|
હેતુ |
- કૃષિ અને તે અંગેની પ્રવૃત્તિઓ , લઘુ ઉદ્યોગ, કલાકારીગરી અને વંશપરંપરાગત વ્યવસાય તેમજ સેવા પ્રકારના ધંધા/વ્યવસાય માટે વધુમાં વધુ રૂ.૧૦,૦૦,૦૦૦/- સુધી લોન આપવામાં આવે છે.
|
લોન મેળવવા માટેની પાત્રતા |
- અરજદાર ઠાકોર યા કોળી જાતિના હોવા જોઇએ
- અરજદારના કુટુંબની વાર્ષિક આવક, (અ) ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૯૮,૦૦૦/- અને, (બ) શહેરી વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- થી વધારે ન હોવી જોઇએ.
- અરજદારની ઉમર અરજીની તારીખે ઓછામાં ઓછી ર૧ વર્ષ અને, ૪પ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
- અરજદારને તાંત્રિક અને કુશળતા ધરાવતાં ધંધા/વ્યવસાયના કિસ્સામાં અનુભવ હોવો જરૂરી છે
- અરજદારે લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે
|
યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ |
- આ યોજનામાં લોનની વધુમાં વધુ રકમ રૂ.૧૦,૦૦,૦૦૦/- સુધીની છે.
- આ યોજનામાં વ્યાજનો દર રૂ.પ,૦૦,૦૦૦ સુધી વાર્ષિક ૬ % રહેશે
- આ યોજના હેઠળ ધંધા/ વ્યવસાયની રકમની ૯પ % લોન આપવામાં આવશે. જયારે લાભાર્થીએ પ % પોતાનો લાભાર્થી ફાળો આપવાનો રહેશે.
- આ લોનની રકમ વ્યાજસહિત ૬૦ સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની રહેશે
- સ્ત્રોત- ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ ની વેબસાઈટ
|
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 3/18/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.