ભારત સરકારના કલ્યાણ મંત્રાલય દ્વારા મળતી સાધન-સહાય
જરૂરિયાતવાળા વિકલાંગોને ટ્રાઈસિકલ, વ્હીલચેર, કેલીપર્સ, કૃત્રિમ અવયવો, શૈક્ષણિક અને હલન-ચલનનાં સાધનો આપવામાં આવે છે. આ લાભ નીચેની સંસ્થાઓમાંથી તેમની પાસેના ઉપલબ્ધ ફંડની મર્યાદામાં મેળવી શકાય છે.
- અંધજન મંડળ, ડૉ. વિક્રમ સારાભાઈ રોડ, વસ્ત્રાપુર, અમદાવાદ-૧૫.
- વી વન સોસાયટી, ભૂમિજા કોમ્પલેક્ષ, મિશન ટ્રેનિંગ-કમ્પાઉન્ડની સામે, ફતેહગંજ, વડોદરા - ૨૯૦ ૦૦૨.
- મેડિકલ કેર સેન્ટર ટ્રસ્ટ, ચિલ્ડ્રન હોસ્પિટલ, કારેલી બાગ, વડોદરા - ૧૮.
- કે.એલ. ઈન્સ્ટિટયૂટ ફોર ધ ડેફ, પ૧- વિદ્યાનગર, ભાવનગર - ૩૬૪ ૦૦૨
ઉપરોક્ત સંસ્થાઓ દ્વારા રૂા.૧,૫૦૦ સુધીની કિંમતનાં નીચેનાં સાધનો મળી શકશે.
- ધોરણ-૧થી ૭ અને સેકન્ડરીમાં અભ્યાસ કરતા નેત્રહીન વિદ્યાર્થીઓને બ્રેઈલ કીટ (Brail Kit)નાં સાધન આપવામાંઆવે છે.
- અનુસ્નાતકમાં અભ્યાસ કરતા નેત્રહીન વિદ્યાર્થીને જુદું ટેપરેકોર્ડર અને બ્રેઈલ કીટ આપવામાં આવે છે.
- શારીરિક ક્ષતિ ધરાવતી વ્યક્તિઓને કેલીપર્સ, ઘોડી, સર્જિકલ બૂટ, કૃત્રિમ પગ અથવા કૃત્રિમ હાથ આપવામાં આવે છે.
- બંને પગથી વિકલાંગ વ્યક્તિને વ્હિલ ચેર ટ્રાઈસિકલ આપવામાં આવે છે.
- મૂક-બધિરને શ્રવણયંત્ર આપવામાં આવે છે.
- વિકલાંગ વ્યક્તિ અથવા તેના વાલીની આવક મહિને રૂ.૧,૨૦૦/- કરતાં ઓછી હોય તો સાધન વિનામૂલ્ય મળશે.
- વિકલાંગ વ્યક્તિ અથવા તેના વાલીની આવક મહિને રૂ.૧,૨૫૦/- થી રૂા.૨,૫૦૦/- સુધીની હોય તો ૫૦ ટકા રકમ ભરવાથી મળશે.
ઉપરોક્ત સહાય મેળવવા માટે સંબંધિત સંસ્થાને અરજી કરવાની રહે છે. અરજી નીચે દર્શાવેલ વિગતો સાથે કરવી.
- વિકલાંગતા દર્શાવતો સિવિલ સર્જનનો દાખલો
- આવકનો પ્રમાણિત દાખલો
- બંને પગથી વિકલાંગ વ્યક્તિનો પોતાની વિકલાંગતા દર્શાવતો આખો ફોટો.
- કોઈ પણ વ્યક્તિને સરકારી / અર્ધસરકારી કે ખાનગી સંસ્થાઓમાંથી ઉપરોક્ત સહાય ન મળી હોય તો જ આ લાભ મળશે.
- ભારત સરકારના કલ્યાણ મંત્રાલય દ્વારા, આ યોજનાના હેતુઓ માટે, કંપનીના કાયદા મુજબ નોંધણી પામેલ કંપની, સોસાયટી, ટ્રસ્ટ અથવા સંસ્થા કે જેને માન્યતા આપવામાં આવેલ હોય તેવાઓએ અરજી કરવાની રહેશે. સંબંધિત કંપનીસોસાયટી | ટ્રસ્ટ | સંસ્થા દ્વારા સહાય માટેની સંપૂર્ણ ચકાસણી બાદ ઉમેદવારોની લાયકાત નક્કી કરશે અને ત્યાર બાદઉમેદવારને જે તે સાધનો ઉપરોક્ત મર્યાદા મુજબ ફાળવશે.
સ્ત્રોત : નિયામક, સમાજ સુરક્ષા
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.