অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ભારતમાં વૃદ્ધત્વ

ભારતમાં વૃદ્ધત્વ

ભારતમાં વૃદ્ધ પુરુષોમાંથી એક બે તૃતિયાંશ અને વૃદ્ધ મહિલાઓમાંથી 90-95 ટકા મહિલાઓ નિરક્ષર છે અને તેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અપરણિત છે. આથી, આર્થિક નિર્ભરતા ખૂબ જ મોટા પ્રમાણમાં છે. એવુ અનુમાન છે કે આશરે 18 મિલિયન પુરુષો અને 3.5 મિલિયન મહિલાઓ, વૃદ્ધોને વર્ષ 2001માં નોકરીની જરૂરિયાત હશે. આ સંખ્યા હાલમાં કામ કરતી સંખ્યાને આધારે છે. આનો મતલબ એ છે કે તેમના માટે ભવિષ્યમાં રોજગાર આપવા માટે મોટા પાયે સ્રોતોની જરૂરિયાત પડશે. જોકે, 55 બેરોજગાર લોકોના ભરણપોષણ માટે પણ નાણાંકીય સ્રોતો તો જોઇશે જ, કારણ કે તેમાંથી મોટાભાગના પાસે પુરતી બચત અને કુટુંબનો ટેકો નહી હોય.

વર્ષ 2001માં એ પણ અનુમાન કરવામાં આવ્યુ છે કે આશરે 27 મિલિયન વૃદ્ધ લોકો ગમે તે ઘડીએ બીમાર થઈ શકે છે અને આથી તેમને વિશેષ તબીબી કાળજીની જરૂરિયાત રહેશે. આવી તબીબી સગવડોની પ્રાપ્યતાના અભાવે, આ માગને પહોંચી વળવા માળખુ તૈયાર કરવા માટે મોટો ખર્ચ કરવાનો રહેશે. વૃદ્ધત્વને કારણે શારીરિક વિકલાંગતા થવી તે વૃદ્ધત્વ પ્રક્રિયાનુ એક પાસુ છે. ભારતમાં 2001માં 17 મિલિયન વૃદ્ધ વિકલાંગ વ્યક્તિઓ હશે જેમાંથી અડધા દૃષ્ટિની વિકલાંગતા ધરાવતા હશે. આમાંથી મોટાભાગના કામ કરી શકે તેવુ નહી હોય અને આર્થિક રીતે નિર્ભર હશે. કુટુંબના ટેકાના અભાવે, તે સરકાર દ્વારા મદદની આશા રાખશે. દરેક રાજ્ય સરકારોએ અને કેન્દ્રશાસિત પ્રદેશોએ યોજનાઓ ચાલુ કરી છે જે વિકલાંગ અને ઘરવિહોણાં વૃદ્ધોને નાણાંકીય સહાય આપે, આ પેન્શનની રકમ રૂ. 30 થી રૂ. 60 પ્રતિ માસ છે. જોકે ભંડોળની પ્રાપ્યતા જોતા, તે માત્ર જેટલા લોકો છે તેમના એક નાના ભાગને પહોંચી વળે છે.

વર્ષ 2001માં એ પણ અનુમાન કરવામાં આવ્યુ છે કે આશરે 27 મિલિયન વૃદ્ધ લોકો ગમે તે ઘડીએ બીમાર થઇ શકે છે અને આથી તેમને વિશેષ તબીબી કાળજીની જરૂરિયાત રહેશે. આવી તબીબી સગવડોની પ્રાપ્યતાના અભાવે, આ માગને પહોંચી વળવા માળખુ તૈયાર કરવા માટે મોટો ખર્ચ કરવાનો રહેશે. વૃદ્ધત્વને કારણે શારીરિક વિકલાંગતા થવી તે વૃદ્ધત્વ પ્રક્રિયાનુ એક પાસુ છે. ભારતમાં 2001માં 17 મિલિયન વૃદ્ધ વિકલાંગ વ્યક્તિઓ હશે જેમાંથી અડધા દૃષ્ટિની વિકલાંગતા ધરાવતા હશે. આમાંથી મોટાભાગના કામ કરી શકે તેવુ નહી હોય અને આર્થિક રીતે નિર્ભર હશે. કુટુંબના ટેકાના અભાવે, તે સરકાર દ્વારા મદદની આશા રાખશે. દરેક રાજ્ય સરકારોએ અને કેન્દ્રશાસિત પ્રદેશોએ યોજનાઓ ચાલુ કરી છે જે વિકલાંગ અને ઘરવિહોણાં વૃદ્ધોને નાણાંકીય સહાય આપે, આ પેન્શનની રકમ રૂ. 30 થી રૂ. 60 પ્રતિ માસ છે. જોકે ભંડોળની પ્રાપ્યતા જોતા, તે માત્ર જેટલા લોકો છે તેમના એક નાના ભાગને પહોંચી વળે છે.

નેશનલ સોશિયલ આસિસ્ટન્ટ પ્રોગ્રામ (એનએસએપી)

નેશનલ સોશિયલ આસિસ્ટન્ટ પ્રોગ્રામ (એનએસએપી) જે ઓગસ્ટ 15, 1995થી અમલમાં આવ્યો જે બંધારણની કલમ 41 અને 42નાં નિર્દેશક સિધ્ધાંતોને પુરા કરવા માટેનુ ખૂબ જ મહત્વનું પગલુ છે. તે વૃદ્ધ ઉંમરે, કુટુંબના આવકના પ્રાથમિક સ્ત્રોત વ્યક્તિના મૃત્યુ અને માતૃત્વના કિસ્સામાં ગરીબ પરિવારોને સામાજિક મદદનો લાભ આપે છે. આ કાર્યક્રમના મુખ્યત્વે ત્રણ ઘટકો છે, નીચે મુજબઃ

  • નેશનલ ઓલ્ડ એઈજ પેન્શન સ્કીમ (એનઓએપીએસ
  • નેશનલ ફેમિલી બેનિફિટ સ્કીમ (એનએફબીએસ)
  • નેશનલ મેટરનીટી બેનિફિટ સ્કીમ (એનએમબીએસ)

વિવિધ દિશામાંથી આવેલ સૂચનોને આધારે અને રાજ્ય સરકારો દ્વારા મળેલ પ્રતિભાવેને આધારે આ યોજનાને 1998માં અશતઃ રીતે સુધારવામાં આવી. હાલની યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છેઃ

આ યોજનામાં નેશનલ ઓલ્ડ એઇજ પેન્શન સ્કીમ અંતર્ગત, નીચેના ધોરણો મુજબ કેન્દ્રીય મદદ પ્રાપ્ય છેઃ

  • અરજી કરનારની ઉંમર (મહિલા કે પુરુષ) 60 વર્ષ કે વધારે હોય.
  • અરજી કરનાર બેસહારા હોય જેને ખૂબજ ઓછુ કે નિયમિત આવકનુ કોઇ સ્રોત ન હોય, કુટુંબના કોઇ સભ્યો કે અન્ય સ્રોતો તરફથી.
  • આ માટે મળવાપાત્ર પેન્શન માસિક રૂ.200 છે. (Rs.500 for above 80 Years)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/6/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate