યોજનાનું નામ : ગુજરાત સામૂહિક જૂથ (જનતા) અકસ્માત વીમા યોજના
ઓળખવિધિ : દરેક લાભાર્થીઓની ઓળખવિધિ જુદા જુદા ખાતાઓ દ્વારા હાલની યોજનાના ઠરાવની પ્રવર્તમાન જોગવાઈ મુજબ જે તે વિભાગના અમલીકરણ કરતા નોડલ ઓફિસરે કરવાની રહેશે.
અકસ્માતની વ્યાખ્યા. : આપઘાત કે કુદરતી મૃત્યુ સિવાય બીજી કોઈ પણ રીતે લાભાર્થીનું મૃત્યુ થાય કે કાયમી અપંગ બને તો આ યોજનાનો લાભ વીમા પૉલિસીની શરતોને આધીન રહીને મળવાપાત્ર થાય. વીમા રક્ષણ હેઠળના લાભાર્થીનું મૃત્યુ અથવાકાયમી અપંગતાના કિસ્સામાં લાભાર્થીને વીમા સહાય ચૂકવવા બાબતે વિવાદ ઉપસ્થિત થાય તો તે અંગે સરકારશ્રીનાઅધિકૃત સત્તાધીશ/કમિટિનો નિર્ણય આખરી અને બંધનકર્તા રહેશે.
મૃત્યુ કે કાયમી વિકલાંગતાના કારણે મળવાપાત્ર લાભ : આ યોજના હેઠળ આવરી લેવાયેલ વિકલાંગ લાભાર્થીઓને રૂા.૧,૦૦,૦૦/- વીમા રાશિની મહત્તમ મર્યાદામાં આ યોજના હેઠળ વળતર ચૂકવવા પાત્ર રહેશે. સામાન્ય જૂથ અકસ્માત વીમા પૉલિસીની શરતોને ધ્યાનમાં રાખી વીમા રકમ નીચે મુજબના સંજોગોમાં મળવાપાત્ર થશે.
વારસદારો : આ વિમા યોજના હેઠળ લાભાર્થીઓના વારસદાર તરીકે નીચે મુજબની વ્યક્તિઓ ક્રમાનુસાર રહેશે.
ઉપરોક્ત કિસ્સામાં જો વારસદાર સગીર હોય તો તેમના નેચરલ ગાર્ડિયન/કાયદેસરના વાલીને વીમા રકમનું ચૂકવણું કરવાનું રહેશે.
દાવા રજૂ કરવાની પ્રક્રિયા: આ વીમા રક્ષણના લાભાર્થીના વારસદારે ઉપસ્થિત થયેલ દાવા માટે નીચે મુજબની કાર્યવાહી અનુસરવાની રહેશે. લાભાર્થીના મૃત્યુના કિસ્સામાં ઉપરોક્ત કિસ્સામાં જણાવ્યા મુજબના વારસદાર અથવા કાયમી વિકલાંગતાના કિસ્સામાં લાભાર્થીએ પોતે અકસ્માત તારીખના ૯૦ દિવસમાં નોડલ અધિકારી/સક્ષમ અધિકારીને આ યોજના હેઠળ નિયત કરેલ નમૂનામાં લેખિતમાં જાણ કરવાની રહેશે.
દાવા અરજીની સાથોસાથ નીચે મુજબના દસ્તાવેજો બીડવાના રહેશે.
નિયત નમૂનાની અરજી ઉપરોક્ત જરૂરી પુરાવા સાથે અરજીની ચકાસણી કરી નિયત પ્રમાણપત્ર સહિત અરજી વીમા કંપનીને મોકલી આપવાની રહેશે.
૮. દાવા પતાવવાની કાર્યવાહી.
મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં સક્ષમ નોડલ અધિકારીશ્રીએ) અરજી મળ્યા તારીખથી ૩૦ દિવસની અંદર જરૂરી ચકાસણી અને નિયત પ્રમાણપત્ર સાથે ચૂકવણીના હેતુસર વીમા કંપનીને મોકલી આપવાની રહેશે.
પરિશિષ્ટ - ૧
ગુજરાત સામૂહિક જૂથ (જનતા) અકસ્માત વીમા યોજના હેઠળ આવરી લેવાયેલ વિવિધ યોજનાઓ
ક્રમ |
યોજનાના લાભાર્થી |
લાભાર્થીની યોગ્યતા |
વીમા કવચ |
કયા રિસ્ક આવરી લેવાય છે? |
૧ ૨. |
નિરાધાર/વિધવા સહાય યોજના વિકલાંગ અકસ્માત વીમાયોજના |
નિરાધાર/વિધવા રાજયના ૨.૫ લાખથી ઓછીઆવક ધરાવતા વિકલાંગો |
૧,૦૦,૦૦૦ ૧,૦૦,OOO |
અકસ્માત મૃત્યુ અગર સંપૂર્ણ અગર કાયમી-આંશિક અપંગતા ઉપર મુજબ |
આ ઉપરાંત બીજા ૧૧ પ્રકારના લાભાર્થીઓને આવો લાભ અપાય છે, પરંતુ આ પુસ્તિકા વિકલાંગો તથા નિરાધાર વિધવાઓ માટેની હોઈ તે બે માટેનો જ ઉલ્લેખ કરેલ છે. (ખાતેદાર ખેડૂત, અસંગઠિત જમીન વિહોણા મજૂર વગેરે..)
અરજદાર વિકલાંગે કોઈ પ્રિમિયમ ભરવાનું હોતું નથી. જેઓ પાસે ઓળખપત્ર છે તે તમામને આ યોજનામાં આવરી લેવામાં આવ્યા છે.
રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના (સંકટ મોચન યોજના) :
આ યોજના હેઠળ કુટુંબ પરિવારની મુખ્ય કમાનાર વ્યક્તિ સ્ત્રી કે પુરુષનું કુદરતી સંજોગોમાં કે અકસ્માતને કારણે મૃત્યુ થાય તો નીચે પ્રમાણેની કેન્દ્રીય સહાય મળવાપાત્ર થશે.
કુટુંબ ઉપર આવેલ આફતમાં તે કુટુંબને સહાયરૂપ થઈ શકાય તે માટે ઉચ્ચક રોકડ સહાય આપવાની જોગવાઈ આ યોજનામાં કરવામાં આવી છે. અગાઉ આ યોજના હેઠળ રૂ. ૧૦,૦૦૦/-ની સહાય અપાતી હતી તે તા. ૧૫-૨- ૨૦૧૪ના ઠરાવથી રકમ વધારીને રૂ. ૨૦OOO/- કરવામાં આવી છે.
અરજી ક્યાં કરશો?
૪૬. અનાથ બાળકોને માસિક રૂ. ૩૦૦૦ની સહાયની યોજનાઃ
ગુજરાતમાં વસતા ૦ થી ૧૮ વર્ષની ઉંમરના તમામ જ્ઞાતિના અનાથ બાળકો કે જેના માતા-પિતા હયાત નથી. (અવસાન પામ્યા છે, તેવા બાળકોને સંસ્થાકીય વાતાવરણમાં રાખી ઉછેરવાને બદલે કુટુંબમાં રાખી પ્રાકૃતિક વાતાવરણમાં ઉછેર કરવાથી તેઓનો સ્વસ્થ અને સંતુલિત વ્યક્તિનારૂપે વિકાસ થઈ શકે તે દૃષ્ટિએ પાલક માતાપિતાની યોજના સરકારે અમલમાં મૂકી છે. અને અનાથ બાળકની સારસંભાળ રાખતા નજીકના સગાંને માસિક રૂ. ૩૦૦૦ની સહાય તા. ૨૯-૪-૨૦૧૬થી આપવાનું નક્કી કર્યું છે. (અગાઉ આ સહાય દર મહિને રૂ. ૧OOO આપવામાં આવતી હતી તેમાં રૂ. ૨૦OOનો વધારો તા. ૨૯-૪-૨૦૧૬થી કરવામાં આવેલ છે.)
પાલક માતા-પિતાની વાર્ષિક આવક :
તેવા પાલક માતા-પિતા અરજી કરવાને પાત્ર છે. (આ અંગે પોતાના તાલુકાના મામલતદારશ્રી પાસેથી મેળવેલો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.)
આ અંગેના નિયત અરજીપત્રક પોતાના જિલ્લાના ચિલ્ડ્રન હોમ (ઓક્ઝર્વેશન હોમ)ની કચેરીએથી મળશે અને તેમાં વિગતો ભરી બાળકની ઉંમરનો દાખલો, બાળકના માતા-પિતાના મરણના દાખલાની નકલ, વાલી થનારનો બાળક સાથેનો પાસપોર્ટ સાઈઝનો ફોટો બિડવાનો રહેશે. અને સહાયની રકમ મંજૂર થતાં એકાઉન્ટ-પે ચેકથી નાણાં ચૂકવવામાં આવશે. આ માટે બાળકના નામ સાથેનું સંયુક્ત નામનું બેન્કમાં એકાઉન્ટ ખોલાવવાનું રહેશે. સહાય મંજૂર થતાં આંગણવાડીથી લઈ ફરજિયાત શાળાનું શિક્ષણ આપવાનું રહેશે અને દર વર્ષે શાળાના આચાર્યશ્રીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. વધુ વિગતો: વેબસાઈટ-www.sie.gujarat.govt.in પરથી મળી રહેશે. અનાથ બાળક અભ્યાસ બંધ કરે (છોડી દે) અથવા રાજયની કે કેન્દ્રની આવી જ કોઈ યોજનાનો લાભ મેળવતા હશે તો આ સહાય બંધ કરવામાં આવશે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનો ઠરાવ ક્રમાંક--જજઅ/૧૦૨૦૧૫/૮૪૧૫૦૫ નબ.૦૭છ તા. ૨૯-૪-૨૦૧૬
રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ :
રક્તપિત્ત રોગનો દરદી એ છે કે જેની ચામડી પર ચાઠાં અથવા ચાઠાંઓ હોય અને તે ભાગમાં સંવેદનાનો સંપૂર્ણ અભાવ ચોક્કસ હોય છે અને તેણે બહુ ઔષધિય સારવારનો સંપૂર્ણ કોર્સ કર્યો હોતો નથી. રાજ્યમાં આવેલા તમામ આરોગ્ય કેન્દ્ર પર રક્તપિત્ત રોગનું નિદાન અને સારવાર કોઈ પણ જાતના નાણાં લીધા વિના, કામકાજના પ્રત્યેક દિવસે વિના મૂલ્ય મળે છે.
રક્તપિત્તના દર્દીઓને મદદરૂપ થતી સંસ્થાઓના નામ - સરનામાં, ટેલિફોન નંબર
મુખ્ય કાર્યાલય : યાકૃતપુરા, જૂની ગઢી, મ્યુ. સ્લમ ક્વાટર્સની પાસે, વડોદરા-૩૮૦૦૦૬, ફોન : ૨૫૧૧૨૩૦, મો. ૯૮૨૫૪૭૭૬૫૪
કૃષ્ઠસેવા - કાર્યાલયઃ સી ૨, સુરેશા એપાર્ટમેન્ટ, ઈશિતા ફલેટસની સામે, નવરંગપુરા, અમદાવાદ ૩૮૦૦૦૯, ફોનઃ૨૬૪૩૧૮૮૪, મો. ૯૯૨૫૯૭૧૧૭૬
સ્વાવલંબન ટ્રસ્ટ : હિમાવન- પાલડી ચાર રસ્તા, અમદાવાદ, ફોન : ૦૭૯-૨૬૫૮૭૬ ૨૩, મોબાઈલ : ૯૮૭૯૨૩૮૦૪૪
શ્રમ મંદિર ટ્રસ્ટઃ સિંધ રોડ તા. જિ. : વડોદરા, ફોન : ૦૨૬૫-૬૪પર૬૬૦, ૬૪૫૧૬૫૯, મોબાઈલ : ૯૯૨૫૧૪૭૫૮૩
વધુ માહિતી માર્ગદર્શન માટે : સ્ટેટ લેપ્રસી સેલ, કમિશનરશ્રી, આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ (આરોગ્ય વિભાગ), બ્લોક નં. ૫, ડૉ. જીવરાજ મહેતા ભવન, (જૂના સચિવાલય, ગાંધીનગર
૪૮. આઈ.ટી.આઈ.માં ત્રણ ટકા બેઠકો અનામતઃ
વિકલાંગ ઉમેદવારો માટે કુલ ભરવાપાત્ર બેઠકોના ૩ ટકા બેઠકો અનામત રાખવામાં આવેલ છે. વિકલાંગ ઉમેદવારો માટેની અનામત બેઠકો ઉપર પ્રવેશ મેળવવા અરજી કરતાં ઉમેદવારોએ વોકેશનલ રીહેબીલીટેશન સેન્ટર ફોર હેન્ડિકેપ્ટ (વી. આર.સી.) ઈન્સ્ટિટ્યૂટ આઈ.ટી.આઈ. હોસ્ટેલ કેમ્પસ, કુબેરનગર, અમદાવાદ તરફથી જે તે વ્યવસાય માટે યોગ્યતાનું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે.
વિકલાંગ ઉમેદવારો માટે પ્રવેશ આપવામાં અનામત રાખવામાં આવતી ત્રણ બેઠકોનો મહત્તમ ઉપયોગ થઈ શકે તે માટે મહાનિર્દેશાલય, શ્રમ અને રોજગાર, નવી દિલ્હી દ્વારા ઈજનેરી તથા બિન ઈજનેરી વ્યવસાયોમાં પ્રવેશ આપવા માટે વિવિધ પ્રકારની શારીરિક ક્ષતિ ધરાવતા ઉમેદવારો માટે નીચેની વિગતે વ્યવસાયોની ભલામણો કરવામાં આવેલ છે, જે અંગેની માહિતી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાંથી મળી શકશે.
વધુ માહિતી માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ/કેન્દ્રો પ્રવેશ માહિતી પુસ્તિકા જોવા વિનંતી રોજગાર અને તાલીમ નિયામકની કચેરી, (ISO 9001:2000 Certified Organisation) બ્લોક નં. ૧, ત્રીજો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર - ૩૮૨૦૧૦. ફોન : ૦૭૯-૨૩૨૫૩૮૧૨, ફેક્સ : ૦૭૯-૨૩૨૫૩૮૩૫
Website : www.talimrojgar.org E-mail : jddir-det@gujarat.gov.in
દિવ્યાંગો માટેના ફક્ત ટેકનિકલ અભ્યાસક્રમોને લગતી તાલીમ એસ.પી.પી.ડબલ્યુ.ડી. સ્ટડી સેન્ટરનો પરિચય :
SCHEME OF POLYTECHNICS FOR PERSONS WITH DISABILITIES
(Under Ministry of HRD, New Delhi) SP, PWD Study Centre,
Workshop Building Goverment Polyechnic, Ambawadi, Ahmedabad : 380015 Ph : 079-26309922
ભારત સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલય, નવી દિલ્હી દ્વારા ગુજરાત રાજ્યમાં સરકારી પોલિટેકનિક આંબાવાડી, અમદાવાદ : ૧૫ ખાતે “સ્કીમ ઓફ પોલિટેકનિક ફોર પર્સન વીથ ડીસએબિલિટીઝ' (એસ.પી.પીડબલ્યુ)નો પ્રોજેક્ટ વર્ષ : ૧૯૯૯-૨૦OOથી શરૂ કરવામાં આવ્યો છે.
આ પ્રોજેક્ટના નેજા હેઠળ તાલીમાર્થીઓ માટે તાલીમ સાથે તેને લગતી આર્થિક સહાયની પણ જોગવાઈ છે. આ પ્રોજેક્ટ અન્વયે બે પ્રકારના અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. (૧) ફોર્મલ અભ્યાસક્રમો અને (૨) નોન ફોર્મલ અભ્યાસક્રમો.
પ્રકાર |
ફોર્મલ |
નોન ફોર્મલ |
અભ્યાસ |
ડિપ્લોમા (લાંબાગાળા) |
સર્ટિફિકેટ કોર્સ (ટૂંકાગાળા) |
અભ્યાસક્રમની મુદત |
૦૩ વર્ષ કે તેથી વધુ |
ત્રણ માસ |
લાયકાત |
ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી સાથે ધોરણ : ૧૦ પાસ |
સામાન્ય વાંચન લેખન |
પ્રવેશ પ્રક્રિયા |
ધોરણ : ૧૦નું પરિણામ જાહેર થાય બાદ કેન્દ્રીય ડિપ્લોમા પ્રવેશ સમિતિ દ્વારા આપવામાં આવતી જાહેરાત મુજબ અરજીપત્રક સમયમર્યાદામાં ભરવાનું રહેશે |
સેન્ટર ખાતેથી ગમે ત્યારે ફોર્મ મેળવીને ભરવાનું રહેશે |
અરજીપત્રકની કિંમત |
કેન્દ્રીય ડિપ્લોમા પ્રવેશ સમિતિ દ્વારા નક્કી કર્યા મુજબની |
વિના મૂલ્ય |
પ્રવેશ આપવાનીકાર્યવાહી |
કેન્દ્રીય ડિપ્લોમા પ્રવેશ સમિતિ તથા V.R.C. દ્વારા સંયુક્ત કાર્યવાહી |
S.PPW.D.સેન્ટર તથા V.R.C. દ્વારા સંયુક્ત કાર્યવાહી |
સંસ્થા ખાતે ચલાવવામાં આવતા અભ્યાસક્રમો |
૧. સિવિલ ૨. મિકેનિકલ ૩. ઇલેક્ટ્રિકલ ૪. ઓટોમોબાઈલ ૫. પ્લાસ્ટિક ૬. ઈસ્યુમેન્ટેશન એન્ડ કંટ્રોલ ૭. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન ૮. કયૂટર એન્જિનિયરિંગ ૯. ઈન્ફોરમેશન ટેકનોલોજી |
૧. મોબાઈલ રિપેરિંગ ૨. વીસીડી રિપેરિંગ ૩. મોટર રીવાઈડિંગ ૪. ઓફિસ ઓટોમેશન ૫. ટીવી એન્ડ રેડિયો રિપેરિંગ ૬. એ.સી. અને ફ્રીજ રિપેરિંગ ૭. ટુ વ્હીલર મેઈન્ટેનન્સ ૮. ઘડિયાળ રિપેરિંગ તથા અન્ય ટેકનિકલ અભ્યાસક્રમો |
અભ્યાસક્રમનું સ્થળ |
સરકારી પોલિટેકનિક, અમદાવાદ-૧૫ અભ્યાસક્રમ મુજબના વિભાગોમાં |
S. P. PWD Study Centre વર્કશોપ બિલ્ડિંગ સરકારી પોલિટેકનિક, અમદાવાદ-૧૫ |
સર્ટિફિકેટ |
ટેકનિકલ પરીક્ષા બોર્ડ, ગાંધીનગર, ગુજરાત રાજય દ્વારા |
સરકારી પોલિટેકનિક, અમદાવાદ દ્વારા |
ખાસ નોંધ |
જયાં સુધી એક ડિપ્લોમાં પૂર્ણ ન કરે ત્યાં સુધી બીજાડિપ્લોમામાં પ્રવેશ આપવામાં આવતો નથીનોકરી મળ્યું કે સ્વરોજગાર શરૂ કર્યા બાદતુરત જ અત્રે જાણ કરવાની રહેશે. |
બીજા ઉમેદવારોને તક મળે તેને ધ્યાનમાં લેતાસામાન્યતઃ એક જ વાર વિદ્યાર્થીને લાભ આપવામાંઆવે છેનોકરી મળ્યું કે સ્વરોજગાર શરૂ કર્યા બાદ તુરત જ અત્રે જાણ |. કરવાની રહેશે. |
એમ્પ્લોયમેન્ટ માટે નોંધણી (અમદાવાદ ખાતે) |
૧. સુપરિટેન્ડન્ટ, વોકેશનલ રીહેબીલાઈઝેશન સેન્ટર, આઈ.ટી.આઈ. સામે, કુબેરનગર. ૨. રોજગાર વિનિમય કચેરી, ફિઝીકલ હેન્ડિકે,, ઓ-૪, ન્યુ મેન્ટલ હોસ્પિટલ કેમ્પસ, મેઘાણીનગ ૩. સંસ્થા ખાતે કંપનીઓ દ્વારા કેમ્પસ ઈન્ટરવ્યુ. |
૧. સુપરિટેન્ડન્ટ, વોકેશનલરીહેબીલાઈઝેશન સેન્ટર, આઈ.ટી.આઈ. સામે, કુબેરનગર. ૨. ફિઝીકલ હેન્ડીકેપ્ટ, ઓ-૪, ન્યુ મેન્ટલહોસ્પિટલ કેમ્પસ, રોજગાર વિનિયમ કચેરીર મેઘાણીનગર. |
સેન્ટરના હોદ્દેદારોસંપર્ક |
આચાર્ય અને પ્રોજેક્ટ ચેમ્પિયન ફોન : ૦૭૯-૨૬૩૮૧૨૮૫ Ext. No. ૩૧૫ |
ચીફ કોઓર્ડિનેટર આચાર્ય અને પ્રોજેક્ટચેમ્પિયન ફોન : ૦૭૯-૨૬૩૦૯૯૨૨, | ૨૬૩૦૧ ૨૮૫ Ext No. ૩૧૫ |
અંગ્રેજી શબ્દોની સમજ
- HI- Hearing Impaired
- MR - Mentally Retarded.
- VI- Visually Impaired
- OH- Orthopedically HindiсppedMD - Multi Disability
- VRC- Vocational Rehabilitation Centre, Ahemedabad
- CDAC - Central Diploma Admission Committee, Ahmedabad
૫૦. દૃષ્ટિહીન-વિકલાંગો માટે વ્યવસાયિક તાલીમ આપતા કેન્દ્રોના નામ/સરનામાં:
ઉપરોક્ત સંસ્થાઓમાં પ્રવેશ અંગેની કામગીરી સંસ્થા કક્ષાએ જ કરવામાં આવે છે. તેથી વધુ વિગતો માટે જે તે સંસ્થાનો સંપર્ક સાધવા વિનંતી
પી.ટી.સી. પ્રવેશમાં વિકલાંગો માટે ત્રણ ટકા બેઠકો અનામતઃ
હવે પછી દર્શાવ્યા મુજબની વિષયક વિકલાંગતા ધરાવતા ઉમેદવારો માટે જે તે કેટેગરીમાં (અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક પછાત વર્ગ, બિનઅનામત) સરકારશ્રીની નીતિ મુજબ – ૩ ટકા. વિકલાંગ ઉમેદવારો સિવિલ સર્જન અનેજ્યાં સિવિલ સર્જન ન હોય, ત્યાં રેસિડેન્સિયલ મેડિકલ ઓફિસરની કાઉન્ટર સહી કરાવેલું પોતાના પાસપોર્ટ સાઈઝના ફોટા સાથેનું વિકલાંગતા અંગેનું પ્રમાણપત્ર નિયત નમૂનામાં મેળવી રજૂ કરવાનું રહેશે.
વિકલાંગ ઉમેદવારે વિકલાંગતા ચકાસણી સમિતિ સમક્ષ વિકલાંગતાની ચકાસણી માટે રજૂ થવાનું રહેશે. ઉમેદવારની વિકલાંગતા અંગે ચકાસણી સમિતિનો નિર્ણય આખરી ગણાશે.
મૂક-બધિર ઉમેદવારો : મૂક-બધિર ઉમેદવારો માટે સૌ પ્રથમ અગ્રતા તેમના સ્પષ્ટ ઉચ્ચારણો અને સ્પષ્ટ સાંભળી શકવાની ક્ષમતા હોવી જરૂરી. મૂકબધિરનું પ્રમાણ નીચે મુજબ હોવું જરૂરી છે.
Sr. No |
Category |
Type ofImpairment and |
dB Level |
Speech descrimination |
Percentage of Impairment |
1. |
II |
Moderate Hearing impairment |
41 to 55 db in better ear |
50 to 80% better ear |
40% to 50% |
2. |
III |
Serverre hearing |
56 to 70 db in better ear |
40 to 50% better ear |
50% to 75%
|
(શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક ટીસીએમ. ૧૪૦૨/૩૫૪/ન, તા. ર-૯-૨૦૦૩ મુજબ impairment |
અંધત્વ અથવા અલ્પ દેષ્ટિ ધરાવતા ઉમેદવારો : શાળાના વર્ગખંડોમાં નિરીક્ષણ કરી શકે તેવી દૃષ્ટિ-ક્ષમતા હોવી જરૂરી, અંધત્વ અથવા અલ્પદૃષ્ટિનું પ્રમાણ નીચે મુજબ હોવું જરૂરી છે.
Sr. No |
Category |
Bettet eye |
Worse eyeand or |
Percentageof Impairment |
1. |
I II III |
6/18 to 6/36 6/60 to 4/60 3/60 to 1/60 |
6/60 to Nil 3/60 to Nil EC. 1 fit to Nil |
75 % 75 % |
અસ્થિવિષયક વિકલાંગતા ધરાવતા ઉમેદવારો : ૪૦ ટકા અથવા તેનાથી વધારે પ્રમાણિત વિકલાંગતા સાથે આપમેળે સરળ રીતે હરીફરી શકવાની ક્ષમતા જરૂરી.
અનામત ઉમેદવારોને પ્રવેશ :અનામત કેટેગરીના ઉમેદવારને ગુણવત્તા અનુસાર બિનઅનામત બેઠક ઉપર તેમની પસંદગીના સ્થળે પ્રવેશ મળતો હશે તો તે મુજબ પ્રથમ બિનઅનામત બેઠક ઉપર પ્રવેશ આપવામાં આવશે. તે માટે ઉમેદવાર જે કેટેગરીમાં હોય તે કેટેગરીની અનામત બેઠક ઉપર તેનો પ્રવેશ ગણવામાં આવશે નહિ અને સંબંધિત અનામત કેટેગરીમાં આવતા ઉમેદવારોની મળવાપાત્ર બેઠકોની સંખ્યા જાળવી રાખવામાં આવશે. આમ છતાં તમામ અનામત કેટેગરીના ઉમેદવારોને સરકાર તરફથી જે કોઈ લાભ મળવાપાત્ર હોય છે તે લાભો આવા બિનઅનામત બેઠકો ઉપર પ્રવેશ મેળવવા પાત્ર ઉમેદવારોને પણ મળવાપાત્ર રહેશે. અનામત કેટેગરીના ઉમેદવારને પસંદગીના સ્થળે જો બિનઅનામત બેઠક ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં ઉમેદવાર ઈચ્છે તો પોતાની કેટેગરીની અનામત બેઠક ઉપર પ્રવેશ મેળવી શકશે. જે અંગેની સંમતિ ઉમેદવારે આપવાની રહેશે.
અનામત બેઠકો અન્ય કેટેગરીના ઉમેદવારોથી ભરવા :ઉપરોક્ત અનામત બેઠકો જે તે કક્ષાથી ભરાયા બાદ જો બેઠક ખાલી રહે તો તે પ્રવાહ બદલીને જે તે કેટેગરીના ઉમેદવારોથી ભરી શકાશે. તેમ છતાં જો બેઠકો ખાલી રહેશે તો આવી બેઠકો બિનઅનામત ઉમેદવારોથી ભરી શકાશે.
વધુ માહિતી માટે દર વર્ષે કેન્દ્રીય પ્રવેશ સમિતિ પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી, બ્લોક નં.૧૨, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર તરફથી બહાર પડતી પી.ટી.સી. પ્રવેશ માટેના નિયમો તથા ફોર્મ સાથે મળતી માહિતી પુસ્તિકાનો અભ્યાસ કરવો.
ઇજનેરી, ફાર્મસીના ડિગ્રી/ડિપ્લોમા અભ્યાસક્રમોમાં વિકલાંગો માટે અનામત જગ્યાઓ :
૪૦ ટકાથી ૬૦ ટકા વચ્ચેની વિકલાંગતા ધરાવતા વિકલાંગ ઉમેદવારો માટે ૩ ટકા બેઠકો અનામત રાખવામાં આવશે. વિકલાંગ ઉમેદવારે સિવિલ સર્જન અને સિવિલ સર્જન ન હોય તો રેસિડેન્શિયલ મેડિકલ ઓફિસરની કાઉન્ટર સહી કરાયેલું વિકલાંગતા અંગેનું પ્રમાણપત્ર નિયત નમૂનામાં મેળવી રજૂ કરવાનું રહેશે. વિકલાંગ તેમજ લશ્કરી સૈનિકોનાં બાળકો માટેની અનામત બેઠકોની જોગવાઈ સ્વનિર્ભર સંસ્થાઓને લાગુ પડશે નહીં.
(ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પછીના ઈજનેરી અને ફાર્મસીના ડિગ્રી/ડિપ્લોમા અભ્યાસક્રમોના પ્રથમ વર્ષમાં પ્રવેશ અંગેની માહિતી પુસ્તિકામાંથી)
તબીબી શિક્ષણમાં વિકલાંગો માટે અનામત જગ્યાઓ :
બધી મળીને ૪૦ ટકાથી ઓછી વિકલાંગતા ન હોય, એક પગ તથા હાથની અંશતઃ વિકલાંગતા ધરાવતા હોય તથા યોગ્ય તબીબી અધિકારીએ તેફિઝિશીયનડન્ટલ/ફિઝિયોથેરાપીસ્ટનું સ્વતંત્ર કામ કરી શકવા સક્ષમ છે તેવું પ્રમાણપત્રમાં સ્પષ્ટ દર્શાવ્યું હોય તો સરકારી મેડિકલ ડિન્ટલ ફિઝિયો થેરાપીની કૉલેજમાં તમામ વર્ગોમાં ત્રણ ટકા અનામત જગ્યાઓ ઉપર પ્રવેશ મળે છે. આ અંગેની વધુ માહિતી જે તે વર્ષના પ્રવેશ નિયમોની પુસ્તિકામાં આપવામાં આવે છે.
વિકલાંગોને રોજગારલક્ષી તાલીમ આપતી સંસ્થાઓઃ
અંધજન મંડળ (બીપીએ), દષ્ટિહીન, શારીરિક રીતે વિકલાંગ શ્રવણમંદ, મંદ-બુદ્ધિના અને વિકલાંગ વૃદ્ધો જોડે, અભ્યાસ, પુનર્વસન, સલાહ-સૂચના અને વ્યાવસાયિક માર્ગદર્શન માટે કામ કરે છે અને મદદરૂપ થવા પ્રયત્ન કરે છે. અંધજન મંડળમાં કાર્ય કરતાં કાર્યકરોએ વ્યાવસાયિક અભ્યાસ અને તાલીમ લીધેલી છે. ૧૯૫૪માં શરૂ થયેલી એક નાનકડી રિક્રિએશન કલબ આજે ઘટાદાર વટ-વૃક્ષની માફક આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થા થઈ છે. અંધજન મંડળ વિવિધ પ્રકારનાં વિકલાંગોને જેમ કે દૃષ્ટિહીન, શારીરિક ક્ષતિ ધરાવતાં, શ્રવણમંદ, મંદ-બુદ્ધિનાં કે એક કરતાં વધુ અપંગતા ધરાવતી વ્યક્તિઓનાં અભ્યાસ, ઉચ્ચ અભ્યાસ, સલાહ-સૂચના, પુનર્વસન અને રોજગાર-સ્વરોજગાર અનુલક્ષી વ્યાવસાયિક માર્ગદર્શન પૂરું પાડે છે. જેમાં નીચે મુજબના અલગ અલગ વિભાગો આવેલા છે.
જાગૃતિ અને પુનર્વસનઃ
વ્યાવસાયલક્ષી તાલીમ :
શિક્ષણ સહાયક પ્રવૃત્તિઓ:
ધોરણ ૧થી ૭ તથા નર્સરીનું શિક્ષણ સ્પેશ્યલ તાલીમાર્થીઓ દ્વારા ૨૦૫ બહેનો છાત્રાલયમાં રહીને પોતાનો સર્વાંગી વિકાસ સાધી રહી છે. વિસારદ સુધીનું સંગીત શિક્ષણ આપવામાં આવે છે. છાત્રાલયમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક કે કૉલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ આ તાલીમ કેન્દ્રની તાલીમાર્થીઓ બની રહે છે. તાલીમ કેન્દ્રમાં બુક બાઈન્ડિંગ તથા વણાટ, નેતર કામ, હોમ મેનેજમેન્ટની તાલીમ આપવામાં આવે છે. હોમ સાયન્સ વિભાગ ધોરણ રથી શરૂ કરી ધોરણ ૧૨. કૉલેજ તથા લગ્ન ઉત્સુક યુવતીઓને રસોઈની તેમજ ઘરની તમામ જવાબદારી ઊઠાવવા તૈયાર કરવામાં આવે છે. દષ્ટિહીન બહેનોને એક જગ્યાએથી બીજી જગ્યાએ મુક્ત રીતે જવા આવવા માટે મોબીલીટીની તાલીમ આપવામાં આવે છે અને સંસ્થાના કેમ્પસમાં આધુનિક મોબીલીટી પાર્ક તૈયાર કરવામાં આવેલ છે. દષ્ટિહીન બહેનો સમાજમાં બોજ ન બનતાં આદર્શ યુગલનાસ્વરૂપે કુટુંબની જવાબદારી લે તે માટે સંસ્થા યોગ્ય જીવન સાથી શોધીને લગ્નમેળા યોજે છે.
દષ્ટિહીન બહેનોને હોસ્ટેલની સગવડ આપી તેમને સ્વાવલંબી બનાવવા પગ લૂછણિયાં, ઓફિસ ફાઈલ, ગૃહ સુશોભન, ચોકસ્ટીક, અગરબત્તી, મીણબત્તી, એનવેલપ, બોક્સ મેકિંગ વગેરેની સ્વ-રોજગાર વિષયક તાલીમ આપવામાં આવે છે. તેમજ હોમ સાયન્સ, ફિઝિયોથેરેપીની તાલીમ તથા સંગીતનું શાસ્ત્રીય વિશારદ સુધીનું શિક્ષણ પુરું પાડવામાં આવે છે. જેમાં ૧૮ વર્ષથી ઉપરની બહેનોને પ્રવેશ આપવામાં આવે છે.
વિકલાંગ ભાઈઓ તથા બહેનોને પ્રિન્ટિંગ પ્રેસની, મશીનમેન, કંપોઝ, બુક બાઈન્ડિગની તાલીમ, સીલાઈ, રેકઝીન વર્ક અને એમ્બ્રોઈડરી, કોમ્યુટર વગેરેની તાલીમ આપવામાં આવે છે. સંસ્થા હેલ્પ લાઈન ચલાવી શિક્ષણ, તાલીમ, સારવાર, સાધન સહાય તથા રોજગારી અંગે માર્ગદર્શન આપે છે. કુમાર છાત્રાલયમાં ફિઝિયોથેરાપી સેન્ટર, સ્પોકન ઈંગ્લિશ ક્લાસ, ફેશન ડિઝાઈન સેન્ટર ચલાવવામાં આવે છે. E-mail : apangmanavmanda@yahoo.com. website : www.apangmanavmandal.org. હેલ્પલાઈન ટેલિફોન નંબરોઃ ૨૬૩૦૨૬૪૩, ૨૬ ૩૦
અપંગ માનવ મંડળની કન્યા છાત્રાલય, કન્યા કામધેનુ હોલ, ડ્રાઈવ-ઈન રોડ, અમદાવાદ-૩૮૦૦૫ર ફોન નં. ૦૭૯ ૨૭૯૧૩રપર ખાતે આવેલ છે, જ્યાં કાલીન્દી કાજિ ફેશન એન્ડ એપરલ ડિઝાઈન સેન્ટર, ડે કેર સેન્ટર, સ્પીચ થેરાપી સેન્ટર વગેરેની વ્યવસ્થા છે.
સંસ્થાનું નવું માલિકીનું મકાન “પાવન ધામ' વિનસ એપાર્ટમેન્ટ સામે, સંદેશ પ્રેસ રોડ, શ્રીજી પાર્લરના ખાંચામાં, વસ્ત્રાપુર, બોકડદેવ, અમદાવાદ-૫૪ ખાતે બાંધેલું છે. (ટે.નં. ૨૬૮૪૦૫૧૭, ૨૬૮૫૮૭૮૦) જ્યાં વિકલાંગ ભાઈઓ અમદાવાદ ખાતે ધંધો-રોજગાર કે નોકરી કરતા હોય અને તેઓ પાસે રહેવાની સગવડ ન હોય તો ટોકન દરથી રહેવાની સગવડ આપવામાં આવે છે. સેરીબ્રલ પાલ્સીના બાળકોને ફિઝિયોથેરાપીની સવલત વિના મૂલ્ય આપવામાં આવે છે.
પ્રિન્ટિંગ મશીન, ટ્રેડલ, અંગ્રેજી-ગુજરાતી કમ્પોઝ, બાઈન્ડિગ તથા કલેરિકલ જોબની તાલીમ વિના મૂલ્ય અપાય છે. અપંગોના લગ્ન મેળવડા યોજે છે. વિકલાંગ રમતોત્સવનું આયોજન કરે છે. જુઓ બાબત ૧૨૩.
આ કેન્દ્રમાં નીચે જણાવેલ વ્યવસાયોની તાલીમની વ્યવસ્થા ઉપલબ્ધ છે.
આ તાલીમમાં જોડાનારે કોઈ પણ પ્રકારની ફી આપવાની હોતી નથી. તાલીમ દરમિયાન શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. બારે માસ પ્રવેશ મળી શકે છે. મર્યાદિત સંખ્યામાં છત્રાલયમાં રહેવાની સગવડ ભાઈઓ પૂરતી આપવામાં આવે છે.
તે ઉપરાંત આ સંસ્થા ભારત સરકારની કચેરીઓમાં, જાહેર સાહસોની કચેરીઓમાં, ખાનગી ક્ષેત્રોમાં રોજગારી મેળવી આપવામાં તેમજ સ્વતંત્ર રોજગાર વિકસાવવામાં અને તેના આયોજન અને નાણાકીય સહાયતા મેળવી આપવામાં મદદરૂપ થાય છે.
આ ભારત સરકારનું ફકત વિકલાંગ મહિલાઓ માટેનું પુનર્વાસ કેન્દ્ર છે, જેમાં નીચે જણાવેલ કોર્સની તાલીમ આપવામાં આવે છે.
વય મર્યાદા : ૧૬થી ૪૦ વર્ષ
શૈક્ષણિક લાયકાત : શિક્ષિત, અર્ધશિક્ષિત-પ્રવેશ મનોવૈજ્ઞાનિક તેમજ વ્યાવસાયિક મૂલ્યાંકનના આધારે વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે.
અપંગતા: ૪૦ % કે તેથી વધુ પ્રમાણિત અપંગતા ધરાવતી અંધ બહેરી/મૂંગી વિકલાંગતાવાળી કે મંદબુદ્ધિવાળી કોઈ પણ મહિલા.
ફી:નિઃશુલ્ક
તાલીમ-સમયગાળો: ત્રણથી બાર માસનો અંશતઃ કે પૂર્ણ કાલીન
પ્રવેશપ સત્ર:વર્ષ પર્યત ગમે ત્યારે
છાત્રાલય:બહારગામ સ્થિત ઉમેદવાર માટે રાજય સરકાર સંચાલિત નારી સંરક્ષણ ગૃહ, નિઝામપુરા, વડોદરા ખાતે રહેવા-જમવાની મફત સગવડતા જગાની ઉપલબ્ધતાના આધારે આપવામાં આવશે.
E-mail : klinstitytedeal@gmail.com/pnr@snacharonline.net. Visit use : www.pnrsssociety.org
શ્રવણમંદો માટે : (૧) શિક્ષણ : પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક (ગ્રાન્ટેડ), માધ્યમિક શાળા (નોન ગ્રાન્ટેડ) (૨) વોકેશનલ
ટ્રેનિંગ : સીવણ, કોમ્યુટર ગ્રાફિકસ DTP સ્ક્રીન પ્રિન્ટિંગ, કોમ્યુટર ફેશન ડિઝાઈનિંગ (૩) છાત્રાલય : રહેવા-જમવાની ઉત્તમ સગવડ, હવા ઉજાસ, આરોગ્યપ્રદ જગ્યા (૪) અદ્યતન પુસ્તકાલય : બાળકો, શિક્ષકો, ટ્રેનિંગ માટે (૫) રમકડાં ઘર (૬) ઈન્ડોર – આઉટડોર ગેઈમ્સ, યોગાસન પ્રવૃત્તિ (૭) ચિત્રકામ વિભાગ (૮) નૃત્યનાટ્ય સાંસ્કૃતિક એક્ટિવીટી (૯) પ્રવાસ-પર્યટન (૧૦) વાસ્તવિક સેવાઓ અને પ્રોજેક્ટ ઉજવણી (૧૧) શ્રવણવાણી કેન્દ્ર ઓડિયોલોજી એન્ડ સ્પીચ : ક્લિનિક અદ્યતન પ્યુટરરાઈઝડ સાધનો સાથેનું ક્લિનિક જેમાં ઓડિયોગ્રામ, ઈમ્પિડન્સી ઓડિયોમેટ્રી, BERA સેન્ટર, સ્પીચ ટ્રેનિંગ, હીયરિંગ એઈડ વિતરણ સેન્ટર, સર્વિસ સેન્ટર, ઈયર મોલ્ડ સેન્ટર. (૧૨) ઈન્ફન્ટ ટ્રેનિંગ એન્ડ અર્લી આઈડેન્ટિફિકેશન એન્ડ ઈન્ટરવેન્શન સેન્ટર (૧૩) શ્રવણમંદોનાં સ્વજનો માટેનો છ માસનો તાલીમ કોર્સ, હોસ્ટેલ સુવિધા સહિત તથા પેરેન્ટ કાઉન્સેલિંગ સુવિધા (૧૪) શ્રવણમંદોનાં શિક્ષકો માટેની તાલીમ કૉલેજ, B.ED. (HI) એક વર્ષ, D.SE. (HI) બે વર્ષ, RC, માન્ય (ભાવનગર યુનિ. એફિલીએશન) B.ED. (SEDE) પત્રકાર અભ્યાસક્રમ આંબેડકર ઓપન યુનિવર્સિટી (૧૫) મેરેજ બ્યુરો.
ઉપરની અનેકવિધ પ્રવૃત્તિઓ શ્રવણમંદોના ક્ષેત્રે આ સંસ્થા દ્વારા થઈ રહી છે.
ટ્રેનિંગ લીધેલ નેત્રહીન વ્યક્તિ પોતાના વતનમાં સ્થાયી ન થઈ શકે તેમ હોય તો તેઓને “તારેબ કો-ઓ. ફાર્મિંગ સોસાયટી લિમિટેડ' કે જે ફણસા ગામની નજીક કલગાંવ ખાતે ૫૦ એકર જમીન ધરાવે છે ત્યાં રાખી બીજી અંધ વ્યક્તિઓ સાથે ખેતી-પશુપાલનનું કામ કરી પોતાનો નિભાવ કરી શકે તેવી સવલત ટ્રસ્ટે કરી છે.
બંને પ્રકારની વ્યવસ્થા આખા એશિયા ખંડમાં ફક્ત ફણસા ખાતે છે. તે આપણા સૌ માટે ખૂબ આનંદ અને ગૌરવની બાબત છે.
10. સદ્દવિચાર પરિવાર વિકલાંગ પુનર્વાસ કેન્દ્ર: મું - ઉવારસદ, વાયા-અડાલજ તા.જિ. ગાંધીનગર - ૩૮૨૪૨૨ ફોન : ૦૭૯-૨૩૨૮૯૦૦૯ ટેકનીકલ પરીક્ષા બોર્ડ, ગાંધીનગર.
સંસ્થામાં શિક્ષણ તેમજ રોજગારલક્ષી તાલીમ આપવામાં આવે છે અને નીચે મુજબના કોર્સિસ પણ ચાલે છે.
અ.નં. |
કોર્સ - અભ્યાસ |
મુદ્દત |
પ્રવેશ લાયકાત |
૧. |
સર્ટિફીકેટ કોર્સ ઈન-ગ્રાફિક આર્ટસ (ડી.ટી.પી. કોમ્યુટર, સ્ક્રીન પ્રિન્ટિગ ઓફસેટ પ્રિન્ટિંગ |
૧ વર્ષ |
ધોરણ ૧૦ પાસ |
૨. |
સર્ટિફીકેટ કોર્સ ઈન-પ્રિન્ટ ફિનિશીંગ એન્ડ પેકેજિંગ |
૧ વર્ષ |
ધો. ૯ પાસ |
વિકલાંગ ભાઈઓને છાત્રાલયની સગવડ સંસ્થા તરફથી મળે છે.
11. ગાંધીઘર કછોલી સંચાલિત દેવબાળ છાપશાળા, કછોલી, સ્ટેશન-અમલસાડ, તાલુકો-ગણદેવી, જિ. નવસારી
બીબાં ગોઠવણી (કંપોઝ, છાપકામ, બાઈન્ડિગ કામ, સ્કિન પ્રિન્ટિંગ, રૂલિંગ, પ્લાસ્ટિક વેલ્ડિંગ, સ્ટેશનરી આર્ટિકલ કોરૂગેટેડ કાર્ડ બોક્ષ, ફિલ્મ લેમિનેશન, ડોક્યુમેન્ટ લેમિનેશન વગેરેની તાલીમ આપી, જરૂરતમંદોને તાલીમ પૂરી થયા પછી કામે પણ રાખવામાં આવે છે.
૫૫. રાજ્યમાં ચાલતા તાલીમ કેન્દ્રો :
10. પંડિત સુખલાલજી અંધજન તાલીમ કેન્દ્ર, વિસનગર
11. પુખ્તવય અંધજન તાલીમ કેન્દ્ર, એરોડ્રામ રોડ, જામનગર.
12. પુખ્તવય અંધજન તાલીમ કેન્દ્ર, મિતલ રોડ, અમરેલી.
13. ગાંધીઘર, કછોલી સંચાલિત બહેરા-મૂંગા શાળા, સ્ટે. અમલસાડ, કછોલી, જિ. નવસારી.
14. શ્રી ડી.એસ. પારેખ સંચાલિત બહેરા-મૂંગા શાળા, સુરેન્દ્રનગર.
15. મંદબુદ્ધિના બાળકો માટેનું વર્કશોપ, મંગલમૂર્તિ વિકલાંગ ટ્રસ્ટ, જૂનાગઢ.
રાજ્યના તમામ જિલ્લાઓમાં વિકલાંગો, નેત્રહીનો, શ્રવણમંદોને શિક્ષણ તેમજ ઔદ્યોગિક તાલીમ આપતી આવી સંસ્થાઓ પોતાના જિલ્લામાં ક્યાં આવેલી છે તથા કેવા પ્રકારનું શિક્ષણ તાલીમ આપે છે. તેની માહિતી પોતાના જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરીમાંથી પત્ર દ્વારા મેળવી શકાશે.
પ૬. એપ્રેન્ટિસશીપ એકટ મુજબ ૩ ટકા વિકલાંગ વ્યક્તિઓ માટે અનામતઃ
એપ્રેન્ટિસશિપ એકટ મુજબની યોજનાના અમલમાં વિવિધ હુન્નર ઉદ્યોગ, ફેક્ટરીઓમાં “એપ્રેન્ટિસ' તરીકે લેવાતી કુલ વ્યક્તિઓમાંથી ૩ ટકા જેટલી વિકલાંગ વ્યક્તિઓનો સમાવેશ અપંગ વ્યક્તિઓને અનુકૂળ થાય તેવા હુન્નર ઉદ્યોગ ફેક્ટરીમાં કરવાનો રહે છે.
એપ્રેન્ટિસશીપ એકટ, ૧૯૬૧ મુજબ નેશનલ કાઉન્સિલ ફોર ટ્રેનિંગ ધ વોકેશનલ ટ્રેડર્સ દ્વારા લેવાતી “ઓલ ઈન્ડિયા ટ્રેડ ટેસ્ટમાંથી ટાઈપના ટેસ્ટ માટે શારીરિક અપંગ વ્યક્તિઓને મુક્તિ મળી શકે છે.
સરકારી નોકરીઓમાં ૩ ટકા અનામત જગ્યાઓ :
રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના તા. ૧૫-૨-૨૦૦૧ના ઠરાવ ક્રમાંક : સી.આર.આર.૧૦૨૦૦૮-જીઓઆઈ૭-ગ.રથી વિકલાંગો માટે ૩ ટકા જગાઓ અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં નીચેની વિકલાંગતા ધરાવનાર માટે પ્રત્યેક કેટેગરીવાર એક ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે.
a) Mildless than 40% of disability
b) Moderate40% and above disability
c) Severe75% and above disability
d) Profound/Total 100%
ભારત સરકારના ધારા હેઠળ અનામતનો લાભ/છૂટછાટ મેળવવા વિકલાંગતાની ઓછામાં ઓછી માત્રા ૪૦ ટકા નક્કી કરવામાં આવી છે ઉપર (એ) આગળ દર્શાવેલ (Mild - less than 40% disability))માં આવતી વ્યક્તિ આ કાયદા હેઠળ અનામતનો લાભ કે છૂટછાટ મેળવવા પાત્ર થશે નહીં. જ્યારે ઉપર (બી) (સી) અને (ડી) આગળ દર્શાવેલ કેટેગરીમાં આવતી વ્યક્તિ આ કાયદા હેઠળની અનામતનો લાભ છૂટછાટ મેળવવાપાત્ર થશે.
હાલની જોગવાઈ અનુસાર કોઈ પણ અનામત જગ્યા માટે પૂરતા પ્રમાણમાં વિકલાંગ ઉમેદવારો એક ભરતી પ્રસંગે ઉપલબ્ધ ન થાય તો તેવી જગ્યાઓ તે પછીના બે ભરતી પ્રસંગો સુધી આગળ ખેંચવાની જોગવાઈ છે, તેમાં ફેરફાર કરીને હવે વિકલાંગ માટેની આવી અનામત જગ્યાઓ જે-તે ભરતી પ્રસંગ પછી તે જગ્યાઓ પછીના ત્રણ પ્રસંગો સુધી આગળ ખેંચીને ભરવાની રહેશે. ત્યાર બાદ તે રદ થયેલી ગણાશે. આ પ્રક્રિયામાં એક કેટેગરીની વિકલાંગ ઉમેદવાર ન મળે અને અન્ય કેટેગરીનો વિકલાંગ ઉમેદવાર મળે તો તેમાંથી અનામત જગ્યા ભરી શકાશે. દા.ત., અંધત્વ અથવા ઓછી દૃષ્ટિની કેટેગરીવાળા ઉમેદવાર માટેની અનામત જગ્યા માટે તે કેટેગરીના ઉમેદવાર ન મળે તો યોગ્યતાને આધીન શ્રવણની ખામીવાળી કેટેગરીના ઉમેદવારથી ભરી શકાશે. આમ કુલ અનામતની ૩%ની મર્યાદામાં રહીને એક કેટેગરીની અનામતને બીજી કેટેગરીની અનામતમાં અસરપરસ અદલાબદલીથી ઉપલબ્ધ કેટેગરીવાળા અનામતના ઉમેદવારથી જગ્યા ભરી શકાશે આ રીતે અનામતની “ઈન્ટર ચેન્જબિલિટી'થી અનામત જગ્યાઓ ભરી શકાશે. (સા.વ.વિ.નો ઠરાવ ક્રમાંક : સીઆરઆર-૧૦૨૦૦૮-જીઓઆઈ-૭-ગ.તારીખ : ૧૫-૨- ૨૦૦૧ તથા ૧૫-૧૨-૨૦૦૧નો તથા આ બાબતે વધુ સ્પષ્ટિકરણ કરતો તા.૪/૫/૦૨નોઠરાવ ક્રમાંક સીઆરઆર-૧૦૨૦OOજીઓઆઈ-૭-ગ.૨. ઉપર જોવા વિનંતી.
આ ઠરાવ રાજ્ય સેવા/પંચાયત સેવા તેમજ રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ કોર્પોરેશનો, જાહેર સાહસો, વૈધાનિક સંસ્થાઓ, શાળા-મહાશાળાઓ અને વિશ્વ વિદ્યાલયો, સરકાર પાસેથી ગ્રાન્ટ લોન/આર્થિક સહાય મેળવતી તમામ સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનો, મ્યુનિસિપાલિટીઓ અને નગરપાલિકાઓની સેવાઓને સેવાઓને પણ લાગુ પડે છે, એટલે તેમણે પણ આનો ચૂસ્ત અમલ કરવાનો રહે છે.
આ ઉપરાંત સા.વ.વિ.ના તા. ૩-૮-૨૦૧૧ના ઠરાવ ક્રમાંકસીઆરઆર/૧૦૨૦૦૯/૯૩૧૨૭/ગ.રથી વિકલાંગ વ્યક્તિઓ માટે રાજ્ય સરકારની સેવાઓ/જગ્યાઓમાં સીધી ભરતી માટેના રોસ્ટર ક્રમાંક મે રોસ્ટરર રજિસ્ટર નિભાવવા અંગે હુકમો કરવામાં આવેલ છે.
કેન્દ્ર સરકારના પ્રપુ “એ” અને “બી” પદ અને સેવાઓ પર, નિમણૂક વખતે દિવ્યાંગોને અનામતનો લાભ આપવા સુપ્રિટકોર્ટે ચુકાદો આપેલ છે. સરકાર માત્ર ગ્રુપ “સી” અને “ડી” ની પદની નિમણુંક વખતે જ આ પ્રકારની અનામતનો લાભ આપતી. સુપ્રિમકોર્ટ, ગ્રુપ “એ” અને “બીમાં સીધી કે બઢતીથી નિમણૂંક, તે પ્રકારના ભેદભાવ વિના જ, દિવ્યાંગોને ૩ ટકાની અનામતનો લાભ આપવા ફરમાન કર્યું છે.
વય મર્યાદામાં છૂટછાટઃ
સરકારી નોકરી માટે નિયત થયેલ વય મર્યાદમાં વર્ગ-૧, વર્ગ-૨, વર્ગ-૩ અને વર્ગ-૪ની જગ્યાઓ માટે વિકલાંગો માટે ૧૦ વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. (સા.વિ.નો તારીખ : ૧૧-૧૧-૯૪નો ઠરાવ ક્રમાંક : સીઆરઆર-૧૦૮૪-યુઓ-૧૨૫૦-ગ.ર.) જોવા વિનંતી, જેમાં શારીરિક ક્ષતિ ધરાવતા ઉમેદવારોની વ્યાખ્યાની પણ વિગત છે.
વિકલાંગોને રોજગારી માટે મદદરૂપ થતી કચેરીઓ :
બધા જિલ્લાઓની રોજગાર અધિકારીઓની કચેરીમાં વિકલાંગો માટે અલગ નોંધણી રજિસ્ટર રાખવામાં આવે છે. જેથી જે તે જિલ્લાના વિકલાંગ ઉમેદવારોએ ત્યાં નોંધણી કરાવવી હિતાવહ છે. વળી તાજેતરમાં ખાનગી કંપનીઓમાં વિકલાંગોની ભરતી માટે કેન્દ્રની નવી યોજના જાહેર કરી છે, તેથી નોંધણી કરાવવાથી ફાયદો થઈ શકે છે.
ખાનગી કંપનીઓમાં વિકલાંગોની ભરતી માટે કેન્દ્રની યોજના :
(કુલ સંખ્યાના પાંચ ટકા કર્મચારીઓ વિકલાંગ હોય તેવી કંપનીઓને પ્રોત્સાહન અપાશે)
કેન્દ્ર સરકારે ખાનગી કંપનીઓમાં વિકલાંગો માટે રોજગારની વધુ તકો પેદા કરવા માટે એક યોજનાને મંજૂરી આપી છે. જે અંતર્ગત તે કંપનીઓને પ્રોત્સાહન આપવામાં આવશે, જે કારખાનામાં કુલ કર્મચારીઓના પાંચ ટકા જેટલા વિકલાંગ કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ અને વીમાનો ખર્ચ ત્રણ વર્ષ સુધી કેન્દ્ર સરકાર ભોગવશે. કેન્દ્ર સરકારે ૧૧મી પંચવર્ષીય યોજના અંતર્ગત ખાનગી કંપનીઓમાં વાર્ષિક ૧ લાખ વિકલાંગોને નોકરી અપાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. કોને લાભ મળશે? :
વિકલાંગતા કાયદો ૧૯૯૫ના દાયરામાં આવનારા અને ઓટિઝમ, સેરિબ્રલ પાલ્સી, મંદ બુદ્ધિ અને મલ્ટિપલ ડિસએબિલિટીઝ એક્ટ-૧૯૯૯ અંતર્ગત વિકલાંગનો દરજ્જો મેળવેલ કર્મચારી, જેનો માસિક પગાર રૂા. ૨૫ હજાર સુધીનો છે એવા કર્મચારી કે જેમની ૧લી-એપ્રિલ ૨૦૦૮થી નિમણૂંક કરાઈ છે તેમને કેન્દ્રની આ યોજનાનો લાભ મળશે.
ફાયદો કોને ?
યોજનાનો લાભ લેવા માગતી કંપનીઓએ તેમના વિકલાંગ કર્મચારીઓની વિકલાંગતા સાબિત કરવા માટે જવાબદાર અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. આ આધારે કંપનીઓ વિકલાંગ કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ અને વીમા સંબંધિત કેન્દ્રીય સહાયતાનો દાવો કરી શકશે. વધુ વિગતો માટે નીચેની નજીકની કચેરીઓનો સંપર્ક કરો :
વેબસાઈટ જુઓ : www.socialjuctice.nic.in / Ww.labour.inc.in/ www.epfindia.nic.in /www.esic.nic.in
સખી મંડળ, દિવ્યાંગને વીજ બિલ કલેક્શન સેન્ટર આપવા નિર્ણયઃ
રાજયના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, ગુજરાત સરકારની માલિકીની ચારેય વીજ કંપનીઓને, પોતાના બિલ કલેક્શન સેન્ટર', મહિલાઓના સખી મંડળો અને દિવ્યાંગ નાગરિકોને આપવા નીતિ વિષયક નિર્ણય કર્યો છે. મહિલા અને દિવ્યાંગ કેટેગરીને અન્ય કલેક્શન સેન્ટર કરતાં બે રૂપિયા વધારે એટલે કે રૂ. ૭નું કમિશન એક બિલ દીઠ કંપનીઓ ચૂકવશે. જેનો અમલ ૧લી જૂનથી કરવામાં આવશે. ગુજરાતના ૧.૨૧ કરોડ વીજગ્રાહકોના બિલની ચૂકવણી માટે અત્યારે માત્ર ૧૫૦ જેટલાં જ કલેક્શન સેન્ટર છે.
સ્પર્ધાત્મક પરીક્ષા ફી તથા ફોર્મ ફીમાંથી મુક્તિઃ
રાજ્ય સરકાર તરફથી : શારીરિક વિકલાંગતા ધારવતા ઉમેદવારોને રાજય સરકારની સીધી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષા અથવા સેવા કે જગા પર પસંદગી માટે નિયત કરવામાં આવેલ પરીક્ષા ફી તથા અરજી પત્રક માટેની ફીમાં પ૦% રાહત આપવાનું નક્કી કરેલ છે.
કેન્દ્ર સરકાર તરફથી : કેન્દ્ર સરકારે શારીરિક વિકલાંગ ઉમેદવારોને “એ” અને “બી” વિભાગના હોદાઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવા માટે લેવાતી અરજી ફી અને પરીક્ષા ફી ભરવામાંથી મુક્તિ આપી છે.
- ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-૧ અને વર્ગ-રની સ્પર્ધાત્મક પરીક્ષામાં અને શૈક્ષણિક પરીક્ષાઓમાં અંધ પરીક્ષાર્થીઓને વધારાની ૩૦ મિનિટ આપવામાં આવે છે. અંધ વ્યક્તિ તથા જાતે લખી ન શકે તેવા ઉમેદવારોને પરીક્ષા માટે લહિયાની સગવડ પણ આપવામાં આવે છે.
૧૦૦થી વધુ કારીગર ધરાવતા કારખાનાં/ મિલોમાં વિકલાંગો માટે અનામતની જોગવાઈ:
ગુજરાત વિકલાંગ વ્યક્તિ (કારખાનામાં રોજગારી) કાયદો, ૧૯૮૨ હેઠળ ૧૦૦થી વધુ સંખ્યામાં કામદારો ધરાવતાં કારખાનામાં | મિલોમાં વિકલાંગો માટે ૧ ટકાની અનામતની જોગવાઈ છે. રોજગાર અને તાલીમ વિભાગનો તારીખ ૭-૦૫૨૦૦૪નો નોટિફિકેશન નંબર કેએચઆર-૨૦૦૪-૪૭-એફએસી-૨૦૦૩-૭૬૮-એમ (ત્રણ)
પ્રાથમિક શાળામાં નેત્રહીનોની શિક્ષક તરીકેની પસંદગીમાં અગ્રતા :
પ્રાથમિક શાળાઓમાં નેત્રહીનોને સંગીત શિક્ષક તરીકે પસંદગી આપવા માટે સરકારે ઠરાવ્યું છે. જો બીજી બધી રીતેયોગ્ય હોય તો ફક્ત સંગીત શિક્ષકની જગ્યા માટે નેત્રહીનોને પ્રાથમિક શાળાઓમાં પસંદગી આપવા અગ્રતા આપવી.
આ જ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રાથમિક શાળાઓમાં સંગીત શિક્ષક તરીકે નેત્રહીનોને પસંદ કરવા તેમ ઠરાવ્યું છે. અંધ શિક્ષકને પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી આપવા છેલ્લી વય મર્યાદા ૪૦ વર્ષની છે.
“દષ્ટિહીન’ વ્યક્તિને ટેલિફોન અગ્રતાથી અને ટેલિફોન ભાડામાં ૫૦ ટકા રાહતઃ
કોઈ પણ નેત્રહીન વ્યક્તિને ટેલિફોનની જરૂરિયાત હોય અને તે અરજી કરે તો તેને ટેલિફોન અગ્રતાના ધોરણે આપવાની તેમજ ટેલિફોનના માસિક ભાડામાં ૫૦ ટકા રાહત આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
નિયત ફોર્મ (અરજી સાથે) સરકારી હોસ્પિટલના સીએમએમએસ/ઓથેલ્ટિક સર્જનના સર્ટિફિકેટની પ્રમાણિત નકલ બીડવી. (ડિપાર્ટમેન્ટ ઓફ ટેલી કોમ્યુનિકેશનનો તા.૨૩-૯-૯૩૯નો પત્ર નં.૯-૨૧/૯૩ પી.એચ.એ.)
શ્રી વાજપાઈ બેંકેબલ યોજના :
કુટિર ઉદ્યોગના કારીગરોને રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, પબ્લીક સેકટર બેંકો મારફતે નાણાકીય લોન સહાય આપવાની યોજના
હેતુ : આ યોજના હેઠળ ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના રોજગાર વ્યક્તિઓને સ્વરોજગારી પુરી પાડવાનો આશય રહેલો છે. અપંગ કે અંધ વ્યક્તિ પણ આ યોજનાનો લાભ લઈ શકશે.
યોજનાની પાત્રતા :
તાલીમ અનુભવ : વ્યવસાયને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા ૩ માસની તાલીમ અથવા સરકાર માન્ય સંસ્થામાંથી એક માસની તાલીમ લીધેલી હોવી
જરૂરી છે અથવા એક વર્ષના ધંધાને લગતો અનુભવ હોવોજોઈએ અથવા વારસાગત કારીગર હોવા જોઈએ.
બેંક મારફત લોનધિરાણની મહત્તમ મર્યાદા:
આ યોજના હેઠળ ઉદ્યોગ, સેવા અને વેપારક્ષેત્ર માટે સહાયના દર નીચે મુજબ રહેશે.
વિસ્તાર |
જનરલએકેડેમી |
અનુસૂચિત જાતિ /અનુસૂચિત જનજાતિ/ માજી સૈનિક /મહિલા /૪૦% કે તેથી વધુ અંધ કે અપંગ |
ગ્રામ્ય |
૨૫% |
૪૦% |
શહેરી |
૨૦% |
૩૦% |
ક્રમ |
ક્ષેત્ર |
સહાયની રકમની મર્યાદા (રકમ રૂપિયામાં)
|
૧ |
ઉદ્યોગ |
૧,૨૫,૦૦૦/- |
૨ |
સેવા |
૧,૦૦,૦૦૦/- |
૩ |
નએફઆર |
૮૦,000/- |
નોંધ : અપંગ કે અંધ લાભાર્થીના કિસ્સામાં કોઈપણ ક્ષેત્ર માટે મહત્તમ સહાય ૧,૨૫,૦૦૦/- રહેશે.
નોંધ :
લાભાર્થી ફાળો :જનરલ કેટેગરી માટે કુલ લોન ધિરાણના ઓછામાં ઓછા ૧૦૮ તેમજ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ / માજી સૈનિક મહિલા | ૪૦% કે તેથી વધુ અંધ કે અપંગ માટે કુલ લોન ધિરાણના ઓછામાં ઓછા ૫% મુજબ લાભાર્થીનો ફાળો રહેશે. આ લાભાર્થી ફાળા ઉપર સહાય મળવાપાત્ર થશે નહીં.
અમલીકરણ એજન્સી :ગ્રામ્ય અને શહેરી વિસ્તારની તમામ અરજીઓ માટે જે તે જિલ્લાના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક સાધવાનો રહેશે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં કુટિર ઉદ્યોગ શરૂ કરવા ૫૦,૦૦૦ની લોન મેળવવા માટે તાલુકા કક્ષાના વિકાસ અધિકારીને તથા ૧,૦૦,૦૦૦ સુધી પ્રોજેક્ટ અધિકારી વર્ગ-૧ ને પણ સત્તા આપવામાં આવેલ છે.
કમિશ્નર કુટિર ગ્રામોદ્યોગની કચેરી,બ્લોક નં. ૭/૨, ઉદ્યોગ ભવન, ગાંધીનગર.ફોન નં. ૦૭૯-૨૩૨ ૫૯૫૯૪
સ્વરોજગારી માટે સાધન સહાય આપવાની માનવકલ્યાણ યોજના
આ યોજનામાં આર્થિક રીતે પછાત વર્ગોના સમુહને પુરતી આવક અને સ્વરોજગાર ઊભા કરવા માટે વધારાનાં ઓજારો સાધનો આપવામાં આવે છે. આ યોજના ગરીબી રેખાની નીચે જીવતી વ્યક્તિઓ કારીગરોની આર્થિક સ્થિતિ સુધારવા ફેરીયા, શાકભાજી વેચનાર, સુથારીકામ વગેરે જેવા ૭૯ ટ્રેડમાં નાના કદના વેપાર ધંધા કરવા સમાજના નબળા વર્ગોના લોકો કે જેની કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૩૬,૦૦૦/- ની હોય તેવા લોકોને આર્થિક આવકમાં વધારો કરવા માટે વ્યવસાય માટે રૂ. ૫૦૦૦-ની મર્યાદામાં જરૂરી સાધન/ઓજારના સ્વરૂપમાં સહાય આપવામાં આવે છે.
પાત્રતા :ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખા નીચેની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજિયાત છે. ૦ થી ૧૬ સ્કોરના લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી
અથવા
અરજદારના કુટુંબની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે રૂ. ૩૬,000/- હોવી જોઈએ તે અંગેનો મામલદાર અથવા નગરપાલિકા ચીફ ઓફિસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે. બી.પી.એલ. લાભાર્થીને અગ્રતા આપવામાં આવશે.
સ્ત્રોત : નિયામક, સમાજ સુરક્ષા
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/23/2020