অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વિશ્વ માનવ અધિકાર દિન

વિશ્વ માનવ અધિકાર દિન

સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ માનવ અધિકાર દિવસ'ની ઉજવણી તા.૧૦ ડિસેમ્‍બરના રોજ ઉજવણી કરવામાં આવે છે.

દરેક માનવી પોતે મુળભુત રીતે જ જન્‍મની સાથે જે અધિકારો સાથે જન્‍મે છે અને જીવનપર્યત જે અધિકારોને કોઇપણ જાતની અડચણ વગર મુક્‍ત રીતે ભોગી શકે તેવા તમામ અધિકારોને માનવ અધિકારો ગણી શકાય. માનવી જન્‍મે છે. જીવે છે પરંતુ પોતાનું જીવન જીજીવિશા સાથે જીવંતતાપૂર્ણ જીવી શકે તે માટે પ્રત્‍યેક માનવીના પોતાના અધિકારો જરૂરી પણ છે અને અનિવાર્ય પણ. સમગ્ર વૈશ્વીક ફલક પર જરા નજર કરીએ તો સવારે સૂર્યના ઉગવા અને આથમવાની અવિરત પ્રક્રિયાની જેમ માનવ અધિકારો હનનના બનાવો બન્‍યા જ કરે છે. જેનું મુખ્‍ય કારણ પોતાના જ અકિારોની જાણકારીનો અભાવ છે અને અન્‍યના અધિકારોની અવગણના પણ.

સમગ્ર વિશ્વમાં માનવ અધિકારોના ખ્‍યાલનો વિકાસ અને ઉદભવ ૧૩મી સદીમાં ઇગ્‍લેંડમાં બનાવાયેલ લેખીત દસ્‍તાવેજ‘મેગ્નાકાર્ટા'ના ને ગણી શકાય. આ દસ્‍તાવેજમાં માનવીને માનવી હોવાના કારણે જે અધિકારો પ્રાપ્‍ત થાય છે તેવા તમામ અધિકારો પ્રાપ્‍ત થવા જોઇએ તેવા તમામ કુદરતી અધિકારો ‘મેગ્નાકાર્ટા' દસ્‍તાવેજથી ઇગ્‍લેંડની પ્રજાને આપવામાં આવેલ હતા. ઇ.સ. ૧૯૧૪ થી ૧૯૧૯ના પ્રથમ વિશ્વયુધ્‍ધ સમયે માનવ અધિકારોનો વૈશ્વીક કાયદો બનાવવા વિશે વૈશ્વીક સ્‍તરે ચર્ચાઓ શરૂ થઇ હતી. પરંતુ આ સમયગાળા દરમ્‍યાન માનવ અધિકારો વિશેનો કાયદો બનાવવામાં સફળતા પ્રાપ્‍ત ન થવાથી તે ખ્‍યાલ વિશેનો સર્વસંમતિથી કાયદો બનાવી શકાયેલ ન હતો. જેના ફલશ્રુતીરૂપે સમગ્ર વિશ્વના તમામ દેશોને વિશ્વયુધ્‍ધના માઠા પરિણામો ભોગવવા પડેલ ઇ.સ. ૧૯૪૫માં સમગ્ર વૈશ્વીક સ્‍તરે માનવીને માનવી તરીકે મળતા અધિકારો અંગે સૌપ્રથમ વખત ‘માનવ અધિકાર' શબ્‍દોનો પ્રયોથ કરવામાં આવેલો.

માનવ અધિકાર' શબ્‍દનો અર્થ સમજતા પહેલા અધિકાર શબ્‍દને સમજવો ખુબજ જરૂરી છે. અધિકાર એટલે માનવીનું હિત છે કે જે કાયદા દ્વારા માનવીના હિતને સુરક્ષીત રાખવામાં આવેલું છે.

સમગ્ર વિશ્વમાં માનવ અધિકારોના રક્ષણ અર્થે યુનોએ સૌપ્રથમ વખત યુર્નિવર્સલ ડિકલેરેશન ઓફ હ્મુમન રાઇટસ (યુડીએચઆર) નામનો દસ્‍તાવેજ બનાવમાં આવેલો હતો. આ ધોષણાપત્રમાં જણાવ્‍યું કે તમામ માનવીઓ તેમના અધિકારો અને ગૌરવ બાબતમાં જન્‍મથી સમાન છે અને તમામને કોઇપણ જાત કાળા-ગોરા (રંગ), વર્ણ, જાતી (ષાી-પુરૂષ), ભાષા, ધર્મ, રાજકીય કે અન્‍ય વિચારો, રાષ્ટ્રીયક કે સામાજીક મુળ (વતન), મિલકત, જન્‍મ કે અન્‍ય કોઇ હોદ્દાના તફાવતો વિના તમામ અધિકારો અને સ્‍વાતંત્રતાઓ પ્રાપ્‍ત થાય છે.

ભારતીય બંધારણમાં અપાયેલ માનવી અધિકારો દરેક વ્‍યક્‍તિને માત્રને માત્ર સરકાર વિરૂધ્‍ધ જ પ્રાપ્‍ત થતાં હોવાથી માનવ અધિકારોના ભંગ બદલ રાજ્‍યસેવક વિરૂધ્‍ધ જ ફરિયાદ કરી શકાય છે. માનવ અધિકાર ભંગની ફરિયાદ વ્‍યક્‍તિ-વ્‍યક્‍તિ વિરૂધ્‍ધ દાખલ કરી શકાતી નથી. માનવ અધિકારોના ભંગના કિસ્‍સાઓમાં કોર્ટમાંજ ફરિયાદ કરી જ શકાય છે, પરંતુ તેના સિવાય પણ જેમ કે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (એનએચઆરસી) તેમજ રાજ્‍ય માનવ અધિકાર આયોગ સમક્ષ પણ લેખીત ફરીયાદ કરીને પણ આગળની જરૂરી કાર્યવાહી કરી શકાય છે. આ ઉપરાંત મહિલાઓ પોતાના માનવ અધિકાર ભંગની ફરિયાદ રાષ્ટ્રીય મહિલા આયોગ અને રાજ્‍ય મહિલા આયોગને પોતાની ફરિયાદો કરી શકે છે. તેમજ અનુસુચિત જાતી અને અનુસુચિત આદિજાતીના લોકો રાષ્‍ટ્રીય અનુસુચિત જાતી અને અનુસુચિત જાતી આયોગ સમક્ષ ફરિયાદ કરી તેના માનવ અધિકારોના ભંગ બદલ વળતર પ્રાપ્‍ત કરી શકે છે. ભારતીય બંધારણમાં દરેક માનવીને તમામ માનવ અધિકારો અપાયા હોવા છતા ગુજરાત માનવ વિકાસમાં પછાત છે તેમ ગુજરાત સરકારે પણ સ્‍વીકારવું પડયું છે. અહિ પ્રશ્નો એવો ઉપસ્‍થિત થાય છે કે શું માત્ર કાગળ ઉપર અધિકારો આપી દેવાથી અધિકારો ભોગવી શકાય ? તેના સંદર્ભમાં સમજછા જેવી એ બાબત છે કે સરકારી બધા તંત્રોમાં પણ માણસો જ કામ કરે છે અને આ માણસો કાયદાના રખેવાળ બનવાની બદલે કાયદાના ભંગને નજર અંદાજ કરે છે. જે લોકો પાસે રાજકીય, આર્થિક કે ધાર્મિક સતાઓ છે તેવા લોકો સતાનો દૂરઉપયોગ કરી અન્‍ય માણસોના અધિકારોનું હનન કરે છે. વર્તમાન સમયમાં પ્રત્‍યેક માનવીએ થોડુ વિચારવાની જરૂર છે કે શુ વર્તમાન સમયમાં માનવી તરીકે પ્રાપ્‍ત થયેલા માનવ અધિકારોને આપણે ભોગવી શકીએ છીએ? ઉકત પ્રશ્નનો જવાબ આપણે પોતેજ શોધવાની જરૂર છે કારણ કે સમાજમાં જેવી પ્રજા હોય તેવોજ તેનો શાસક હોય છે. આથી વર્તમાન સમયમાં જો આપણે મુક્‍તપણે આપણે આપણાં અધિકારો ભોગવવા માંગતા હોઇએ તો આપણે પણ બીજાના માનવ અધિકારોને માન-સન્‍માન આપતા શીખવું જ પડશે અને ત્‍યારે જ આપણે આપણાં અધિકારોનો વધુમાં વધુ સારી રીતે ઉપભોગ કરી શકીશું અને સમાજના તમામ વ્‍યક્‍તિને તેના માનવ અધિકારોની જાળવણી કરવામાં મદદરૂપ સાબિત થઇ શકીશું.

સ્ત્રોત: અધિક પોલીસ મહાનિદેશક, માનવ અધિકાર - ગુજરાત પોલીસ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate