অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પેન્શન, કૌટુંબિક અને માતૃત્વ લાભો

નેશનલ સોશિયલ આસિસ્ટન્સ પ્રોગ્રામ (એનએસએપી) જે 15 ઓગસ્ટ, 1995થી અસરમાં આવ્યો છે તે ભારતીય બંધારણનાની કલમ 41 અને 42માં આપેલ નિર્દેશન સિદ્ધાંતોને પુરી કરવાની ખાતરી કરવાની દિશામાં કેટલાક મહત્વના પગલા લે છે.

તે વૃધ્ધ ઉંમરે, કુટુંબના પ્રાથમિક આવક મેળવનાર સભ્યના મૃત્યુ અને માતૃત્વના કિસ્સામાં ગરીબ કુટુંબોને સામાજિક મદદ દ્વારા લાભ આપવાની રાષ્ટ્રીય નીતિને સંબોધે છે:

નેશનલ ઓલ્ડ એઇજ પેન્શન સ્કીમ (એનઓએપીએસ)

આ યોજના અંતર્ગત, નીચેના માટે કેન્દ્રીય મદદ પ્રાપ્ય છેઃ

  • અરજી કરનારની ઉંમર 65 વર્ષ (મહિલા કે પુરુષ) કે તેથી વધુ હોવી જોઇએ.
  • અરજી કરનાર જરૂરિયાતમંદ હોવી જોઇએ કે જેની પાસે પોતાના નિયમિત આવક મેળવવાના સ્ત્રોત ન હોય અથવા કુટુંબના સભ્યો કે અન્ય સ્રોતો દ્વારા નાણાંકીય ટેકો ન મળતો હોય.
  • વૃદ્ધ ઉંમરને દર મહિને કેન્દ્રીય મદદ મેળવવા માટે રૂ. 75 પેન્શનની રકમ છે.

નેશનલ ફેમિલી બેનિફિટ સ્કીમ (એનએફબીએસ)

આ યોજના અંતર્ગત, ગરીબી રેખા નીચે જીવતા કુટુંબને કુટુંબની પ્રાથમિક આવક ધરાવતી વ્યક્તિના મૃત્યુ પર, એક કુલ રકમ કુટુંબને લાભ તરીકે આપવામાં આવે છે
નીચેના ધોરણો મુજબ આ યોજના અંતર્ગત કેન્દ્રીય મદદ પ્રાપ્ય છેઃ

  • પ્રાથમિક આવક મેળવનાર વ્યક્તિ કુટુંબની સભ્ય હોવી જોઇએ, મહિલા કે પુરુષ જેની આવક કુટુંબની કૂલ આવકનો ઘણોખરો ભાગ હોય.
  • આ પ્રાથમિક આવક ધરાવતી વ્યક્તિનુ મૃત્યુ 18 વર્ષથી વધુ અને 65 વર્ષથી ઓછી ઉંમરે થયુ હોય
  • ઉપર જણાવેલ ગરીબી રેખા નીચે જીવતુ કુટુંબ ભારત સરકાર દ્વારા નક્કી કરાયેલ ધોરણો મુજબ આ લાભ માટે યોગ્ય બને છે.
  • લાભની રકમ રૂ. 10000 છે જેને મૃત્યુના પ્રકાર સાથે કોઇ લેવાદેવા નથી – કુદરતી કે આકસ્મિક.
  • કુટુંબને લાભ, પ્રાથમિક તપાસ પછી કુટુંબના વડાને આપવામાં આવે છે.

નેશનલ મેટરનીટી બેનિફિટ સ્કીમ (એનએમબીએસ)

આ યોજન અંતર્ગત, ગરીબી રેખા નીચે જીવતા કુટુંબની સગર્ભા મહિલાને એક કૂલ રોકડ રકમ લાભ આપવામાં આવે છે, નીચેની શરતો સાથેઃ

  • સગર્ભા મહિલાને તે 19 વર્ષ કે તેથી વધુ ઉંમરની હોય તો બે સજીવ જન્મ માટે આપવામાં આવે છે.
  • ભારત સરકારે નક્કી કરેલ ધોરણો મુજબ લાભાર્થી મહિલા ગરીબી રેખા નીચે જીવતા કુટુંબની હોવી જોઇએ.
  • લાભની રકમ રૂ. 500 છે.
  • માતૃત્વ લાભને ડિલિવરીના 8-12 અઠવાડિયા પહેલા આપવામાં આવે છે.
  • માતૃત્વ લાભની યોગ્ય સમયે વહેંચણીની ખાતરી કરવામાં આવે છે. જો મોડું થાય તો, બાળકના જન્મ પછી પણ લાભાર્થીને આપવામાં આવે છે.

હેતુ

  • એનએસએપી 100 ટકા કેન્દ્ર સ્પોન્સર્ડ કાર્યક્રમ છે જે સામાજિક મદદના લઘુત્તમ રાષ્ટ્રીય ધોરણોની ખાતરી કરે છે, આ લાભો રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા આપવામાં આવતા લાભો અને ભવિષ્યના લાભો ઉપરાંત છે.
  • 100 ટકા કેન્દ્રની મદદ આપવાનો હેતુ એ છે કે દેશભરમાં કોઈ પણ ખલેલ વગર લાભાર્થીને કોઇપણ જગ્યાએ સામાજિક સુરક્ષાની ખાતરી થાય.
  • કેન્દ્રીય મદદનો મતલબ એ નથી કે રાજ્યના સામાજિક સુરક્ષાના ખર્ચમાંથી અને રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને સ્વતંત્ર રીતે જ્યાં જરૂર જણાય ત્યાં સામાજિક મદદ પોતાની રીતે કરવા અને તેનો વ્યાપ વધારવાની મુક્તિ છે.
  • એનએસએપી ગરીબી નિવારણ અને મૂળભૂત જરૂરિયાતો માટે સામાજિક મદદના પેકેજને યોજનાઓ સાથે જોડવાની તક આપે છે. ઉદાહરણ તરીકે, માતૃત્વ મદદને માતા અને બાળ સંભાળ કાર્યક્રમ સાથે સાંકળી શકાય છે.

કાયક્રમનું અમલીકરણ

  • એનએસએપી અંતર્ગતની યોજનાઓને રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકાર દ્વારા પંચાયત અને નગરપાલિકાના માળખા દ્વારા અમલમાં મૂકવામાં આવે છે.
  • દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની જોગવાઇ મુજબ એનએસએપીના અમલીકરણ માટે એક નોડલ વિભાગની નિમણૂક કરી છે.
  • નોડલ વિભાગના મંત્રીએ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના એનએસએપીના નોડલ મંત્રી તરીકે ફરજ બજાવવાની છે.
  • જિલ્લામાં, જિલ્લા સ્તરે એનએસએપી સમિતિઓ છે.
  • રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોએ જે તે જિલ્લા મેજિસ્ટ્રેટ, કલેક્ટરના અધ્યક્ષપદે જિલ્લા સ્તરના માળખાને અમલીકરણ સંસ્થા તરીકે જાહેર કરી છે, જેઓ જે-તે વિસ્તારમાં એનએસએપીની યોજનાઓનું અમલીકરણ કરશે.
  • જિલ્લા કલેક્ટર કે ઓફિસર જેને નોડર જવાબદારી આપવામાં આવી છે તે, અરજીઓના નિકાલ અને લાભને મંજૂરી આપવાનું તથા તેને લાભાર્થીઓમાં વહેંચવાના કામ માટે જવાબદાર રહેશે.
  • લાભ વહેંચનાર સત્તા ચૂકવણી માટે વિવિધ માધ્યમોનો ઉપયોગ કરી શકે છે જેમાં માર્ગદર્શિકા પ્રમાણે રોકડ રકમનો પણ સમાવેશ થાય છે.
  • ત્રણ એનએસએપી યોજનામાં લાભાર્થીઓને ઓળખવામાં ગ્રામ પંચાયત અને નગરપાલિકાઓની સક્રિય ભૂમિકાની અપેક્ષા છે.
  • આમ, રાજ્ય સરકારે પંચાયત અને નગરપાલિકાઓને એનઓએપીએસ, એનએફબીએસ અને એનએમબીએસના લક્ષ્યાંકોથી માહિતગાર કરવા જોઇએ જેથી લાભાર્થીઓ શોધવામાં તે ગ્રામ પંચાયત, પડોશીઓ, મહોલ્લા સમિતિની આ લક્ષ્યાંકોને પૂરા કરવામાં મદદ લઇ શકે.
  • એનઓએપીએસ, એનએફબીએસ અને એનએમબીએસની કેન્દ્રીય મદદ ગામડાઓમાં ગ્રામ સભા મિટિંગ અને શહેરી વિસ્તારોણાં પાડોશી કે મહોલ્લા સમિતિની મિટિંગમાં વહેંચવાનો આગ્રહ રાખવામાં આવે છે.
  • એનએસએપીની માહિતી વહેંચવા માટે અને લાભ મેળવવા માટેની પ્રક્રિયા જણાવવા માટે પંચાયતો અને નગરપાલિકાઓ જવાબદાર છે. આ કામમાં, તેઓ સ્વૈચ્છિક સંસ્થાઓનો સહકાર મેળવી શકે છે.

ભારતીય બંધારણ

કલમ 41 – કેટલાક કિસ્સાઓમાં કામ, શિક્ષણ અને જાહેર મદદનો હક
રાજ્યએ, આર્થિક ક્ષમતા અને વિકાસની મર્યાદામાં, કામ અને શિક્ષણના હકની ખાતરી કરવા માટે અસરકારક જોગવાઈ કરવી અને બેરોજગારી, વૃદ્ધત્વ, બિમારી અને વિકલાંગતા અને આ પ્રકારના અન્ય કિસ્સાઓમાં જાહેર મદદની પ્રાપ્યતાની ખાતરી કરવી.

કલમ 42 – કામ અને માતૃત્વ જેવી માનવીય પરિસ્થિતિ માટે રાહતની ખાતરી
રાજ્યએ કામ અને માતૃત્વ જેવી માનવીય પરિસ્થિતિ માટે રાહતની ખાતરી કરવા માટેની જોગવાઇ કરવી જોઇએ.

સપોર્ટ સિસ્ટમ યુનિટ માટે ટેકનીકલ કન્સલટન્ટની અરજીઓ (નિયામક, સમાજ સુરક્ષા) જોવા માટે અહીં ક્લિક કરો.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/8/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate