অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

એપ્રેન્ટિસશીપ એકટ મુજબ ૩ ટકા વિકલાંગ વ્યક્તિઓ માટે અનામત

એપ્રેન્ટિસશીપ એકટ મુજબ ૩ ટકા વિકલાંગ વ્યક્તિઓ માટે અનામત

એપ્રેન્ટિસશિપ એકટ મુજબની યોજનાના અમલમાં વિવિધ હુન્નર ઉદ્યોગ, ફેક્ટરીઓમાં “એપ્રેન્ટિસ' તરીકે લેવાતી કુલ વ્યક્તિઓમાંથી ૩ ટકા જેટલી વિકલાંગ વ્યક્તિઓનો સમાવેશ અપંગ વ્યક્તિઓને અનુકૂળ થાય તેવા હુન્નર ઉદ્યોગ ફેક્ટરીમાં કરવાનો રહે છે.

એપ્રેન્ટિસશીપ એકટ, ૧૯૬૧ મુજબ નેશનલ કાઉન્સિલ ફોર ટ્રેનિંગ ધ વોકેશનલ ટ્રેડર્સ દ્વારા લેવાતી “ઓલ ઈન્ડિયા ટ્રેડ ટેસ્ટમાંથી ટાઈપના ટેસ્ટ માટે શારીરિક અપંગ વ્યક્તિઓને મુક્તિ મળી શકે છે.

સરકારી નોકરીઓમાં ૩ ટકા અનામત જગ્યાઓ :

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના તા. ૧૫-૨-૨૦૦૧ના ઠરાવ ક્રમાંક : સી.આર.આર.૧૦૨૦૦૮-જીઓઆઈ૭-ગ.રથી વિકલાંગો માટે ૩ ટકા જગાઓ અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં નીચેની વિકલાંગતા ધરાવનાર માટે પ્રત્યેક કેટેગરીવાર એક ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે.

  1. અંધત્વ અથવા ઓછી દષ્ટિ (bindness or low vision)
  2. શ્રવણની ખામી (hearing impairment)
  3. હલનચલન વિકલાંગતા અથવા મગજનો લકવો (Locomotor disability or cerebral palsy) વિકલાંગતાની દરેક કેટેગરીને નીચે મુજબ ચાર જૂથમાં વહેંચવામાં આવેલ છે.

a)     Mildless than 40% of disability

b)     Moderate40% and above disability

c)     Severe75% and above disability

d)     Profound/Total 100%

ભારત સરકારના ધારા હેઠળ અનામતનો લાભ/છૂટછાટ મેળવવા વિકલાંગતાની ઓછામાં ઓછી માત્રા ૪૦ ટકા નક્કી કરવામાં આવી છે ઉપર (એ) આગળ દર્શાવેલ (Mild - less than 40% disability))માં આવતી વ્યક્તિ આ કાયદા હેઠળ અનામતનો લાભ કે છૂટછાટ મેળવવા પાત્ર થશે નહીં. જ્યારે ઉપર (બી) (સી) અને (ડી) આગળ દર્શાવેલ કેટેગરીમાં આવતી વ્યક્તિ આ કાયદા હેઠળની અનામતનો લાભ છૂટછાટ મેળવવાપાત્ર થશે.

હાલની જોગવાઈ અનુસાર કોઈ પણ અનામત જગ્યા માટે પૂરતા પ્રમાણમાં વિકલાંગ ઉમેદવારો એક ભરતી પ્રસંગે ઉપલબ્ધ ન થાય તો તેવી જગ્યાઓ તે પછીના બે ભરતી પ્રસંગો સુધી આગળ ખેંચવાની જોગવાઈ છે, તેમાં ફેરફાર કરીને હવે વિકલાંગ માટેની આવી અનામત જગ્યાઓ જે-તે ભરતી પ્રસંગ પછી તે જગ્યાઓ પછીના ત્રણ પ્રસંગો સુધી આગળ ખેંચીને ભરવાની રહેશે. ત્યાર બાદ તે રદ થયેલી ગણાશે. આ પ્રક્રિયામાં એક કેટેગરીની વિકલાંગ ઉમેદવાર ન મળે અને અન્ય કેટેગરીનો વિકલાંગ ઉમેદવાર મળે તો તેમાંથી અનામત જગ્યા ભરી શકાશે. દા.ત., અંધત્વ અથવા ઓછી દૃષ્ટિની કેટેગરીવાળા ઉમેદવાર માટેની અનામત જગ્યા માટે તે કેટેગરીના ઉમેદવાર ન મળે તો યોગ્યતાને આધીન શ્રવણની ખામીવાળી કેટેગરીના ઉમેદવારથી ભરી શકાશે. આમ કુલ અનામતની ૩%ની મર્યાદામાં રહીને એક કેટેગરીની અનામતને બીજી કેટેગરીની અનામતમાં અસરપરસ અદલાબદલીથી ઉપલબ્ધ કેટેગરીવાળા અનામતના ઉમેદવારથી જગ્યા ભરી શકાશે આ રીતે અનામતની “ઈન્ટર ચેન્જબિલિટી'થી અનામત જગ્યાઓ ભરી શકાશે. (સા.વ.વિ.નો ઠરાવ ક્રમાંક : સીઆરઆર-૧૦૨૦૦૮-જીઓઆઈ-૭-ગ.તારીખ : ૧૫-૨- ૨૦૦૧ તથા ૧૫-૧૨-૨૦૦૧નો તથા આ બાબતે વધુ સ્પષ્ટિકરણ કરતો તા.૪/૫/૦૨નોઠરાવ ક્રમાંક સીઆરઆર-૧૦૨૦OOજીઓઆઈ-૭-ગ.૨. ઉપર જોવા વિનંતી.

આ ઠરાવ રાજ્ય સેવા/પંચાયત સેવા તેમજ રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ કોર્પોરેશનો, જાહેર સાહસો, વૈધાનિક સંસ્થાઓ, શાળા-મહાશાળાઓ અને વિશ્વ વિદ્યાલયો, સરકાર પાસેથી ગ્રાન્ટ લોન/આર્થિક સહાય મેળવતી તમામ સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનો, મ્યુનિસિપાલિટીઓ અને નગરપાલિકાઓની સેવાઓને સેવાઓને પણ લાગુ પડે છે, એટલે તેમણે પણ આનો ચૂસ્ત અમલ કરવાનો રહે છે.

આ ઉપરાંત સા.વ.વિ.ના તા. ૩-૮-૨૦૧૧ના ઠરાવ ક્રમાંકસીઆરઆર/૧૦૨૦૦૯/૯૩૧૨૭/ગ.રથી વિકલાંગ વ્યક્તિઓ માટે રાજ્ય સરકારની સેવાઓ/જગ્યાઓમાં સીધી ભરતી માટેના રોસ્ટર ક્રમાંક મે રોસ્ટરર રજિસ્ટર નિભાવવા અંગે હુકમો કરવામાં આવેલ છે.

કેન્દ્ર સરકારના પ્રપુ “એ” અને “બી” પદ અને સેવાઓ પર, નિમણૂક વખતે દિવ્યાંગોને અનામતનો લાભ આપવા સુપ્રિટકોર્ટે ચુકાદો આપેલ છે. સરકાર માત્ર ગ્રુપ “સી” અને “ડી” ની પદની નિમણુંક વખતે જ આ પ્રકારની અનામતનો લાભ આપતી. સુપ્રિમકોર્ટ, ગ્રુપ “એ” અને “બીમાં સીધી કે બઢતીથી નિમણૂંક, તે પ્રકારના ભેદભાવ વિના જ, દિવ્યાંગોને ૩ ટકાની અનામતનો લાભ આપવા ફરમાન કર્યું છે.

વય મર્યાદામાં છૂટછાટઃ

સરકારી નોકરી માટે નિયત થયેલ વય મર્યાદમાં વર્ગ-૧, વર્ગ-૨, વર્ગ-૩ અને વર્ગ-૪ની જગ્યાઓ માટે વિકલાંગો માટે ૧૦ વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. (સા.વિ.નો તારીખ : ૧૧-૧૧-૯૪નો ઠરાવ ક્રમાંક : સીઆરઆર-૧૦૮૪-યુઓ-૧૨૫૦-ગ.ર.) જોવા વિનંતી, જેમાં શારીરિક ક્ષતિ ધરાવતા ઉમેદવારોની વ્યાખ્યાની પણ વિગત છે.

વિકલાંગોને રોજગારી માટે મદદરૂપ થતી કચેરીઓ :

બધા જિલ્લાઓની રોજગાર અધિકારીઓની કચેરીમાં વિકલાંગો માટે અલગ નોંધણી રજિસ્ટર રાખવામાં આવે છે. જેથી જે તે જિલ્લાના વિકલાંગ ઉમેદવારોએ ત્યાં નોંધણી કરાવવી હિતાવહ છે. વળી તાજેતરમાં ખાનગી કંપનીઓમાં વિકલાંગોની ભરતી માટે કેન્દ્રની નવી યોજના જાહેર કરી છે, તેથી નોંધણી કરાવવાથી ફાયદો થઈ શકે છે.

સ્ત્રોત : નિયામક, સમાજ સુરક્ષા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate