ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ – મહિલાઓનાં ઉત્કર્ષ માટે ખરા અર્થમાં કાર્યરત નિગમ - માં આપનું સ્વાગત છે.
આ સંસ્થા વર્ષ ૧૯૮૧ ની ૧૯મી માર્ચના રોજ સંસ્થા નોંધણી અધિનિયમ, ૧૯૬૦ હેઠળ નોંધાયેલ હતી, જે પછીથી સંપૂર્ણપણે ગુજરાત સરકાર હસ્તકની કંપનીમાં રૂપાંતરિત કરવામાં આવી. તા. ૧૬મી ઓગસ્ટ, ૧૯૮૮ નાં રોજ આ સંસ્થા,ને કંપની અધિનિયમ, ૧૯૫૬ હેઠળ લિમિટેડ કં૫ની તરેકે નોંધવામાં આવી અને તેને સંસ્થાપન અંગેનું પ્રમાણપત્ર ફાળવવામાં આવ્યું. તા. ૨૬મી ઓગસ્ટ, ૧૯૮૮ ના રોજ તેને વ્યવસાય શરુ કરવા અંગેનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું. કંપની પાસે પ્રતિ શેર રૂા.૧૦/- ના કુલ ૧,૦૦,૦૦,૦૦૦ (એક કરોડ) શેરમાં વિભાજીત એવી રૂ. ૧૦,૦૦,૦૦,૦૦૦/- (રૂપિયા દસ કરોડ)ની અધિકૃત શેર મૂડી છે.
અમારી કંપની મહિલાઓમાં જાગૃતિ લાવવા તેમજ કૌશલ્ય વિકાસ અને સ્વરોજગારીના માઘ્ય મથી તેઓના સમુચિત વિકાસની દિશામાં કાર્યરત છે. સાથે સાથે અમો લાભાર્થી મહિલાઓ દ્વારા ઉત્પાદિત ચીજ-વસ્તુઓ માટે બજાર તેમજ વેચાણ પ્રોત્સાાહન ક્ષેત્રે ૫ણ કાર્યરત છીએ.
આ નિગમના ઉદ્દેશો પરિપૂર્ણ કરવા ક્ષેત્રિય અઘિકારીઓ અને સહયોગી કર્મચારીઓની સક્ષમ ટીમ પૂર્ણકાલીન વહીવટી સંચાલકનાં નેતૃત્વ તથા શ્રેયસ્કર ચેરપર્સનનાં માર્ગદર્શન સાથે કાર્યરત છે.
આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ, ૧૯૭૫ દરમિયાન, મહિલા વિકાસ ક્ષેત્રે રહેલી મર્યાદાઓ અને અવરોધોને તારવવામાં આવ્યાં અને તેમને દૂર કરવાની દિશામાં આગળ વધવા વિવિધ ઉપાયો અમલમાં લાવવામાં આવ્યા. આ અભિયાનનાં ભાગ તરીકે માર્ચ ૧૯૮૧માં ગુજરાત મહિલા વિકાસ નિગમ લિમિટેડની સ્થાપના કરવામાં આવી.
આ નિગમની સ્થાપના કરવા પાછળના મુખ્ય ઉદ્દેશો નીચે મુજબ છે:
સામાન્ય રીતે ભારતીય મહિલાઓ ઘરની સારસંભાળ અને પોતાના કુટુંબની સગવડતાઓ અને સુખાકારીને લગતી પ્રવૃત્તિઓમાં જ કાર્યરત હોય છે. આ પ્રકારના મહિલાગણ માં જાગૃતિ લાવવા માટે આ નિગમ ખૂબજ મહત્વની ભૂમિકા ભજવે છે અને આવી મહિલાઓ ને તેમને અનુરૂપ એવી આર્થિક પ્રવૃત્તિઓ સાથે સાંકળે છે, જે તેઓ વધારાના સમયમાં કે પૂર્ણકાલીન રીતે કરી શકે છે. આ દિશામાં નિગમે વિવિધ વ્યવસાયો માટેનાં તાલીમ મોડ્યુલ તૈયાર કર્યા છે અને રાજ્યભરમાં સમગ્ર વર્ષ દરમ્યાન મોટા પાયે તાલીમ પ્રવૃત્તિઓ ચલાવાઈ રહી છે. નિગમે ઉત્પાદન તથા સેવા ક્ષેત્રે રહેલી આશરે ૨૧૭ જેટલી વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ તારવી છે. મહિલાઓ આમાંથી કોઈપણ પ્રવૃત્તિ પસંદ કરી શકે છે અને અમારી “''ઘરદીવડા''” બેન્કેબલ યોજના હેઠળ લોન માટે અરજી કરી શકે છે, જેમાં તેઓ રૂા. ૫૦,૦૦૦/- સુધીની લોન સાથે રૂા. ૭,૫૦૦/-થી રૂા. ૧૨,૫૦૦/- સુધીની સબસીડી મેળવી શકે છે.
આ ઉપરાંત, નિગમ રાજ્ય તથા રાજ્ય બહાર “એક્ઝીબીશન-કમ-સેલ”નું પણ આયોજન કરે છે અને નિગમ દ્વારા પ્રશિક્ષિત મહિલાઓને તેમના દ્વારા ઉત્પાદિત ચીજ-વસ્તુઓનાં વેચાણ માટે અવસર પ્રદાન કરે છે. નિગમની આ પ્રવૃત્તિએ મહિલા સાહસિકોને વિપુલ તકો પ્રદાન કરી છે અને તેના દ્વારા તેઓએ જે તે ક્ષેત્રે નોંધપાત્ર વેચાણ અને વ્યાવસાયિક પ્રતિષ્ઠા-પ્રસિદ્ધિ હાંસલ કરી છે.
વધુમાં આ મહિલાઓ મહિલા સ્વાસ્થ્ય, મહિલા સુરક્ષા તથા સામાજિક-આર્થિક વિકાસ જેવા મુદ્દાઓ પરત્વે પોતાના વિચારો-મંતવ્યોનું આદાન-પ્રદાન કરી શકે તે માટે નિગમ દ્વારા “મહિલા સંમેલન” અને “મહિલા શિબિર” જેવા કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. આ કાર્યક્રમોમાં તજજ્ઞ વક્તાઓ ઘ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. મહિલા સંમેલન માન. મુખ્યમંત્રીશ્રીની અઘ્યક્ષતામાં યોજાય છે તથા મહિલા શિબિરોમાં માન. ચેર૫ર્સનશ્રી તથા અન્ય મહાનુભાવો માર્ગદર્શન આપે છે.
આ બધી પ્રવૃત્તિઓના સફળ સંચાલન માટે નિગમ પાસે વહીવટી સંચાલકશ્રી ના વડ૫ણ હેઠળ કાર્યરત ક્ષેત્રીય અઘિકારીઓ અને કર્મચારીગણ છે, અને તેઓને ચેરપર્સન તરફથી માર્ગદર્શન મળતું રહે છે.
ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ ખરા અર્થમાં “મહિલા વિકાસ માટેનું ગંતવ્ય સ્થાન” છે.ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/22/2020
આ વિભાગમાં ગુજરાત મહિલા આર્થિક વિકાસ વિશેની માહિતી...