অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વિકલાંગ વ્યકિતઓને સાધન સહાય

હેતુ

વિકલાંગ સાધન સહાય યોજના વિકલાંગ વ્યક્તિઓને તેમની વિકલાંગતામાં કેટલેક અંશે હળવાસ ઉભી કરવા તથા વિકલાંગોને રોજગારી પ્રાપ્ત કરવામાં સરળતા લાવવા તથા રોજગારલક્ષી સાધનો પુરા પાડવા આ યોજના અમલમાં મુકવામાં આવેલ છે.

વિકલાંગ સાધન સહાય કોને મળે? (તેની પાત્રતા)

  • અરજદારની ઉંમર ૫ (પાંચ) વર્ષથી ૫૦ વર્ષની ઉંમર સુધીની વ્યકિતને મળવાપાત્ર.
  • ૪૦  % કે તેથી વધુ વિકલાંગતા ધરાવતી વ્યકિતને
  • દ્રષ્ટિહીન વ્યકિત તેમજ શ્રવણમંદ વ્યકિતને.
  • કુટુંબની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે રૂ.૬૮,૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૪૭,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ.
  • ગુજરાત રાજયના વતની હોવા જોઈએ.
  • વિકલાંગ ઓળખકાર્ડ ધરાવતાં હોવા જોઈએ.

આર્થિક સાધન સહાય શું મળી શકે?

  • (વિકલાંગ) વ્યકિતને કૃત્રિમ અવયવ માટે ધોડી, (બુટ) કેલીપસૅ, ત્રણ પૈડાવાળી સાયકલ, બે પૈડાવાળી સાયકલ, વ્હીલચેર.
  • સ્વરોજગારો માટે હાથલારી, સિલાઈ મશીન, મોચી કામ માટેના સાધનો, સુથારી, ઇલેક્ટ્રીક રિપેરીંગ, કોમ્પ્યુટર રિપેરીંગના સાધનો, ભરત ગુથણ મશીન, એમ્બ્રોડરી મશીન
  • શ્રવણમંદ વ્યકિત માટે હીયરીંગ એઈડ, તેમજ અન્ય સાધન સહાય.
  • દ્રષ્ટિહીન વ્યકિત માટે સંગીતના સાધનો.
  • ઉપરોકત આર્થિક સાધન સહાય રૂ.૫૦૦૦/- ની મર્યાદામાં આપવામાં આવે છે.
  • અરજીપત્રક જિલ્લા સમાજસુરક્ષા કચેરીમાંથી વિનામુલ્યે મળે છે.
  • અરજદારે અરજીપત્રક જિલ્લા સમાજસુરક્ષા અધિકારીને રજુ કરવાનું રહેશે.

અરજીપત્રક સાથે સામેલ કરવાના પુરાવા

  • ઉંમરનો પુરાવો.
  • વિકલાંગ ઓળખકાર્ડની ઝેરોક્ષ નકલ.
  • સક્ષમ અધિકારીનો આવકનો દાખલો.
  • સ્વરોજગારી માટે અનુભવ કે તાલીમનો દાખલો.
  • વિકલાંગતા તબીબી પ્રમાણપત્ર

વિકલાંગ વ્યકિતને તેમની જરૂરીયાત મુજબ સાધન સહાય મેળવવા અરજી કરતા જે તે નાણાકીય વર્ષમાં અરજી મંજુર કરવામાં આવે છે. મંજુર કરવાની સત્તા જિલ્લા સમાજસુરક્ષા અધિકારીને સોંપવામાં આવેલ છે.

સ્ત્રોત: નિયામક, સમાજ સુરક્ષા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/8/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate