વિકલાંગ ઉમેદવારો માટે કુલ ભરવાપાત્ર બેઠકોના ૩ ટકા બેઠકો અનામત રાખવામાં આવેલ છે. વિકલાંગ ઉમેદવારો માટેની અનામત બેઠકો ઉપર પ્રવેશ મેળવવા અરજી કરતાં ઉમેદવારોએ વોકેશનલ રીહેબીલીટેશન સેન્ટર ફોર હેન્ડિકેપ્ટ (વી. આર.સી.) ઈન્સ્ટિટ્યૂટ આઈ.ટી.આઈ. હોસ્ટેલ કેમ્પસ, કુબેરનગર, અમદાવાદ તરફથી જે તે વ્યવસાય માટે યોગ્યતાનું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે.
વિકલાંગ ઉમેદવારો માટે પ્રવેશ આપવામાં અનામત રાખવામાં આવતી ત્રણ બેઠકોનો મહત્તમ ઉપયોગ થઈ શકે તે માટે મહાનિર્દેશાલય, શ્રમ અને રોજગાર, નવી દિલ્હી દ્વારા ઈજનેરી તથા બિન ઈજનેરી વ્યવસાયોમાં પ્રવેશ આપવા માટે વિવિધ પ્રકારની શારીરિક ક્ષતિ ધરાવતા ઉમેદવારો માટે નીચેની વિગતે વ્યવસાયોની ભલામણો કરવામાં આવેલ છે, જે અંગેની માહિતી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાંથી મળી શકશે.
વધુ માહિતી માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ/કેન્દ્રો પ્રવેશ માહિતી પુસ્તિકા જોવા વિનંતી રોજગાર અને તાલીમ નિયામકની કચેરી, (ISO 9001:2000 Certified Organisation) બ્લોક નં. ૧, ત્રીજો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર - ૩૮૨૦૧૦. ફોન : ૦૭૯-૨૩૨૫૩૮૧૨, ફેક્સ : ૦૭૯-૨૩૨૫૩૮૩૫,Website : www.talimrojgar.org E-mail : jddir-det@gujarat.gov.ઈન
દિવ્યાંગો માટેના ફક્ત ટેકનિકલ અભ્યાસક્રમોને લગતી તાલીમ એસ.પી.પી.ડબલ્યુ.ડી. સ્ટડી સેન્ટરનો પરિચય :
SCHEME OF POLYTECHNICS FOR PERSONS WITH DISABILITIES
(Under Ministry of HRD, New Delhi) SP, PWD Study Centre,
Workshop Building Goverment Polyechnic, Ambawadi, Ahmedabad : 380015 Ph : 079-26309922
ભારત સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલય, નવી દિલ્હી દ્વારા ગુજરાત રાજ્યમાં સરકારી પોલિટેકનિક આંબાવાડી, અમદાવાદ : ૧૫ ખાતે “સ્કીમ ઓફ પોલિટેકનિક ફોર પર્સન વીથ ડીસએબિલિટીઝ' (એસ.પી.પીડબલ્યુ)નો પ્રોજેક્ટ વર્ષ : ૧૯૯૯-૨૦OOથી શરૂ કરવામાં આવ્યો છે.
આ પ્રોજેક્ટના નેજા હેઠળ તાલીમાર્થીઓ માટે તાલીમ સાથે તેને લગતી આર્થિક સહાયની પણ જોગવાઈ છે. આ પ્રોજેક્ટ અન્વયે બે પ્રકારના અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. (૧) ફોર્મલ અભ્યાસક્રમો અને (૨) નોન ફોર્મલ અભ્યાસક્રમો.
પ્રકાર |
ફોર્મલ |
નોન ફોર્મલ |
અભ્યાસ |
ડિપ્લોમા (લાંબાગાળા) |
સર્ટિફિકેટ કોર્સ (ટૂંકાગાળા) |
અભ્યાસક્રમની મુદત |
૦૩ વર્ષ કે તેથી વધુ |
ત્રણ માસ |
લાયકાત |
ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી સાથે ધોરણ : ૧૦ પાસ
|
સામાન્ય વાંચન લેખન |
પ્રવેશ પ્રક્રિયા |
ધોરણ : ૧૦નું પરિણામ જાહેર થાય બાદ કેન્દ્રીય ડિપ્લોમા પ્રવેશ સમિતિ દ્વારા આપવામાં આવતી જાહેરાત મુજબ અરજીપત્રક સમયમર્યાદામાં ભરવાનું રહેશે |
સેન્ટર ખાતેથી ગમે ત્યારે ફોર્મ મેળવીને ભરવાનું રહેશે |
અરજીપત્રકની કિંમત |
કેન્દ્રીય ડિપ્લોમા પ્રવેશ સમિતિ દ્વારા નક્કી કર્યા મુજબની |
વિના મૂલ્ય |
પ્રવેશ આપવાનીકાર્યવાહી |
કેન્દ્રીય ડિપ્લોમા પ્રવેશ સમિતિ તથા V.R.C. દ્વારા સંયુક્ત કાર્યવાહી |
S.PPW.D.સેન્ટર તથા V.R.C. દ્વારા સંયુક્ત કાર્યવાહી |
સંસ્થા ખાતે ચલાવવામાં આવતા અભ્યાસક્રમો
|
૧. સિવિલ ૨. મિકેનિકલ ૩. ઇલેક્ટ્રિકલ ૪. ઓટોમોબાઈલ ૫. પ્લાસ્ટિક ૬. ઈસ્યુમેન્ટેશન એન્ડ કંટ્રોલ ૭. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન ૮. કયૂટર એન્જિનિયરિંગ ૯. ઈન્ફોરમેશન ટેકનોલોજી |
૧. મોબાઈલ રિપેરિંગ ૨. વીસીડી રિપેરિંગ ૩. મોટર રીવાઈડિંગ ૪. ઓફિસ ઓટોમેશન ૫. ટીવી એન્ડ રેડિયો રિપેરિંગ ૬. એ.સી. અને ફ્રીજ રિપેરિંગ ૭. ટુ વ્હીલર મેઈન્ટેનન્સ ૮. ઘડિયાળ રિપેરિંગ તથા અન્ય ટેકનિકલ અભ્યાસક્રમો |
અભ્યાસક્રમનું સ્થળ |
સરકારી પોલિટેકનિક, અમદાવાદ-૧૫ અભ્યાસક્રમ મુજબના વિભાગોમાં |
S. P. PWD Study Centre વર્કશોપ બિલ્ડિંગ સરકારી પોલિટેકનિક, અમદાવાદ-૧૫ |
સર્ટિફિકેટ
|
ટેકનિકલ પરીક્ષા બોર્ડ, ગાંધીનગર, ગુજરાત રાજય દ્વારા |
સરકારી પોલિટેકનિક, અમદાવાદ દ્વારા |
ખાસ નોંધ
|
જયાં સુધી એક ડિપ્લોમાં પૂર્ણ ન કરે ત્યાં સુધી બીજાડિપ્લોમામાં પ્રવેશ આપવામાં આવતો નથીનોકરી મળ્યું કે સ્વરોજગાર શરૂ કર્યા બાદતુરત જ અત્રે જાણ કરવાની રહેશે. |
બીજા ઉમેદવારોને તક મળે તેને ધ્યાનમાં લેતાસામાન્યતઃ એક જ વાર વિદ્યાર્થીને લાભ આપવામાંઆવે છેનોકરી મળ્યું કે સ્વરોજગાર શરૂ કર્યા બાદ તુરત જ અત્રે જાણ |. કરવાની રહેશે. |
એમ્પ્લોયમેન્ટ માટે નોંધણી (અમદાવાદ ખાતે)
|
૧. સુપરિટેન્ડન્ટ, વોકેશનલ રીહેબીલાઈઝેશન સેન્ટર, આઈ.ટી.આઈ. સામે, કુબેરનગર. ૨. રોજગાર વિનિમય કચેરી, ફિઝીકલ હેન્ડિકે,, ઓ-૪, ન્યુ મેન્ટલ હોસ્પિટલ કેમ્પસ, મેઘાણીનગ ૩. સંસ્થા ખાતે કંપનીઓ દ્વારા કેમ્પસ ઈન્ટરવ્યુ. |
૧. સુપરિટેન્ડન્ટ, વોકેશનલરીહેબીલાઈઝેશન સેન્ટર, આઈ.ટી.આઈ. સામે, કુબેરનગર. ૨. ફિઝીકલ હેન્ડીકેપ્ટ, ઓ-૪, ન્યુ મેન્ટલહોસ્પિટલ કેમ્પસ, રોજગાર વિનિયમ કચેરીર મેઘાણીનગર.
|
સેન્ટરના હોદ્દેદારોસંપર્ક
|
આચાર્ય અને પ્રોજેક્ટ ચેમ્પિયન ફોન : ૦૭૯-૨૬૩૮૧૨૮૫ Ext. No. ૩૧૫ |
ચીફ કોઓર્ડિનેટર આચાર્ય અને પ્રોજેક્ટચેમ્પિયન ફોન : ૦૭૯-૨૬૩૦૯૯૨૨, | ૨૬૩૦૧ ૨૮૫ Ext No. ૩૧૫
|
- HI- Hearing Impaired
- MR - Mentally Retarded.
- VI- Visually Impaired
- OH- Orthopedically HindiсppedMD - Multi Disability
- VRC- Vocational Rehabilitation Centre, Ahemedabad
- CDAC - Central Diploma Admission Committee, Ahmedabad
સ્ત્રોત : નિયામક, સમાજ સુરક્ષા
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/8/2020