ઈન્દિરા ગાંઘી નેશનલ ડીસએબીલીટી પેન્શન સ્કીમ(IGNDPS)
તીવ્ર વિકલાંગતા ધરાવતી વ્યકિતને આર્થિક સહાય આપવા માટેની યોજના તા.૨૨-૧૧-૨૦૦૦
લાભ કોને મળવા પાત્ર થાય છે
- અરજદારની ઉંમર ૬૪ વર્ષ કરતાં ઓછી વયજુથની હોવી જોઈએ.
- ૮૦ ટકા કરતાં કે તેથી વધારે વિકલાંગતા ધરાવતી વ્યકિતને .
- લાભાર્થીના કુટુબની આવક ગ્રામ્ય વિસ્તાર માટે બી.પી.એલ. યાદીમાં ૧૬ સુધીનો સ્કોર તથા શહેરી વિસ્તાર માટે શહેરી વિકાસ ની ગાઈડલાઈન મુજબ લાભાર્થી ગુણાંક ધરાવતા બી.પી.એલ. લાભાર્થી.
- ૨૧ વર્ષથી વધુ વયનો લાભાર્થીને પુત્ર ન હોય.
- ૧૦ વર્ષથી ગુજરાત રાજયમાં કાયમી વસવાટ ધરાવતા હોય.
- રાજય સરકારશ્રી તરફથી આપવામાં આવતું વિકલાંગ ઓળખપત્ર ધરાવતા હોવા જોઈએ
લાભ શું મળે ?
- ૧૭ વર્ષથી નીચેના વિકલાંગ અરજદાર વ્યકિતને માસિક રૂ.૨૦૦/-.
- ૧૮ થી ૬૪ વર્ષની વય જુથના વિકલાંગ અરજદાર વ્યકિતને માસિક રૂપિયા ૪૦૦/-.
- અરજદારને ધેર બેઠા મનીઓર્ડરથી અથવા પોસ્ટ ઓફીસ કે બેંક ખાતામાં સહાય જમા કરવામાં આવે છે.
અરજીપત્રક સાથે સામેલ કરવાની માહિતી
- અરજીપત્રક સંબંધિત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીએથી વિનામૂલ્યે મળે છે.
- અરજીપત્રક સાથે સિવિલ સર્જનશ્રીનું વિકલાંગતા અંગેનું પ્રમાણપત્ર દર્શાવતો દાખલો.
- સમાજસુરક્ષા અધિકારીશ્રી તરફથી આપવામાં આવેલ વિકલાંગ ઓળખકાર્ડ, બી.પી.એલ. નં.વાળો સ્કોર દર્શાવતો દાખલો - સક્ષમ અધિકારીશ્રીનો
- ઉંમરનો દાખલો.
- ૧૦ વર્ષથી ગુજરાત રાજયમાં કાયમી વસવાટ કરતા હોવા અંગેનું પ્રમાણપત્ર.
- વિકલાંગ અરજદારને ૨૧ વર્ષથી વધુ ઉંમરનો પુત્ર ન હોવા બાબતનો દાખલો.
- અરજીપત્રક ભરી જિલ્લા સમાજસુરક્ષા અધિકારીશ્રીની કચેરીને રજુ કરવાનું રહેશે. જે પુરાવા ચકાસી યોગ્ય જણાયે સહાય મંજુરીનો આદેશ કરવામાં આવશે.
સહાય કયારે બંધ થાય
- અરજદારની ઉંમર ૬૪ વર્ષની પુરી થતાં.
- અરજદારના પુત્રની ઉંમર ૨૧ વર્ષની થતાં.
- અરજદારની તેમજ કુટુંબની આર્થિક આવક નિયત આવક કરતાં વધુ થતાં.
અરજદારની અરજી જે તે માસમાં મંજુર થતા તે માસથી જ આર્થિક સહાય મળવાપાત્ર થાય છે.
સ્ત્રોત: નિયામક, સમાજ સુરક્ષા
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.