অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સુરક્ષિત ભવિષ્ય - સુરક્ષિત સમાજ

સુરક્ષિત ભવિષ્ય - સુરક્ષિત સમાજ

ભારત સરકાર દેશની આર્થિક સ્થિતિને મજબૂતની સાથે સાથે સુરક્ષિત પણ કરવા માગે છે. જે રીતે દેશના મધ્યમવર્ગ અને ગરીબ વર્ગ માટે એક પછી એક નવી યોજનાઓ લાવી રહી છે ત્યાર બાદ વર્ષોથી ઉપેક્ષાનો ભોગ બન્યા હોવાનો અનુભવ કરનાર દેશના નાગરિકોને લાગી રહ્યું છે કે આ સરકાર દેશના ગરીબ લોકોને પણ સાથે લઈને ચાલવાવાળી સરકાર છે અને તેમના ભવિષ્યને સુરક્ષિત કરવા માંગે છે.
જો દેશના ગરીબ લોકોનો વિકાસ થશે તો દેશ આપોઆપ આગળ વધશે અને કોઈપણ વ્યક્તિની સૌથી મોટી સુરક્ષા તેની આર્થિક સુરક્ષા હોય છે અને આ જ આર્થિક સુરક્ષા બક્ષવા માટે વર્તમાન સરકારે એક નવી પેન્શન યોજનાને અમલી બનાવી છે. આ યોજના એટલે અટલ પેન્શન યોજના

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના અસંગઠિત ક્ષેત્રના લોકોને પેન્શનના ફાયદાઓનો લાભ પહોંચાડવાનો છે. યોજના આવા અસંગઠિત ક્ષેત્રના સામાન્ય લોકોને ઓછામાં ઓછી ભાગીદારીથી સામાજિક સુરક્ષાની સુવિધા પૂરી પાડે છે એટલે કે આ યોજનાનો લાભ લેનારને બીમારી, અકસ્માત કે વૃદ્ધાવસ્થામાં અન્યોનું ઓશિયાળું નહીં રહેવું પડે. આ ઉપરાંત દેશનાં ખાનગી ક્ષેત્રોમાં કે જેમને આ પ્રકારના પેન્શનના લાભ નથી મળતા તે પણ આ યોજના થકી પેન્શન મેળવવાની દાવેદારી કરી શકે છે અને ૬૦ વર્ષની વયમર્યાદા પૂરી થતાં ૧૦૦૦, ૨૦૦૦, ૩૦૦૦, ૪૦૦૦થી માંડી ૫૦૦૦ સુધીનું પેન્શન મેળવી શકે છે. જો આ યોજનાના ભાગ બનનાર ચૂકવાતા પ્રીમિયમ અને તેની ઉંમરને ધ્યાનમાં રાખી તેને આ પેન્શનની રકમ મળશે. જો આ દરમિયાન તેનું મૃત્યુ થઈ જાય તો તેનો જીવનસાથી પણ આ પેન્શન માટે દાવો કરી શકે છે.

અટલ પેન્શન યોજનાના લાભ અટલ પેન્શન યોજના વૃદ્ધ થઈ રહેલા ભારતીયો માટે એક સુરક્ષાછત્રી સમાન છે. સાથે સાથે આ યોજના સમાજના નિમ્ન અને નિમ્ન મધ્યમવર્ગના લોકોમાં બચતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે. આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે, તેનો ફાયદો દેશના ગરીબ નાગરિક સુધી પહોંચાડવાનો છે. એમાં પણ ભારત સરકારે ૩૧ ડિસેમ્બર ૨૦૧૫ સુધી આ યોજનામાં સામેલ થયેલાને ૫ વર્ષ સુધી તેને ભરવાની રકમના ૫૦ ટકા કે ૧૦૦૦ રૂ‚પિયા બન્નેમાંથી જે ઓછી હોય તે પોતે ભરવાની સવલત આપી રહી છે.

અટલ પેન્શન યોજનાનો લાભ લેનારની યોગ્યતા

અટલ પેન્શન યોજના (એપીવાય) ૧૮થી ૪૦ વર્ષ સુધીની વયના તમામ ભારતીય નાગરિકો માટે છે. આ યોજનાનો લાભ લેવા માટે દરેક વ્યક્તિને ઓછામાં ઓછા ૨૦ વર્ષ સુધી સરકારે નિર્ધારિત કરેલી રકમ ભરવી પડે છે. કોઈપણ બેન્ક ખાતેદાર જે કોઈપણ પ્રકારના આવી સામાજિક સુરક્ષા યોજનાનો સદસ્ય ન હોય તે આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે.

આ યોજનાનો લાભ લેવા માટે

ખાતેદારે ઓથોરાઈઝેશન ફોર્મ ભરી પોતાની બેંકમાં જમા કરાવવાનું હોય છે. જેમાં ખાતા નંબર, જીવનસાથી અને નોમિની (વારસદાર)નું વિવરણ લખવાનું હોય છે. આ યોજના અંતર્ગત ખાતેદારે એ સુનિશ્ર્ચિત કરવું પડશે કે દર મહિને તેના ખાતામાં નિર્ધારિત રકમ હશે જ. જો એમ ન થયું તો તેણે દંડ આપવા પણ તૈયાર રહેવું પડશે. આ દંડ સામાન્ય છે, જેમ કે ૧૦૦ રૂ‚પિયા પર ૧ રૂ‚પિયો, ૧૦૧થી ૫૦૦ અંશદાન પર ૨ રૂ‚પિયા, ૫૦૧થી ૧૦૦૦ રૂ‚પિયા પર પાંચ રૂ‚પિયા અને ૧૦૦૧થી વધુ પર ૧૦ રૂ‚પિયા.

જો ચુકવણી ન કરાઈ તો...

૬ મહિના સુધી ચુકવણી ન કરાઈ તો ખાતેદારનું ખાતું સીલ થઈ શકે છે. ૧૨ મહિના સુધી ચુકવણી જમા ન કરાઈ તો ખાતેદારનું ખાતું નિષ્ક્રિય કરી દેવામાં આવે છે. ૨૪ મહિના સુધી આ ચુકવણી ન કરનારના ખાતાને સંપૂર્ણ બંધ કરી દેવામાં આવે છે.

તેઓનું શું જેમનું કોઈ ખાતું જ નથી

કોઈપણ વ્યક્તિને સૌપ્રથમ બેન્કનું ખાતું ખોલાવવું પડે છે તેના માટે આધાર કાર્ડ અને કેવાયસીની જાણકારી આપવી પડે છે. તેની સાથે સાથે ‘એપીવાય’નું ફોર્મ પણ જમા કરાવવું પડે છે.

યોજનામાંથી બહાર નીકળવું હોય તો...

સામાન્ય પરિસ્થિતિમાં અટલ પેન્શન યોજનામાં ખાતેદાર અટલ પેન્શન યોજનાના ૬૦ વર્ષની ઉંમર સુધી બહાર નીકળી શકતો નથી. માત્ર કેટલીક વિશેષ પરિસ્થિતિઓમાં જ ખાતું બંધ કરી શકાય છે, જેમ કે તેના મૃત્યુ બાદ.

ભારતના બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિધ્ધાંતો રાજ્યો ઉપર તેમની સાધન મર્યાદામાં સંખ્યાબંધ કલ્યાણ કાર્યક્રમ હાથ ધરવા માટે આદેશ ફરમાવે છે. ખાસ કરીને ભારતના બંધારણની કલમ ૪૧ રાજ્યને બેકારી. વૃધ્ધાવસ્થા, બીમારી. વિકલાંગતા અને અન્ય બિન લાયકાતપાત્ર જરૂરિયાતના કિસ્સાઓમાં પોતાની આર્થિક ક્ષમતા અને વિકાસની મર્યાદામાં પોતાના નાગરિકોને જાહેર સહાય ઉપલબ્ધ કરવા માટે દિશાસૂચન કરે છે. આ સિધ્ધાંતો અનુસાર જ ભારત સરકારે વર્ષ ૧૯૯૫માં રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ (NSAP) દાખલ કરીને ગરીબો માટે સામાજિક સહાય માટેની રાષ્ટ્રીય નીતિનો પાયો નાખ્યો છે.

ભારતના વડાપ્રધાને તારીખ ૨૮ જુલાઈ ૧૯૯૫ના પોતાના રાષ્ટ્રને ઉદ્દેશીને કરેલા ઉદબોધનમાં જાહેર કર્યું હતું કે આ કાર્યક્રમ ૧૫ મી ઓગષ્ટ, ૧૯૯૫ થી અમલમાં આવશે. આ પ્રમાણે રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ વર્ષ ૧૯૯૫-૯૬ ના કેન્દ્રીય અંદાજપત્રમાં સામેલ કરવામાં આવશે.

આ માર્ગદર્શિકા, રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમના ઉદ્દેશો અને લાક્ષણિકતાઓ. અમલીકરણ માટેની પધ્ધતિ રાજ્યોને કેન્દ્રીય સહાયની ફાળવણી માટેના નિયમોનો અને રાજ્યોને કેન્દ્રીય સહાયની ફાળવણી માટેના નિયમોનો અને રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ સંબંધિત અન્ય વિગતો રજૂ કરે છે.


વૃધ્ધો. વિધવાઓ, વિકલાંગો તેમજ કુટુંબની આજીવિકા કમાનારના મૃત્યુ પ્રસંગે ગરીબ પરિવારોને સામાજિક સહાયના લાભ ઉપલબ્ધ કરવામાં રાજ્યો હાલ જે લાભ વર્તમાનમાં આપી રહેલ છે કે ભવિષ્યમાં ઉપલબ્ધ કરે તે ઉપરાંત, રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ ન્યૂનતમ રાષ્ટ્રીય ધોરણ સુનિશ્ચિત કરવાનો ઉદ્દેશ રાખે છે. ૧૦૦ ટકા કેન્દ્રીય સહાય ઉપલબ્ધ કરવાનો ઈરાદો એ છે કે દેશભરમાં સર્વત્ર એક સરખા ધોરણે લાભાર્થીઓને કોઈપણ અવરોધ વિના પ્રાપ્ત થાય એ સુનિશ્ચિત કરવું. તદનુસાર કેન્દ્રીય સહાય એ રાજ્યના ખર્ચનો તે સંદર્ભ પર્યાય નથી અને રાજ્યો પોતાની સામાજિક સેવાઓનો વ્યાપ પોતે જ્યાં ઈચ્છે ત્યાં. વિસ્તારી શકે છે.

રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમની મુખ્ય લાક્ષણિકતાઓ

રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમમાં તેના અંશરૂપ પાંચ યોજનાઓનો સમાવેશ થાય છે.

  1. ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધવસ્થા પેન્શન યોજના
  2. ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના
  3. ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગ પેન્શન યોજના
  4. રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના
  5. અન્નપુર્ણા યોજના
  • ભવિષ્યમાં આવી અન્ય યોજનાઓનો ઉમેરો પણ થઈ શકે કે રદ પણ થઈ શકે.
  • રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ એ રાજ્ય યોજના છે. જેની નીચે વધારાની કેન્દ્રીય સહાય રાજ્યોને કેન્દ્ર સરકાર દ્વારા નિયત કરેલ ધારા ધોરણ, માર્ગદર્શિક અને શરતો અનુસાર, લાભ આપવા માટે ઉપલબ્ધ કરવામાં આવે છે.
  • રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ સામાજિક સહાયના પેકેજને ગરીબી નિવારણ યોજનાઓ તેમજ પાયાની જરૂરીયાતોની ઉપલબ્ધિ સાથે જોડવાની તક પૂરી પાડે છે.
  • આ યોજઓને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, શ્રમ અને રોજગાર મંત્રાલય, શહેરી આવાસ અને ગરીબી નાબૂદી મંત્રાલય તેમજ ગ્રામીણ વિકાસ મંત્રાલયની અન્ય યોજનાઓની સાથે સાંકળી શકય.
  • રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમનો અમલ પંચાયતો અને નગરપાલિકાઓ મારફતે કરવામાં આવશે. જેથી તે પ્રતિભાવક અને પોષણક્ષમ બની શકે. આ પ્રક્રિયામાં પંચાયતો અને નગરપાલિકાઓ સુદૃઢ બનશે અને તેઓને સરકારમાંથી મળતા લાભોને માટે પૂરક સંસાધન, સ્થાનિક સ્તરેથી ગતિશીલ બનાવવાનું શકય બનશે. પંચાયતો અને નગરપાલિકોઓને આ લાભ જેમને આપવનો ઈરાદો છે તે ગરીબ પરિવારો સુધી પહોંચડાવા માટે શકય તેટલા પ્રમાણમાં સ્વચ્છિક સંસ્થાઓને સામેલ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આમ છતાં કાર્યક્રમની અમલની જવાબદારી તો પંચાયતો અને નગરપાલિકોને શિરે જ રહેશે.

રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમનો અમલ રાજ્યોમાં રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમની તમામ યોજનાઓને લાગુ પડતી. સામાન્ય શરતો તેમજ દરેક યોજનાને લાગુ પડતી ખાસ શરતોને આધીન રહેશે. આવી સામાન્ય શરતો

નીચે દર્શાવી છે. જ્યારે ખાસ શરતો હવે પછીના પ્રક્રરણમાં દર્શાવવામાં આવી છે.

સામાન્ય શરતો

રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમની સામાન્ય શરતો નીચે

  • ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધવસ્થા પેન્શન યોજના. લાભાર્થી દીઠ માસિક રૂ.૨૦૦/-
  • ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના લાભાર્થી દીઠ માસિક રૂ.૨૦૦/-
  • ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગ પેન્શન યોજના લાભાર્થી દીઠ માસિક રૂ.૨૦૦/-
  • અન્નપૂર્ણા યોજના લાભાર્થી દીઠ માસિક ૧૦ કિલોગ્રામ અનાજ (ઘઉં અથવા ચોખા)
  • રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના: કુટુંબનું જીવન નિર્વાહકરનારના મૃત્યુ બાદ રહેલા પરિવારને.

રાષ્ટ્રીય કુટુંબ સહાય કાર્યક્રમ હેઠળની તમામ પેન્શન યોજનાઓ માટે રાજ્યને વિનંતિ કરવામાં આવે છે કે તેઓએ પણ ઓછામાં ઓછી તેટલી રકમનો ઉમેરો કરવો. જેથી પેન્શનરને ઓછામાં ઓછી માસિક રૂ.૪૦૦/- ની રકમ મળી રહે.

રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ માટે ઉપલબ્ધ કરાતી કેન્દ્રીય ભંડોળની સહાયથી રાજ્યમાં ચાલતી કોઈપણ સહાય યોજનાનો રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમના યોગ્ય અંશનું નામ આપવાનું રહેશે.

રાજ્ય સરકાર પોસ્ટર, પુસ્તિકા, માધ્યમ કે અન્ય કોઈ સાધન મારફતે રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળના લાભ સંબંધી વ્યાપક અને સતત પ્રસારની બાબત સુનિશ્ચિત કરશે તે એમ પણ સુનિશ્ચિત કરશે કે યોજના માટેનાં અરજી પત્રકો સ્થાનિક ભાષામાં છૂટથી ઉપલબ્ધ બને અરજીઓની ચકાસણીની પ્રક્રિયા ઝડપી અને સાદી હોવી જોઈએ. મંજૂરી ત્વરિત અપાવી જોઈએ. સહાય વિતરણમાં ઢીલ અને અનીતિ નિવારવાં. યોગ્ય ઉત્તર અનવેષણ (Part-audit) કરી શકાય તે પ્રકારે પૂરતી હિસાબી વ્યવસ્થા ઊભી કરવી. આા અને આવી તમામ પધ્ધતિઓને આધારે માત્ર પાત્રતા ધરાવતા તેમજ લાભ માટે તે શુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કરવા.

ભારત સરકાર દ્વારા આ અને વખતો વખત જારી કરવામાં આવે તે માર્ગદર્શિકાઓને આધીન રહીને. આ કાર્યક્રમના અમલ માટે યોગ્ય પધ્ધતિઓ શરૂ કરવી અને ભારત સરકારને જાણ કરતાં રહેવું. વળી ભારત સરકાર જે નિર્દેશ કરે તદનુસાર કોઈ ફેરફારનો સમીક્ષાને આધારે પણ અમલ કરવો. આ પધ્ધતિમાં. જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર (ડીપીસી). અધિક જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર, પ્રોગ્રામ ઓફિસર. સહાયક પ્રોગ્રામ ઓફિસરને નિયુક્ત કરાશે અને સત્તાની વહેચણીનો નિર્દેશ કરવામાં આવશે.

રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળની દરેક યોજનાના લાભાર્થીઓની સંખ્યાની જાણ ભારત સરકારને કરશે. અમલકર્તા સંસ્થાઓને નાણાં ભંડોળનો સરળ પ્રવાહ પ્રાપ્ત કરવા અને રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળ લાભાર્થીઓને ત્વરિત લાભ વિતરણ સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર લાભના સમયસર વિતરણ સુનિશ્ચિત થઈ શકે તેવી વ્યવસ્થા નિર્માણ કરશે.

રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમના અમલ સમીક્ષા અને મૂલ્યાંકન માટે રાજ્ય કક્ષાની સમિતિની રચના કરશે. ઉપરાંત, રાષ્ટ્રીય સામાજિક સહાય યોજનાના અસરકારક અમલ માટે. જિલ્લા કક્ષાએ પોતાનાં જ સંસાધનોનો વિનિયોગ કરીને જિલ્લા પ્રોગ્રામ કોઓર્ડિનેટર, પ્રોગ્રામ ઓફિસર, સહાયક પ્રોગ્રામ ઓફિસર જેવી યોગ્ય દરજજાની જગાઓ. જિલ્લા અને તાલુકા કક્ષાએ મદદકર્તા કર્મચારીગણ સહિત ઊભી કરશે.

પંચાયતો. નગરપાલિકાઓ નીચેની જોગવાઈઓ અનુસાર પોતાના કાર્ય-વિસ્તારમાં આ કાર્યક્રમના અમલ માટે જવાબદાર લેખાશે:

  1. રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળની યોજનાઓના આયોજન અને અમલ માટે જિલ્લા, તાલુકા અને ગ્રામ કક્ષાએ મુખ્ય સત્તાતંત્ર ગણાશે.

જિલ્લા કક્ષાએ પંચાયતનાં કાર્યો નીચે મુજબ રહેશે:

  • રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળની તમામ યોજનાઓના અમલમાં વાર્ષિક કાર્ય યોજના મંજૂર કરવી.
  • રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળની તમામ યોજનાઓના અમલની દેખરેખ અમલ અને સુનિયંત્રણ કરવું.
  • રાજ્ય સરકાર દ્વારા તેમને વખતો વખત સુપરત કરવામાં આવે તેવાં તમામ કાર્યો બજાવવાં.
  • જિલ્લા પંચાયતના મુખ્ય કારોબારી અધિકારી અથવા જિલ્લાના કલેક્ટર અથવા યોગ્ય હોદ્દો ધરાવતા અને રાજ્ય સરકાર જેમને માટે નક્કી કરે તે અધિકારીને જિલ્લા કક્ષાએ કાર્યક્રમના અમલ માટે જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર (DPC) તરીકે પદનિયુક્ત કરાશે. તેથી વિશેષમાં અધિક જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર તરીકે, જિલ્લા પ્રોગ્રામ કોઓર્ડિનેટરને સહાય કરવા માટે યોગ્ય કક્ષાના અધિકારીની નિમણુંક કરવામાં આવશે.
  • જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર અને અધિક જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર, જિલ્લા કક્ષાએ આ કાર્યક્રમના તેમજ આ કાર્યક્રમ હેઠળની અન્ય કોઈ પણ યોજનાના અમલમાં  પંચાયતને સહાય કરશે.
  • જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર અને અધિક જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર જિલ્લામાં આ કાર્યક્રમની જોગવાઈઓ તેમજ તેની હેઠળ બનાવવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર યોજનાઓના અસરકાર અમલ માટે જવાબદાર રહેશે.

જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર અને અધિક જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટરના કાર્યો નીચે પ્રમાણે રહેશે:

  • સમયાંતરે ક્ષેત્રીય નિરીક્ષણ અને વાર્ષિક ચકાસણી હાથ ધરવી.
  • લાભાર્થીઓ કે અરજદારોના વાંધાઓના નિકાલ કરવો.
  • તાલુકા કક્ષાની તમામ પંચાયત કક્ષાએ રાજ્ય સરકાર તાલુકા વિકાસ અધિકારીથી નીચેની કક્ષામાં ન હોય તે કક્ષામાં પ્રોગ્રામ ઓફિસર તરીકે કોઈ અધિકારીની નિમણુંક કરશે. તદુપરાંત તે પ્રોગ્રામ ઓફિસરને સહાય કરવા માટે એક સહાયક પ્રોગ્રામ ઓફિસરની નિમણુંક પણ રાજય સરકાર ઠરાવે તેવી લાયકાત અને અનુભવ ધરાવનાર અધિકારીની યોગ્ય તે કક્ષામાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.
  • પ્રોગ્રામ ઓફિસર અને સહાયક પ્રોગ્રામ ઓફિસર તાલુકા પંચાયતને આ કાર્યક્રમ નીચે તેમજ તેની નીચે બનાવવામાં આવેલ કોઈપણ યોજના નીચે સહાય કરશે.
  • પ્રોગ્રામ ઓફિસર અને સહાયક પ્રોગ્રામ ઓફિસર જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટરના માર્ગદર્શન, નિયંત્રણ અને દેખરેખ નીચે કાર્ય કરશે.

પ્રોગ્રામ ઓફિસર અને સહાયક પ્રોગ્રામ ઓફિસરના કાર્યો નીચે મુજબનાં રેહેશે.

  • કાર્ય યોજનામાં સૂચિત કરેલાં કાર્યો હાથ ધરવાં.
  • રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની માંગણી અનુસાર પ્રગતિ અહેવાલો અને ઉપયોગિતા પ્રમાણપત્રો તૈયાર કરવાં.

જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર તેના કાર્યો બજાવી શકે તે માટે જરૂરી એવી વહીવટી અને નાણાંકીય સત્તાઓ રાજયસરકાર તેમને સુપરત કરશે.

તાલુકા કક્ષાએ પંચાયતોનાં કાર્યો નીચે પ્રમાણે રેહેશે.

  • કાર્ય યોજનાના ભાગરૂપે હાથ ધરવાપાત્ર થતાં કાર્યો માટે નિરીક્ષણ કરવું અને સુનિયત્રણ કરવું. (ખ) રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળની તમામ યોજનાઓનું નિરીક્ષણ અને સુનિયત્રણ રાજ્ય સરકાર વખતોવખત તેમને જે કાર્યો સુપરત કરે તે કામો બજાવવાં.
  • લાભાર્થીઓને ચૂકવણી થઈ શકે તે સુનિશ્ચિત કરવું તેમજ લાભાર્થીઓને પેન્શન અને કૌટુંબિક લાભની મંજૂરી આપવી.
  • દરેક ગ્રામ પંચાયતને રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળની યોજનાઓના લાભાર્થીઓની અધિકૃતયાદી પુરી પાડવી.
  • ગ્રામ પંચાયતોમાં પેન્શન અને અન્ય ચૂકવણું સુનિયત્રણ કરવું તેમજ વિતરણ કરવું.
  • ગ્રામ પંચાયતના કાર્યક્ષેત્રના વિસ્તારમાં તમામ કાર્યક્રમોનું નિયમિત સામાજિક અનવષણ ગ્રામસભા દ્વારા થાય અને સામાજિક અનવેષણમાં ઉપસ્થિત મુદ્દાઓ સંદર્ભે ત્વરિત કામગીરી થાય તે સુનિશ્ચિત કરવું.
  • ગ્રામસભા સામાજિક અનવેષણ હાથ ધરી શકે તે માટે લાભાર્થીઓનાં નામની યાદી કરવામાં આવેલ વિતરણ તેમજ અન્ય સંબંધિત હિસાબી ચોપડા સહિત તમામ સંબંધિત દસ્તાવેજો ગ્રામસભાને ઉપલબ્ધ કરવા.
  • તાલુકાની અંદર જુદી જુદી યોજનાઓ હેઠળ અમલીકરણ દરમિયાન જે કોઈ ફરિયાદો ઉપસ્થિત થાય તેનો ત્વરિત ઉકેલ લાવવા.
  • જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર તથા રાજ્ય સરકાર દ્વારા જે કંઈ કામગીરી સુપરત કરવામાં આવે તે હાથ ધરવું.
  • રાજ્ય સરકાર કોઈ હુકમ કરીને એમ સૂચના આપી શકે કે પ્રોગ્રામ ઓફિસરે કરવાનાં બધાંજ કાર્યો અથવા તે પૈકીનાં કોઈ પણ કાર્ય ગ્રામ પંચાયત અથવા સ્થાનિક સંસ્થા કરી શકશે.
  • ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયતનાં કાર્યો નીચે પ્રમાણે રહેશે.
  • ગ્રામસભાની ભલામણ અનુસાર ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયત વિસ્તારમાં લાભાર્થીઓને ઓળખવા. ગ્રામસભાની ભલામણો ધ્યાનમાં લીધા બાદ પાત્રતા ધરાવનાર સંબંધિત લાભાથીઓની યાદી તૈયાર કરવી. પાત્રતા ધરાવતા સંભવિત લાભાર્થીઓની યાદી ચકાસણી અને મંજૂરી માટે પ્રોગ્રામ ઓફિરને મોકલવી.
  • જરૂરી જણાય તે પ્રમાણેનો કર્મચારીગણ અને તકનીકી સહયોગ ઉપસ્થિત કરશે.
  • રાજ્ય સરકાર પોતાના હુકમ દ્વારા યોજનાના અમલ દરમિયાન, જિલ્લા અને તાલુકા કક્ષાએ, કોઈ વ્યક્તિ તરફથી કોઈ ફરિયાદ કરવામાં આવે તેની તકરારના નિવારણ માટે યોગ્ય તેવી મશીનરી નક્કી કરશે અને આવી ફરિયાદોના નિરાકરણ અને ઉકેલ માટે જરૂરી હોય તેવી તકરાર નિવારણ પધ્ધતિ નક્કી કરશે.
  • દરેક ગ્રામ પંચાયત દરેક વસવાટ દીઠ એક બે કે ત્રણ સ્વયંસેવકો નીમશે. જેઓ લાભાર્થીઓને શોધી કાઠવામાં સહાય કરશે અને પાત્રતા ધરાવનાર લાભાર્થીઓને તેમના લાભ મેળવી આપવામાં સહાય કરશે. આવા સ્વયસેવકો. શકયતઃ સ્વ-સહાય જૂથના મહિલા સભ્ય હશે. આવા સ્વયસેવકો પેન્શન મેળવનાર કોઈ વ્યક્તિનું અથવા કુટુંબથી રોટલો રળી આપનાર કોઈ મુખ્ય વ્યક્તિનું અવસાન થાય તો તેની જાણ ગ્રામ પંયાયતને / પ્રોગ્રામ ઓફિસરને / જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટરને અથવા જિલ્લા કોલ સેન્ટરને કરશે. તેઓ લાભાર્થીઓની વાર્ષિક ચકાસણીમાં તેમજ સામાજિક અનવેષણ અને તબીબી ચિકિત્સા શિબિરો યોજાવીને સહાય કરશે.

રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ (NSAP) નીચેની યોજનાઓની ખાસ શરતો

•          ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધાવસ્થા પેન્શન યોજના (IGNOAPS)

•          રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળ વૃધ્ધાવસ્થા પેન્શનમાટે નીચેના ફકરામાં દર્શાવેલી શરતો અનુસાર જ કેન્દ્રીય સહાય મળવાપાત્ર છે. અન્ય કોઈ જ માપદંડ ચાલી શકશે નહિં.

•          કેન્દ્રીય સહાયનો દાવો કરવા માટે. નીચેના માપદંડ લાગુ પડશે

o          જે તે પુરુષ અથવા સ્ત્રીની ઉમર ૬૫ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ

o          અરજદાર ગરીબીની રેખા નીચેના પરિવારના સભ્ય હોવા જોઈએ. જે માટે ભારત સરકાર નિયત કરેલ ધારા ધોરણ લાગુ પડશે.

o          કેન્દ્રીય સહાય મેળવવા માટે લાભાર્થી દીઠ માસિક રૂ.૨૦૦/- વૃધ્ધાવસ્થા પેન્શનની રકમ હોવી જોઈએ.

o          ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધાવસ્થા પેન્શન નીચે કુલ મળવાપાત્ર સંખ્યા તમામ લાભાર્થીઓ, જેઓ પાત્રતાના માપદંડ પૂરા કરતાં હોય તેના ક્ષેત્રીય અહેવાલને આધારે નક્કી કરવામાં આવશે. (એવું અપેક્ષિત છે કે કુલ મળવાપાત્ર લાભાર્થીઓની સંખ્યા. ગ્રામીણ વિકાસ મંત્રાલયે કરેલ અંદાજોની લગભગ હશે).

o          રાજ્યોએ દર વર્ષે એવું પ્રમાણપત્ર આપવાનું રહેશે કે તમામ પાત્રતા ધરાવતી વ્યક્તિઓને ઈન્દિરા ગાંધી વૃધ્ધાવસ્થા પેન્શન યોજના નીચે આવરી લેવામાં આવેલ છે.

o          ઈન્દિરા ગાંધી વૃધ્ધાવસ્થા પેન્શન યોજના નીચેના લાભ શકય હોય ત્યાં સુધી માસિક ધોરણે અને તે પણ શકયતઃ દરેક મહિનાની પહેલી તારીખે ચૂકવવામાં આવે છે. જ્યાં શકય હશે ત્યાં પેન્શનની રકમ લાભાથીના પોષ્ટ ઓફિસ કે જાહેર ક્ષેત્રની બેંકના ખાતામાં જમા કરવામાં આવે છે. તમામ લાભાર્થીઓનો માહિતી આધાર અને ચૂકવણી જાહેર રીતે ઉપલબ્ધ કરવામાં આવી છે.

•          ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓ, કોઈ પેન્શન મેળવવાનારના મૃત્યુ સંબંધી અહેવાલ આવી ઘટના બન્યા પછી તરત જ પેન્શન મંજૂર કરનાર યોગ્ય સત્તાતંત્રને જણાવશે. પેન્શન મંજૂર કરનાર સત્તાતંત્ર એ સુનિશ્ચિત કરશે કે પેન્શનની ચૂકવણી તરત જ બંધ કરવામાં આવે.

•          જો કોઈવાર કોઈ પેન્શન ખોટી રીતે અપાયેલ અથવા ભૂલથી અપાયેલી માહિતીને આધારે ચૂકવાયું હશે તો પેન્શન મંજૂર કરનારસત્તાતંત્રને તેવું પેન્શન ચૂકવણું બંધ કરવાનો તેમજ તેની વસૂલાત કરવાનો અધિકાર છે.

•          ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગતા પેન્શન યોજના (IGNDPS) ૨.૩.૧ ઈન્દિરા ગાધી રાષ્ટ્રીય વિકલાંગતા પેન્શન યોજના નીચે કેન્દ્રીય સહાય નીચેના ત્રણ ફકરામાં દર્શાવેલી શરતોને આધીન છે. બીજા કોઈપણ માપદંડ ચાલી શકશે નહિં

•          કેન્દ્રીય સહાય મેળવવાનો દાવો કરવાના હેતુથી નીચેના માપદંડ લાગુ પડશે.

o          વિકલાંગ વ્યક્તિની ઉંમર ૧૮ થી ૬૪ વર્ષ હશે.

o          વિકલાંગ અરજદાર ગરીબી રેખાની નીચેના પરિવારનો સભ્ય હોવો જોઈએ. ગરીબી રેખા માટેના માપદંડ. ભારત સરકારે સૂચવ્યા મુજબના રહેશે.

o          અરજદાર વિકલાંગતા અધિનિયમ ૧૯૯૫માં તેમજ નેશનલ ટ્રસ્ટ ફોર ધ વેલફેર ઓફ પેર્સન્સ વીથ. ઓટીઝમ સેલિબ્રપાલસી. મેન્ટલ રિટાર્ડયન અને મલ્ટિપલ ડીઝેબીલીટી અધિનિયમ ૧૯૯૯માં તેમજ બંન્ને ધારામાં વખતો વખત થયેલ સુધારા અને આ બાબતે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે બહાર પાડેલી કોઈપણ માર્ગદર્શિકામાં દર્શાવવામાં આવેલી બહુવિધ વિકલાંગતાથી પીડાતો હોવો જોઈએ.

o          વિકલાંગતા પેન્શનની રકમ, કેન્દ્રીય સહાયની માગણી કરવાના હેતુથી, માસિક રૂ.૨૦૦/- લાભાર્થીદીઠ છે.

o          ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગતા પેન્શન યોજના નીચે મળવાપાત્ર લાભાર્થીઓની સંખ્યા. બધા લાભાર્થીઓ જેઓ યોગ્યતાના માપદંડ પૂરા કરતા હોય. તેમના ક્ષેત્રીય અહેવાલને આધારે નક્કી થશે. (એમ અપેક્ષિત છે કે આ યોજના નીચે નક્કી કરેલ કુલ લાભાર્થીઓની સંખ્યા ગ્રામીણ વિકાસ મંત્રાલયે મુકેલા અંદાજોની લગભગ સમીપ ન હશે.

o          રાજ્યોએ દર વરસે એવું પ્રમાણપત્ર જારી કરવાનું છે કે ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગતા પેન્શન યોજના નીચેના તમામ પાત્રતા ધરાવતી વ્યક્તિઓને આવરી લેવામાં આવી છે.

o          ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગતા પેન્શન યોજનાના લાભનું શકય હશે ત્યાં સુધી માસિક ધોરણે અને શકયતઃ દરેક માસની પહેલી તારીખે વિતરણ કરવામાં આવશે.

o          જ્યાં શકય હશે ત્યાં પેન્શન લાભાથીના પોષ્ટ ઓફિસના કે જાહેરક્ષેત્રની બેંકના ખાતામાં જમા કરવામાં આવે છે.

o          તમામ લાભાર્થીઓ અને તેમને કરવામાં આવતાં ચૂકવણાંને માહિતી આધાર જાહેર રીતે ઉપલબ્ધ કરવામાં આવે છે.

•          ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગતા પેન્શન યોજનાના હેતુ માટે વિકલાંગતા અધિનિયમ ૧૯૯૫ તથા નેશનલ ટ્રસ્ટ ફોર ધ વેલફેર ઓફ પર્સન્સ વીથ ઓટિઝમ, સેલિબ્રલ પાલસી મેન્ટલ રિટાર્ડેશન એન્ડ મલ્ટિપલ ડિઝેબીલીટીઝ એક્ટ (નેશનલ ટ્રસ્ટ એક્ટ૧૯૯૦)માં આપવામાં આવેલી વ્યાખ્યાઓ અનુસારમાં આવશે. આ કાયદાઓ વિકલાંગતા અને ગંભીર તથા વિવિધ વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓની વ્યાખ્યાઓ નીચે પ્રમાણે આવે છે. વિકલાગતાની વ્યાખ્યા. વિકલાંગતા અધિનિયમ-૧૯૯૫ ની કલમ ૨ ની પેટા કલમ (૧) માં નીચે પ્રમાણે આપવામાં આવી

‘વિકલાંગતા” એટલે

1.     અંધત્વ

2.     અલ્પદ્રષ્ટિ

3.     રક્તપિત્તના રોગમાંથી સાજી થયેલ વ્યક્તિ

4.     શ્રવણક્ષતિ

5.     અસ્થિવિષયક વિકલાંગતા

6.     મંદબુધ્ધિ અથવા માનસિક વિકાસમાં રૂકાવટ અને

માનસિક બીમારી

વિકલાંગતા અધિનિયમ ૧૯૯૫ ની કલમ ર ની પેટા કલમ મુજબ વિકલાંગતા ધરાવતી વ્યક્તિ એટલે તબીબી અધિકારી દ્વારા જે ને ૪૦ ટકા કે તેથી વધુ વિકલાંગતા હોવાનું પ્રમાણપત્ર મળ્યું છે તેવી વ્યક્તિ.

વિકલાંગતા અધિનિયમ કલમ ૫૬ની પેટા કલમ (૪) મુજબ અતિગંભીર વિકલાંગતા ધરાવતી વ્યકેિત એટલે એક કે તેથી વધુ પ્રકારની વિકલાંગતાના ૮૦ ટકા કે તેથી વધારે વિકલાંગતા ધરાવતી વ્યક્તિ.

નેશનલ ટ્રસ્ટ એક્ટની કલમ-૨ (એચ) પ્રમાણે બહુવિધ (મલ્ટીપલ) વિકલાંગતા એટલે વિકલાંગતા અધિનિયમ, ૧૯૯૫ ની કલમ-૨. પેટા કલમ (૧) માં દર્શાવાયેલી વિકલાંગતાઓ પૈકી જેનામાં બે કે તેથી વધુ વિકલાંગતા ભેગી થયેલી છે તેવી વ્યક્તિ.

ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગતા પેન્શન યોજના નીચે અરજદાર, વિકલાંગતા અધિનિયમ.૧૯૯૫ની કલમ ૨ ની પેટા કલમ (પી)ની જોગવાઈ અનુસારનું તબીબી અધિકારીનું તબીબીપ્રમાણપત્ર રજૂ કરશે.

ઘણી ગંભીર અથવા બહુવિધ વિકલાંગતા ઘરાવતી વ્યક્તિના કિસ્સામાં સંબંધિત તબીબી અધિકારીને તાલુકા, મંડળ કક્ષાએ બોલાવીને અથવા જે પ્રમાણે માન્ય હોય તે પ્રમાણે કરીને યોજના નીચે લાભ મેળવવા માટે અરજી કરેલ વ્યક્તિને સહાયરૂપ બનાવ માટે તેમજ તેવી વ્યક્તિને આવું તબીબી પ્રમાણપત્ર મેળવવામાં અંતર અવરોધરૂપ ન બને તેમજ તેમને મુશ્કેલી ન પડે તે હેતુથી તેમને તબીબી પ્રમાણપત્ર મેળવવામાં સહાયક બનશે.

ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓ કોઈપણ પેન્શનરનું મૃત્યુ થાય ત્યાર પછી તરત જ યોગ્ય તે મંજૂર કરનાર અધિકારીને તેની જાણ કરશે. મંજૂર કરનાર અધિકારી એ સુનિશ્ચિત કરશે કે તે પછી તરત જ ચૂકવણું બંધ કરવામાં આવે.

કોઈપણ પેન્શનરનું ચૂકવણું પાત્રતા સંબંધી ખોટી કે ભૂલભરેલી માહિતીને આધારે થયું હોય તો તો બંધ કરવાનો કે પરત વસૂલ કરવાનો અધિકાર, મંજૂર કરનાર અધિકારીને છે.

રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના (NFBS)

ગરીબી રેખા નીચેના પરિવારમાં મુખ્ય ભરણપોષણ કરનાર વ્યક્તિનું મૃત્યુ થાય તો પરિવારમાં પાછળ રહેલી વ્યક્તિઓને ઉચ્ચક કૌટુંબિક સહાય, નીચેના ફકરામાં  દર્શાવેલ શરતોને આધીન રહીને, ચુકવામાં માટેની કેન્દ્રીય સહાય ઉપલબ્ધ છે.

કેન્દ્રીય સહાય નક્કી કરવા માટેના હેતુથી નીચેના માપદંડ લાગુ પડશે.

પરિવારમાં મુખ્ય ભરણપોષણ કરનાર સ્ત્રી કે પુરુષ એટલે જેની આવકનો કુટુંબની આવકમાં નોંધપાત્ર ફાળો હોય. કુટુંબની મુખ્ય ભરણપોષણ કરનાર વ્યક્તિનું મૃત્યુ તે વ્યક્તિ ૧૮ થી ૬૪ વર્ષની વયની હોય તે દરમિયાન એટલે કે ૧૮ વર્ષ કરતાં વધુ અને ૬૫ વર્ષ કરતાં ઓછી ઊમર દરમિયાન થયેલ હોવું જોઈ. મૃત્યુ પામનાર વ્યકિતનો પરિવાર, ભારત સરકારે નિયત કરેલ માપદંડો અનુસાર, ગરીબી રેખા નીચેનો પરિવાર હોવો જોઈએ. મુખ્ય ભરણપોષણ કરનાર વ્યક્તિનું મૃત્યુ થતાં આ યોજના નીચે કેન્દ્રીય સહાયની રકમ રૂ.૧૦,૦૦૦/- રહેશે. રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના નીચે સહાય ચૂકવવા માટે પાત્રતા ધરાવનાર પરિવારોની સંખ્યા ક્ષેત્રીય અહેવાલોને આધારે નક્કી કરાશે. (આ રીતે નક્કી કરવામાં આવનાર કુલ પરિવારોની સંખ્યા. ગ્રામીણ વિકાસ મંત્રાલયે અપેક્ષિત કરેલ કુટુંબોની સંખ્યાની લગભગ લગોલગ જ હશે.) રાજ્યોએ એ મુજબનું પ્રમાણપત્ર દર વર્ષે આપવાનું રહેશે કે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના નીચે તમામ પાત્રતા ધરાવનાર પરિવારોને સહાય ચૂકવી દેવામાં આવી છે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના નીચે, કુટુંબની મુખ્ય આજીવિકા કમાનાર વ્યક્તિના મુત્યુ થયાના ૧૫ દિવસમાં જ ગરીબી રેખા નીચે જીવતા તેમના પાછળ રહેલા પરિવારના સભ્યોએ ચૂકવવી આપવની રહેશે. કારણ કે પરિવારના પાછળ રહેલા સભ્યો માટે તાત્કાલિક રાહત ઉપલબ્ધ કરવાની છે. સહાયની રકમ પાછળ રહેલા કુટુંબના સભ્યો પૈકી જે સભ્ય સ્થાનિક તપાસ દ્વારા કુટુંબના વડા તરીકે ઓળખવામાં આવે તેના નામે પોસ્ટ ઓફિસના ખાતામાં કે જાહેર ક્ષેત્રની બેંકના ખાતામાં જમા થશે. આ યોજના નીચે જેને સહાય ચૂકવવામાં આવી હોય તે તમામ પરિવારોનો માહિતી આધાર જાહેર હિતમાં ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

મૃત્યુ પામનાર ગરીબ વ્યક્તિના પરિવારના વારસો પૈકી યોગ્ય સ્થાનિક તપાસ બાદ જેને પરિવારના વડા તરીકે જાહેર કરવામાં આવે તેને કુટુંબ સહાયની રકમની ચૂકવણી કરવામાં આવે છે. આ યોજનાના હેતુ માટે પરિવારમાં પતી / પત્ની. સગીર બાળક, કુંવારી પુત્રી આધારિત માતા-પિતાનો સમાવેશ કરવામાં આવશે. જો કોઈ અપરણિત પુખ્ત વયની વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો પરિવારમાં સગીર (નાનાં) ભાઈ/ બેનો અને આધારિત માતા-પિતાનો સમાવેશ થશે.

દરેક જિલ્લામાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારમાં કુટુંબનું ભરણપોષણ કરનાર વ્યક્તિના મૃત્યુની જાણકારી પ્રાપ્ત કરવા માટે ‘કોલ સેન્ટર” ની સ્થાપના કરવામાં આવશે. ગ્રામ પંચાયત અને નગરપાલિકાએ ગરીબી રેખા નીચેના પરિવારના રોજી-રોટી કમાનાર વ્યક્તિના મૃત્યુના દરેક કિસ્સાની જાણ સંબંધિત અધિકારીઓને કરશે. જેથી રાષ્ટ્રીય કુંટુંબ સહાય યોજનાની રકમની સમયસર ફાળવણી કરવાનું સુનિશ્ચિત કરી શકાય.

કૉલ સેન્ટર દ્વારા કે અન્ય રીતે માહિતી મળ્યા બાદ પ્રોગ્રામ ઓફિસર, સંબંધિત ગામની મુલાકાત લઈ મૃત્યુ પામનાર વ્યક્તિના બાકીના પરિવારની પાસેથી વિગતો પ્રાપ્ત કરશે. સંબંધિત ગ્રામ પંચાયત પાસેથી આવશ્યક દસ્તાવેજો તૈયાર કરાવી. કુટુંબ સહાયની ચૂકવણી માટેનાં કેસની પ્રક્રિયા કરાવશે.

પ્રોગામ ઓફિસર રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના નીચે મૃતકના પરિવારને ચૂકવણીની મંજૂરી આપશે અને ચૂકવણીની વ્યાખ્યા વહેલામાં વહેલી તકે અને સંભવત એક પખવાડિયાની અંદર કરાવશે.

મંજૂર કરનાર સંતાતંત્રને પાત્રતા સંબંધી કોઈ ખોટી કે ગેરસમજથી થયેલી ચૂકવણીની રકમ પરત મેળવવાનો અધિકાર છે .

અન્નપુર્ણા યોજના

૧લી એપ્રિલ-ર000ના દિવસે, પાત્રતા ધરાવનાર લાભાર્થીઓને ૧૦ કિ.ગ્રામ અનાજ વિના મૂલ્ય આપવાની અન્નપુર્ણા યોજના શરૂ કરવામાં આવી.

અન્નપુર્ણા યોજના એવી વયસ્ક વ્યક્તિઓ (સિનિયર સીટીઝન્સ) ની અન્ય સલામતીની જરૂરિયાત પૂરી કરવાનો ઉદ્દેશ રાખે છે. જેઓ વૃધ્ધાવસ્થાના પેન્શન માટેની યોજના માટે પાત્રતા ધરાવતા હોવા છતાં. જેમનો તે યોજનામાં સમાવેશ થયેલ નથી.

અન્નપુર્ણા યોજના માટે વર્ષ ૨૦૦૦ માં બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાનો યોજનાના અમલમાં રાજ્ય સરકારોએ અનુસારવાનું રહેશે.

ઓળખ અને મંજૂરી

લાભાર્થીઓની ઓળખ : કોઈ પરિવાર ગરીબીની રેખા નીચેના માપદંડોમાં આવે છે કે નહિ તે નક્કી કરવા માટે ભારત સરકારે વખતો વખત જારી કરેલ માર્ગદર્શિકા અનુસાર રાજ્યોએ બનાવેલ બી.પી.એલ. યાદીમાંથી લાભાર્થીની ઓળખ મેળવવાની રહેશે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે નિયત કરેલ માપદંડના આધારે રાજ્યોએ બનાવેલ યાદી ગ્રામીણ વિસ્તારોમાં લાગુ પડશે. શહેરી વિકાસ અને ગરીબી નિર્મલન મંત્રાલયે નિયત કરેલ માપદંડને અનુસરીને અથવા રાજ્યોએ પોતે શહેરી વિસ્તારો માટે નક્કી કરેલા માપદંડ શહેરી વિસ્તારોને લાગુ પડશે. ભારત સરકાર આ માપદંડની સમીક્ષા કરવાનો અધિકાર તેમજ બીજા અનુરૂપ સુધારેલ માપદંડ જેને આધારે અમુક પરિવાર ગરીબીની રેખા નીચે આવે છે કે કેમ તે સૂચવવાનો અધિકાર અનામત રાખે છે.

જન્મ મરણ નોંધણીના રજિસ્ટ્રારે જારી કરેલ જન્મ પ્રમાણપત્ર. શાળાના પ્રમાણપત્ર, રેશનકાર્ડ, ચૂટણીપંચ દ્વારા જારી કરાયેલ વીજાણું મતદાતા કાર્ડમાં દર્શાવેલી ઉમર ધ્યાનમાં લેવામાં આવશે. કોઈપણ પ્રમાણિત દસ્તાવેજની

અન-ઉપસ્થિતિમાં ઓછામાં ઓછું આસીસ્ટન્ટ સીવીલ સર્જનની કક્ષા ધરાવતા તબીબી અધિકારીનું પ્રમાણપત્ર અથવા મહેસૂલી અધિકારીનું પ્રમાણપત્ર, ઉમરના પુરાવા તરીકે માન્ય ગણાશે. લાભાર્થી વિધવા હોવાનો દરજજો મહેસૂલી અધિકારી દ્વારા પ્રમાણિત કરાશે.

રાજ્ય સરકાર તાલુકા કક્ષાએ ઓછામાં ઓછું વર્ષમાં એકવાર વિકલાંગતાની ટકાવારી ચકાસવા અને વિકલાંગતાના પ્રમાણપત્ર જારી કરવા માટે શિબિરો યોજશે.

ગ્રામ પંચાયતો - નગરપાલિકાઓ, રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમની તમામ યોજનાઓના લાભાર્થીઓની ઓળખ માટે સક્રિય ભૂમિકા ભજવશે. ગ્રામ પંચાયતોનગરપાલિકાઓ તરફથી વાર્ષિક મોજણી હાથ ધરવામાં આવશે. અને તેના પરિણામોની સરખામણી માન્ય બી.પી.એલ. યાદી સાથે કરવામાં આવશે. આનાથી રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમની યોજનાઓ માટેની પાત્રતા ધરાવતી તમામ વ્યક્તિઓની ગણતરી કરવાનું સરળ બનશે તેમજ સૌને લાભ આપી શકાશે.

લાભાર્થીઓની ઓળખનો આધાર નીચે મુજબ થઈ શકે.

1.     પોતાની અરજી પરથી

2.     ગ્રામ પંચાયત - ગ્રામ સભાની પોતાની નિર્ણય શક્તિથી

3.     અન્ય સક્ષમ અધિકારીના અહેવાલ ઉપરથી. આવા તમામ કિસ્સાઓમાં અરજી પત્રક ભરવાનું તો ખાસ જરૂરી છે જ.

અરજી અને ચકાસણી

તમામ તાલુકા કક્ષાએ કે ગ્રામ પંચાયત કક્ષાએ તેમજ અન્ય જાહેર સંસ્થાનોમાં મફત (વિનામૂલ્ય) અરજી પત્રકો પુરતી સંખ્યામાં રાખવા જરૂરી છે. તેની નકલ રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમની વેબસાઈટ પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે. અરજીની નોંધ રજિસ્ટરમાં કરવી અને તેની પહોંચ આપવી. જો અરજી પત્રક અઘરુ ભરેલું હોય તો સંબંધિત કર્મચારીની જવાબદારી છે કે તે પૂરેપુરૂ ભરાવે. અરજદારોની યાદી ગ્રામ પંચાયતની ઓફિસે પ્રદર્શિત કરવી.

સહાયક પ્રોગ્રામ ઓફિસરને રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળની અરજીઓની ચકાસણી માટે ચકાસણી અધિકારી તરીકે જાહેર કરવા. ચકાસણી અધિકારીનું નામ પણ તાલુકા કક્ષાએ પ્રદર્શિત કરવું. ઉપરાંત ગ્રામ પંચાયતની દીવાલે પણ તે મૂકવું.

અરજીની ચકાસણી અમુક નિયત મુદ્દતમાં જ પૂરી કરવી અને અરજી કર્યાના વધુમાં વધુ એક અઠવાડિયાની અંદર જ ચકાસણી થઈ જવી જોઈએ.

ચકાસણી થઈ ગયા બાદ મંજૂર કરનાર અધિકારીની મંજૂરી મેળવવાની રહે છે.

મંજૂરી અને અપીલ 3.3.૧ જિલ્લામાં પ્રોગ્રામ ઓફિસરને મંજૂરી અધિકારી તરીકે જાહેર કરવા ચકાસણી કરાયેલ અરજી મળ્યા બાદ આ અધિકારી. અરજદારને મંજૂરી હુકમમાં સ્વરૂપે પોતાની મંજૂરીની જાણ કરી તે હુકમના નકલ ગ્રામ પંચાયત - નગરપાલિકાને આપશે.

અરજી મળ્યો થી તે મંજૂર - ના મંજૂર થાય તેમાં કુલ સમય બે અઠવાડિયાથી વધવો જોઈએ નહિં.

જો અરજી નામંજૂર થાય તો. નામંજૂરી માટેના કારણોની પણ નોંધ કરવી અને તેની જાણ અરજદારને કરવા ઉપરાંત ગ્રામ પંચાયત- નગરપાલિકાને તેની નકલ આપવી.

અરજી નામંજૂર થયા બાદ અરજદાર કદાચ પોતાની પ્રથમ અપીલ મંજૂર કરનાર અધિકારીને કરવાનું પસંદ કરે. જે ને અરજી ના મંજૂર કરી છે અને બીજી અપિલ જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટરને કરવાનું પણ પસંદ કરશે.

જે અરજદારોની અરજી મંજૂર કરવામાં આવી છે તેમની યાદી ગ્રામ પંચાયત ઓફિસે પ્રદર્શિત કરવી અને દર ત્રણ માસે તેમાં સુધારા વધારા, ઉમેરા કરવાના હોય તે અદ્યતનીકરણ કરવું. અરજીઓની ફોટોકોપી. અરજીઓની નોંધણીનું રજિસ્ટ્રર, મંજૂરી-ના મંજુરીના હુકમો ખુલ્લા જ રાખવા અને ગ્રામ પંચાયતોની ઓફિસે નિરીક્ષણ માટે ઉપલબ્ધ કરવા.

મંજૂરી હુકમ અને પેન્શનરની પાસબૂક 3.૪.૧. મંજૂરી આપનાર અધિકારી. પોતાના સહી- સિક્કા સાથે, મંજૂરી હુકમ, નિયત પ્રફોર્મા

રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમની જે કોઈ યોજના નીચે લાભાર્થીઓને પેન્શન મંજૂર કરવામાં આવ્યું હોય તેમને પેન્શનરની પાસબૂક પણ આપવી. આ પાસબૂકમાં મંજૂરીના હુકમની નકલ, પેન્શનરની સંબંધિત વિગતો. ચુકવણીની વિગતો અને ચકાસણીની વિગતો વગેરે હશે

અરજી નામંજૂર થયા બાદ અરજદાર કદાચ પોતાની પ્રથમ અપીલ મંજૂર કરનાર અધિકારીને કરવાનું પસંદ કરે. જે ને અરજી ના મંજૂર કરી છે અને બીજી અપિલ જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટરને કરવાનું પણ પસંદ કરશે.

જે અરજદારોની અરજી મંજૂર કરવામાં આવી છે તેમની યાદી ગ્રામ પંચાયત ઓફિસે પ્રદર્શિત કરવી અને દર ત્રણ માસે તેમાં સુધારા વધારા, ઉમેરા કરવાના હોય તે અદ્યતનીકરણ કરવું. અરજીઓની ફોટોકોપી. અરજીઓની નોંધણીનું રજિસ્ટ્રર, મંજૂરી-ના મંજુરીના હુકમો ખુલ્લા જ રાખવા અને ગ્રામ પંચાયતોની ઓફિસે નિરીક્ષણ માટે ઉપલબ્ધ કરવા.

મંજૂરી હુકમ અને પેન્શનરની પાસબૂક 3.૪.૧. મંજૂરી આપનાર અધિકારી. પોતાના સહી- સિક્કા સાથે, મંજૂરી હુકમ, નિયત પ્રફોર્મા  આપેલ છે

રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમની જે કોઈ યોજના નીચે લાભાર્થીઓને પેન્શન મંજૂર કરવામાં આવ્યું હોય તેમને પેન્શનરની પાસબૂક પણ આપવી. આ પાસબૂકમાં મંજૂરીના હુકમની નકલ, પેન્શનરની સંબંધિત વિગતો. ચુકવણીની વિગતો અને ચકાસણીની વિગતો વગેરે હશે.

ભંડોળની ફાળવણી, ભંડોળ છૂટું કરવું

કેન્દ્રીય ભંડોળની ફાળવણી :રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ તા.૧-૪-૨૦૦૨ થી રાજ્ય યોજના તરીકે તબદીલ થયેલ છે અને તેનું ભંડોળ એકત્રિત ફાળવણી તરીકે તમામ યોજનાઓ માટે વધારાની કેન્દ્રીય સહાય તરીકે ઉપલબ્ધ કરાય છે. રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ નીચે રાજ્યની જવાબદારી નાણા મંત્રાલયના અંદાજપત્રીય અંદાજોનો હિસ્સો બને છે. રાજ્યોને ભંડોળની ફાળવણી નાણા મંત્રાલય દ્વારાકરવામાં આવે છે.

રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ નીચે રાજ્યોને કેટલી વધારાની કેન્દ્રીય સહાય ઉપલબ્ધ કરવી તેનો નિર્ણય ગ્રામીણ વિકાસ મંત્રાલય સાથે ચર્ચા કરીને આયોજન પંચ કરે છે. વધારાની કેન્દ્રીય સહાયનો ઉપયોગ રાજ્યોએ, રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળની પ્રવર્તમાન યોજનાઓ માટે અગર તો તે કાર્યક્રમમાં નવી ભવિષ્યમાં કોઈ યોજના ઉમેરાય તો તેને માટે કરવાનો છે.

રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળ કેન્દ્રીય સહાયનો દર નીચે મુજબ રહેશે.

1.     ઈન્દ્રિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધાવસ્થા પેન્શન યોજના રૂ.૨૦૦/- પ્રતિમાસ લાભાર્થી દીઠ

2.     ઈન્દ્રિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા સહાય યોજના રૂ.૨૦૦/- પ્રતિમાસ લાભાર્થી દીઠ

3.     ઈન્દ્રિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગતા પેન્શન યોજના રૂ.૨૦૦/- પ્રતિમાસ લાભાર્થી દીઠ

4.     અન્નપૂર્ણ યોજના:- લાભાર્થીદીઠ પ્રતિમાસ ૧૦ કિ.ગ્રામ અનાથ (ઘઉં અથવા ચોખા)

5.     રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના: રૂ.૧૦,૦૦૦/- લાભાર્થી દીઠ

6.     વહીવટી ખર્ચઃ રાષ્ટ્રીય સામાજિક સહાય યોજના હેઠળ કરેલ ખર્ચના 3 ટકા.

કલ્યાણ યોજનાઓ હેઠળ ઓછામાં ઓછું ખર્ચ થાય તે બાબત સુનિશ્ચિત કરવા માટે એમ નક્કી કરવામાં આવ્યું છે કે રાજ્યોને વધારાની કેન્દ્રીય સહાય એ રાજ્યોને ચૂકવાતી કલ્યાણલક્ષી કાર્યક્રમો માટેની યોજનાઓ, જે રાજ્યોના બજેટમાં પ્રતિબિંધિત થાય છે તે આયોજન અને બિન-આયોજન સદરે ફાળવવાયાં આવતી સામાન્ય ગ્રાન્ટ કરતાં માત્ર સાચી જ વધારાની ફાળવણી હોય રાજ્યો તેમના પોતાના અંદાજપત્રમાં આ યોજનાઓ માટે આદેશાત્મક ન્યુનતમ જોગવાઈ (MMP) કરવી જ જોઈએ. આ આદેશાત્મક ન્યુનતમ જોગવાઈની ગણતરી એવી રીતે કરવામાં

આવે છે કે વર્ષ રOOO-O૧ પછી રાજ્યની ખરેખર અંદાજપત્રીય જોગવાઈ અથવા આ યોજનાઓ નીચે ખરેખર ખર્ચ, બે પૈકી જે વધારે હોય એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રાજ્યો પોતે જ પોતાના અંદાજપત્રોમાં કલ્યાણ લક્ષી યોજનાઓમાં વધારે ખર્ચ કરે જે તેમના સંસાધન પરિસ્થિતિને અનુરૂપ હોય.

રાજ્યો. મંત્રાલયને રાજ્યોને ફાળવવામાં આવેલ વધારાની  કેન્દ્રીય સહાયની ફાળવણી થયા બાદ તેમને જાણ કરવામાં આવે તેના એક મહિનાની અંદર તેમણે પોતે ધારણ કરેલી વિવિધ યોજનાઓ હેઠળ કુલ કેટલી કેન્દ્રીય ફાળવણી ઉપલબ્ધ થઈ તેની જાણ કરશે. ગ્રામીણ વિકાસ મંત્રાલય વર્ષ દરમિયાન વધારાની કેન્દ્રીય ફાળવણી પાછળ થતા ખર્ચનું સુનિયત્રણ કરશે.

નાણા છુટા કરવા

વધારાની કેન્દ્રીય સહાયનાં નાણા રાજ્યોને નાણા મંત્રાલય તરફથી નાણાકીય વર્ષના ડિસેમ્બર માસ સુધીમાં ગ્રામીણ વિકાસ મંત્રાલયની ભલામણ અનુસાર છૂટાં કરવામાં આવે છે.

નાણાકીય વર્ષના છેલ્લા ત્રિ-માસમાં એટલે કે જે તે નાણાકીય વર્ષના જાન્યુઆરી. ફેબ્રુઆરી અને માર્ચ માસ માટે વધારાની કેન્દ્રીય સહાયનાં નાણા છૂટાં કરવાનો આધાર રાજ્યો દ્વારા યોજનાઓના અમલમાં સંતોષકારક પ્રગતિ તથા રાજ્યો દ્વારા ઉપયોગમાં લેવાયેલ ભંડોળ ઉપર આધારિત છે.

છેલ્લા ત્રિ-માસમાં નાણા ભંડોળની ફાળવણી માટે પાત્ર બનવા બાબતે રાજ્યોએ નીચેની શરતો પૂરી કરવાની રહે છે.

રાજ્યો પાસે ઉપલબ્ધ ભંડોળમાંથી ઓછામાં ઓછું પ૦ ટકા ભંડોળ રાજ્યોએ ડિસેમ્બર માસના અંત પહેલાં વાપરી નાખેલ હોવું જોઈએ. જેથી કરીને છેલ્લા ત્રિ-માસ એટલે કે જાન્યુઆરી. ફેબ્રુઆરી અને માર્ચ માસ માટેની વધારાની કેન્દ્રીય સહાયની ફાળવણી થઈ શકે. આ માટે જે ખર્ચ પત્રક મોકલવાનું છે ઉપરાંત રાજ્યોએ તેમને આગળનાં નાણાકીય વર્ષમાં જે કોઈ ભંડોળ ફાળવેલ હોય તેનું ઉપયોગિતા પ્રમાણપત્ર ગ્રામીણ વિકાસ મંત્રાલયને મોકલી આપવાનું છે.

ઉઘડતી ભંડોળ તેમજ ખર્ચ પત્રક અને ઉપયોગિતા પ્રમાણપત્ર દર્શાવેલ રકમના આંકડા, માસિક પ્રગતિ અહેવાલમાં અગાઉ દર્શાવેલ આંકડા સાથે મળી રહેવા જોઈએ

તારીખ ૩૧ મી ડિસેમ્બરની ‘કટ ઓફ? તારીખે ઉપયોગિતાની પરિસ્થિતિ. રાજ્યોએ ૧૫મી જાન્યુઆરી સુધીમાં ગ્રામીણ વિકાસ મંત્રાલયને મોકલી આપવી જોઈએ. આ મંત્રાલય. આ અહેવાલ તપાસીને નાણા મંત્રાલયને જરૂરી ભલામણ કરશે અને તેને આધારે નાણા મંત્રાલય આગામી ત્રિ-માસ (જાન્યુઆરી. ફેબ્રુઆરી અને માર્ચ) માટે નાણા ફાળવશે. (પ) છેલ્લા ત્રિ-માસમાં નાણા ફાળવવાની દરખાસ્ત રાજ્યોએ સમયસર મોકલી આપવાની રહેશે.

અમલકર્તા ખાતાંઓનો ભંડોળની ફાળવણી.

રાજ્યોના નાણા વિભાગોએ કેન્દ્ર સરકાર દ્વારા તેમને છૂટા કરેલ ખાસ કેન્દ્રીય સહાયના નાણા તેમણે અમલકર્તા ખાતાંઓને ત્વરીત રીતે અને મોડામાં મોડાં નાણા મળ્યાના ૧૫ દિવસની અંદર ફાળવી આપવાની રહેશે.

રાજ્યોએ પોતાના અંદાજપત્રમાં પૂરતી જોગવાઈ કરવી જોઈએ અને જ્યારે કેન્દ્રીય ફંડ છૂટું થાય ત્યારે (પોતાના અંદાજપત્રમાંથી વપરાયેલ રકમ) પરત મેળવી લેવી જોઈએ. ઉપરાંત, રાજ્યોએ નિયમિતરીતે નાણા ફાળવણી કરતા રહેવુ જોઈએ અને રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળની અન્ય યોજનાઓ સહિત પેન્શનની માસિક ચૂકવણી માટે સમયબદ્ધ માસિક તંત્ર વ્યવસ્થા ઊભી કરવી જોઈએ.

પેન્શનની ચૂકવણી બેન્ક પોસ્ટ ઓફિસ ખાતાંઓ મારફતે રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળ, જ્યા જ્યા શકય હોય ત્યાં બેન્ક/પોસ્ટ ઓફિસના ખાતા મારફતે પેન્શનની ચૂકવણી કરવી.

લાભાર્થીઓ પોતો અથવા રાજ્ય સરકારના આદેશથી પોસ્ટ ઓફિસ /બેન્કમાં ખાતાં ખોલાવવા. રાજ્ય સરકાર દ્વારા અપાતા મંજૂરી આદેશ અથવા અરજદારનાં અરજી પત્રકોની વિગતો KYC (તમારા ગ્રાહકને ઓળખો) ના ધોરણે પૂરાં કરવા માટેની સાબિતી તરીકે ઉયોગમાં લેવી. નાણા મંત્રાલયના નાણાકીય સેવાઓ બાબતની વિભાગ તમામ રાષ્ટ્રીયકૃત બેન્કોને, પેન્શન યોજનાના લાભાર્થીઓનાં ખાતા ખોલવા માટે સૂચનાઓ આપી છે. ઉપરાંત મંત્રાલયના આર્થિક બાબતો માટેના ખાતાઓ પોસ્ટ ઓફિસના બચતખાતા માટેના નિયમોમાં ફેરફાર કરીને પન્થાનના લાભાર્થીઓ માટે શૂન્ય બેલેન્સવાળા ખાતા ખોલવા માટે પણ જોગવાઈ કરી રાખેલ છે. દેશભરમાં બેન્કો અને પોસ્ટ ઓફિસોનો ફેલાવો એક સમાન નથી. પેન્શનની રકમ સીધી બેન્ક કે પોસ્ટ ઓફિસના ખાતામાં જમા કરવાથી પણ સંપૂર્ણ હેતુ સરે તેમ નથી. કારણ કે વૃધ્ધપેન્શના કે વિકલાંગતા પેન્શનની લાભાર્થીઓને નજીકની પોસ્ટ ઓફિસે કે બેન્કની શાખાએ જવામાં મુશ્કેલી પડે તેમ છે. આથી પેન્શનની રકમ ચૂકવણી ઘરઆંગણે જ થાય તે માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા અપાયેલ સુચનાઓ અનુસાર બેન્કીંગ કોરસપાન્ડન્ટ / બેન્કીંગ ફેસીલીટેટ્સ મોડેલ અપનાવું જોઈએ.


રાજય સ્તરીય બેંકર્સ સમિતિ - ગુજરાત

અવાર નવાર પૂછાતા પ્રશ્નો - અટલ પેન્શન યોજના

પેન્શન શું છે ? શા માટે મારે તેની જરૂર છે ?

પેન્શન લોકોને તેમના નિવૃતિકાળમાં માસિક આવક પૂરી પાડે છે.

પેન્શનની જરૂરિયાત

  • ઉમર વધવાની સાથે આવક કમાવાની ક્ષમતામાં ઘટાડો
  • નવા વિભક્ત પરિવાર બનતા - આવક ધરાવતા સભ્યોનું સ્થળાંતર
  • નિર્વાહ ખર્ચમાં વધારો
  • દીઘીયુષ્ય
  • માસિક આવકની ખાતરી વૃદ્ધાવસ્થામાં પ્રતિષ્ઠિત જીવનની ખાતરી પૂરી પાડે છે.

અટલ પેન્શન યોજના શું છે ?

અટલ પેન્શન યોજના (APY) એ ભારતના નાગરિકો માટે ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના કામદારો પર ધ્યાન કેન્દ્રિત કરતી પેન્શન યોજના છે. આ અટલ પેન્શન યોજના હેઠળ, ગ્રાહકોને તેમના ફાળાને આધારિત ન્યૂનતમ રૂ. 1000/-, 2000/-, 3000/-, 4000/- અને 5,000/- ગેરંટીડ માસિક પેન્શન 60 વર્ષની ઉમરે આપવામાં આવશે.

APY ના સભ્ય કોણ બની શકે ?

ભારતના કોઇ પણ નાગરિક APY યોજનામાં જોડાઇ શકે છે. યોગ્યતા માટેના માપદંડ નીચે મુજબ છે.

  1. ગ્રાહકની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  2. તેમનું બેંકમાં બચત ખાતું હોવું જોઈએ / ખોલાવવું જોઈએ.
  3. સંભવિત અરજદાર પાસે મોબાઇલ નંબર હોવો જોઈએ અને જેની વિગત બેંકમાં રજીસ્ટ્રેશન સમયે આપવાની રહેશે.
  4. જે ગ્રાહક આ યોજનામાં 1લી જૂન, 2015 થી 31મી ડિસેમ્બર, 2015 દરમ્યાન જોડાયેલ હોય અને કે જેઓ કાનૂની સામાજિક સુરક્ષા યોજના હેઠળ આવરી લેવાયેલ નથી અને ઇનકમ ટેક્સ ભરતા ના હોય, તેઓને સરકાર તરફથી પાંચ વર્ષ સુધી એટલે કે 2015-16 થી 2019-20 સુધી સહ ફાળો ઉપલબ્ધ છે.

કયાં અન્ય સામાજિક સુરક્ષા યોજનાના લાભાર્થી છે, જેમને APY હેઠળ સરકારનો સહ ફાળો મેળવવા માટે પાત્ર નથી ?

જે લાભાર્થીઓ કાનૂની સામાજિક સુરક્ષા યોજના હેઠળ આવરી લેવામાં આવેલ છે, તેઓ સરકારનો સહ ફાળો મેળવવા માટે લાયક નથી. ઉદાહરણ તરીકે, નીચે દર્શાવેલ રચનાઓ હેઠળ આવતી સામાજિક સુરક્ષા યોજનાના સભ્યો સરકારનો સહ ફાળો મેળવવા માટે પાત્ર નથી.

  1. I.            કર્મચારી પ્રોવિડન્ટ ફંડ અને વિવિધ જોગવાઈ ધારો, 1952.
  2. II.            કોલસાખાણ પ્રોવિડન્ટ ફંડ અને વિવિધ જોગવાઈ ધારો, 1948.
  3. III.            આસામ ચા વાવેતર પ્રોવિડન્ટ ફંડ અને વિવિધ જોગવાઈ ધારો, 1955.
  4. IV.            દરિયાઈ ખેડૂ પ્રોવિડન્ટ ફંડ ધારો, 1966
  5. V.            જમુ કાશ્મીર એમપ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ અને વિવિધ જોગવાઈ ધારો, 1961.
  6. VI.            કોઈપણ અન્ય કાનૂની સામાજિક સુરક્ષા યોજના.

APY હેઠળ કેટલું પેન્શન પ્રાપ્ત થશે ?

ગ્રાહકોને તેમના ફાળાને આધારિત ન્યૂનતમ રૂ. 1000/-, 2000/-, 3000/-, 4000/- અને 5,000/- ગેરંટીડ માસિક પેન્શન 60 વર્ષની ઉમરે આપવામાં આવશે. અટલ પેન્શન યોજના હેઠળ ન્યૂનતમ પેન્શન લાભ એ સરકાર દ્વારા ખાતરી કરેલ છે જેનો વાસ્તવિક અર્થ, જો ન્યૂનતમ ખાતરી પેન્શન માટે જરૂરી ફાળાનું વળતર અનુમાનિત કરતાં વાસ્તવિક વળતર ઓછું રહે તો, ઘટતું વળતર સરકાર દ્વારા પૂરું પાડવામાં આવશે. વળી જો, પેન્શન ફાળાનું વાસ્તવિક વળતર અનુમાનિત વળતર કરતાં વધારે હશે તો, તે ગ્રાહકોના ખાતામાં જમા થશે.અને જેના કારણે ગ્રાહકોને મળતા લાભમાં વધારો થશે.

APY યોજનામાં જોડવાથી શું લાભ થાય ?

APY માં, સરકાર દ્વારા દરેક પાત્ર ગ્રાહકને, જે આ યોજનામાં 1લી જૂન, 2015 થી 31મી ડિસેમ્બર, 2015 દરમ્યાન જોડાયેલ હોય, તેને ગ્રાહકના ફાળાના 50% અથવા વાર્ષિક 1000/- રૂપિયા, જે ઓછું હશે તે, ફાળાના રૂપમાં સહયોગ કરશે. સરકાર તરફથી પાંચ વર્ષ સુધી એટલે કે 2015-16 થી 2019-20 સુધી સહ ફાળો ઉપલબ્ધ છે.

APY ના યોગદાનનું કેવી રીતે રોકાણ કરવામાં આવે છે ?

APY ના ફાળાનું રોકાણ નાણાં મંત્રાલય, ભારત સરકાર દ્વારા નક્કી કરેલ રોકાણ નીતિ મુજબ કરવામાં આવશે. આ APY યોજના PFRDA / સરકાર દ્વારા આપવામાં સંચાલિત છે.

APY ખાતું કઈ રીતે ખોલાવી શકાય ?

  1. I.        જે બેંકમાં બચત ખાતું ધરાવતા હોય તે બેંક બ્રાન્યનો સપર્ક કરવો.
  2. II.         APY નોંધણી ફોર્મ ભરવું.
  3. III.         આધાર / મોબાઇલ નંબર આપવો.
  4. IV.        માસિક ફાળાના ટ્રાન્સફર માટે બેંક બચત ખાતામાં જરૂરી રકમ જમા હોય તેની ખાતરી રાખવી.

શું યોજનામાં જોડાવા માટે આધાર નંબર ફરજિયાત છે ?

APY ખાતું ખોલવા માટે આધાર નંબર ફરજિયાત નથી. જો કે, પ્રવેશ માટે, આધાર નંબર લાંબા ગાળે પેન્શન અધિકારો અને ઉમેદવારી સંબંધિત વિવાદો ટાળવા માટે તેમજ લાભાર્થીઓ, પતિ/પત્ની અને નામાંકિતની ઓળખ માટે પ્રાથમિક કેવાયસી દસ્તાવેજ રહશે.

શું હું સેવિંગસ બેંક ખાતા વગર APY ખાતું ખોલાવી શકું ?

ના, APY માં જોડાવા માટે, બેંકમાં બચત ખાતું ફરજિયાત છે.

ખાતામાં ફાળો કઈ રીતે જમા થશે ?

તમામ યોગદાન (ફાળો) ગ્રાહકના બેંક બચત ખાતામાથી ઓટો ડેબિટ સુવિધા દ્વારા માસિક ફાળો ચૂકવાનો રહશે.

માસિક ફાળા માટે નિયત તારીખ (Due Date) કઈ રહશે ?

માસિક ફાળા માટે નિયત તારીખ APY માં જમા કરાવેલ પ્રારંભિક ફાળાની તારીખ મુજબ રહશે.

ફાળા માટે જરૂરી અથવા પૂરતી રકમ નિયત તારીખના રોજ સેવિંગસ બેંક ખાતામાં જાળવવામાં ન આવે તો શું થશે ?

નિયત તારીખે ફાળા માટે જરૂરી રકમ બચત ખાતામાં ન રાખવાથી તેને ચૂક (default) ગણવામાં આવશે. બેંકે વિલંબિત ચુકવણી થતાં નીચે દર્શાવ્યા પ્રમાણે દર મહિને ઓછામાં ઓછા 1 રૂપિયા થી 10 રૂપિયા સુધીનો વધારાનો દંડ વસૂલવાનો રહેશે.

  1. I.            માસિક 100 રૂપિયાના ફાળા પર મહિને 1 રૂપિયાનો દંડ.
  2. II.            માસિક 101 રૂપિયા થી 500 રૂપિયા સુધીના ફાળા પર મહિને 2 રૂપિયાનો દંડ.
  3. III.            માસિક 501 રૂપિયા થી 1000 રૂપિયા સુધીના ફાળા પર મહિને 5 રૂપિયાનો દંડ.
  4. IV.            માસિક 1001 રૂપિયા થી વધારે ફાળા પર મહિને 10 રૂપિયાનો દંડ.

યોગદાન ફાળાની ચુકવણી બંધ થતાં નીચે મુજબની સ્થિતિ રહેશે.

  • 6 મહિના પછી ખાતાને ફ્રિજ/સ્થિર કરવામાં આવશે.
  • 12 મહિના બાદ ખાતાને નિષ્ક્રિય/deactivate કરવામાં આવશે.
  • 24 મહિના પછી ખાતાને બંધ કરવામાં આવશે.
  • ગ્રાહકે બેંક ખાતામાં જરૂરી ફાળાની રકમ ઓટો ડેબિટ માટે પૂરતી હોય તેની ખાતરી કરવી જોઈએ.
  • નિશ્ચિત દંડ / વ્યાજની રકમ ગ્રાહકના પેન્શન ભંડોળ ભાગ રૂપે રહેશે.

1000 રૂપિયાનું ખાતરીબંદ પેન્શન મેળવવા માટે, મારે APY માં કેટલું રોકાણ કરવું પડે ?

પ્રવેશ સમયે ઉંમર

ફાળાના વર્ષ

સૂચક માસિક ફાળો

18

42

42

2O

40

50

25

35

76

3O

3O

116

35

25

181

40

2O

291

બધા યોગદાન ગ્રાહકના બેંક બચત ખાતામાથી ઓટો ડેબિટ સુવિધા દ્વારા માસિક ચૂકવાના રહેશે.

  • વિગતવાર ઉમર મુજબના ફાળો માટે જોડાણ 1 નો સંદર્ભ લો.

યોજનામાં જોડાવતા સમયે નોમિનેશન આપવું/કરવું જરૂરી છે ?

હા.. APY ખાતામાં નોમિનીની વિગતો પૂરી પાડવી ફરજિયાત છે. જયાં લાગુ પડતું હોય ત્યાં, પતિ/ પત્ની ની વિગતો ફરજિયાત છે. તેમનો આધાર નંબર પણ આપવો જરૂરી છે.

હું કેટલાં APY ખાતાં ખોલાવી શકું છું ?

ગ્રાહકના માત્ર એક APY ખાતું ખોલી શકે છે અને તે અનન્ય છે.

પેન્શન રકમ વધારવા કે ઓછી કરવા, માસિક ફાળામાં વધારો કે ઘટાડો કરવા માટે કોઇ વિકલ્પ હશે ?

ગ્રાહક ઉપલબ્ધ માસિક પેન્શન પ્રમાણે, સંચય તબક્કા દરમિયાન, પેન્શન રકમ વધારી કે ઘટાડી શકે છે. જો કે, સ્વિચિંગ વિકલ્પ એપ્રિલ મહિના દરમિયાન વર્ષે એક વાર આપવામાં આવશે.

APY કઈ રીતે છોડી શકાય ? APY માંથી કઈ રીતે બહાર નીકળી શકાય ?

  • 60 વર્ષની ઉમર પ્રાપ્તિ સમયે : 100% પેન્શન યોગદાન પૂર્ણ થયા પછી કોઈ પણ ઉમરે આ યોજના છોડી શકાય છે અને ગ્રાહકને પેન્શન ઉપલબ્ધ થશે.
  • કોઇ કારણસર ગ્રાહકના મૃત્યુ થવાના કિસ્સામાં : ગ્રાહકનું મૃત્યુ થતાં પેન્શન તેમની પતિ/પત્નીને મળશે તેમજ બંનેનું (ગ્રાહક અને પતિ/પત્ની) મૃત્યુ થતાં પેન્શન ભંડોળ તેમના નોમિનીને પરત કરવામાં આવશે.
  • 60 વર્ષની ઉમર પહેલા 60 વર્ષની ઉમર પહેલાં યોજનામાથી બહાર નીકળવાની પરવાનગી નથી, તેમ છતાં, લાભાર્થીના મૃત્યુ અથવા ટર્મિનલ રોગ જેવા અપવાદરૂપ સંજોગોમાં પરવાનગી આપવામાં આવશે.

હું કેવી રીતે મારા ફાળાની પરિસ્થિતિ જાણી શકું ?

યોગદાન ફાળાની સ્થિતિ સમયાંતરે એસએમએસ દ્વારા ગ્રાહકના રજીસ્ટર મોબાઈલ નંબર પર જાણ કરવામાં આવશે. ગ્રાહકને ફિજિકલ ખાતાનું નિવેદન પણ પ્રાપ્ત કરાવવામાં આવશે.

શું મને ખાતામાં કરેલ વ્યવહારનું કોઈ નિવેદન મળશે ?

હા.. ગ્રાહકને એપીવાય ખાતાનું સમયાંતરે નિવેદન ઉપલબ્ધ કરાવવામાં આવશે.

જો હું મારું રહેઠાણ / શહેર બદલું તો, હું કેવી રીતે APY ખાતામાં ફાળો જમા કરાવી શકીશ ?

આવા સ્થળ ફેરફારના કિસ્સામાં પણ યોગદાન (ફાળો) ગ્રાહકના બેંક બચત ખાતામાથી ઓટો ડેબિટ સુવિધા દ્વારા કોઈ પણ ચૂક વગર ચૂકવી શકાશે.

સ્વાવલંબન યોજનામાં જોડાયેલ ગ્રાહકોનું શું થશે ?

18-40 વર્ષની વચ્ચે ઉમર ધરાવતા તમામ સ્વાવલંબન યોજનામાં રજીસ્ટર ગ્રાહકો આપોઆપ APY યોજનામાં એક વિકલ્પ સાથે સ્થળાંતર કરશે. જો કે, APY હેઠળ સરકારના પાંચ વર્ષ સહ ફાળાનો લાભ માત્ર પહેલાથી જ સ્વાવલંબન ગ્રાહક દ્વારા નક્કી થયેલ સુધી ઉપલબ્ધ બનશે. આનો અર્થ આ રીતે થશે, જો સ્વાવલંબન લાભાર્થી તરીકે સરકાર તરફથી સહ ફાળોનો લાભ 1 વર્ષ માટે મળ્યો હશે, તો પછી APY હેઠળ સરકારનો સહ ફાળો માત્ર 4 વર્ષ માટે ઉપલબ્ધ હશે અને તેજ રીતે સૂચિત કરશે. બીજા ગ્રાહકો જેની ઉમર 40 વર્ષથી વધારે હોય, તે યોજનામાંથી સામટી જમા થયેલ રકમ સાથે યોજનાની બહાર જવાનું વિકલ્પ પસંદ કરી શકેશે. 40 વર્ષથી ઉપરની ઉમર ધરાવતા ગ્રાહકો પણ 60 વર્ષની ઉંમર સુધી ચાલુ રાખવા માટે વિકલ્પ પસંદ કરી અને પેન્શન માટે લાયક બની શકેશે.

માસિક APY ફાળો સૂચક ચાર્ટ - જોડાણ 1

પ્રવેશ સમયે

ફાળાના વર્ષ

1000 રૂપિયા

માસિક પેન્શન

2000 રૂપિયા

માસિક પેન્શન

3000 રૂપિયા

માસિક પેન્શન

4000 રૂપિયા

માસિક પેન્શન

5000 રૂપિયા

માસિક પેન્શન

18

42

42

84

126

168

210

19

41

46

92

138

183

228

2O

40

50

100

150

198

248

21

39

54

108

162

215

269

22

38

59

117

177

234

292

23

37

64

127

192

254

318

24

36

70

139

208

277

346

25

35

76

151

226

301

376

26

34

82

164

246

327

409

27

33

90

178

268

356

446

28

32

97

194

292

388

485

29

31

106

212

318

423

529

3O

3O

116

231

347

462

577

31

29

126

252

379

504

630

32

28

138

276

414

551

689

33

27

151

302

453

602

752

34

26

165

330

495

659

824

35

25

181

362

543

722

902

36

24

198

396

594

792

990

37

23

218

436

654

870

1,087

38

22

240

480

720

957

1,196

39

21

264

528

792

1,054

1,318

40

2O

291

582

873

1,164

1454

ભારતમાં ૭ કરોડ લોકો ઘરવિહોણાં છે. વિશ્ર્વમાં કુલ ૧૦-૧૧ કરોડ સામે એકલા ભારતમાં જ ૭૦ ટકા લોકો પાસે પોતાનું ઘર નથી. 
દેશના આર્થિક પાટનગર કહેવાતા મુંબઈમાં સૌથી વધુ બેઘર બદનસીબ લોકો રહે છે. આ સ્થિતિ આજની નથી. ઘણી બધી સમસ્યાની જેમ આ પણ ભારતની જૂની સમસ્યા છે. બે દશકા પહેલા જ્યારે વિશ્ર્વમાં ૮-૯ લાખ લોકો બેઘર હતા ત્યારે ભારતનો આંકડો ૫ કરોડથી પણ વધુ હતો. બધી જ સરકારોએ નાના-મોટા પ્રયાસો કર્યા છે ખરા, પણ એ અપૂરતા સાબિત થયા. ઊડીને આંખે વળગે એવું કામ સાડા છ-સાત દશકા પછી ય થઈ શક્‌યું નથી.
૨૫મી જૂન, ૨૦૧૫ના દિવસે પ્રધાનમંત્રી આવાસ યોજના સરકારે શ‚ કરી. આ યોજના અગાઉની યોજના કરતા વધુ કાર્યક્ષમ સાબિત થઈ રહી છે અને વધુ યોજનાબદ્ધ રીતે આગળ વધી રહી છે. જે કામ છેલ્લા સાત દશકાઓમાં નથી થયું એ કામ માત્ર સાત વર્ષમાં કરવાની વડાપ્રધાનની નેમ છે. પણ વર્તમાન એનડીએ સરકારે બે વર્ષમાં આ સંદર્ભે અદ્ભુત પહેલ કરી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત માત્ર બે વર્ષમાં આ સરકારે ૬.૮ લાખ ઘર તૈયાર કરી દીધા છે અને વર્ષ ૨૦૧૯ સુધી ૧ કરોડ મકાન તૈયાર કરવાનો નિર્ધાર છે. જે રીતે યોજના આગળ ધપી રહી છે એ જોતા ૨૦૨૨માં ભારતના માથેથી "સૌથી વધુ ઘર વિહોણા લોકો ધરાવતો દેશનું કલંક ચોક્કસ ઝાંખુ કરી શકાશે.

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ત્રણ તબક્કા ઉપરાંત ઘરનું ઘર ખરીદવા માંગતા કરોડો લોકોને ધ્યાનમાં રાખીને કેટલીક રાહ તો આપવામાં આવી છે. આખી જિંદગી ખર્ચી નાખે છતાં ઘણાં લોકોના નસીબમાં ઘરનું ઘર ખરીદવું એક સપનું બનીને રહી જતું હોય છે. વર્ષો સુધી  ચાલતા મસમોટા બેંકના હપ્તા ભરવાની હિંમત ટૂંકી આવક ધરાવતો માણસ કરી શકતો નથી. આવા લોકોના લાભાર્થે  આ યોજનામાં ઘરના હપ્તામાં સબસિડીની સવલત ઉમેરવામાં આવી છે.
અત્યારે ભારતમાં હાઉસિંગ લોન ઉપર ૧૦.૫૦ ટકાનો વ્યાજદર ચાલે છે. અંતર મંત્રાલય સમિતિની ભલામણનો સ્વીકાર કરી 
હોમલોન પરનું વ્યાજ ૬.૫૦ ટકા કરવામાં આવ્યું છે. જેમ કે, પરિવારની મહિલાના નામે ઘર ખરીદવા માટે આ યોજનાની પ્રક્રિયા પૂર્ણ  કરીને ૬ લાખની લોન ૧૫ વર્ષ માટે લેવામાં આવે તો સામાન્ય રીતે, બધી ગણતરી કરીને બેંક ૬,૬૩૨ ‚પિયાનો માસિક હપ્તો નક્કી કરે છે. એના બદલે આ યોજના હેઠળ ૬.૫ ટકાની સબસિડી આવરી લઈને માસિક હપ્તામાં બે હજાર સુધી નો ફાયદો થઈ જાય છે. ૬ લાખની લોનનો હપ્તો ઘટીને ૪,૦૫૦ ‚પિયા થઈ જાય છે. સરવાળે ૬ લાખની લોનમાં ૧૫ વર્ષે ૩ લાખ ૬૦ હજારનો ફાયદો મળે છે. સામાન્ય રીતે હોમ લોનમાં લોન ચૂકવનારે બમણી રકમ ભરવાની થતી હોય છે, અહીં અડધી રકમ તો રિકવર થઈ જાય છે!
નવી નિર્માણ થતી કોઈ પણ હાઉસિંગ સ્કીમમાં મહિલાના નામે સબસિડી સાથેની લોન મંજૂર કરાય છે. કારણ કે એનાથી મહિલાઓ આત્મનિર્ભર બને એવો આશય રખાયો છે. તો વડીલોને પણ એ જ રીતે ફાયદો મળે તેવી વ્યવસ્થા થઈ છે. સિનિયર સિટિઝન કોઈ સ્કીમમાં ઘર ખરીદે તો તેને ગાઉન્ડ ફ્લોર પર પ્રાથમિકતા મળે છે.
બધી જ હાઉસિંગ સ્કીમમાં લોવર ઈન્કમ ગૃપની કેટેગરીમાં આ યોજના હેઠળ સરકારે લાભ મળે એવ ઠરાવ્યું છે, જે અંતર્ગત કોઈ પણ હાઉસિંગ સ્કીમમાં ઘર ખરીદનારાની મૂળ રકમમાં જ ૨ લાખ સુધીની કિંમત ઘટાડી દઈને તુરંત રાહત આપી દેવામાં આવે છે. 
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સરકારે બિલ્ડર્સથી લઈને બેંક સુધીના સ્તરે આયોજન સરકારી ઢીલી નીતિની રાહે નહી, પણ કોર્પોરેટ કંપનીઓની છટાથી વ્યવસ્થિત રીતે ગોઠવ્યું છે કે સરકારી યોજનામાં સહજ એવા ધરમધક્કા આમાં સહેજેય ટાળી શકાય છે!
જે રીતે પ્રધાનમંત્રીની આ મહત્ત્વાકાંક્ષી યોજના આગળ ધપી રહી છે એના પરથી અત્યારે તો ચોક્કસ એમ કહી શકાય કે "મોદીની ઘર ઘર યોજના ઘર ઘર મોદી જેટલી જ સફળ બની રહેશે!

  • વર્ષ ૨૦૨૨ સુધીમાં તમામને આવાસ ઉપલબ્ધ કરાવવાનો લક્ષ્યાંક
  • લાભાર્થીની પસંદગી એસ.ઈ.સી.સી. ૨૦૧૧ ના ડેટા પ્રમાણે
  • આવાસની સાઈઝ ૨૦ ચો.મી. થી વધારીને ૨૫ ચો.મી.
  • સહાયની રકમ રૂ.૭૦,૦૦૦ થી વધારીને રૂ.૧,૨૦,૦૦૦ અને મનરેગા યોજના હેઠળ રૂ.૧૬,૯૨૦, સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલય બાંધકામ માટે રૂ.૧૨,૦૦૦ અને રૂ.૭૦,૦૦૦ લોન મળવાપાત્ર એમ કુલ રૂ.૨,૧૮,૯૨૦.
  • અન્ય યોજનાઓ સાથે સંકલનથી પાણી, વિજળી, રસ્તા વગેરે પ્રાથમિક સુવિધાઓ.
  • આવાસ બાંધકામ સાથે સંકળાયેલ લાભાર્થીઓ અને કારીગરો જેવા કે કડિયા, સખી મંડળોને તાલીમ મોનીટરીંગ માટે અધ્યતન તકનીકનો ઉપયોગ. (આવાસ ઍપ)

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ) મહત્વની બાબતો

  • વર્ષ ૨૦૨૨ સુધીમાં તમામને આવાસ ઉપલબ્ધ કરાવવાનો લક્ષ્યાંક
  • લાભાર્થીની પસંદગી એસ.ઈ.સી.સી. ૨૦૧૧ ના ડેટા પ્રમાણે
  • આવાસની સાઈઝ ૨૦ ચો.મી. થી વધારીને ૨૫ ચો.મી.
  • સહાયની રકમ રૂ.૭૦,૦૦૦ થી વધારીને રૂ.૧,૨૦,૦૦૦ અને મનરેગા યોજના હેઠળ રૂ.૧૬,૯૨૦, સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલય બાંધકામ માટે રૂ.૧૨,૦૦૦ અને રૂ.૭૦,૦૦૦ લોન મળવાપાત્ર એમ કુલ રૂ.૨,૧૮,૯૨૦.
  • અન્ય યોજનાઓ સાથે સંકલનથી પાણી, વિજળી, રસ્તા વગેરે પ્રાથમિક સુવિધાઓ.
  • આવાસ બાંધકામ સાથે સંકળાયેલ લાભાર્થીઓ અને કારીગરો જેવા કે કડિયા, સખી મંડળોને તાલીમ
  • મોનીટરીંગ માટે અધ્યતન તકનીકનો ઉપયોગ. (આવાસ ઍપ)
  • પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત "હાઉસિંગ ફોર ઓલ સ્કીમ લોંચ કરી હતી. યોજનાનું નામ પ્રધાનમંત્રી આવાસ યોજના છે, પણ
  • ભારતના તમામ બેઘર લોકોને ઘરની સુવિધા મળી રહે એ માટે તેમાં હાઉસિંગ ફોર ઓલનું ટેગ લગાવાયું છે. આ યોજના કેટલી
  • વિશાળ છે એનો અંદાજ એ બાબત પરથી લગાવી શકાય કે ૨૨ ટકા શહેરીજનોને આ યોજના સ્પર્શે છે, તો ગામડાંમાં રહેતા ૨૮ ટકા
  • લોકોને તે અસરકર્તા છે.
  • આ યોજના હેઠળ માત્ર સાત જ વર્ષમાં બે કરોડ આવાસ બનાવવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. યોજનાને ત્રણ તબક્કામાં વહેંચી
  • નાખવામાં આવી છે. લાંબા ગાળાના લક્ષ્યાંક પૂર્ણ કરવા ટૂંકા ગાળાનાં આયોજનો કરવાં પડે એ ન્યાયે આ યોજનાના વર્ષ પ્રમાણે
  • ત્રણ ભાગ પાડી દેવાયા છે.
  • પહેલા ભાગમાં યોજના શરૂ‚ થઈ ત્યારથી એટલે કે ૨૫મી જૂન, ૨૦૧૫થી માર્ચ-૨૦૧૭ સુધીમાં દેશનાં નાનાં-મોટાં ૧૦૦ શહેરોને
  • આવરી લેવાશે. એ શહેરોમાં જેમની પાસે રહેવા માટે છાપરું પણ નથી એવા લોકોને તાત્કાલિક અસરથી ઘર મળશે.
  • આ યોજના હેઠળ ઝૂંપડપટ્ટીમાં રહેતા બેઘર લોકોને તો ઘર મળશે જ મળશે, પણ એ સિવાય શહેરોમાં રહેતા ગરીબ પરિવારો એટલે
  • કે ભલે ઝૂંપડપટ્ટીમાં નથી રહેતા પણ માંડ બે ટંકનું ભોજન મેળવી શકવા સક્ષમ છે એવા ૨૦ લાખ લોકોને પણ પહેલા તબક્કામાં
  • આવરી લેવાશે.
  • બીજો તબક્કો એપ્રિલ-૨૦૧૭થી માર્ચ-૨૦૧૯ સુધીનો રહેશે. તેમાં ૨૦૦ શહેરોને આવરી લેવાશે. આ તબક્કો આવતાં સુધીમાં સવા
  • કરોડ લોકોને ઘર મળી ચૂક્‌યું હોય એવો લક્ષ્યાંક બંધાયો છે. આ તબક્કામાં ઝૂંપડપટ્ટી ઉપરાંત ગરીબોને આવાસયોજના હેઠળ રકમ
  • મંજૂર કરીને ઘર બનાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે.
  • આર્થિક પછાત હોય એવા પરિવારો પોતાની મેળે ઘર બાંધવા માંગતા હોય તો આ યોજના હેઠળ તેમને ૧ લાખ ‚પિયાથી ૨.૩૦ લાખ
  • ‚પિયા સુધીની રકમ સબસિડી પેટે આપવામાં આવશે.
  • ત્રીજો અને છેલ્લો તબક્કો એપ્રિલ-૨૦૧૯થી માર્ચ-૨૦૨૨ સુધીનો રહેશે. આ ભાગમાં બાકી રહેલાં તમામ નિર્ધારિત શહેરોને આવરી
  • લેવાશે. પહેલા તબક્કામાં ૧૦૦ એ પછી ૨૦૦ અને એ સિવાય ત્રીજા તબક્કામાં નવા શહેરો અથવા તો જ‚રિયાતને ધ્યાનમાં રાખીને
  • શહેરોની પસંદગી કરાશે અને તેમાં ઘર વિહોણા લોકોને સબસિડી કે ઘર બાંધી આપવામાં આવશે. આ ત્રણ તબક્કામાં યોજના પૂરી
  • નથી થઈ જતી. હજુ એમાં કેટલીક એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે જેમાં ગરીબોથી મધ્યમવર્ગ, મહિલાઓથી વૃદ્ધોનો ખ્યાલ
  • રાખવામાં આવ્યો છે.
  • પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ત્રણ તબક્કા ઉપરાંત ઘરનું ઘર ખરીદવા માંગતા કરોડો લોકોને ધ્યાનમાં રાખીને કેટલીક રાહતો
  • આપવામાં આવી છે. આખી જિંદગી ખર્ચી નાખે છતાં ઘણાં લોકોના નસીબમાં ઘરનું ઘર ખરીદવું એક સપનું બનીને રહી જતું હોય છે.
  • વર્ષો સ્ાુધી ચાલતા મસમોટા બેંકના હપ્તા ભરવાની હિંમત ટૂંકી આવક ધરાવતો માણસ કરી શકતો નથી. આવા લોકોના લાભાર્થે
  • આ યોજનામાં ઘરના હપ્તામાં સબસિડીની સવલત ઉમેરવામાં આવી છે.
  • અત્યારે ભારતમાં હાઉસિંગ લોન ઉપર ૧૦.૫૦ ટકાનો વ્યાજદર ચાલે છે. અંતર મંત્રાલય સમિતિની ભલામણનો સ્વીકાર કરી
  • હોમલોન પરનું વ્યાજ ૬.૫૦ ટકા કરવામાં આવ્યું છે. જેમ કે, પરિવારની મહિલાના નામે ઘર ખરીદવા માટે આ યોજનાની પ્રક્રિયા
  • પ્ાૂર્ણ કરીને ૬ લાખની લોન ૧૫ વર્ષ માટે લેવામાં આવે તો સામાન્ય રીતે, બધી ગણતરી કરીને બેંક ૬,૬૩૨ ‚પિયાનો માસિક
  • હપ્તો નક્કી કરે છે. એના બદલે આ યોજના હેઠળ ૬.૫ ટકાની સબસિડી આવરી લઈને માસિક હપ્તામાં બે હજાર સ્ાુધીનો ફાયદો
  • થઈ જાય છે. ૬ લાખની લોનનો હપ્તો ઘટીને ૪,૦૫૦ ‚પિયા થઈ જાય છે. સરવાળે ૬ લાખની લોનમાં ૧૫ વર્ષે ૩ લાખ ૬૦ હજારનો
  • ફાયદો મળે છે. સામાન્ય રીતે હોમ લોનમાં લોન ચ્ાૂકવનારે બમણી રકમ ભરવાની થતી હોય છે, અહીં અડધી રકમ તો રિકવર
  • થઈ જાય છે!
  • નવી નિર્માણ થતી કોઈ પણ હાઉસિંગ સ્કીમમાં મહિલાના નામે સબસિડી સાથેની લોન મંજૂર કરાય છે. કારણ કે એનાથી મહિલાઓ
  • આત્મનિર્ભર બને એવો આશય રખાયો છે. તો વડીલોને પણ એ જ રીતે ફાયદો મળે તેવી વ્યવસ્થા થઈ છે. સિનિયર સિટિઝન કોઈ
  • સ્કીમમાં ઘર ખરીદે તો તેને ગાઉન્ડ ફ્લોર પર પ્રાથમિકતા મળે છે.
  • બધી જ હાઉસિંગ સ્કીમમાં લોવર ઈન્કમ ગૃપની કેટેગરીમાં આ યોજના હેઠળ સરકારે લાભ મળે એવ ઠરાવ્યું છે, જે અંતર્ગત કોઈ પણ
  • હાઉસિંગ સ્કીમમાં ઘર ખરીદનારાની મૂળ રકમમાં જ ૨ લાખ સુધીની કિંમત ઘટાડી દઈને તુરંત રાહત આપી દેવામાં આવે છે.
  • પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સરકારે બિલ્ડર્સથી લઈને બેંક સુધીના સ્તરે આયોજન સરકારી ઢીલી નીતિની રાહે નહી, પણ કોર્પોરેટ
  • કંપનીઓની છટાથી વ્યવસ્થિત રીતે ગોઠવ્યું છે કે સરકારી યોજનામાં સહજ એવા ધરમધક્કા આમાં સહેજેય ટાળી શકાય છે!
  • જે રીતે પ્રધાનમંત્રીની આ મહત્ત્વાકાંક્ષી યોજના આગળ ધપી રહી છે એના પરથી અત્યારે તો ચોક્કસ એમ કહી શકાય કે "મોદીની
  • ઘર ઘર યોજના ઘર ઘર મોદી જેટલી જ સફળ બની રહેશે!

લાભાર્થીઓનો માહિતી આધાર અને રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ

વ્યવસ્થાપન માહિતી વ્યવસ્થા માહિતી પ્રોદ્યોગિકીનો ઉપયોગ: પારદર્શિતાનો વ્યાપ વધારવા તેમજ રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમને અસરકારકર રીતે અમલી બનાવવા માટે (૧) તમામ લાભાર્થીઓને માહિતી આધાર જાહેર રીતે ઉપલબ્ધ કરાશે. (ર) રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ (NSAP) માટેનું સોફ્ટવેર વિકસાવાશે અને લાભાર્થી દીઠ ચૂકવણીને ધારણ કરવાના હેતુથી તેને ઉપયોગમાં લેવાશે. RIQơ.RQA.RQ.us. (NSAP) RQşeÒR (NSAP-MIS) વિકસાવાઈ ગયેલ છે અને રાજ્યોએ હવે તેનો ઉપયોગ શરૂ દેવો જોઈએ. તેની લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે.

NSAP-MIs ની લાક્ષણીકતા

વેબસાઈટ: http:nsap.nic.in  પર ઉપલબ્ધ  છે અત્યારે વૃધ્ધાવસ્થા પેન્શન, વિધવા પેન્શન અને વિકલાંગતા પેન્શનની ત્રણ યોજનાઓની લેવડદેવડને લગતા સોફ્ટવેર મોજૂદ છે. લાભાર્થીઓનો માહિતી આધાર:- રાજ્યોએ પાત્રતા ધરાવતા લાભાર્થીઓનો માહિતી આધાર વિકસાવી તેને જાહેર કરવો જોઈએ. લાભાર્થીઓની માહિતીમાં લાભાર્થી સંબંધી તમામ પ્રકારની માહિતી જેમાં તેના ફોટાનો પણ સમાવેશ થાય તે નિભાવવી જોઈએ. નવા લાભાર્થીઓ બી.પી.એલ. પરિવારના હોવું અને બી.પી.એલ. ઓળખ હોવી તે નવા લાભાર્થીઓને પેન્શન મેળવવાની પૂર્વ શરતો છે. તેથી બી.પી.એલ. માહિતી આધાર સાથે તેને જોડવાથી પેન્શનર લેવડાવાની શકયતા દૂર કરી શકાય.

વારસો સંબધી માહિતીઃ

આ માહિતી આધાર NSAP-MIS વેલસાઈટ પર લેવો જોઈએ. આ હેતુ માટે પેન્શનર સંબંધી ત્રણેય યોજના (વૃધ્ધવસ્થા, વિધવા તથા વિકલાંગતા) વારસા સબંધી માહિતીને NSAP વેબસાઈટ પર રાખવામાં આવી છે. વારસા સંબંધી માહિતી સંખ્યાની દ્રષ્ટિએ ખોટી હોવાથી તેને વારસા સંબંધી માહિતીના નમૂનામાં ગોઠવી શકાય. આ નમૂનો NSAP વેબસાઈટ પરથી ઊતારી શકાય. તેને ઓફ લાઈન (ઈન્ટેરનેટરના સતત ઉપયોગ વિના) દાખલ કરીને મંત્રાલયને કે NICને પ્રક્રિયા કરવા કે ડાઉનલોડ કરવા મોકલી શકાય. આ માહિતી તમામ પ્રકારે સંપૂર્ણ હોવી જોઈએ અને તેનો આદેશાત્મક ક્ષેત્રો ને ભરેલાં જ હોવા જોઈએ. પછી નવા દાખલ થતાં પેન્શનરીની માહિતી ઓનલાઈન દાખલ કરી શકાય.

નવા લાભાર્થીઓ માટે પ્રક્રિયા પ્રવાહ:- નવા પેન્શનરો માટેની માહિતી સીધી NSAP વેબસાઈટ પર જ સ્ટેટ /જિલ્લા / પેટા વિભાગ /લોગ ઈનનો ઉપયોગ કરીને દાખલ કરી શકાય નવા લાભાર્થીઓનું ઓળખપત્ર અરજી મેળવનાર ભરે, તેની ચકાસણી અધિકારી કરે. મંજૂરી મંજૂર કરનાર અધિકારી આપે અને પેન્શનરની ચૂકવણી પેન્શન ચુકવનાર અધિકારી કરે. સમગ્ર પ્રક્રિયામાં જુદી જુદી ભૂમિકાઓ માટે જુદાં જુદાં લોગ ઈન દર્શાવેલ છે.

આમાં કુલ રકમની જરૂરિયાતનો અંદાજ તેની ફાળવણી અને નાણાં છૂટા કરવાની પ્રક્રિયાઓ આવે છે. અંદાજ તો નીચેથી જ બને છે એટલે કે છેક ગ્રામ સ્તરથી ઉપર મંત્રાલય સ્તર સુધી. તેમાં લાભાર્થીઓની કુલ સંખ્યા તે પછી ફાળવણી અને નાણાં છૂટાં કરવાની પ્રક્રિયા ઉપરથી નીચેની તરફ આવે છે. એટલે કે મંત્રાલયથી રાજ્ય. રાજ્ય થી જિલ્લો તેમ છેક પેન્શન ચૂકવણા અધિકારી સુધી આવે 89.

પેન્શન ચૂકવણા અધિકારી રાજ્ય સરકારે પેન્શન ચૂકવણા અધિકારીની નિમણૂંક કરી દેવું જોઈએ. પેન્શન ચૂકવણાના પ્રકારને આધારિત આવી નિમણૂંક રાજ્ય / જિલ્લા / તાલુકા / ગ્રામ પંચાયત કક્ષાએ થઈ શકે.

એકવીટન્સ રોલઃપેન્શન ચૂકવણા અધિકારી દ્વારા પેન્શન ચુકવણી માટે ગ્રામ કક્ષાએ, દરેક મહિના એકવીટન્સ સેલ નિભાવીને પેન્શનની ચૂકવણી કરવી જોઈએ. આમાં પેન્શનરનું નામ અને તેની સામે રકમ દર્શાવેલી હોવી જોઈએ.

ચૂકવણા રજિસ્ટરનું અદ્યતનીકરણ

એક વખત પેન્શન ચૂકવાઈ જાય અને તેને લગતી જરૂરી વિગતો નામ, સરનામું ચૂકવેલ રકમ, સહી વગેરે એકવીટન્સ રોલમાં નોંધાઈ જાય પછી NSAP વેબસાઈટના ચૂકવણા રજિસ્ટરમાં તેને અદ્યતન કરવી જોઈએ. જેથી હવે કેટલી ચૂકવણી બાકી રહી તેનો ખ્યાલ આવે અને તેને આધારે નાણા ભંડોળની માંગણી દર્શાવી શકાય.

ચૂકવણીની સમાપ્તિ

જો પેન્શનર તેની પેન્શન ચૂકવણી સમાપ્ત કરવાની શરતો પરિપૂર્ણ કરતા હોય તો તેમનું પેન્શન ચૂકવણું તેઓ જ્યાં સુધી અપીલ ન કરે અને મંજૂરી આપનાર અધિકારી તેમનું પેન્શન પુનઃ ચાલુ કરવાનું મુનાસિબ ન સમજે ત્યાં સુધી. તેમનું પેન્શન ચૂકવણું સમાપ્ત કરી દેવામાં આવે છે.

સ્ત્રોત: અનુસૂચિત જાતિ 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/11/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate