(કુલ સંખ્યાના પાંચ ટકા કર્મચારીઓ વિકલાંગ હોય તેવી કંપનીઓને પ્રોત્સાહન અપાશે)
કેન્દ્ર સરકારે ખાનગી કંપનીઓમાં વિકલાંગો માટે રોજગારની વધુ તકો પેદા કરવા માટે એક યોજનાને મંજૂરી આપી છે. જે અંતર્ગત તે કંપનીઓને પ્રોત્સાહન આપવામાં આવશે, જે કારખાનામાં કુલ કર્મચારીઓના પાંચ ટકા જેટલા વિકલાંગ કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ અને વીમાનો ખર્ચ ત્રણ વર્ષ સુધી કેન્દ્ર સરકાર ભોગવશે. કેન્દ્ર સરકારે ૧૧મી પંચવર્ષીય યોજના અંતર્ગત ખાનગી કંપનીઓમાં વાર્ષિક ૧ લાખ વિકલાંગોને નોકરી અપાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. કોને લાભ મળશે? :
વિકલાંગતા કાયદો ૧૯૯૫ના દાયરામાં આવનારા અને ઓટિઝમ, સેરિબ્રલ પાલ્સી, મંદ બુદ્ધિ અને મલ્ટિપલ ડિસએબિલિટીઝ એક્ટ-૧૯૯૯ અંતર્ગત વિકલાંગનો દરજ્જો મેળવેલ કર્મચારી, જેનો માસિક પગાર રૂા. ૨૫ હજાર સુધીનો છે એવા કર્મચારી કે જેમની ૧લી-એપ્રિલ ૨૦૦૮થી નિમણૂંક કરાઈ છે તેમને કેન્દ્રની આ યોજનાનો લાભ મળશે.
યોજનાનો લાભ લેવા માગતી કંપનીઓએ તેમના વિકલાંગ કર્મચારીઓની વિકલાંગતા સાબિત કરવા માટે જવાબદાર અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. આ આધારે કંપનીઓ વિકલાંગ કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ અને વીમા સંબંધિત કેન્દ્રીય સહાયતાનો દાવો કરી શકશે. વધુ વિગતો માટે નીચેની નજીકની કચેરીઓનો સંપર્ક કરો :
વેબસાઈટ જુઓ : www.socialjuctice.nic.in / Ww.labour.inc.in/ www.epfindia.nic.in /www.esic.nic.in
સ્ત્રોત : નિયામક, સમાજ સુરક્ષા
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020