પ્રશ્ન: સમાનતાનું વાતાવરણ સર્જવા માટે ક્યા કાયદા અપનાવવામાં આવ્યા છે? શું તેનો પ્રસાર અને અમલ કરવામાં આવ્યો છે?
માહિતી: વિકલાંગતા તથા જાતિ, વય, સામાજિક-આર્થિક દરજ્જો, જ્ઞાતિ, વંશ વગેરે જેવાં પરિબળોના આધારે વિકલાંગતા ધરાવતી છોકરીઓ અને મહિલાઓ સાથે રાખવામાં આવતા ભેદભાવ સામે તેમને સલામતી પૂરી પાડવા માટે ક્યાં કાયદાકીય પગલાં ભરવામાં આવ્યાં છે?
પ્રશ્ન: સરકારની તાલીમ અને સંવેદનશીલતા માટે ક્યા કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે?
માહિતી: વિકલાંગતા ધરાવનારી મહિલાઓ તથા છોકરીઓના અધિકારો તેમ જ લાભોની સંપૂર્ણ અને અસરકારક જાણકારી મેળવવા સામે અડચણરૂપ બનતા અભિગમના અવરોધો પર ધ્યાન આપવા માટે આવી તાલીમની અસરકારકતા પરનો અહેવાલ.
પ્રશ્ન: 1. ભારતીય બંધારણના અનુચ્છેદ 15 હેઠળ મહિલાઓ માટેની વિશિષ્ટ જોગવાઈ હેઠળ વિકલાંગતા ધરાવતી છોકરીઓ અને મહિલાઓએ વેઠવા પડતા ભેદભાવ અને અસમાનતાના નિશ્ચિત પ્રશ્ન પર ધ્યાન આપવા માટે કયાં વિશિષ્ટ કામચલાઉ પગલાં ભરવામાં આવ્યાં છે?
ર. માધ્યમો તથા સામાજિક અને સાંસ્કૃતિક વ્યવસ્થામાં ડબ્લ્યુડબ્લ્યુડીની બિનપરંપરાગત છબિને પ્રોત્સાહિત કરવા માટે ક્યાં પગલાં ભરવામાં આવ્યાં છે?
માહિતી: આ સંબંધે વિકલાંગતા ધરાવતી છોકરીઓ અને સ્ત્રીઓની વિગતો (વિકલાંગતા અને ઉંમર અંગેની) એકત્રિત કરવા માટે કયાં પગલાં ભરવામાં આવ્યાં છે?
પ્રશ્ન: શું રિપ્રેઝન્ટેશન ઑફ પિપલ્સ ઍક્ટ, 1950 હેઠળ ભેદભાવને દૂર કરવા માટે કોઈ પ્રયાસ કરવામાં આવ્યો છે કે કેમ?
માહિતી: ડબ્લ્યુડબ્લ્યડી તેમને મળનારા તમામ નાગરિક અને રાજકીય અધિકારો ભોગવે અને તેમના તે અધિકારો છિનવાય નહીં તે સુનિશ્ચિત કરવા માટે ક્યાં પગલાં ભરવામાં આવ્યાં છે?
પ્રશ્ન: શું વિકલાંગતા ધરાવનારી મહિલાઓ, અન્ય લોકોની સાથે સમાન ધોરણે કાનૂની ક્ષમતાનો ઉપયોગ કરવા માટે સક્ષમ છે?
માહિતી: વિકલાંગતા ધરાવનારી તમામ મહિલાઓને બધા 'નાગરિક અને ફોજદારી કાનૂન' હેઠળ પૂર્ણ કાનૂની ક્ષમતાની જોગવાઈ સુનિશ્ચિત કરવા માટે ક્યાં પગલાં ભરવામાં આવ્યાં છે?
પ્રશ્ન: ડબ્લ્યુડબ્લ્યુડી ન્યાય સુધીની પહોંચ ધરાવી શકે તે માટે ક્યાં પગલાં ભરવામાં આવ્યાં છે?
માહિતી: શું ડબ્લ્યુડબ્લ્યુડી માટે કોઈ નિ:શુલ્ક કાયદાકીય સેવાઓ ઉપલબ્ધ છે અને શું પોલીસ સ્ટેશન તથા અદાલતો સુધી તેઓ પહોંચ ધરાવે છે? શું ડબ્લ્યુડબ્લ્યુડીના સમાવેશ સાથે માપદંડ અને માર્ગદર્શિકાઓના વિકાસમાં સાર્વત્રિક રૂપરેખા (યુનિવર્સલ ડિઝાઇન)ના ઉપયોગનો પ્રસાર કરવામાં આવ્યો છે? શું બળાત્કાર અને અન્ય પ્રકારની સાર્વત્રિક જાતીય સતામણીના પીડિતોને ન્યાય મળી રહે તે માટે કોઈ પગલાં ભરવામાં આવ્યાં છે? શું આ બનાવો અંગેની વિગતો ઉપલબ્ધ છે?
પ્રશ્ન: શું ડબ્લ્યુડબ્લ્યુડીની શૈક્ષણિક સહભાગિતામાં રહેલી અસમાનતાને ઘટાડવા માટે સરકારે કોઈ પગલાં ભર્યાં છે?
માહિતી: શાળાપ્રવેશ અને શાળા છોડી દેવાના સંદર્ભમાં 'સર્વ શિક્ષા અભિયાન' હેઠળ વિકલાંગતા ધરાવનારી છોકરીઓ અંગેની વય અને વિકલાંગતા સંબંધિત વિગતો એકત્રિત કરવા માટે ક્યાં પગલાં ભરવામાં આવ્યાં છે? વિકલાંગતા ધરાવનારી છોકરીઓની શૈક્ષણિક સંસ્થાઓમાં, દરમિયાનગીરી, તાલીમ, નીતિ અને કાર્યક્રમોના માધ્યમથી શાળાપ્રવેશ અને શાળામાં ટકાવી રાખવા બાબતે ક્યાં પગલાં ભરવામાં આવ્યાં છે?
પ્રશ્ન: વિવિધ શ્રમ કાયદાઓ અને સરકારની રોજગાર અંગેની જોગવાઈઓ હેઠળ વિકલાંગતા ધરાવનારી મહિલાઓ માટેની તકોની અસમાનતા ઘટાડવા માટે ક્યું કાયદાકીય માળખું વિક્સાવવામાં આવ્યું છે?
માહિતી: પર્સન્સ વીથ ડિસેબિલિટિઝ (સમાન તકો, અધિકારોનું રક્ષણ અને પૂર્ણ સહભાગિતા) અધિનિયમ, 1995 હેઠળની રોજગાર જોગવાઈઓ અંતર્ગત વિકલાંગ પુરુષોની સરખામણીમાં રોજગાર મેળવનારી વિકલાંગ મહિલાઓની વર્તમાન ટકાવારી કેટલી છે? નોકરીઓ અને યોજનાઓમાં મહિલાઓ માટે 3 ટકા અનામત હેઠળ (વિકલાંગતા, વય અને સામાજિક-આર્થિક દરજ્જાના સંદર્ભમાં) વિગતો એકઠી કરવા માટે ક્યાં પગલાં ભરવામાં આવ્યાં છે?
પ્રશ્ન: વિકલાંગતા ધરાવનારી છોકરીઓ અને મહિલાઓને સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં બળજબરીપૂર્વક સ્ટરિલાઈઝેશન (વંધ્ય બનાવવા)થી બચાવવા માટે ક્યાં કાનૂની પગલાં ભરવામાં આવ્યાં છે?
માહિતી: આ મામલે કાયદાઓ અને સૂચનાઓ.
પ્રશ્ન: વિકલાંગતા ધરાવનારી મહિલાઓ અને છોકરીઓની કાળજી, રક્ષણ અને સારવાર માટે માનસિક આરોગ્ય સુવિધા પૂરી પાડતી સંસ્થાઓમાં થતી નિરંકુશ હિંસા અને પજવણીની સમસ્યા પર ધ્યાન આપવા માટે ક્યાં પગલાં ભરવામાં આવ્યાં છે?
માહિતી: ધાર્મિક સ્થળોએ તેમ જ જ્યાં વિકલાંગતા ધરાવતી સ્ત્રીઓ અને છોકરીઓને બળજબરીપૂર્વક અને હિંસક સ્થિતિમાં સારવાર માટે લઈ જવાતી હોય તેવાં સ્થળોએ પૂરી પાડવામાં આવતી સારવાર માટે ઉત્તરદાયિત્વ સર્જવા માટે ક્યાં પગલાં ભરવામાં આવ્યાં છે?
પ્રશ્ન: શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં વિકલાંગતા ધરાવનારી મહિલાઓ તથા છોકરીઓની વિકલાંગતા સંબંધિત આરોગ્ય સંભાળ, પ્રજનનલક્ષી આરોગ્યની જરૂરિયાતો અને આરોગ્યની સામાન્ય સંભાળ માટે જાહેર તેમ જ ખાનગી આરોગ્ય સંભાળ કેન્દ્રોમાં આરોગ્યની સુવિધાઓ મેળવવા આડેના અવરોધો દૂર કરવા માટે ક્યાં પગલાં ભરવામાં આવ્યાં છે?
પ્રશ્ન: વિકલાંગતાના સંદર્ભમાં યુથેનેસિયાનાં પગલાં પૂરા પાડતા પીસીપીએનડીટી અધિનિયમમાં સુધારો કરવા માટે શું સરકારે કોઈ પગલાં ભર્યાં છે?
પ્રશ્ન: વિકલાંગતા ધરાવતી મહિલાઓ અને છોકરીઓને હિંસા, સતામણી, શોષણ અને ત્રાસ સામે રક્ષણ પૂરું પાડવા માટે કયાં કાયદાકીય અને જાગૃતિનાં પગલાં ભરવામાં આવ્યાં છે?
માહિતી: હિંસા, સતામણી અને ત્રાસના કિસ્સામાં (વિકલાંગતા અને વય સંબંધિત) વિગતો એકત્રિત કરવા માટે ક્યાં પગલાં ભરવામાં આવ્યાં છે?
પ્રશ્ન: શું મહિલાઓ તેમની ગુપ્તતા સાથે ગેરકાયદેસર હસ્તક્ષેપ વિના સ્વતંત્રતાનો અનુભવ કરે છે?
માહિતી: વિકલાંગતા ધરાવતી સ્ત્રીઓનાં લગ્ન, પરિવાર દ્વારા સરકારી યોજના હેઠળનો નાણાકીય લાભ મેળવવાના હેતુસર બળજબરીપૂર્વક બાંધવામાં આવતા લગ્ન સંબંધમાં ન પરિણમે તે સુનિશ્ચિત કરવા માટે ક્યાં પગલાં ભરવામાં આવ્યાં છે?
સીઈડીએડબ્લ્યુ જીઆર 1989નું સેશન-8 અને સીઆરપીડી અનુચ્છેદ 31: આંકડાકીય વિગતો અને માહિતી એકત્રિકરણ
પ્રશ્ન: વિભાજિત વિકલાંગતા માહિતી વ્યવસ્થા શરૂ કરવા અને તેનો અમલ કરવા માટે ક્યાં પગલાં ભરવામાં આવ્યાં છે?
માહિતી: એકત્રિત કરવામાં આવેલી વિગતોના આધારે શિક્ષણ, આરોગ્ય, કામ (સંગઠિત અને અસંગઠિત) તથા રાજકીય ક્ષેત્રમાં વિકલાંગ મહિલાઓની સહભાગિતાની સ્થિતિનાં શું તારણો છે?
નેટવર્કની બેઠકોમાં સહભાગીઓ દ્વારા પૂરા પાડવામાં આવનારાં સૂચિત કેસ, ભલામણો અને પ્રશ્નોઃ
બળજબરીપૂર્વક અટકાયત અને સારવાર: એક યુવાન સ્ત્રી માલિની છીબને શાંતિપૂર્વક સાંભળી રહી હતી. માલિની છીબ મહિલા ચળવળ ક્ષેત્રે સક્રિય છે. પૂણે ખાતે એક બેઠકમાં તેઓ લૈંગિકતા પર બોલી રહ્યાં હતાં. આખરે તે સ્ત્રીએ ચૂપકિદી તોડી અને પોતાની આપવિતી જણાવી. તેનો પતિ બળજબરીપૂર્વક તેને કેદ કરતો હતો અને માનસિક આશ્રયગૃહમાં તેની સારવાર કરાવવામાં આવતી હતી. તેને તેનાં બાળકોથી દૂર રાખવામાં આવતી હતી. ડૉક્ટરે તેને કહ્યું હતું કે તે ગુસ્સે થઈ જતી હોવાથી અને શંકાશીલ હોવાથી તેની સારવાર કરવામાં આવતી હતી. તેની મંજૂરી વિના તેને ભારે દવાઓ અને ઇસીટી આપવામાં આવતાં હતાં. આખરે તેણે દવાઓ બંધ કરી દીધી અને દવાઓ વિના તેને સારું લાગતું હતું. 2007માં તેના પતિએ છૂટાછેડા માટે અરજી કરી. તેના પતિએ તેમનાં બાળકો અને ફ્લૅટના કબજા માટે પણ અરજી કરી. તેનો કેસ ફેમિલી કૉર્ટમાં ચાલી રહ્યો છે. તેનો પતિ વચગાળાના મેઇન્ટેઈનન્સ તરીકે રૂ. 7,000 ચૂકવે છે, જ્યારે તેની કમાણી મહિને રૂ. 1,50,000 છે અને તેણે તેની પત્ની પાસેથી બાળકોને લઈ લીધાં છે (પૂણે, ડબ્લ્યુડબ્લ્યુડી મિટિંગ).
તે અંધ છે. તેનો પતિ ડ્રાઈવર હતો અને પોલીસ દ્વારા નકલી એન્કાઉન્ટરમાં તે માર્યો ગયો. પોલીસ તેનાં સાસરિયાઓને પણ નિશાન બનાવી શકે તેમ હોઈને તેણે તેમનાથી અલગ થવું પડયું. તેના બે પુત્રો અને તેનું ગુજરાન રૂ. 2,000થી ચાલે છે, જે દર મહિને તેને એક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા આપવામાં આવે છે. કેટલીક વખત ચોખા લેવા માટે તે પોતાના સાસરે જાય છે. તેનાં સાસરિયાં ખેતરોમાં ડાંગર વાવે છે. આ ખેતરો તેની પતિની માલિકીનાં હતાં (ઇમ્ફાલ, મણિપુર મિટિંગ, 18મી ડિસેમ્બર, 2012ના રોજ).
જમ્મુ અને કશ્મિરની જમીન-સુરંગમાં શૂટિંગ અને આત્મઘાતી હુમલા સામાન્૱૱ય છે. ચાર બાળકોની માતા શ્રીનગરમાં દાલ સરોવર નજીક આવા જ એક સુસાઈડ બૉમ્બર (આત્મઘાતી બૉમ્બર)ના હુમલાથી ઈજાગ્રસ્ત થઈ હતી. હુમલામાં તેણે તેનો પતિ ગુમાવ્યો. તેણે પોતાની દ્રષ્ટિ ગુમાવી દીધી, જેના કારણે તે કામ નથી કરી શકતી. તેનો 14 વર્ષનો પુત્ર તેની સંભાળ લે છે (11મી મે, 2013ના રોજ શ્રીનગરમાં મિટિંગ ખાતે સહભાગી દ્વારા પૂરો પાડવામાં આવેલો કેસ).
ડિપ્રો-5 (ડીઈપીઆરઓ-5) જેવી ગર્ભનિરોધક ગોળીઓનો ઉ5યોગ કરીને કુટુંબ નિયોજન (સંસ્થાકીય સ્ટરિલાઈઝેશન) કરવા પર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ બૅંગ્લુરુમાં ગોળીનો વપરાશ સામાન્ય છે. (બૅંગ્લુરુ મિટિંગમાં સ્વૈચ્છિક સંસ્થાના કાર્યકર, 4 ફેબ્રુઆરી, 2013). આંધ્ર પ્રદેશમાં બૌ૱૱દ્ધક વિકલાંગતા ધરાવનારી છોકરીઓ પર ગર્ભાશય કાઢી નાખવાનું ઑપરેશન કરવાનું પ્રચલન હોવાનું મહેબૂબનગર તાલુકાની ગ્રામીણ મહિલાઓએ જણાવ્યું. આવા આશરે 20 કેસોનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું હતું.
ગ્રામીણ શાળાઓમાં કાં તો શૌચાલયો નથી હોતાં, અને જો હોય, તો તે સુવિધાજનક નથી હોતાં, તેથી છોકરીઓને પેશાબનો ચેપ લાગે છે અને માસિકધર્મમાં હોય ત્યારે કપડું બદલી નથી શકતી (હૈદરાબાદ, 22મી ફેબ્રુઆરી, 2013).
સરકાર પાસે રાષ્ટ્રીય કક્ષાએ ફક્ત એક જ પ્રતિષ્ઠિત 'સંકેત - ભાષા સંસ્થા' હોવાથી સંકેત ભાષાના શિક્ષકો (સાઇન લૅંગ્વેજ ટીચર્સ)નો અભાવ નિરક્ષરતામાં પરિણમ્યો છે. તેના કારણે સંકેત - ભાષાના શિક્ષકો પરનું ભારણ પણ વધે છે (ચેન્નઈ, 6 ફેબ્રુઆરી, 2013 અને હૈદરાબાદ 22મી ફેબ્રુઆરી, 2013).
શ્રીનગરમાં એક પરિવારના એક ભાઈ અને તેની બે બહેનો સાંભળવાની વિકલાંગતા ધરાવે છે. બંને છોકરીઓ શિક્ષિત છે, પરંતુ તેઓ જ્યાં પણ અરજી કરે, ત્યાં તેમને નોકરી આપવાનો ઈન્કાર કરવામાં આવે છે. છોકરો નોકરી ધરાવે છે (શ્રીનગર, 11 મે, 2013).
ખાનગી સંગઠનમાં કે મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓમાં જ્યાં ડબ્લ્યુડબ્લ્યુડીને રોજગારી આપવામાં આવે, ત્યાં તેમની જાતીય સતામણી કરવામાં આવતી હોય છે. સ્ત્રી-પુરુષ માટે સમાન શૌચાલયો હોય છે, જેથી જ્યારે વ્હિલચેર પર બેઠેલી મહિલા અંદર જાય, ત્યારે તે બારણું બંધ નથી કરી શકતી, તેથી તેણે તેની મિત્રને બહાર ઊભા રહેવા જણાવવું પડે છે, જેથી તેની મિત્ર અન્ય કોઈને અંદર જતાં અટકાવે.
વિકલાંગતા ધરાવનારી દલિત સ્ત્રીએ હાંસિયામાં ધકેલાઈ જવાનો અને જાતીય સતામણીનો સામનો કરવો પડે છે. દિલ્લીની બહારના એક વિસ્તારમાં ત્રણ બાળકોની માતા 35 વર્ષની દલિત મહિલા ઘરકામ કરતી હતી અને પાંચ વ્યક્તિઓ દ્વારા તેના પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો.
તે સ્ત્રી 30 વર્ષની છે. તેને કરોડરજ્જૂમાં ઈજા થઈ, ત્યાર બાદ તેના પતિએ તેની બહેન સાથે લગ્ન કર્યાં (ભુવનેશ્વર, 8 જાન્યુઆરી, 2012). બે વર્ષ બાદ તેને તરછોડી દેવાઈ.
તમિલનાડુમાં મદુરાઈ નજીક એક વિકલાંગતા ધરાવતી સ્ત્રીનાં બીજી પત્ની તરીકે લગ્ન કરાવવામાં આવ્યાં, પરંતુ લગ્નના 40 દિવસ બાદ સરકારી લાભો મેળવી લેવાયા પછી તેને ત્રાસ આપવામાં આવ્યો. તે ગ્રામીણ વિસ્તારમાં રહેતી હોવાથી ત્યાં કાનૂની મદદ મળી શકે તેમ ન હોઈને તે સ્ત્રી કેસ દાખલ કરી શકી નહીં (ચેન્નઈ, 6 ફેબ્રુઆરી, 2013).
પૂણેની ફેમિલી કૉર્ટમાં અક્ષમ કાયદાઓ મોટાભાગની છૂટાછેડાની કાર્યવાહીઓમાં 'અસ્થિર મગજ' શબ્દ પ્રયોજે છે. શારીરિક બીમારી સાથે મધ્યમ ડિપ્રેશન માલૂમ પડવાના આધારે એક લગ્ન રદ કરવામાં આવ્યા હતા તથા છેતરપિંડી અને અગાઉના જાતીય સંબંધોના આધારે કેસ દાખલ કરવામાં આવ્યો હતો (પૂણે, 8 એપ્રિલ, 2013).
મારા ભાઈએ બળજબરીપૂર્વક મારી મિલકત આંચકી લીધી છે. હાલ હું નાની ઝૂંપડીમાં રહું છું અને ભોંય પર જ સૂઈ જઉં છું (ચેન્નઈ, 6 ફેબ્રુઆરી, 2013).
રાજસ્થાનના કનૌટામાં બોલવા-સાંભળવાની વિકલાંગતા ધરાવનારી પાંચ યુવાન છોકરીઓ પર નિવાસી શાળા ચલાવનારી સ્વૈચ્છિક સંસ્થાના સ્ટાફના ચાર કાર્યકરો દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. તેમાંથી બે છોકરીઓ પર વારંવાર બળાત્કાર ગુજારાયો હતો અને બાકીની બે છોકરીઓને સતત માર મારવામાં આવ્યો હતો (દિલ્લી મિટિંગ, 18 જૂન, 2013 - રાજસ્થાનના સહભાગી દ્વારા).
2012માં મુંબઈના પનવેલ ખાતેના આશ્રય સ્થાન (શૅલ્ટર હોમ)માં પાંચ બાળકીઓ પર બળાત્કાર ગુજારાયો હતો (પૂણે બેઠક, 8 એપ્રિલ, 2013).
જોવા અને સાંભળવાની વિકલાંગતા ધરાવતી છોકરીઓ સાથે બળાત્કાર અને ક્રૂરતા આચરવાની ઘટનાઓ ચંદીગઢ, લખનૌ, અલ્હાબાદ અને હરિયાણામાં મોટાપાયે બનતી હોય છે (ભાર્ગવી દાવર દ્વારા સંકલિત અને રજૂ કરાયેલા કેસ, પૂણે, 8 એપ્રિલ, 2013).
જિંદ, હરિયાણામાં બૌદ્ધિક વિકલાંગતા ધરાવતી 20 વર્ષની એક દલિત કન્યા પર ઉચ્ચ જ્ઞાતિના એક માણસે 3-4 વખત બળાત્કાર ગુજાર્યો. યુવતી ગર્ભવતી બની અને તેની મંજૂરી વિના જ તેનો ગર્ભપાત કરી નાંખવામાં આવ્યો. બળાત્કારીએ તેમને લાંચ આપવાનો પ્રયત્ન કર્યો, પણ આખરે કેસ નોંધવામાં આવ્યો.
મહિલાઓ દ્વારા મિટિંગ દરમ્યાન સમિતિને સરકાર સમક્ષ મૂકવામાં માટે કરવામાં આવેલી કેટલીક ભલામણો આ પ્રમાણે છે:
નેટવર્કમાં જોડાવા માટે અથવા તો અન્ય માહિતી મેળવવા માટે તમે અહીં સંપર્ક કરી શકો છો:
શાંતા મેમોરિયલ રિહેબિલિટેશન સેન્ટર, પી-2, જયદેવ વિહાર, ભુવનેશ્વર-7510023. ઓરિસ્સા, ભારત.
સ્ત્રોત: ઉન્નતી
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/29/2019