મિશન મંગલમ યોજનાનો મુખ્ય હેતુ શહેરી ગરીબ કુટુંબોને એક જુથ અને સંગઠિત કરી, સ્વરોજગારી માટે કેોશલ્ય વર્ધક તાલીમ પુરી પાડી તેમજ અંગત બચત માટે પ્રોત્સાહિત કરી તથા આવા સખી મંડળના સભ્યોને આંતરિક ધિરાણ કરી શકે, આ રીતે તેમની આર્થિક જરૂરીયાત સંતોષવા સાથે તેઓ સ્વરોજગાર મેળવી સ્વનિર્ભર થાય તે હેતુથી આવા સખી મંડળને સ્વસહાય ઘ્વારા આર્થિક પ્રવૃતિ સાથે સાંકળવા. વધુમાં તેમનામાં આંતરિક બચત-ધિરાણની વ્યવસ્થા ઉભી થાય અને તેને મજબૂત કરવા માટે રીવોલ્વીંગ ફંડમાંથી, બેંકોમાંથી આર્થિક સહાય અને ધિરાણ મળી રહે તેવું આયોજન થાય અને સરકારશ્રીની સ્વરોજગારી પૂરી પાડતી વિવિધ યોજનાઓનાં લાભ મેળવી આવા કુટુંબો આર્થિક રીતે પગભર કરવાના હેતુથી સખી મંડળ રચના કરવાની હોય છે. જેમાંથી સખી મંડળો જરૂરીયાત મુજબ સભ્યોને નાની મોટી આર્થિક જરૂરીયાતો માટે આંતરિક ધિરાણ કરે છે.
આ સખી મંડળ છ માસ પૂર્ણ થનાર સખી મંડળોનું બેંકો ઘ્વારા મુલ્યાંકન કરી ગ્રેડીંગ થયા બાદ ગ્રેડીંગ પાસ થયેલ સખી મંડળ રીવોલ્વીંગ ફંડ અને બેંક ધિરાણ માટે પાત્ર બને છે. પાત્ર સખી મંડળોને મળવાપાત્ર લાભ મળે એ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
વર્ષ |
વર્ષ દરમ્યાન |
રચાયેલ સખી |
લાભાર્થીઓની સંખ્યા |
તા.૧/૪/'૧રથી તા.૩૧/૩/'૧૩ સુધી |
1500 |
750 |
10857 |
તા.૧/૪/'૧૩થી તા.૩૧/૧ર/'૧૩ |
1800 |
372 |
4831 |
કુલ... |
1122 |
15688 |
સ્ત્રોત સુરત મ્યુનીસીપલ કોર્પોરેશન
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 8/5/2019