ્યકતા ધરાવે છે અનેતેથી તેને ધીમે ધીમે વિકસિત કરી ને અંતે સમગ્ર દેશમાં વ્યાપક બનાવવામાં આવશે. શરૂઆતમાં, તેને ICPS કેટલાક પસંદ કરાયેલ રાજ્યોમાં પ્રાથમિક સ્તરે ચકાસશે.
ખોવાયેલ બાળકો માટેની વેબસાઇટ Website for missing childrenકેટલાંયે કારણોસર કેટલાંયે બાળકો કાંતો ઘરમાંથી ભાગી જતાં હોય છે અથવા તો ખોવાઇ જતાં હોય છે. તે માટે એક કેન્દ્રીય અને સુવ્યવસ્થિત શોધ તંત્ર તૈયાર કરવાની આવશ્યકત છે જેથી બાળકને જલ્દી શોધી શકાય અને તેનું પુનર્વસન કરી શકાય. ICPS એક રાષ્ટ્રીય વેબસાઇટ શરૂ કરવાની યોજનામાં ચે જે ખોવાયેલ બાળકો અને તેમની સાથે જોડાયેલ SCPSs અને DCPSની માહિતી પૂરી પાડહસે. આ વેબસાઇટ બાળ સંરક્ષણ માહિતી પ્રબંધન તંત્રનો એક ભાગ હશે.
મધ્યસ્થી, જાહેર શિક્ષણ અને વાર્તાલાપ Advocacy, public education and communication: પ્રતિદિન અનેક બાળકો અવગણના, શોષણ અને દૂષણ નો ભોગ બને છે. કેટલીક બાળ શોષણની ઘટનાઓને આપણા સમાજે રૂઢિગત રીતે સ્વીકારી લીધી છે જેમાં બાળ વિવાહ, બાળ મજૂરી, બાળ કન્યા ગર્ભપાત, લિંગ ભેદ વગેરે છે. ઘણી વખત કાયદાઓ અને નિતીઓ ઘડવાથી માનસ બદલી શકાતું નથી. ખાસ કરીને જરૂરી બને છે લોકોમાં જાગૃતિ ફેલાવવી, તેમને આ વ્યવહારોની નકારાત્મકતા દર્શાવવી અને તે રીતે સામાજિક બદલાવ લાવવો. તદુપરાંત, આણે બાળ રક્ષણનાં મુદ્દાઓને રાષ્ટ્રીય સ્તરે અવગણી કાઢ્યા છે તે પણ એક હકીકત છે. બાળ હકો અને બાળ રક્ષણ જેવા શબ્દો વિશે પણ લોકોમાં વ્યાપક સમજનો અભાવ દર્શાય છે. આવા સંજોગોમાં માનસમાં બદલાવ લાવવા માટે મધ્યસ્થી, જાહેર શિક્ષણ અને વાર્તાલાપ બહુ જ મહત્વનાં બની જાય છે.
ભારત સરકાર દ્વારા બાળ રક્ષણ માટે અનેક યોજનાઓ અને કાર્યક્રમો પર અમલ થઈ રહ્યો છે. જો કે, તે કાર્યક્રમો વિશે જાગૃતતા ન હોવાથી લોકો આ સવલત અને કાર્યક્રમોનો પૂરતો લાભ ઉઠાવતા નથી. ઘણી વખત તો લોકો ને તેમનાં રાજ્ય કે તાલુકા સ્તરે આ પ્રકારની યોગ્ય સત્તા કોણ છે તે વિશે પણ જ્ઞાન હોતું નથી. દાત દત્તક લેવા માટેનાં કાર્યક્રમમાં જાગૃતિ ન હોવાને કારણે કેટલાયે બાળ વિહીન દંપત્તિઓ બાળક દત્તક લૈ શકતા નથી! મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય તેથી જ અન્ય મંત્રાલયો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, જે બાળ રક્ષણનાં ક્ષેત્રમાં સક્રિય હોય તેમની સાથે ભગીદારી દ્વારા એક અસરકારક જાહેર શિક્ષણ નિતી તૈયાર કરી રહ્યું છે, આ વાર્તાલાપ નિતિ ટીવી, વર્તમાનપત્રો, સામયિકો, હોર્ડિંગ્સ, બસની પેનલો, સિનેમા હોલ, રેડિયો, શેરી નાટકો, ચર્ચાઓ વગેરે માધ્યમો દ્વારા તેમનાં સંદેશનો પ્રચાર કરશે. આ વાર્તાલાપ નિતીમાં આક ક્ષેત્ર સાથે સંકળાયેલ સભ્યો, સમાજ અને સ્થાનિકએકમો માહિતીનું મુદ્રણ, સલાહ- સૂચનો કરવા, મધ્યસ્થી માટેની કાર્યશાળાઓ પણ યોજવામાં આવશે.
રાજ્ય અને તાલુકા સ્તરે, SCPS, SARA અને DCPS મધ્યસ્થી અને વાર્તાલાપ માટે જવાબદાર ગણાશે. આ યોજના અંતર્ગત SCPS, SARA અને DCPS ને આ પ્રકારની પ્રવૃત્તિઓ માટે આવશ્યક ભંડોળની પણ પ્રાપ્તિ કરાવી આપવામાં આવશે.
તાલુકા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે દેખરેખ કરવામાં આવશે. આ દરેક સ્તરે, એક સુનિશ્ચિત ફોર્મેટ નો ઉપયોગ કરવામાં આવ્યું અને દેખરેખ મુખ્યત્વે આવશ્યક સાબિતીનાં આધારે કરવામાં આવશે. દેખરેખ તંત્ર સ્વાયત્ત પ્રબંધન માહિતી તંત્રની સહાય લેશે. આ રીતે એકત્ર કરાયેલ માહિતી જુવેનાઇલ જસ્ટીસ (સંભાળ અને રક્ષણ) ધારા ૨૦૦૬ અને તેમાં સુધારા, ૨૦૦૬ અંતર્ગત માહિતી પ્રબંધન તંત્રનાં સ્થાપન માટે આવશ્યક પૂરવાર થશે. શરૂઆતમાં DCPS આ પ્રકારની માહિતી એકત્ર કરશે અને તેને જરૂરી વિશ્લેષણ દ્વારા સ્થાપિત કરવાની કોશિશ કરશે. રાજ્ય સ્તરનો ડેટાબેઝ જે SCPS દ્વારા પ્રબંધિત થશે તે માહિતી માટે DCPSS પર આધારિત રહેશે. તાલુકા અને રાજ્ય પ્રમાણે ડેટાબેઝ ધીમે ધીમે વિકસિત કર્યા બાદ એક વેબ આધારિત પ્રબંધન માહિતી તંત્રમાં ફેરવવાઅમાં આવશે જે બાળ રક્ષણ વિશે સંપૂર્ણ માહિતી પૂરી પાડશે. આ સમગ્ર કાર્યવાહી અગિયારમી યોજના સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.
તલુકા સ્તરે દેખરેખ Monitoring at District level:જિલ્લા પરિષદ અને ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ DCPSની પ્રક્રિયાની દેખરેખ રાખશે અને ICPSનો અમલ સુનિશ્ચિત કરશે. આ પ્રકારની સમિતિ જિલ્લા પરિષદ અને ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટની ચેરમેન અને કો ચેરમેન્શીપમાં અન્ય સભ્યો જે આરોગ્ય, શિક્ષણ, મજૂર, ગૃહ, ન્યાય, રેલ્વે વગેરે વિભાગમાંથી હોય, સ્થાનિક એકમો જેવાં કે PRIS, ULBs; અને સ્વયંસેવી સંસ્થાઓના સભ્યોનો સમાવેશ કરશે. DCPC ICPS નું અસરકારક અમલ થાય તે જોશે અને તેનાં માટે તેનાં તાલુકા માટેનાં દર્શકોને ધ્યાનમાં લઈ અને અસરકારક અમલની પ્રક્રિયા તૈયાર કરશે.
Monitoring at state level:રાજ્ય સ્તરે દેખરેખ: મહિલા અને બાળ વિકાસનાં સેક્રેટરી, SCPCની મદદથી ICPSના અમલની દેખરેખ કરશે. આ પ્રકારની સમિતિના ચેરમેન સેક્રેટરી રહેશે અને તેમાં
સભ્યો તરીકે અન્ય સરકારી વિભાગો જેવાં કે આરોગ્ય, શિક્ષણ, મજૂર, ગૃહ, ન્યાય, રેલ્વે વગેરે વિભાગમાંથી હોય, સ્થાનિક એકમો જેવાં કે PRIS, ULBs; અને સ્વયંસેવી સંસ્થાઓના સભ્યોનો સમાવેશ થશે. SCPC રાજ્ય સ્તરનાં નિશ્ચિત દર્શકોનાં આધારે ICPSનો અમલ સુનિશ્ચિત કરશે અને અસરકારક અમલની પ્રક્રિયા તૈયાર કરશે. જે તે રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્ય સેક્રેટરી વાર્ષિક રિવ્યુ અને અવમૂલન દ્વારા રાજ્ય સ્તરે ICPSનાં અમલને સુનિશ્ચિત કરશે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આ પ્રકારનાં વાર્ષિક રિવ્યુ માટે માર્ગદર્શિકા તૈયાર કરશે જેના આધારે તૈયાર થયેલ રિપોર્ટ ભારત સરકારને મોકલી આપવાનો રહેશે.
કેન્દ્ર સ્તરે દેખરેખ Monitoring at Central level:મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ICPSનું રાષ્ટ્રીય સ્તરે અમલ અને દેખરેખ કરશે. તે માટે તેઓ
a) વિવિધ રાજ્ય સેક્રેટરીઓ સાથે મળીને વાર્ષિક રિવ્યુ તૈયાર કરશે.
b) રાજ્ય સ્તરે ચતુર્વર્ષીય રિવ્યુ મિટિંગ દ્વારા અમલની અસરકારકતા ચકાસશે.
c) યોજનાનાં અસરકારક અમલ માટે આવશ્યક તકનીકી સૂચનો પૂરા પાડશે.
d) રાષ્ટ્રીય સ્તરે એક ઇનામની જાહેરાત કરી સેવા ને વધુ અસરકારક બનાવવા પ્રયત્ન કરશે.
દેખરેખ તંત્ર ICPSનાં ઓછામાં ઓછા આ વિભાગોનું વિશ્લેષણ કરવાનું રહેશેઃ
માળખું અને તંત્ર બંધારણ: System set-up and infrastructure:બાળ રક્ષણ સેવા આપનાર વ્યત્કિઓની માહિતી અને નેટવર્ક બનાવવા પાછળનો મુખ્ય હેતુ કાયદાકીય અને સંભાળ અને પુનર્વસનનાં ફાયદા વ્યાપ્ત બનાવવાનો છે. તેથી બાળ રક્ષણ સેવાઓની પ્રાપયતા માટેનાં માળખાંઓ જેવાં કે
JJBs, CWCs, SJPUs, સલાહ, ચયન બોર્ડ, DCPC, વગેરે પ્રાપ્ય હોવી આવશ્યક છે. તાલુકા સ્તરે આ માહિતી DCPSનાં ડેટાબેઝમાં હોવી જોઇએ. DCPS આ માહિતી તેનાં સ્થાપનનાં એક મહિનાની અંદર અંદર એકત્ર કરી લેશે જેમાં સંસ્થાનાં નામ, સરનામું, કાયદાકીય સ્થિતિ, સંપર્ક વ્યક્તિ, સવલતો અને યંત્રો, પરવાનાની સ્થિતિ, કર્મચારીઓ (સંખ્યા, શિક્ષણ, ગુણવત્તા, કાર્યભાર અને લિંગ), સેવાનાં પ્રકારો, લાભકર્તાઓ વગેરેનો સમાવેશ થશે. તેનાં કારણે નેટવર્ક કરનાર સંસ્થાઓની સ્પષ્ટ માહિતી, સેવાઓની પ્રાપ્યતા, માનવ સંસાધન, આર્થિક સ્ત્રોતો અને લાભકર્તાઓની સંપૂર્ણ માહિતી મળી રહેશે.
સેવાની માંગ (સામાજિક, આર્થિક પરિસ્થિતિનાં આધારે) બાળ રક્ષણ સેવાઓ ને લગતા જોખમો માટે સંભાળ્યાં રહેલ બાળકો અને વ્યજનક સ્થિતિમાં રહેલબાળકો અને તેમનાં પરિવારોની નિયમિત પણે સુધારાતી માહિતીની આવશ્યકતા રહેશે.
સેવા:અહીં મુખ્ય હેતુ પાકી માહિતી આવશ્યક ધ્યેયજૂથ સુધી તેમજ સેવા આપનાર સુધી પહોંચાડવાનો છે. દરેક બાળ સંભાળ (દરેક આવું બાળક જે કોઇ પણ પ્રકારની સેવા લેતું હોય), અને વ્યક્તિગત સંભાળ યોજના સેવા આપનાર પાસે માહિતીમાં રહેશે. આ માહિતી DCPS દ્વારા નિયમિત રીતે સુધારાતી રહેશે. બાળકની ફાઇલમાં તેની પોતાની ઓળખ, તેનાં માતાપિતા, તેનાં સગાં, સરનામું, શિક્ષણ સ્તર, કેસ/ પરિસ્થિતિ, તેનો ઇતિહાસ, તેનુમ અવમૂલન, CWC/JJB દ્વારા તેનાં વિશે લેવાયેલ નિર્ણયો અને તેને આપવામાં આવતી સેવાઓનો સમાવેશ થશે.
ભારત રાષ્ટ્ર તેમજ તેનાં દરેક તાલુકા અને રાજ્ય માટે માપી શકાય તેઅવાં બાળ રક્ષણનાં સૂચકો/દર્શકો તૈયાર કરવામાં ICPS સૌથી મહત્વનો ભાગ ભજવશે. ICPS નું કાર્યવહન આ જ સૂચકોનાં આધારે માપવામાં આવશે. દા.ત. દેશમાં દત્તક લેવાયેલ બાળકો માં 50% વધારો એ એક આવું જ સૂચક છે. અન્ય સૂચકો સેવાની ગુણવત્તા માટે વિવિધ નિષ્ણાતોની મદદથી યોજનાનાં અમલ દરમિયાન તૈયાર કરવામાં આવશે.
આ માહિતીના ઉપયોગથી તાલુકા, રાજ્ય અને કેન્દ્રીય સરકાર પાસે એકદમ તાજી માહિતી પ્રાપ્ય રહેશે અને તેને આધારે બાળકની સ્થિતિ, સેવાની માંગ અને પ્રાપ્યતા તેમજ બાળ રક્ષન તંત્રનાં કાર્યવહનની માહિતી મળશે.
ICPS એક નવી યોજના હોવાથી તે વિવિધ વિભાગોમાં અમલમાં છેલ્લામાં આવશે અને તેમાં મધ્ય સત્રાંત અવમૂલન દરેક બીજા વર્ષના અંતે અમલની અસરકારકતાનાં આધારે કરવામાં આવશે. તેનાં આધારે આવશ્યક સુધારા પણ સૂચવવામાં આવ્યું. અગિયારમી પંચવર્ષીય યોજનાના અંતે તેનું અંતિમ અને નિર્ણાયક અવમૂલન થશે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આ અવમૂલન કોઇ સ્વતંત્ર સંસ્થા દ્વારા કરાવશે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/8/2020