સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ ક્રમાંકઃઅપગ/૧૦૨૦૦૫/ન.બા.૪/છ.૧, તા. ૨૮-૩-૦૭થી વિકલાંગ વ્યકિતઓના કુટુંબીજનને વીમા સહાય યોજના મંજુર કરવામાં આવેલ છે. નાણાં વિભાગના ઠરાવ ક્રમાંકઃજવય-૧૦૦૪-૬૮૧(૨૧)-ઝ, તા. ૨૫-૬-૨૦૦૭ થી વિવિધ ખાતા મારફત ચાલતી જૂથ અકસ્માત વીમા યોજનાઓનું એકત્રિકરણ કરવામાં આવેલ છે. રાજય સરકારે પુખ્ત વિચારણાના અંતે નીચે મુજબની યોજના મંજુર કરેલ છે.
આ યોજના ગુજરાત સામૂહિક જૂથ (જનતા) અકસ્માત વીમા યોજના તરીકે ઓળખાશે.
દરેક લાભાર્થીઓની ઓળખવિધિ જુદા જુદા ખાતાઓ દ્વારા હાલની યોજનાના ઠરાવની પ્રવર્તમાન જોગવાઇ મુજબ જે તે વિભાગના અમલીકરણ કરતા નોડલ ઓફીસરે કરવાની રહેશે.
આપધાત કે કુદરતી મૃત્યુ સિવાય બીજી કોઇપણ રીતે લાભાર્થીઓનું મૃત્યું થાય કે કાયમી અપંગ બને તો આ યોજનાનો લાભ વીમા પોલીસીની શરતોને આધીન રહીને મળવાપાત્ર થાય. વીમા રક્ષણ હેઠળના લાભાર્થીઓનું મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં, લાભાર્થીને વીમા સહાય ચુકવવા બાબતે વિવાદ ઉપસ્થિત થાય તો તે અંગે સરકારશ્રીના અધિકૃત સત્તાધિશ/કમિટીનો નિર્ણય આખરી અને બંધનકર્તા રહેશે.
આ વીમા યોજના હેઠળ લાભાર્થીઓના વારસદાર તરીકે નીચે મુજબની વ્યકિતઓ ક્રમાનુસાર રહેશે.
અ. | પતિ અથવા પત્ની | તેમની ગેરહયાતીમાં |
બ. | તેમના બાળક પુત્ર/પુત્રી | તેમની ગેરહયાતીમા |
ક. | તેમના મા-બાપ | તેમની ગેરહયાતીમા |
ડ. | તેમના પૌત્ર/પૌત્રી | ઉકત અ,બ,ક ની ગેરહયાતીમાં |
ઇ. | લાભાર્થી ઉપર આધારિત અને તેમની સાથે રહેતા અપરણિત અથવા વિધવા અથવા ત્યકતા બહેન | |
ફ. | ઉપરોકત કિસ્સા સિવાયના તથા વિવાદાસ્પદ કેસમાં સંબંધિત લાભાર્થીઓને લાગુ પડતા વારસાધારા હેઠળ જાહેર થયેલ વારસદારો. |
ઉપરોકત કિસ્સામાં જો વારસદાર સગીર હોય તો તેમના નેચરલ ગાર્ડીયન/કાયદેસરના વાલીને વીમા રકમનું ચુકવણું કરવાનું રહેશે.
નિયત નમુનાની અરજી ઉપરોકત જરુરી પુરાવા સાથે અરજીની ચકાસણી કરી નિયત પ્રમાણપત્ર સહિત અરજી વીમા કંપનીને મોકલી આપવાની રહેશે.
મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં (સક્ષમ/નોડલ અધિકારીશ્રીએ) અરજી મળ્યા તારીખથી ૩૦ દિવસની અંદર જરુરી ચકાસણી અને નિયત પ્રમાણપત્ર સાથે ચુકવણીના હેતુસર વીમા કંપનીને મોકલી આપવાની રહેશે.
સ્ત્રોત: નિયામક, સમાજ સુરક્ષા
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/10/2020