વીજળી એ ઉદ્યોગોનો પ્રાણ છે. ઔદ્યોગિક વિકાસ માટે અનિવાર્ય વીજળી જેવી પ્રાથમિક જરુરિયાતની બાબતે ગુજરાત નસીબદાર છે. રાજ્યદમાં વ્યાવસાયિકોને પુરતા પ્રમાણમાં વીજળી મળી રહે છે. તેમ છતાં ગુજરાતે વીજળીના પ્રશ્નને કદી હળવાશથી લીધો નથી. રાજ્યન વીજઉત્પામદન, વીજવહન અને વીજવિતરણ વ્યરવસ્થાર સુધારવા માટે સતત કાર્યરત રહ્યું છે. રાજ્યી સરકારે અનેક સ્ત ર પર કામ કર્યુ. વીજક્ષેત્રે દુરોગામી અસરો ધરાવતા સુધારાઓ કરતાં રાજ્યસ સરકારે પાવર ટેરિફ સ્ટ્રાક્ચસરને રેશનલાઈઝ કર્યુ છે. આ ઉપરાંત બિનપરંપરાગત સ્ત્રોત થકી વીજઉત્પાયદનને પ્રોત્સા્હિત કરવાનું મહત્વેનું કાર્ય કર્યુ છે. ‘ત્રેવડ એ ત્રીજો ભાઈ' આ કહેવતને સાર્થક કરતાં રાજ્ય દ્વારા વીજબચત માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. રાજ્યછ સરકારની વીજકંપનીઓ વીજગ્રાહકોને ગુણવત્તાયુક્તા સેવા આપી રહી છે.
ગુજરાત ભારતમાં કુદરતી ગેસનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય છે. આખા રાજ્યમાં ગેસ ગ્રીડ ઉભી કરી વીજમથકોમાં ગેસ પુરો પાડી વીજઉત્પાદન ક્ષમતા વધારવાનુ પણ આયોજન હાથ ધરાયું છે. આ ગ્રીડમાં દહેજમાં ઊભા થયેલા એલ.એન.જી ટર્મિનલનો ગેસનો પણ ઉપયોગ કરાશે.
૨૦૧૦માં દેશની કુલ ઉર્જા જરૂરિયાતમાંથી ૨૦ ટકા હિસ્સો કુદરતી ગેસ પુરો પાડશે. હવે જ્યારે ગુજરાત દેશનું સૌથી મોટું ગેસ ઉત્પાદક રાજ્ય છે ત્યારે દેશની આ ઉર્જા જરૂરિયાતમાં ગુજરાત પાયાની ભૂમિકા ભજવશે.
સ્ત્રોત: ગુજરાત રાજ્ય સરકારનું પોર્ટલ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/14/2019