ગુજરાતમાં વસતા ૦ થી ૧૮ વર્ષની ઉંમરના તમામ જ્ઞાતિના અનાથ બાળકો કે જેના માતા-પિતા હયાત નથી. (અવસાન પામ્યા છે, તેવા બાળકોને સંસ્થાકીય વાતાવરણમાં રાખી ઉછેરવાને બદલે કુટુંબમાં રાખી પ્રાકૃતિક વાતાવરણમાં ઉછેર કરવાથી તેઓનો સ્વસ્થ અને સંતુલિત વ્યક્તિનારૂપે વિકાસ થઈ શકે તે દૃષ્ટિએ પાલક માતાપિતાની યોજના સરકારે અમલમાં મૂકી છે. અને અનાથ બાળકની સારસંભાળ રાખતા નજીકના સગાંને માસિક રૂ. ૩૦૦૦ની સહાય તા. ૨૯-૪-૨૦૧૬થી આપવાનું નક્કી કર્યું છે. (અગાઉ આ સહાય દર મહિને રૂ. ૧OOO આપવામાં આવતી હતી તેમાં રૂ. ૨૦OOનો વધારો તા. ૨૯-૪-૨૦૧૬થી કરવામાં આવેલ છે.)
પાલક માતા-પિતાની વાર્ષિક આવક :
તેવા પાલક માતા-પિતા અરજી કરવાને પાત્ર છે. (આ અંગે પોતાના તાલુકાના મામલતદારશ્રી પાસેથી મેળવેલો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.)
આ અંગેના નિયત અરજીપત્રક પોતાના જિલ્લાના ચિલ્ડ્રન હોમ (ઓક્ઝર્વેશન હોમ)ની કચેરીએથી મળશે અને તેમાં વિગતો ભરી બાળકની ઉંમરનો દાખલો, બાળકના માતા-પિતાના મરણના દાખલાની નકલ, વાલી થનારનો બાળક સાથેનો પાસપોર્ટ સાઈઝનો ફોટો બિડવાનો રહેશે. અને સહાયની રકમ મંજૂર થતાં એકાઉન્ટ-પે ચેકથી નાણાં ચૂકવવામાં આવશે. આ માટે બાળકના નામ સાથેનું સંયુક્ત નામનું બેન્કમાં એકાઉન્ટ ખોલાવવાનું રહેશે. સહાય મંજૂર થતાં આંગણવાડીથી લઈ ફરજિયાત શાળાનું શિક્ષણ આપવાનું રહેશે અને દર વર્ષે શાળાના આચાર્યશ્રીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. વધુ વિગતો: વેબસાઈટ-www.sie.gujarat.govt.in પરથી મળી રહેશે. અનાથ બાળક અભ્યાસ બંધ કરે (છોડી દે) અથવા રાજયની કે કેન્દ્રની આવી જ કોઈ યોજનાનો લાભ મેળવતા હશે તો આ સહાય બંધ કરવામાં આવશે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનો ઠરાવ ક્રમાંક--જજઅ/૧૦૨૦૧૫/૮૪૧૫૦૫ નબ.૦૭છ તા. ૨૯-૪-૨૦૧૬
સ્ત્રોત : નિયામક, સમાજ સુરક્ષા
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/29/2020